જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલે ડોમ્બીવલી, સ્વ. પૂનમચંદ મોતીચંદ લાખાણીના સુપુત્ર. વિજયભાઈના ધર્મપત્ની નયનાબેન (ઉં.વ. ૫૯) મંગળવાર, ૪/૬/૨૪ના ૪:૩૦ અવસાન પામેલ છે. તે જીગર, મનાલીના માતૃશ્રી. કૌશલ કુમારના સાસુ. તે શૈલેષભાઈ, સુરેશભાઈ, હરેશભાઈ, કલ્પનાબેન શરદકુમાર દોશીના ભાભી. પિયર પક્ષે મહુવા નિવાસી અમુલખરાય, પોપટલાલ દોશીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૧૯, મનુભાઈ નિવાસ ૨, જય હિન્દ કોલોની, ડોમ્બીવલી વેસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. ખેતશી શાહ (ઉં.વ. ૭૧) મુંબઈ મધ્યે તા. ૪-૬-૨૪, મંગળવારના અવસાન પામેલ છે. સ્વ. લીલાબેન હિરજી ડુંગરશીના સુપુત્ર. કસ્તુરબેનના પતિ. લેનવીન, સપના, પાયલ, હિરલના પિતાશ્રી. શ્રીપાલ રમણીક ગડા, ભાવિક ફરિયા, મનન નંદુના સસરા. સનય, સનાયાના નાના. માતુશ્રી કેસરબેન જેઠાલાલ ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસસ્થાન: ૪૦૧, સોમપુરી માર્કેટ, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મંજલ રેલડીયાના હીના વીરચંદ વોરા (ઉં.વ. ૫૫) તા. ૪-૬-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઈ દામજીના પુત્રવધૂ. વીરચંદના પત્ની. જય, રાજના માતુશ્રી. કેશરબેન દામજીના સુપુત્રી. સંજય, દેવપુર મીતા પ્રવીણ, શેરડી દક્ષા ઉત્તમના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ.: વીરચંદ વોરા, ૧૦/શ્રી પ્રસાદ, ઘનશ્યામ ગુપ્તે ક્રોસ રોડ, જય હીંદ કોલોની, ડોંબીવલી (વે).
ભુજપુરના દેવચંદ (બાબુ) દેઢીયા (ઉં.વ. ૮૫) તા. ૪-૬-૨૪નાં અવસાન પામેલ છે. તે મમીબાઇ/રતનબેન નેણશીના પુત્ર. લીલાવતીના પતિ. સરલા, દિપકના પિતા. કેશવજી, મનસુખ, ટુંડાના લક્ષ્મી મણીલાલ, મોટી ખાખરના પ્રેમીલા વસંતના ભાઇ. બીદડાના દેવકાંબાઇ જેઠાલાલ વિજપારના જમાઇ. ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવચંદ નેણશી, ૪૦૩, જય શ્રી સ્વામી સમર્થ કો.ઓ., સંત નામદેવ પથ, રાકેલ ડેપોની બાજુમાં, ડોંબીવલી (ઇ.).
મોટા આસંબીયાના દેવકાબેન (પાનબાઇ) દેવશી ઉમરશી સાવલા (ઉં.વ. ૧૦૦) તા. ૫-૬-૨૪ના દેવલોક પામેલ છે. વેલબાઇ ઉમરશીના પુત્રવધૂ. દેવશી ઉમરશીના ધર્મપત્ની. રમીલા (પુર્ણીમા)ના માતુશ્રી. નાના ભાડીયાના ભાણજી જેવત, નાના આસંબીયાના મોનજી હરશીના સુપુત્રી. નાના ભાડીયાના મઠાબાઇ, બિદડા હીરબાઇ ખીમજી, નવીનાર મમીબાઇ રામજી, લક્ષ્મીબાઇ લધુભાઇ, નાની તુંબડીના હેમલતા ધનજી, દેવકાબેન ઉમરશી, નાના ભાડીયાના કેશવજી, કલ્યાણજી, નાના આસંબીયાના જેઠુભાઇ, દામજી, લક્ષ્મીભાઇ, પુનડીના પુરબાઇ ચાંપશીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પુર્ણીમા લલવાની, ૭૦૩, ગંગા હેરીટેજ, દેવધર રોડ, મનીષ કેફેની બાજુમાં, માટુંગા (સે.રે.).
ડોણના ગુલાબ ખેતશી મારૂ (ઉં.વ. ૬૦) તા. ૫-૬-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઇ નરશીના પૌત્ર. રતનબાઇ ખેતશીના પુત્ર. પ્રીતીના ભાઇ. રાયણના સોનબાઇ ગોવર પાંચારીયાના દોહીત્ર. પ્રાર્થના સભા રાખેલ નથી. રહેઠાણ: દિપક મુલચંદ મારૂ, ૧૨૦૨/એ, ભવ્ય દર્શન, હાથીબાગ, મઝગાંવ-૪૦૦૦૧૦.
લાખાપરના માતુશ્રી લક્ષ્મીબેન લખમશી નથુ શેઠીયાના દિકરી જયાબેન (ઉં.વ. ૭૭) તા. ૩-૬-૨૪ના અવસાન પામેલ છે. પાનલપુરના અમૃતલાલ ખોખરભાઇ પરીખના પત્ની. નવનીતભાઇ, જશવંતભાઇ, મહેન્દ્રભાઇના માતા. જગશી, તલકશી, રતાડીયા ગણેશના જવેરબેન ચાંપશી વોરા, પત્રીના કેસરબેન ઠાકરશી ધરોડ, લાખાપુરના હેમલતાબેન શાંતીલાલ સતરાના બેન. પ્રાર્થના રાખેલ નથી. (ફોન આવકાર્ય) ઠે. અતુલ જગશી શેઠીયા, ૭૫૦, દેવ આશીષ, નાહરનગર, મામલતદારવાડી એક્સટેન્શન રોડ, મલાડ (વે.).
નાના ભાડિયાના શ્રીમતી પ્રભાવતી/ પાનબાઈ રમેશ શાહ (રાંભિયા) (ઉં.વ. ૯૪) તા. ૪-૬-૨૪ના વડોદરામાં અવસાન પામેલ છે. કુંતામાં કાનજી રતનશીના પુત્રવધૂ. નાની ખાખરના હીરબાઈ મેઘજીના પુત્રી. રમેશ કાનજીના પત્ની. વર્ષા, દીના/દિપ્તી, ભરતના માતુશ્રી. વિમળા, લતા, વસંત અને નીનાના બહેન. વહુ. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન અને ચક્ષુદાન કરેલ છે. ઠે. ભરત રમેશ શાહ, ૨૦૨ સરસ્વતી ફ્લેટસ, વાસણા રોડ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગામ વેળાવદર હાલ વસઈ નિવાસી ઉષાબેન (ઉં.વ. ૬૭) બુધવાર, તા. ૫-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કંચનબેન રતિલાલ દોશીના સુપુત્રી. સ્વ. ભરતભાઈ કનૈયાલાલ જાગાણીના પત્ની. સ્વ. મયુરભાઈ, રાકેશભાઈ તથા નીપા પિયુષકુમાર શેઠના માતુશ્રી. સ્વ. દલીચંદભાઈ, નીર્મળાબેન જસવંતરાય અજમેરા, પુષ્પાબેન પ્રવીણચંદ્ર મહેતા, સ્વ. હર્ષદભાઈ, હરેશભાઈના ભાભી. લક્ષ્મી મુકેશકુમાર સુરાના સાસુ. પ્રાચી જીગીશકુમાર ગાંડાણી, જીલ, ધર્મી, મૈત્રીના દાદી-નાની. પ્રાર્થનાસભા તા. ૯-૫-૨૪ના રવિવાર ૧૦ થી ૧૨. સ્થળ- શ્રી શ્ર્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ, માણેકપુર ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ-વેસ્ટ.
પાટણ જૈન
પાટણ નિવાસી (મલ્લાતનો પાડો) ભગવતીબેન ચીનુભાઈના સુપુત્ર મનોજ શાહ (ઉં.વ. ૬૮), મીનાબેનના પતિ. જીનેન, જીગરના પિતા. અમી, દર્શીના સસરા. હિતાંશ, જીઆન, જૈની, રૂત્વના દાદા. જીતેન્દ્ર, દિલીપ, અનિલ, ચંદ્રકાન્ત, કલ્પના, હેમાના ભાઈ, ધીરજભાઈ રતીલાલના જમાઈ. તા. ૫-૬-૨૪ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૬-૨૪ના ૧૦ વાગે કમ્યુનીટી હોલ, સેલસેટ-૨૭, ડૉ. બી.એ. રોડ, ભાયખલા -ઈસ્ટ.