જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના વસંત આસુ ગંગર (ઉં.વ. ૭૪) તા. ૪-૬ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ આસુ મુરજીના સુપુત્ર. વંદનાના પતિ. પૂજાના પિતા. સુશીલા (સરલા), દમયંતી, વિમળા, નરેન્દ્ર, હંસા, પ્રકાશના ભાઇ. નાના ભાડિયાના સ્વ. દેવકાંબેન દેવજી ખેતશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: વસંત ગંગર, રીટા નિકેતન, ૩જો માળો, રૂમ નં. ૩૨, તેલી ગલ્લી, અંધેરી (ઇ.).
સમાઘોઘાના અશોક લાલજી ગાલા (ઉં.વ. ૭૨) તા. ૪-૬-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. નાનબાઈ લાલજીના પુત્ર. નીલમના પતિ. જય, હેમના પિતા. કાંતિલાલ, વાસંતીના ભાઈ. કુંવરબેન રામજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: જય ગાલા, એ-૫૦૨, ભરત કુંજ, રોડ નં. ૮, સાંતાક્રુઝ (ઈસ્ટ).
કોડાય હાલે સાંગલી નિવાસી માતુશ્રી ચંદનબેન મણીલાલ લાલનના જમાઈ શરદભાઈ ખોના (ઉં.વ. ૬૧) તા. ૪-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. કોઠારાના માતુશ્રી નવલબેન માણેકજી રતનશી ખોનાના સુપુત્ર. સ્મિતાના પતિ. હાર્દિક અને સલોનીના પિતા. વિજયભાઈ, સાંધવના તૃપ્તિ રાહુલ લોડાયાના ભાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખેલ નથી. નિ. શરદ ખોના. યુફોરીયા, બાલાજી મિલ રોડ, સાંગલી, ૪૧૬૪૧૬.
હાલાપર હાલે સાંગલીના શ્રી વિશનજી ખેરાજ મારૂ (ઉં.વ. ૭૯) તા. ૨-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. જવેરબેન ખેરાજ શીવજીના સુપુત્ર. ડો. સ્નેહલતાના પતિ. આશુતોષ અને સોનીયાના પિતાજી. મણીલાલ, સુરેશ, રસિક અને મધુલક્ષ્મી રમેશભાઇના ભાઇ. મેરાઉના સ્વ. લક્ષ્મીબેન નાગજી લાલજી વીરાના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. મુંબઇમાં પ્રાર્થના સભા રાખેલ નથી. ઠેકાણું: ડો. સ્નેહલતા મારૂ, પ્લોટ નં. ૧૫, સંભાજી કોલોની, સાંગલી-૪૧૬૪૧૬.
બિદડાના શ્રી નવીનચંદ્ર ચંપકલાલ ગડા (ઉં.વ. ૭૮) તા. ૪-૬-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન નાથાલાલના પુત્ર. સ્વ. સુશીલાબેનના પતિ. નીલેશ, જીજ્ઞાના પિતા. મુલચંદ, અરવિંદના ભાઇ. કોડાયના સુંદરબેન મુલચંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નીલેશ ગડા, એ-૨૦૪, ક્રિષ્ણકુંજ, શીવપુર કોલોની, ચેમ્બુર, મુંબઇ-૭૧.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા વાસી જૈન
ચોટીલા નિવાસી હાલ બોરીવલી સ્વ. વસંતરાય ગુલાબચંદ કોઠારીના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન (ઉં.વ. ૭૭) તે ૩/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નિલેશ, સ્વ. આશિષ, નેહાના માતુશ્રી. કિશોરભાઈ સિમરીયાના સાસુ. સૂર્યકાન્તભાઈના ભાભી. શિવલાલ માધવજી ડેલીવાલાના દીકરી. ભઇલાભાઈ, કુંદનબેન, જ્યોત્સ્નાબેનના બહેન. બંનેપક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી.
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
મોરબી નિવાસી હાલ મુંબઈ જિતેન્દ્રભાઈ (ઉં. વ. ૭૦) તે મહેતા જેવતલાલ મણીલાલના સુપુત્ર તથા મહેતા બાબુલાલ ન્યાલચંદના જમાઈ. અરુણાબેનના પતિ. ફાલ્ગુન તથા ફોરમના પિતા. માનસી તથા હિરેનકુમારના સસરા. નરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, સંધ્યાબેન અતુલકુમાર શાહ તથા રેણુકા નીતિનકુમાર મહેતાના ભાઈનું ૪-૬-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વહેવાર બંધ છે. જિતેન્દ્ર મહેતા બી-૩૦૪ સંસ્કૃતિ બિલ્ડિંગ કેદાર્મલ રોડ ચિલ્ડ્રન એકેડમી સ્કૂલની બાજુમાં મલાડ ઈ.