જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખસ નિવાસી (હાલ મુંબઈ) સ્વ. કાંતીલાલ સુખલાલ વસાણીના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૮૫) ૪-૬-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ કેતન, હિના ગીરીશકુમાર સાવંત, કિરણ ભદ્રેશકુમાર શાહ તથા દિપ્તી પરાગકુમાર ઝવેરીના માતુશ્રી. તેઓ અનિતાના સાસુ તથા પિયર પક્ષે લીબંડી નિવાસી શાંતિલાલ મોહનલાલ સંઘવીના દીકરી. તેઓ એકતાના દાદી તથા જહાન્વી, ધુ્રવ, દિશાંતના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સરનામું: ઈન્ડીયા હાઉસ નં. ૪, ફલેટ નં. ૧૮, ૪થે માળે, કેમ્સ કોર્નર, મુંબઈ-૨૬.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જામનગર હાલ ઘાટકોપર નિવાસી કીર્તિકુમાર (બટુકભાઈ) કેશવલાલ મોદી (ઉં.વ. ૭૦) સોમવાર, તા. ૩ જૂન, ૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંચળબેનના સુપુત્ર. સ્વ. હીનાબેનના પતિ. સ્વ. શાંતિલાલ ડુંગરશી અદાણીના જમાઈ. સૌ. વીણાબેન દિપકભાઈ દડીયા તથા અતુલના ભાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી, એડ્રેસ- નાથપાઈનગર, ઘાટકોપર ઈસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. દિવાળીબેન ગાલા (ઉં. વ. ૮૫) રવિવાર ૨-૬-૨૪ના મુંબઈમાં અરિહંતશરણ પામેલ છે. સ્વ. ચાંપુબેન રતનના પુત્રવધૂ. સ્વ. કરશન રતનના ધર્મપત્ની. જતીન, મંજુલા, દમયંતી, અમ્રત, રંજન, નયનાના માતુશ્રી. સ્વ. અમરશી સત્રા, લખમશી ગડા, અમ્રતલાલ ગડા, જતીન ગડા, દિપીકા ગાલા, અશોક સત્રાનાં સાસુમા. યશના દાદીમા. સ્વ. દેમતબેન પુનરાજ ઉગા નિસરની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સારસ્વત કો-ઓપ સોસાયટી, એ-૫, ડો. કે. એન. રોડ, ગામદેવી, ગ્રાંટ રોડ (વે).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ડુમરાના કેશવજી ગોસર (ઉં.વ. ૬૫) તા. ૨-૬-૨૪ના અવસાન પામેલ છે. કેસરબાઇ કરમશી ખેતશી ગોસરના સુપુત્ર. જ્યોતિના પતિ. ચિરાગ, વિશાલના પિતા. છગન, રમણીક, નવિનના ભાઇ. કોટડી (મ.)ના સુંદરબાઇ દેવરાજ શીવજી દેઢીઆના જમાઇ. પ્રાર્થના: શ્રી સુવિધિનાથ જીનાલય, માનપાડા રોડ, ડોંબીવલી (પૂર્વ) ટા. ૨ થી ૩.૩૦.
નાના આસંબીયાના વેણીલાલ કરમશી છેડા (ઉં.વ. ૭૨) તા. ૩-૬-૨૪ના અવસાન પામેલ છે. ઉમરબાઈ કરમશીના પુત્ર. રૂક્ષ્મણીબેનના પતિ. પરેશ, વિકેન, તેજલના પિતા. હરખચંદ, કાંતિલાલ, વિનોદ, મહેન્દ્ર, રમેશ, રાયણ સુશીલા પ્રવીણ, પત્રી મંજુલા પ્રવીણના ભાઈ. મોટા આસંબીયા લાછબાઈ ઠાકરશી દેવજી ગાલાના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.
નવાવાસના હિરેન વીરા (ઉં.વ. ૫૫) તા. ૨ જૂનના અવસાન પામેલ છે. સુશીલાબેન કલ્યાણજીના પુત્ર. હર્ષાના પતિ. ખ્યાતિના પિતા. સુરેખા, અશ્ર્વિન, અનિલના ભાઈ. ઝવેરબેન શામજીના જમાઈ. ચક્ષુદાન ત્વચાદાન કરેલ છે. પ્રાર્થના: શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ દાદર વેસ્ટ. સમય: ૨ થી ૩.૩૦.
પ્રતાપુરના પ્રેમજી મેઘજી શેઠિયા (ઉં.વ. ૮૮) તા. ૩-૬ના અવસાન પામેલ છે. કુંતાબાઇ વેરશીના પૌત્ર. કુંવરબાઈ મેઘજીના પુત્ર. પુષ્પા (લીલાવંતી)ના પતિ. કીર્તિ, ભારતી, અનીતાના પિતા. શામજી, રામજી, વસનજી, રાણબાઈના ભાઈ. હાંસબાઈ ધનજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કીર્તિ શેઠિયા- ૧૨, શ્રી અનંત કો. ઓ. હા. સો., મ્હાત્રે વાડી, બી. ટી. રોડ, દહીંસર (વે).
નાની ખાખર હાલ કલકતાના નલિની નાનાલાલ મેકોની (દેઢિયા) (ઉં.વ. ૯૨) તા. ૧-૬-૨૪ના રોજ સીંગાપોર મુકામે અવસાન પામેલ છે. સ્વ. નાનાલાલના પત્ની. સુશીલાબેન ચુનીલાલ પ્રેમજી લધાના પુત્રવધૂ. ભરત, દર્શનના માતુશ્રી. બારોઇના કેસરબેન ગાંગજી દેવજી ખેતશીની સુપુત્રી. નેમજીભાઇ, જયેન્દ્રાબેન, ભદ્રાબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી.
પુનડીના અ.સૌ. ઇન્દુ (ઇંદિરા) નરેન્દ્ર નંદુ (ઉં.વ. ૬૭) તા. ૨-૬ના અવસાન પામેલ છે. મણીબેન કુંવરજી ઘેલાભાઇના પુત્રવધૂ. નરેન્દ્રના પત્ની. ચૈતાલી મુકુલ, શ્રેયા હર્ષના માતા. બિદડા મેઘબાઇ જીવરાજ ઉમરશીના પુત્રી. દામજી, કિરણ પ્રવિણ, મો. આસંબીયા જવેરબેન દેવચંદ, લુણી ચંદન વસંત, વેરાવળ નયના શૈલેષના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નરેન્દ્ર નંદુ, બિલ્ડીંગ નં. ૧૧૨, શિવશરણ, ૭૦૨/બી, તિલકનગર, મું. ૮૯.
વિશા નીમા જૈન
કપડવંજ નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. ઇન્દિરાબેન રાજેન્દ્રભાઇ ગાંધી (ઉં.વ. ૮૯) તે રશ્મિબેન મહેન્દ્રભાઈ શાહના માતુશ્રી. પાનાચંદ લીંબાભાઈ ગાંધીના પુત્રવધૂ. ચીમનલાલ ગિરધરલાલ શાહના પુત્રી તે ૧/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. એ/૧૧, ચોથે માળે, મજીઠીયા એપાર્ટમેન્ટ, કોટક બેન્કની ઉપર, ઈરલા, એસ. વી. રોડ, વિલેપાર્લે વેસ્ટ.
ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
રાળગોન (મહુવા) નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. દોશી તલકચંદ લાલચંદના ધર્મપત્ની ઇન્દુબેન (ઉં.વ. ૮૦) તા. ૨- ૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શૈલેષભાઈ, મમતાબેન, છાયાબેન, અલ્પાબેનના માતૃશ્રી. તે પ્રવીણકુમાર, સ્વ. હસમુખરાય, સમીરકુમાર, જાગૃતિબેનના સાસુ. તે ઋત્વીના દાદી. પિયરપક્ષે દાઠાવાળા સ્વ. નાથાલાલ રામચંદભાઈ દોશીની દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન શૈલેષ ટી દોશી, હેમાંગી એપાર્ટમેન્ટ પાંડુરંગ વાડી, રેણુકા માતાજી મંદિર પાસે, માનપડા રોડ, ડોમ્બીવલી ઇસ્ટ.