મરણ નોંધ

જૈન મરણ

વેરાવળ સ્થા જૈન
વેરાવળ નિવાસી હાલ બોરીવલી હિનાબેન અજયભાઇ શાહ (ઉં. વ. 57) તે 1/6/24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અજયભાઇ સેવંતીલાલ શાહના ધર્મપત્ની. જય, ધ્વનિ પુનિતભાઈ શાહના માતુશ્રી. ગં. સ્વ ભાવનાબેન અનિલભાઈ તથા ગં. સ્વ. ડોલીબેન રોહિતભાઈ શાહના ભાભી. પ્રભાસ પાટણ નિવાસી સ્વ. જ્યોત્સ્નાબેન સેવંતીલાલ રામચંદ શાહના પુત્રી. યુગ તથા જીયારાના નાની. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
લાઠી નિવાસ હાલ બોરીવલી યોગીનગર સવિતાબેન જેઠાલાલ તુરખીયાના સુપુત્ર સ્વ. નરેન્દ્રભાઇ, (ઉં. વ. 76) તા. 2-6-2024ના અરિહંતશરણ પામેલ છે. તે જીજ્ઞેશ નીરવ, અ. સૌ. રેશમાબેન શેઠના પિતાશ્રી. રૂપલ નીતા અને રોમીલના સસરા. કાકુભાઈ યશવંતભાઈ દીપકભાઈ સ્વ. મનોરમાબેન શારદાબેન સ્વ. સરલાબેન ભારતીબેન કોકિલાબેન આશાબેનના ભાઈ. સાસરિયા પક્ષ સ્વ. રમાબેન ભીખાલાલ ગાંધી, સ્વ. કાંતિભાઈ સ્વ. નવીનભાઈ, સ્વ. છબિલભાઈ પ્રવીણભાઈ હેમેન્દ્રભાઇ જીતુભાઇના બનેવી. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. એડે્રસ: સી -106 વાય -63 યોગી હેરિટેજ, યોગીનગર, બોરીવલી વેસ્ટ.
રાધનપુરી જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ બોરીવલી – મુંબઈ અરવિંદભાઈ મણીલાલ પારેખ (ઉં. વ. 92) રવિવાર, તા. 2-6-24 અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. સ્વ. પ્રભાબેન માણેકલાલ દોશીના ભાઈ. ઉપેનભાઈ અને રાજુભાઈના મામા. કલ્પના અને સ્મિતાબેનના નાનાજી. અશોક અને મીનાના બનેવી. લૌકિક વ્યવહાર રાખેલ નથી. રહેઠાણ- બી-3, લક્ષ્મી નિવાસ, પઈ નગર, બોરીવલી (વેસ્ટ), એમની ગુણાનુવાદની સભા મંગળવાર, તા. 4-6-2024ના આદીશ્વર જૈન દેરાસર, મંડપેશ્વર, મુંબઈના ઉપાશ્રય હોલમાં સવારે 9 કલાકે રાખેલ છે.
ક. વિ. ઓ. જૈન
કોટડા રોહાના વેજબાઇ શામજી ગાલા (ઉં.વ. 86) તા. 31-5-24ના અવસાન પામેલ છે. કુંવરબાઇ જીવરાજ ખીંયશીના પુત્રવધૂ. શામજી જીવરાજના ધર્મપત્ની. નિર્મળા, દિલીપના માતુશ્રી. લક્ષ્મીબેન-શાંતાબેન ધારશી લાલજીના પુત્રી. જીવરાજ, સુંદરજી, નાનજી, ગોવિંદજી, લીલાવંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિલાલ ગડા, 203 ગણેશ પ્રસાદ, આર. એચ. બી. રોડ, મુલુંડ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. કેશવલાલ ભાઇચંદ ગાંધીના પુત્ર બિપિનભાઇ (ઉં. વ 79) તે મધુબેનના પતિ. પારસભાઇના પિતા. તે સ્વ. શરદભાઇ, સ્વ. બળવંતભાઇ, સ્વ.ગુણવંતભાઇ, રમેશભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. રમાબેન કેશવભાઇ વિરાણી, સ્વ. શારદાબેન રમણભાઇ પારેખ, સ્વ.વિમળાબેન પ્રવીણભાઇ શાહ અને સ્વ. સર્યુબેન કુંદનભાઇ શેઠના ભાઇ. અને અમૃતલાલ ચત્રભુજ સંઘવીના જમાઇ. સ્વ. મંજુબેન દોશી, સ્વ. ઇન્દીરાબેન દેસાઇ, અ. સૌ. હંસાબેન મોદી, અ. સૌ. મીનાબેન મહેતા, અ. સૌ. સુચિતબેન મહેતાના બનેવી તા. 28-5-24ના અવસાન થયેલ છે. બી 202, મેકસીમાં, લોઢા કાસા બેલા ગોલ્ડ, પલવા, ડોમ્બિવલી (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
સુરત વિશા જૈન
પોરવાડ જ્ઞાતિના અંજનાબેન ગિરીશચંદ્ર ઝવેરી (ઉં.વ.85) તે વિજેનભાઇ તથા નિરેનભાઇનાં માતુશ્રી. તે પલ્લવીબેન તથા કવિતાબેનના સાસુ. તે આશિષભાઇ તથા નેહાબેનનાં કાકી. તે જીનલ, પૂજા, હૃિતિકા-ઊર્મિલકુમારના દાદી તા. 1-6-24ના સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરેલી થાણા નિવાસી અ. સૌ. વર્ષા (કલીબેન) બિપીનભાઇ મહેતા (ઉં. વ. 59) તા. 1-6-24 શનિવારના અવસાન પામ્યા છે. ગં. સ્વ. શારદાબેન સૌભાગ્યચંદ મહેતાના પુત્રવધૂ. ગં. સ્વ. લીલમબેન દલીચંદભાઇ હપાણીની સુપુત્રી. અંકિતા આકાશ શાહ, શ્વેતા ઋષભ શાહના માતુશ્રી. લૌકિક વ્યવહાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button