મરણ નોંધ

જૈન મરણ

ક. દ. ઓ. જૈન
ધનજી રતનશી ગોશર (ઉં. વ. ૯૫) કચ્છ બાયઠ હાલ મુલુંડ તા. ૩૦-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ખેતબાઇ રતનશી ગોશરના પુત્ર. ખેતબાઇ મુલજી શિવજી ખોના તેરાવાળાના જમાઇ. સ્વ. અ. સૌ. મણિબેનના પતિ. રીતેશભાઇ, હંસકુમારભાઇ અને સૌ. ભદ્રીકાબેન નરેશ લોડાયાના પિતાશ્રી. જયશ્રીબેન, મીનાબેન, નરેશભાઇના સસરાજી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧-૬-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે.) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
જૂનાગઢ નિવાસી (હાલ અંધેરી) (ઉં. વ. ૮૬) ગં. સ્વ. નિરૂપમા શાહ બુધવાર, તા. ૨૯-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિજયકુમાર જયંતીલાલ શાહના ધર્મપત્ની. તે દિલીપ, સંજય, ગૌતમના માતુશ્રી. તે અ. સૌ. ભારતી અને અ. સૌ. હેમાના સાસુ. તે ભાવીનનાં અને અ. સૌ. વિશાખાના દાદીસાસુ. તે સ્વ. રોશનલાલ પ્રભાકર કોઠારીનાં પુત્રી. તે પ્રદયોત કોઠારી, સ્વ. મીનાક્ષીબેન કનકભાઇ દેસાઇ, મૃણાલબેન શશીકાંત મહેતાના બહેન. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨-૬-૨૪ના સવારના ૧૧થી ૧૨.૩૦. ઠે. જાનકીબાઇ હોલ, મુનશીનગર, રીક્રીયેશન કલબની સામે, વૃંદાવન હોટેલની બાજુમાં, અંધેરી (વેસ્ટ).

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના રામુબેન લખધીર જીવરાજ ગાલા (ઉં. વ. ૭૪) તા. ૨૫-૫-૨૪ના શનિવારે લાકડીયા મધ્યે અરિહંતશરણ પામેલ છે. સ્વ. લખધીરના ધર્મપત્ની. લીંબડી અજરામર સંપ્રદાયના બા. બ્ર. મોક્ષાબાઇ મહાસતીજીના સંસાર પક્ષે માતુશ્રી. સ્વ. પાલણના ભાઇના ઘરેથી. સ્વ. મુરઇબેન, સ્વ. ભાવલબેનના ભાભી. લાકડીયાના લાખઇબેન ભચુભાઇ ખેતશી ગડાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી.

કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા રોહાના હાલે અલીબાગના ગં.સ્વ. કસ્તુરબેન બસંતીલાલ વિકમાણી (ઉં.વ.૮૮) તા.૨૮-૫-૨૪ના અવસાન પામેલ છે. બસંતીલાલના ધર્મપત્ની. સુજાલપુરના લીલબાઇ ખીમજી ખેરાજના પુત્રવધૂ. જગદીશ, તારાચંદ, શકુંતલા, દમયંતી, વર્ષા, ભારતી, દીપના માતુશ્રી. ગઢશીશાના જીવાબાઇ નેણશી જેઠાના પુત્રી. નાનજી, મુરજી, શેરડીના કુંવરબેન વિશનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. પારસ એપાર્ટમેન્ટ, બીજે માળે, શ્રીબાગ નં. ૨, અલીબાગ – ૪૦૨ ૨૦૧.

સંબંધિત લેખો

નાંગલપુરના કરમશી વેલજી ગંગર (ઉં.વ. ૯૫) તા. ૩૦-૫-૨૪ના અવસાન પામ્યા છે. હંસાબેન (હાંસબાઇ)ના પતિ. માંકબાઇ વેલજી ગંગરના સુપુત્ર. વસંત, ઉત્તમ, પંકજ, હેમલતા, જયશ્રીના પિતાશ્રી. કોડાય જેતબાઇ રામજીના ભાઇ. રાયણ દેવકાબેન મુરજી પાંચારિયાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા.૪ થી ૫.૩૦ નિ. ઉત્તમ ક. ગંગર, ૧૦૨, ઝી છાયા, પ્રાર્થના સમાજ રોડ, વિલેપાર્લા (ઇસ્ટ).

ભુજપુરના હીરાલાલ લખમશી ભેદા (ઉં.વ. ૭૨) તા. ૩૦-૫-૨૪ ના અરિહંતશરણ પામ્યા છે. રતનબેન લખમશી વીરજીના સુપુત્ર. જયવંતીના પતિ. કેકીન, હેતલના પિતા. કલ્યાણજી, કાંતિલાલ, શાંતિલાલ, કાંડાગરા કેસરબેન/રતનબેન કુંવરજી લીલાધર, લીલાવંતી રતીલાલ ધનજી, ભાનુબેન જેઠાલાલ ગાંગજી. ચંચળબેન મહેન્દ્ર લાલજીના ભાઈ. ભાનુબેન મોણશી સુરાના જમાઈ. પ્રા. માનવ સેવા સંઘ (સાયન/કિંગ્સ સર્કલ), ટા. ૪ થી ૫.૩૦.

ઝાલાવાડી વિસા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી હાલ અંધેરી સ્વ. કાંતિલાલ સુખલાલ શાહના ધર્મપત્ની ધીરજબેન શાહ (ઉં.વ. ૯૫), તા. ૩૦-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે રમેશભાઈ, પ્રફુલ્લભાઈ, રાજેશભાઈ, મૃદુલાબેન દિલીપકુમાર શાહ, ધર્મિષ્ઠાબેન હેમંતકુમાર શાહના માતુશ્રી. પ્રમીલાબેન, શોભનાબેન, દીનાબેનના સાસુ. પિયર પક્ષે જીવરાજભાઈ મોહનલાલના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઇ/૨૯, પંચશીલ, ભરડાવાડી રોડ, અંધેરી (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button