મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર નિવાસી હાલ મીરારોડ વસંતબેન કાંતિલાલ દોશીના પુત્રવધૂ તથા પ્રફુલના ધર્મપત્ની સરિતા (ઉં. વ. ૬૧) શુક્રવાર, તા. ૨૪-૦૫-૨૪ના અવસાન પામેલ છે. તે ગીરીશભાઈ, સ્મીતા પંકજકુમાર દોશી, રેખાબેન ભરતકુમાર મહેતાના નાનાભાઈની પત્ની. મોક્ષના માતુશ્રી. પિયરપક્ષે બિંદુબેન જવારચંદ દશોરે – ખંડવાના દિકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એલ-૨, ૨૦૪, પુમન વિહાર, શાંતિનગર સેક્ટર નં. ૨ ની સામે, મીરારોડ (ઈસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
રતાડીયા ગણેશના શ્રી રોમિલ જાદવજી છેડા (ઉં. વ. ૪૪) તા. ૨૬-૫-૨૦૨૪ના અવસાન પામેલ છે. શાંતાબેન જાદવજીના પુત્ર. પિન્કીના પતિ. લબ્ધિના પિતા. ધરમના ભાઈ. વડાલાના ચંદ્રલતા કાંતીલાલ દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રોમિલ છેડા, ૪, શ્રી દર્શન સોસા., વાલજી લધા ક્રોસ રોડ, મુલુન્ડ (વે).

મોખાના ચિમનલાલ વિશનજી બૌઆ (ઉં. વ. ૭૫) તા.૨૫-૫-૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ વિશનજીના પુત્ર. ગુણવંતીના પતિ. જીતેન, હેમાલીના પિતા. મણી, ચંચળ, વનિતા, વિમળા, જસ્મીન, ભાવના, દામજી, બાબુલાલ, મુલચંદ, ચેતનના ભાઇ. લક્ષ્મીબેન સુરજીના જમાઇ. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર ટા. ૨ થી ૩.૩૦

છસરાના મહેન્દ્ર પ્રેમજી ગાલા (ઉં. વ. ૭૬) ૨૬-૫-૨૪ના અવસાન પામેલ છે. ભાણબાઈ પ્રેમજીના પુત્ર. ધનવંતીના પતિ. દીપા, ભાવિકના પિતા. વસંત, ચુનીલાલ, વિનોદ, રસિક, સુરેશ, જયાલક્ષ્મી, ચંચળ, સુશીલાના ભાઇ. ચંપાબેન તેજશીના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન સં સં કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. ૪ થી ૫.૩૦.

સંબંધિત લેખો

બારોઇના ચુનીલાલ માવજી કેનીયા (ઉં. વ. ૮૪) તા. ૨૫-૫-૨૪ના અવસાન પામેલ છે. મઠાબાઇ માવજીના પુત્ર. મંજુલાના પતિ. બેરાજાના પાનબાઇ રતનશી દેવજી ગોવરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. નિ. ટીનુ રામજી ગલીયા, ૭ માઉન્ટ વ્યુ બિલ્ડીંગ, કિસન નગર નં. ૩, રોડ નં. ૧૬, વાગલે ઇસ્ટેટ, થાણા (વેસ્ટ).

બિદડાના ઝવેરબેન વોરા (ઉં. વ. ૮૦) ૨૭-૫ના અવસાન પામેલ છે. લાલજી ગણશીના પુત્રવધૂ. સ્વ રતનશીના પત્ની. આશા, બીપીન, પરેશના માતા. ના. ભાડિયા હાસબાઇ રતનશી દેવરાજ રાંભીયાના પુત્રી. લક્ષ્મીચંદ, કનક, નવીનાર પાનબાઇ મગનલાલ વોરા, કોડાય નાનબાઈ દામજી સાવલા, દેશલપુર નિર્મળાબેન શામજી છેડા, બિદડા હીરબાઈ ઉમરશી છેડાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરેશ વોરા. શિવમ એપાર્ટ., એ-વિંગ, ૧૦૩ દત્ત મંદિર રોડ, ભાંડુપ (વે.).

નવીનારના વિજયાબેન તલકશી વોરા (ઉં. વ. ૭૦) તા. ૨૭-૫-૨૪ના અવસાન પામેલ છે. ઉમરબેન દેવશીના પુત્રવધૂ. તલકશીના ધર્મપત્ની. મેરાઉના મણીબેન પોપટલાલ તેજશી હેણીયાના સુપુત્રી. રમીલા, મુલચંદ, સ્વ. વિનોદ, પ.પૂ.સા. દિવ્યકિરણાશ્રી, હર્ષકિરણાશ્રીના સંસારી બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવેશ તલકશી વોરા, એ-૬૦૩, ઓરીયન્ટ આર્કેડ, બી.એ.રોડ, ચીંચપોકલી, મુંબઇ-૧૨.

દશા શ્રીમાળી જૈન
લાઠી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. હેમલતાબેન નરસિંહદાસ ભાયાણીના પુત્ર. પંકજભાઈ ભાયાણીના ધર્મપત્ની અ.સૌ. હર્ષાબેન (ઉં. વ. ૬૬) તા. ૨૬-૫-૨૦૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે રીના જયકુમાર મહેતા, બીઝલ ધ્રુવકુમાર ઠક્કર, દ્રષ્ટિ યશકુમાર કોઠારીના માતુશ્રી. આરવ, મેયાંશ, હિતાંશના નાની. ભારતીબેન મુકેશભાઈ, નીતાબેન પિયુષભાઈ, ગીતાબેન રાજેષભાઈના ભાભી. કૈલાશબેન અમૃતલાલ મનોરદાસ શાહની પુત્રી. પ્રાર્થનાસભા તા. ૩૦-૫-૨૦૨૪ના ગુરૂવારે ૧૦ થી ૧૨. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, હિંગવાલા ઉપાશ્રય પાસે, ઘાટકોપર-ઈસ્ટમાં. ચક્ષુદાન કરેલ છે.

કચ્છી દશા ઓસવાલ જૈન
ગામ બાયઠના માતુશ્રી જમકુબાઇ કલ્યાણજી બોરીચાના સુપુત્ર યોગેશ કલ્યાણજી બોરીચા (ઉં.વ ૪૮) તા.૨૮-૫-૨૪ ના રોજ અવસાન પામ્યા છે ૪૦૪, કીસર્ટન હાઈટ્સ, કનકિઆ, મીરા રોડ ઈસ્ટ, થાણા જિલ્લો. તેઓ કાજોલ બોરીચા ના પિતાશ્રી, ગુલાબચંદ બોરીચા તથા દીનાબેન રમેશ ભાઈ મોમાયાના ભાઈ તથા ખીમજી ઘેલાભાઈ લોડાયા ગામ વારાપધરવાલાના જમાઈ પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા-નિમા જૈન
કપડવણજ નિવાસી હાલ મુંબઇ ઉર્મિલાબેન ગાંધી (ઉં. વ. ૭૯) તા. ૨૬-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ચંપકલાલ ચુનીલાલ શાહના પુત્રી. સ્વ. સુરેશકુમાર બાલુભાઇ ગાંધીના પત્ની. હિમાંશુ, કમલ, કાજલના માતા. સ્વ. ચિરાગકુમાર, રાખીના સાસુ. પ્રકાશ, સ્વ. વીણા, પૂર્ણિમા, દિવ્યા, મીનાના બહેન. દીપના દાદી. તા. ૩૦-૫-૨૪ના સવારના ૯થી ૧૨, શ્રી શત્રુંજય ભાવયાત્રા રાખેલ છે. ઠે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બોરીવલી, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button