જૈન મરણ
ઝાલા દશા શ્રી. સ્થા. જૈન
ધાંધલપુર નિવાસી, હાલ સાયન જ્યોતિષભાઈ વર્ધમાનભાઈ તુરખીયાના ધર્મપત્ની અ. સૌ. પ્રેમીલાબેન (ઉં. વ. ૭૬) ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ અતુલ- રવી- જાગૃતીના માતોશ્રી. ભાવીની- રૂપલ તથા હિતેશભાઈના સાસુ. વૈભવ- શાલીન- સાક્ષીના દાદી. જાન્હવીના નાની. સ્વ. સુરજબેન નાગરદાસ તલસાણીયાના પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, ૨૫-૫-૨૪ના ૫ થી ૬-૩૦. સ્થળ: પંજાબ હોલ, ભાઉદાજી રોડ, એક્ષટેન્શન, સાયન (વે), લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બિલખા નિવાસી, હાલ કાંદીવલી સ્વ. હસમુખલાલ ગોરધનદાસ ઘાટલીયાના ધર્મપત્ની લીલાવતીબેન ઘાટલીયા (ઉં. વ. ૯૦) ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. દીવાળીબેન ભાઈચંદભાઈ લાખાણીની પુત્રી. તે સ્વ. ભોગીભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. જયંતભાઈ, સ્વ. દયાબેન ગુલાબચંદ પારેખ, સ્વ. મંજુબેન હરીલાલ મેઘાણી, વાસંતીબેન હસમુખભાઈ કોઠારીના ભાભી. તે જયંતિભાઈ, સ્વ. ચંદ્રીકાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. અનસુયાબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ જુહુ, મુંબઈ સ્વ. કપિલભાઈ અમૃતલાલ મહેતાના ધર્મપત્ની ભારતીબેન (ઉં. વ. ૭૮) તા. ૨૪-૫-૨૦૨૪ને શુક્રવારના અરિહંતશરણ થયા છે. તે પરાગ, પારસના માતુશ્રી. ઉષ્મા, રોહિણીના સાસુજી. પલક, સોહમ, જશ અને તનિષના દાદીમા. પિયરપક્ષે અમૃતલાલ શામજીભાઈ દોશીના સુપુત્રી. વનિતાબેન, કિશોરભાઈ, ભરતભાઈ, નરેશભાઈના બેન લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગઢડા સ્વામીના નિવાસી હાલ ડોમ્બીવલી, સ્વ.રમણીકલાલ પ્રેમચંદ દોશીના ધર્મપત્ની લતાબેન (ઉં. વ. ૭૬) તા. ૨૦.૫.૨૪ સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે અશોકભાઈ, અનિલભાઈ તથા સ્વ.કમલેશભાઈ, છાયા (કાજલ), વિનોદકુમાર તથા આશા હિતેનકુમાર શાહના મમ્મી. તે નયના તથા અમીષાના સાસુ. તે સ્વ.બંદા પોપટલાલ નારાયણદાસના દીકરી. સ્વ.નવીનચંદ્ર, કિશોરભાઈ, સ્વ.રાજુભાઈ તથા રસીલાબેન, ભારતીબેન તથા જયશ્રીના બેન. ચિરાગ, દેવ તથા જયના દાદી. પ્રાર્થના સભા તારીખ ૨૬.૫.૨૪ને રવિવારના ૩ થી ૫. જગદીશ બેન્કવેટ હોલ, એવરેસ્ટ હોલની બાજુમાં, સ્ટેશન સામે, ડોમ્બીવલી ઇસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
વડાલાના શાંતાબેન વીરા (ઉં. વ. ૭૮) તા. ૨૩-૫-૨૪ના અવસાન પામેલ છે. ભચીબાઇ વેલજી ખીમા વીરાના પુત્રવધૂ. સ્વ. દામજીના ધર્મપત્ની. વિજયના માતુશ્રી. છસરાના લક્ષ્મીબેન ધનજી માલશી ગંગરના પુત્રી. ધીરજ, સ્વ. ચંદ્રકાંત, પ્રફુલ, મીનાબેન (અમિત જ્યોતીજી મ.સ.)ના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિજય વીરા, ૫૦૨, વૃંદાવન સોસાયટી, ફીનીક્સ હોસ્પીટલ પાસે, ચીકુવાડી, બોરીવલી (વે.) મું. ૯૨.
કોટડી (મહા) ના માતુશ્રી કેસરબેન ખુશાલચંદ નાગડા (ઉં. વ. ૭૫) તા. ૨૨-૫-૨૪ના અવસાન પામેલ છે. ખુશાલચંદના પત્ની. મા. મુલબાઈ ભીમશીના પુત્રવધૂ. ગઢસીસા મા. લીલબાઈ શામજીના પુત્રી. દિલીપ,વીણા,હંસા, (પ્રજ્ઞા) બીનાના માતુશ્રી. પ્રેમજી, ખીમજી, લક્ષ્મીબેન, ઝવેરબેન, કસ્તુર, પ્રભાના બહેન. ત્વચાદાન નેત્રદાન કરેલ છે. પ્રાર્થના : ટા. ૪ થી ૫.૩૦ કાંતી વિસરીયા હોલ, ગાંવદેવી મેદાન પાસે, થાણા-૬૦૨.
ડોણના નેમચંદ દામજી મારૂ (ઉં. વ. ૮૦) તા. ૨૨-૫-૨૦૨૪ અવસાન પામેલ છે. નેણબાઇ દામજી તેજશીના પુત્ર. નવલબેનના પતિ. શીલા (શીલ્પા)ના પિતાશ્રી. હરીલાલ, મુલચંદ, ધીરજ, ભરત, કોડાયના તારાબેન કાંતીલાલ, ડોણ (પત્રી)ના લીલાવંતી રતીલાલના ભાઇ. બાડાના ખેતબાઇ હરશી ડુંગરશી ગોસરના જમાઇ. ચક્ષુદાન, ત્વચાદાન કરેલ છે. પ્રા.શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘની નારાયણજી શામજી વાડી. સાંજે ૪ થી ૫.૩૦.
પ્રતાપુરના ગાંગજી ઉકેડા છેડા (ઉં. વ. ૮૦)તા. ૨૨/૫ના મુંબઈમાં અવસાન પામેલ છે. લાછબાઈ ઉકેડા ભારમલના પુત્ર. દિવાળીના પતિ. સંદીપ, સચિન, અલ્પાના પિતા. હીરજી, હરસી, લખમશી, કુંવરજી, દેવચંદ, રતનબાઇ, ઝવેરબાઈ, હેમકુંવરબાઈના ભાઈ. વડાલા પાનબાઈ ખીમજી કરમશીના જમાઈ. ગાંગજી છેડા- બી/૧૦૪, વેદાંત કોમ્પલેક્ષ, તુલીંજ રોડ, નાલાસોપારા (ઇસ્ટ). થાણા – ૪૦૧૨૦૯.
ગોધરાના નયના મુલચંદ લાલન (ઉં. વ. ૬૨)તા.૨૨-૫-૨૪ના અવસાન પામેલ છે. ગંગાબેન શામજી લાલજીના પુત્રવધૂ. મુલચંદના ધર્મપત્ની. મણીબેન હીરજી લાલજીના પુત્રી. દિલીપ, કિર્તી, ગજોડ ભાવના રમેશ ઠાકરશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.નયના મુલચંદ લાલન, ૧૫૦૪, રામેશ્ર્વર એસઆરએે કો. હા. સો. મથારપાડા રોડ, આંબોલી, અંધેરી (વે).
ગુંદાલાના હીરજી દામજી સતરા (ઉં. વ.૮૩)તા.૨૨-૫-૨૪ના અવસાન પામેલ છે. તેજબાઈ દામજી જેઠુના સુપુત્ર. મધુરીના પતિ. ટુંડાના રૂક્ષ્મણી ગાંગજી દેઢિયાના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી. દેહદાન કરેલ છે. નિ. હીરજી દામજી સતરા, મેવાવાળા બિલ્ડીંગ બીજે માળે, દેરાસર લેન, વડાલા (વેસ્ટ).
ગોધરા (હાલે અમેરિકા-કોલોરાડો)ના નિલ મહેન્દ્ર મારૂ (ઉં. વ. ૪૫) તા. ૨૧-૦૫-૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. પ્રભા અને મહેન્દ્રના સુપુત્ર. જેગન અને કેમરનના પિતાશ્રી. દીના અને નીરાના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. (દેહદાન કરેલ છે.)
સોરઠ વિશા શ્રીમાળી જૈન
રાણપુર ભેસાણ નિવાસી હાલ બોરીવલી સ્વ.શાંતિલાલ અંદરજી કોરડીયાના ધર્મપત્ની ગુણિયલબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. હિંમતલાલ, સ્વ.હરસુખલાલ, સ્વ.કુસુમબેન ભોગીલાલ શાહ, સ્વ.કાંતાબેન જયંતીલાલ પારેખના નાનાભાઈના પત્ની. માખીયાળા નિવાસી સ્વ.ત્રિભોવનદાસ પરમાણંદદાસ ઘોળકિયાના દીકરી. સ્વ.નિર્મળાબેન મહાસુખલાલ વસા, સ્વ.લલિતાબેન મનસુખલાલ મહેતા, સ્વ.દલિચંદભાઈ તથા સ્વ.સૌભાગ્યચંદના બહેન. ૨૩/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી નિવાસી હાલ નાલાસોપારા પ્રમોદકુમાર કપૂરચંદ ભણસાલીના ધર્મપત્ની સંગીતાબેન (ઉં. વ. ૫૯) તે સંભવ ધાર્મિકના માતુશ્રી. જ્યોતિ, સુરેશભાઈના દેરાણી, શીલા નીતિનભાઈના જેઠાણી. જયશ્રી દિપકકુમારના ભાભી. પિયરપક્ષે લીલાબેન અરવિંદભાઈ ગાંધીના દીકરી ૨૦/૫/૨૪ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ૨૬/૫/૨૪ના ૯.૩૦ થી ૧૨.૩૦. મારૂ આરાધના ભવન, બીજે માળે, તુડીંજ રોડ , ક વિ ઓ જૈન સમાજ ઓફિસ સામે, નાલાસોપારા ઈસ્ટ.