મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
નાગનેશ નિવાસી હાલ માટુંગા (મુંબઇ) સ્વ. ચંચળબેન ધરમશીભાઇ ઝોબાલીયાના પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૯) તે શકુંતલાબેનના પતિ. સંજયના પિતાજી. તથા તેજસ્વીનીના સસરાજી. અપેક્ષા, વિશાલ, અગસ્તયા, અદ્વિતા, અદિત્યના દાદા તા. ૨૨-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્ર્વેતાંબર જૈન
માંડલ નિવાસી હાલ માટુંગા સ્વ. જીવરાજ હરીચંદ શાહના પુત્ર મહેન્દ્ર જીવરાજના શાહ (ઉં. વ. ૮૪) તા. ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. જયોત્સનાના પતિ. સુર્પણા પ્રદીપ જોષી, સમીરના પિતાશ્રી. સ્વ. ચંપકભાઇ, સ્વ. નલીનભાઇ, સ્વ. પ્રવીણભાઇના નાનાભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
શિહોર નિવાસી હાલ કાંદિવલી મલાડ સ્વ. ચંપકલાલ ઓધવજી શાહના ધર્મપત્ની શાંતાબહેન શાહ (ઉં. વ. ૯૬) તે અશોકભાઇ, મિલનભાઇ, રાકેશભાઇના માતુશ્રી. નીલાબેન, હીનાબેન, કૃપાબેનના સાસુ. રિદ્ધિ જિગર, રાજવી રચિત, પીનલ મૌલિકકુમાર, હીરલ મંથનકુમાર, રોમિલ અને રોહનના દાદી. તે પિયર પક્ષે જીવરાજભાઇ અને રમણીકભાઇ ગોરધનદાસ પારેખ (અગીયારીવાળા) રંભાબેન, ગજરાબેન, કાંતાબેનના બહેન. હીયા અને ક્રીષિતના પરદાદી બુધવાર, તા. ૨૨-૫-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તેમની માતૃવંદના રવિવાર, તા. ૨૬-૫-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. દામોદર વાડી, (હોલ) અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઇસ્ટ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી હીરાબેન જેઠાલાલ જમનાદાસ તેજાણીના સુપુત્ર લલિતભાઇ (ઉં. વ. ૭૮) બુધવાર, તા. ૨૨-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નયનાબેનના પતિ. બા. બ્ર. ભવ્યાંશીબાઇ સ્વામી તેમ જ બા. બ્ર. સંબોહીબાઇ સ્વામી તેમજ સ્વ. તેજસના પિતાશ્રી. સ્વ. જયોતિબેન જયંતીલાલ થોભાણી, ગં. સ્વ. સુધાબેન નવીનભાઇ મોટાણી અ. સૌ. રેખાબેન વિપિનકુમાર દેસાઇના ભાઇ. સ્વ. ચંપકભાઇ નરભેરામ કામદારના જમાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. નિધી નરેન્દ્ર દામજી ગડા (ગેલાણી) (ઉં. વ. ૨૩) અવસાન પામેલ છે. તે સ્વ. ધનીબેન ડાઇયાભાઇ અખા ગડાના પ્રપૌત્રી. સ્વ.જવેરબેન દામજીનાં પૌત્રી. અ. સૌ. શીતલ નરેન્દ્રનાં સુપુત્રી. અ. સૌ. રેણુબેન હસમુખ, અ. સૌ. ફાલ્ગુની પરેશની ભત્રીજી. હર્ષ, દેવ, યુવરાજની કાકાઇબેન, અધોઇનાં ગં. સ્વ. પાર્વતીબેન દેવજી ગાલાની દોહિત્રી. પ્રાર્થના ૧૦.૩૦થી ૧૨, શુક્રવાર, તા ૨૪-૫-૨૪ના પ્રાર્થના યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ), સ્વામીનારાયણ મંદિરની બાજુમાં. ચક્ષુદાન
કરેલ છે.

ઝાલાવાડ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ નિવાસી હાલ વસઇ ભગવાનલાલ હરખચંદ શાહના સુપુત્ર યોગેશ (ઉં વ. ૬૭) તે રંજનબેનના પતિ. કિંજલભાઇ, કલગીબેનના પિતા. શશાંકભાઇ તથા અનુશ્રીના સસરા. કિશોરભાઇ, પરેશભાઇ, રાજેશભાઇ, હિતેશભાઇ, ઇન્દિરાબેન, કૈલાસબેન, અનુપમાંજી મહાસતીના ભાઇ. દોશી સેવંતીભાઇ (ખીમચંદભાઇ લહેરાભાઇવાળા) સુરેન્દ્રનગરના જમાઇ બુધવાર, તા. ૨૨-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સાદડી પ્રથા અને લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ચુનડીના લીલાવંતી ખીમજી ગંગર (ઉં. વ. ૭૮) તા. ૨૨/૫/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ખીમજીના ધર્મપત્ની. માતુશ્રી દેવકાબેન ઉમરશી કચરાના પુત્રવધૂ. દીપક, અશ્ર્વિન, હિતેશના માતુશ્રી. મણીબેન હીરજીના સુપુત્રી. જયંતી, સ્વ. મનોજ, ભુજપુરના ચંચળ મનસુખ, નવિનારના મંજુલા ટોકરશી, નાના ભાડીયાના અમૃત લક્ષ્મીચંદ, તુંબડીના સરોજ રાઘવજી, ડોણના હેમલતા જયંતીલાલ, ત્રગડીના નલીની ખુશાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અશ્ર્વિન ગંગર, મણીબાઇ દામોદર પટેલ ચાલ, હનુમાન ટેકડી, બોરીવલી (ઇસ્ટ).

ઝાલાવાડી વિસા શ્રીમાળી જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સ્વ. વિમળાબેન ઇશ્ર્વરલાલ છોટાલાલ વોરાના સુપુત્ર અશોકભાઇ (ઉં. વ. ૬૯) તે સ્વ. સુરેખાબેનના પતિ. તથા પ્રિતેશ-જીતેશના પિતા. તે જીલ્પાના સસરા તથા સ્વ. પ્રફુલાબેન પ્રવિણકુમાર તથા હરેશ બકુલના મોટાભાઇ. જીનલ દર્શિકકુમારના મોટા પપ્પા. સ્વ. રસિકલાલ ફતેહચંદના જમાઇ. તા. ૨૨-૫-૨૪ના બુધવારના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ઠે. એ/૭, સિદ્ધક્ષેત્ર, દામોદરવાડીની પાસે, અશોકનગર (કાંદીવલી) ઇસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button