જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
ચુડા નિવાસી – હાલ જુહુ સ્કીમ, શ્રી રાજેશભાઈ શેઠ ચુડાવાળા (ઉં. વ. ૬૫) તા. ૧૭-૪-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. શેઠશ્રી તારાચંદભાઈ પોપટલાલ શેઠ તથા સ્વ. લલીતાબેન શેઠના પુત્ર, સુજાતાબેનના પતિ. ક્રીશાંગ અને કવીશના પિતાશ્રી. શ્રી વિનોદભાઈ શેઠ. શ્રી હસમુખભાઈ શેઠ. સ્વ. અશ્ર્વીનભાઈ શેઠ, ભારતીબેન, જ્યોતિબેન, સુધાબેન, સરોજબેનના ભાઈ. સ્વ નિર્મલાબેન જીનદાસભાઈ રતિલાલ ગાંધી (વડોદરાવાળા)ના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થના સભા ગુરૂવાર, તા. ૨૫-૪-૨૪ સમય: સાંજે ૪.૩૦ થી ૬.૩૦ સ્થળ: જલારામ હોલ, જુહુ સ્કીમ, રોડ નં. ૬, જોગર્સ પાર્ક સામે, મુંબઈ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ગાગોદરના સ્વ. શીવજીભાઈ શાહ (ઉં.વ.૭૫) તા.૨૦-૪-૨૪ના અવસાન પામેલ છે. તે માતુશ્રી રખુબેન રામજી હેમરાજ શાહના સુપુત્ર. સ્વ. અમૃતબેન, મણીબેનના પતિ, વસંત, સ્વ. દિનેશ, ચંદ્રેશ, સ્વ. તારામતી, બીનાના પિતાશ્રી. સીમા, દિપ્તી, ભાવેશ ગાલાના સસરા. સ્વ. જીવરાજ, સ્વ.કુંવરજી, સ્વ. ભગવાનજી, શાંતીલાલ, રેવંતી, દમંયતીના ભાઈ. સ્વ. કેશરબેન પોપટલાલ દેવરાજ નંદુના જમાઈ. પ્રાર્થના ૨૫-૪-૨૪ના યોગી સભાગૃહ, દાદર-ઈસ્ટ, ટા.૩.૦૦થી ૪.૩૦.
ગામ ભચાઉ સ્વ. શાંતિબેન વિસરીયા (ઉં.વ ૬૮) મુંબઈ મુકામે તા. ૨૨-૪-૨૪ના અરિહંત શરણ પામેલ છે. શાંતાબેન ઉમરશી નાંયાના પુત્રવધૂ. લક્ષ્મીચંદ વિસરીયાના ધર્મપત્ની. સ્વ. ભચુ નાઈયા ભમીબેન, વીરાબેનના ભત્રીજા વહુ. ગં.સ્વ. રેશ્મા, મયૂરી, વૈશાલીના માતુશ્રી, સ્વ. અજય માલપેકર, પરેશ ગાલા, વિપુલ ગાલાના સાસુમાં. સાહિલ, આંશી, પલક, જોયલના નાનીમાં. પ્રાર્થના તા. ૨૫-૪-૨૪, ટા. ૪ થી ૫.૩૦. સ્થળ. કરશન લધુ નિસર હોલ, દાદર- વેસ્ટ.
ગામ સામખીયારીના હાલે ઘાટકોપર સ્વ. મણીબેન છેડા (ઉં.વ.૬૭) સોમવાર તા.૨૨-૪-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ગોમતીબેન માલશી છેડાના પુત્રવધૂ. સ્વ. નેમચંદના ધર્મપત્ની, કલ્પેશ, લીના, કાજલના માતુશ્રી. કાજલ, વિરલ, સતિષના સાસુ. વીરીકાના દાદી. આધોઈના સ્વ. મુરઈબેન પોપટલાલ ગડાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન. કલ્પેશ છેડા રૂમ નં ૫, જલારામ નગર નં.૩, જનતા મસાલાની સામે, વલ્લભ ભાગ લેન, ઘાટકોપર- ઈસ્ટ.
જામનગર વિશાશ્રીમાળી જૈન
દમંયતીબહેન પ્રફુલભાઈ શેઠ (ઉં.વ ૭૭) શનિવાર, એપ્રીલ ૨૦, ૨૦૨૪ના અરિહંત શરણ થયેલ છે. તે હીમાંશુ અને અમીતના માતુશ્રી. તે સીમા અને અમીષાના સાસુ. તે શૈવી, રોહીત અને પ્રિશાના દાદી તે ઈશ્ર્વરલાલ, વિનોદભાઈ, નરેન્દ્રભાઈ, ડૉ. રાજેશભાઈ, પુષ્પાબહેન અને રમાબહેનના ભાભી. તે વિનોદભાઈ, અનિલભાઈ, લલીતભાઈ, કમલેશભાઈ, ભારતીબહેનના બેન. તેમની ભાવયાત્રા- ગુરૂવાર/ એપ્રિલ ૨૫, ૨૦૨૪ના સેલીબે્રશન ક્લબ, લોખંડવાલા કોમ્પલેક્ષ, ગ્રીન એકર્સની પાસે, અંધેરી (વેસ્ટ). ૪.૩૦ થી ૬.૦૦.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના માતૃશ્રી કસ્તુરબેન મગનલાલ (મેઘજી) રાંભીયા (ઉં.વ. ૯૦) તા. ૨૨-૪-૨૪ના અવસાન પામેલ છે. લધીબાઇ પુનશી ભવાનજી રાંભીયાના પુત્રવધૂ. મગનલાલના ધર્મપત્ની. હેમલતા, કુસુમ, જ્યોતિ, વનિતા, વર્ષા, અજયના માતુશ્રી. બેરાજાના સોનબાઇ ખીમજી હીરજી ધનાણીના સુપુત્રી. ઝવેર, વસનજી, જયંતી, હરીલાલના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ઠે. અજય મગનલાલ, ૫ ભાલેરાવ બીલ્ડીંગ, ડો. આંબેડકર રોડ, મુલુંડ (વે.).
મોટી વરંડી હાલે હૈદ્રાબાદના અ.સૌ. ભાવના (ભાનુ) રમણીક નાગડા (ઉં.વ. ૭૨) તા. ૨૨-૪-૨૪ના અવસાન પામેલ છે. રાજબાઇ લીલાધરના પુત્રવધૂ. રમણીકના ધર્મપત્ની. કમલ, સોનલ, લીનાના માતુશ્રી. નાનબાઇ મેઘજી પાસડના સુપુત્રી. મુલચંદ, લક્ષ્મીચંદ, હરખચંદ, ખુશાલ, ચંચલના બેન. પ્રા. કચ્છી ભુવન, રામકોટ, હૈદ્રાબાદ-૦૧. ટા. ૪ થી ૪.૩૦. નિ. રમણીક શાહ, ફ્લેટ નં. ૫૦૮, મહાવીર એપા., કીંગ કોઠી, હૈદ્રાબાદ-૦૧.
સોરઠ વિસા શ્રીમાળી જૈન
કોલકી નિવાસી હાલ મલાડ રાજેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૬૫) તા. ૧૯/૪/૨૪ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ધનલક્ષ્મીબેન ભોગીલાલ ત્રિભોવનદાસ શાહના સુપુત્ર. હિતાબેનના પતિ. ચિરાગ યશ્ર્વીના પિતા. હીરના સસરા. જયેશભાઈ, નલિની યોગેશભાઈ, પ્રજ્ઞા પરેશભાઈ, પ્રતિમાબેનના ભાઈ. ઉમરગામ નિવાસી સૌભાગ્યચંદ કેશવજી સોલાણીના જમાઈ. ભાવયાત્રા તા. ૨૭/૪/૨૪ના શનિવારે ૯:૩૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય), પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખંઢેરા નિવાસી હાલ બોરીવલી સ્વ. કંચનબેન પરસોત્તમદાસ શાહના સુપુત્ર બાબુલાલ (ઉં.વ. ૮૧) તે ૨૨/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિદ્યાબેનના પતિ. સ્વ. વ્રજલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. ખાંતીલાલના નાનાભાઈ. સુરેશ, મેહુલ, કલ્પના, પીનલ, રિંકુના પિતા. નિમીષા, હિરલ, કિર્તીકુમાર દોશી, જયમીનકુમાર વોરા, યાત્રિકકુમાર સલોતના સસરા. એ/૪૦૫, રોકડીયા એપાર્ટમેન્ટ, રોકડીયા લેન, નિયર ગોકુલ હોટલ, બોરીવલી વેસ્ટ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
મુળી નિવાસી હાલ મલાડ સ્વ. સુરેશભાઇ વાડીલાલ શાહના ધર્મપત્ની ધર્મિષઠાબેન (ઉં.વ. ૭૭) નેહા મેહુલ ઘેલાણી અને કુશલના માતા. તે સ્વ. રસિકભાઇ, સ્વ. ભૂપેનદ્રભાઇ, સ્વ. પ્રવિણભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લતાબેન પ્રતાપરાય, જ્યોતિબેન મનસુખલાલ કામદારના ભાઈના પત્ની. જોરાવરનગર નિવાસી સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ઇંદુભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. મંજુલાબેન, વિરબાળાબેન, સ્વ. કુમુદબેનના બેન. અનિલાબેન જયકાંતભાઇ ઘેલાણીના વેવાણ. તા. ૨૧/૪/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૨૫/૪/૨૪ ગુરુવારના ૪:૦૦ થી ૫.૩૦. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ અંધેરી (ઈસ્ટ) ભાઈચંદભાઈ દુર્લભજી શાહના સુપુત્ર કીર્તિભાઈ (ઉં.વ. ૭૦) તા. ૨૧-૪-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. ખાંતિભાઈ, સ્વ. છોટાલાલ તે હસુભાઈના ભત્રીજા. સ્વ. હર્ષદભાઈના ભાઈ. તે છાયાબેનના પતિ. સાસરા પક્ષે ઉમરાળાવાળા કનૈયાલાલ રૂપચંદ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ભાઈચંદ દુર્લભજી શાહ, બંગાળી ચાલ રૂમ નં. ૩૮, કોલ ડુંગરી સહાર રોડ, અંધેરી (ઈ.).