જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાંભા નિવાસી, હાલ કાંદિવલી સ્વ. અનસુયા ચુનીલાલ ત્રંબકલાલ દોશીના પુત્ર ગુણવંતરાય દોશી (ઉં. વ. ૮૬) ૨૨-૩-૨૪ ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. ગં.સ્વ. અરુણાબેનના પતિ. વિભુતિ, દીપા સિદ્ધાર્થ ગોલેચાના પિતાશ્રી. તે શ્રીકાંત ગોલેચાના વેવાઈ. રસિકભાઈ, રમેશભાઈ, છબીલભાઈ, પ્રવીણભાઈ, મુકુંદભાઈ, વિજયાબેન ધીરજલાલ, હસુમતીબહેન કિરીટકુમારના ભાઈ. મોસાળપક્ષે મુકેશભાઈ, મનસુખભાઈ શાહ, અસ્મિતાબેન સંઘાણીના બનેવી. તેમની પ્રાર્થનાસભા ૩૦-૩-૨૪ ને શનિવારના ૩થી ૫ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, (મોટો ઉપાશ્રય), કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
ઝિંઝુવાડા નિવાસી હાલ અંધેરી રેણુકાબેન (ઉં. વ. ૭૪) તે રાજેન્દ્ર અમૃતલાલ કુબેરદાસ વોરાના ધર્મપત્ની. તે શ્રેણીક, પૂર્ણીમા અને હેતલ સમીરભાઈ શાહના માતુશ્રી. તે નીપાના સાસુ અને ધ્વની, પ્રથમના દાદી. તે સ્વ. રમેશભાઈ, તરૂણભાઈ, સ્વ. સતિષભાઈ, નરેન્દ્રભાઈ વોરા તથા સ્મિતાબેન નરેન્દ્રભાઈ મહેતાના ભાભી. તે અમદાવાદ નિવાસી સ્વ. હસમુખલાલ જીવણલાલ શાહ (ચોખાવાળા)ના દિકરી તા. ૨૭-૩-૨૪ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ (ખાર) સ્વ. કાંતિલાલ હરીલાલ વકીલના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન વકીલ (ઉં. વ. ૯૯) શનિવાર, તા. ૨૩-૩-૨૪ના અવસાન પામેલ છે. તે રેખાબેન પિયુષભાઈ મહેતા, રાજેશભાઈ, જતીનભાઈ, સુજાતાબેન જયેશભાઈ ગાંધીના માતુશ્રી તથા વીણાબેન તથા સ્મીતાબેનના સાસુ તથા સુરેન્દ્રનગર નિવાસી ન્યાયલચંદ અંબાવીદાસ ઘડીયાડીના દીકરી. અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગર નિવાસી, હાલ મુલુંડ પ્રદીપભાઈ રતીલાલ વોરાના ધર્મપત્ની અ.સૌ. રીમાબેન (ઉં. વ. ૬૧) તે ચિ. ધવલ તથા અક્ષયના માતુશ્રી. અ.સૌ. માનસી તથા સીમાના સાસુ. ચિ. આષ્વીના દાદી તથા સ્વ. સવીતાબેન શાંતિલાલ ખંધારના સુપુત્રી અને સ્વ. રાજેશભાઈ, સ્વ. અતુલભાઈ અને સંદીપભાઈના બહેન મંગળવાર, ૨૬-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: હાર્મની ટાવર, બી/૧૦૧, દીન દયાલ ઉયાધ્યાય માર્ગ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભીંસરા હાલ બોરીવલીના મુલચંદ શીવજી સાવલા (ઉં.વ. ૬૮) તા. ૨૫-૩-૨૪ના અવસાન પામ્યા છે. ગંગાબાઇ શીવજી દેવજીના પુત્ર. ભારતીના પતિ. મનિષ, પ્રિયાના પિતા. તારા, વસુ, લક્ષ્મીચંદ, પ્રવિણના ભાઇ. મંજલ (રે.)ના રતનબાઇ પદમશી આણંદજીના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા.જૈ.શ્રા. સં.સં. કરસન લધુ હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦.
પત્રીના દમયંતી (હેમલતા) યશવંત ગડા (ઉં.વ. ૭૧) તા. ૨૫-૩-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. શાંતાબેન (સોનબાઇ) લાલજી આશારીયાના પુત્રવધૂ. યશવંત લાલજીના ધર્મપત્ની. જયશ્રી, પ્રીતી, ભાવના, જ્યોતિના માતુશ્રી. પત્રીના સ્વ. વેલબાઇ દામજી જેઠાભાઇ ધરોડના સુપુત્રી. હરીલાલ, જયંતીલાલ, લક્ષ્મીચંદ, રંજનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રીતી ચૌહાણ, ૨૦૧, ૩ડી, હેરીટેજ કો.ઓ.હા., જી.જી. રોડ, મુલુંડ (વે.).
બેરાજાના હરખચંદ ખીમજી વીરા (ઉં.વ. ૭૧) તા. ૨૫-૩-૨૪ના અવસાન પામેલ છે. ભાનુમતી ખીમજીના પુત્ર. હેમલતાના પતિ. અર્પણ, આશિષ, કરણના પિતા. રમેશ, બારોઈ ભારતી જયંતિલાલ, નવીનાળ સરોજ ગાલા, ટુંડા પુષ્પા શાહના ભાઈ. ચંચળબેન (વિમળાબેન) નાનજી સંગોઇના જમાઈ. પ્રા : યોગી સભાગૃહ, દાદર (સે.રે.). સમય: ૪ થી ૫.૩૦.
ગોધરાના કિશોર વસનજી છેડા (ઉં.વ. ૫૯) તા. ૧૭-૩-૨૪ના કેનેડામાં અવસાન પામેલ છે. જમનાબેન વસનજીના પુત્ર. દર્શનાના પતિ. સાગરના પિતા. નિતીનના ભાઈ. ઝવેરબેન ઝંડુલાલના જમાઇ. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.), માટુંગા. સાંજે ૪ થી ૫.૩૦.
નાની ખાખરના પુષ્પાબેન વિનયચંદ દેઢિયા (ઉં.વ. ૭૩) ૨૫-૩ના અવસાન પામ્યા છે. સુંદરબેન/રતનબેન લાલજી ભાણજીના પુત્રવધૂ. વિનયચંદના પત્ની. શિલ્પા, ડિમ્પલ, ભાવિકાના માતુશ્રી. ના. ભાડીયા સોનબાઈ મગનલાલ ખીંયશીના પુત્રી. ફુલચંદ, મણીલાલ, નવીનાર લક્ષ્મીબેન શામજી ટોકરશી, બિદડા વર્ષાબેન જયંતિલાલ ખીમજી, ના. ભાડીયા કુસુમબેન મણીલાલ પ્રેમજીના બેન. ચક્ષુદાન- ત્વચાદાન કરેલ છે. પ્રા : શ્રી વ. સ્થા.જૈ. શ્રા.સં. કરશન લધુ હોલ (દાદર), ટા. ૪ થી ૫.૩૦.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ચી. કૃતિ (પિન્કી) (ઉં.વ. ૩૩) તે સ્વ. બંકીમભાઇ બાબુભાઇ શાહ ખાદીવાળા તથા હર્ષિકાબેનના સુપુત્રી. દિતીના મોટીબેન. સ્વ. કાંતિલાલ ચીમનલાલ શાહ ગ્વાલીધરના દોહિત્રી. ૨૬/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. રૂમ નં ૪૪, પાંચમે માળે, મંગલ ભવન, મંગલવાડી ઠાકોરદ્વાર મુંબઈ.
વિશા મેવાડા દિગંબર જૈન
સુશીલાબેન પ્રવીણભાઈ શાહ (ઉં.વ. ૭૬) તે પ્રવીણભાઈ સાંકરલાલ શાહના ધર્મપત્ની ગામ વડોદરા હાલ વિલેપાર્લા તે લીમાબેન તથા રૂપેશભાઈના માતુશ્રી. દીપલના નાની. સંજયભાઈ ધામીના સાસુ. તે ૨૬/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.