જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
થાનગઢ હાલ દેવલાલી સ્વ. ચંદ્રકાંત હરજીવનદાસ શાહ (દોઢીવાળા)ના ધર્મપત્ની પલ્લવીબેન (ઉં. વ. ૬૯) તે લીંબડી નિવાસી સ્વ. અનંતરાય ગંભીરદાસ શેઠના પુત્રી. તે પ્રવીણભાઈના ભાભી. તે દિપ્તી નિલેશ દોશી, માધુરી હિરેન શાહ, સમીર તથા સ્વ. રાજુલ મેહુલ ગોસલીયાના માતા. પાયલના સાસુ. તે દિશાંક, વિતરાગ, ધવલ, હર્ષ, ખુશાલી, રાજ તથા પંકિતના દાદી-નાની તા. ૨૬-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (ચક્ષુદાન કરેલ છે).
વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. પ્રેમજી પોપટલાલ ભારા ગડા (ઉં. વ. ૭૫) રવિવાર, તા. ૨૪-૯-૨૩ના દેશમાં અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. મોંઘીબેન પોપટલાલ ભારાના સુપુત્ર. સ્વ. કુંવરબેન તથા નાનુબેનના પતિ. મનીષા, રાજુ, રીનાના પિતાશ્રી. મહેન્દ્ર, રિતેશ, અશ્ર્વિનીના સસરા. નેમચંદ, અમૃતલાલ, અરવિંદ, સ્વ. ભરત, હંસા, ભાવનાના ભાઈ. ગં. સ્વ. મોંઘીબેન રામજી છેડાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: સી-૨૧૦, રાજ કેસન્ટ, રોયલ કોમ્પલેક્સ, એક્સર રોડ, બોરીવલી વેસ્ટ.
ગામ નૂતન ત્રંબૌના સ્વ. વનિતાબેન ચાંપશીભાઈ શાહ (ઉં. વ. ૬૭) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મોંઘીબેન પોપટલાલ શાહના પુત્રવધૂ. ચાંપશીભાઈના ધર્મપત્ની. શિલ્પા, જાગૃતિ, કવિના, જીનલ, લબ્ધિના માતુશ્રી. વિનોદ, અશોક, ચેતન, પ્રિયેશ, શ્યામના સાસુ. કાનજી, હિરૂબેન, સ્વ. કસ્તુરબેન, શાંતિબેનના ભાભી. સ્વ. પુંજીબેન પાલણ ગાલાના દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: માધવનગર, ભવાની શંકર, દાદર-૨૮.
કચ્છી વિશા ઓશવાળ જૈન
છસરાના વસનજી નરશી ગાલા (ઉં. વ. ૮૩) ૨૬-૯-૨૩ના અવસાન પામ્યા છે. સુંદરબેન નરશીના પુત્ર. નિર્મળાબેનના પતિ. વિજય, રીટા, કિલ્પાના પિતા. મઠાબાઈ, ગંગાબાઈ, જવેરબાઈ, ગંગાબાઈ, અમૃતબેન, પુષ્પાબેનના ભાઈ. ભોરારા સાકરબેન વિસનજી દેઢિયાના જમાઈ. (ચક્ષુ-ત્વચા-દેહદાન કરેલ છે). પ્રાર્થના રાખેલ નથી. ઠે: વિજય ગાલા, ૫૪/એ, ભગવાનજી માવજી બિલ્ડિંગ, જે. પી. રોડ, અંધેરી (વે).
રાધનપૂરી જૈન
રાધનપૂર તિર્થ નિવાસી હાલ ખંભાત પનાલાલ અરીમર્દન મસાલીયાના પુત્ર બાબુભાઈ (ઉં.વ. ૮૭) તા. ૨૩-૯-૨૩ના ખંભાત મુકામે અવસાન પામ્યા છે. પૂ.સા. વિપૂલગુણાશ્રી (કાંતાબેન)ના સંસારી ભાઈ. અનીલાબેન, સુલસાબેન, વર્ષાબેન, સ્વ. બિપિનભાઈ, નલીનભાઈ, પિયુષભાઈ, કેતનભાઈના મોટાભાઈ. દિપીકાબેન, ભાવનાબેન, સ્વ. જાગૃતિના જેઠ. સોનાલી, પૂર્વી, મોક્ષેસ, નીધી, દિતી મોક્ષેસના કાકા. લૌકીક વ્યવહાર બંધ
રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર હાલ મલાડ, વિપુલ મસાલીયા (ઉં.વ. ૫૬), તે કોકિલાબેન ચંદ્રકાન્ત મસાલીયાના સુપુત્ર. કોમલના પતિ. શિલ્પા, ચેતન, વર્ષા, અમીતાના ભાઈ. નિર્મળાબેન પ્રવિણચંદ્ર શાહના જમાઈ. બેલા પુલીનકુમાર અને જુલી પ્રણયકુમારના બનેવી તા. ૨૬-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.