મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયવંતીબેન હરિલાલ સંઘાણીના સુપુત્ર. દીપકભાઇના ધર્મપત્ની અ. સૌ. રૂપાબેન (ઉં. વ. ૫૫) તે પ્રતીક, દર્શિતના માતુશ્રી. તે અ. સૌ. પાયલના સાસુ. તે સ્વ. જયોત્સનાબેન અશોકભાઇ ગાંધી, અ. સૌ. નીતાબેન રાજેશભાઇ શેઠ તથા જીજ્ઞેશભાઇના ભાભી. અ. સૌ. સોનલબેનના જેઠાણી. તે સ્વ. પ્રફૂલાબેન હિંમતલાલ મેહતા (ઉદાણી)ના સુપુત્રી તે ગુરુવાર, તા. ૨૨-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૪ના રવિવારે ૩થી ૫. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ). ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના વલ્લભજી દેઢિયા (ઉં. વ. ૪૮) તા. ૨૨-૨-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન ધરમશી ખીમરાજના પૌત્ર. વનિતાબેન કેશવજીના પુત્ર. મનીષના ભાઇ, વડાલાના સુંદરબેન-સાકરબેન દામજી ખીમજી શેઠિયાના દોહિત્ર. પ્રા. શ્રી. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ) ટા. ૩થી૪-૩૦.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ ડોમ્બિવલી ગં. સ્વ. ધનલક્ષ્મી ગીરધરલાલ મહેતાના સુપુત્ર અનંતરાય (ઉં. વ. ૮૭) તે સ્વ. મધુબેનના પતિ. તે તેજસ, વીરાગ, નીપા સાગરકુમાર દોશી પાલીતાણા વાળાના પિતા. જાગૃતિ, પ્રીતીના સસરા. તે સ્વ. વિનુભાઇ, સ્વ. ઉમેદચંદભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. કળાબેન ચીમનલાલ મહેતાના ભાઇ. તે જગજીવનદાસ ચુનીલાલ દોશી દાઠાવાળાના જમાઇ તા. ૨૨-૨-૨૪ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પ્રભાબેન શાહ (ઉં. વ. ૭૫) વૃજલાલ હરિચંદ શાહ (કામરોળવાળા) હાલ કાંદિવલીના ધર્મપત્ની. મુકેશ, પરેશ, ભાવનાના માતુશ્રી. વર્ષાબેન, જીજ્ઞા, વિપુલકુમારના સાસુશ્રી. ધ્વનિ યશ શાહ, શ્ર્વેતા, જાહનવી, અર્હમ, અક્ષતના દાદી. રસીલાબેન વૃજલાલ, મુકતાબેન રમણીકલાલ, જયાબેન મનહરલાલ, રમાબેન બળવંતરાયના ભાભી. પિયર પક્ષે ચત્રભુજ ઋગનાથ શાહ અગીયાળીવાળા હાલ કાંદિવલીના દીકરી તા. ૨૩-૨-૨૪ના અવસાન પામેલ છે. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૫૦૩, મુનિસુવ્રત એપાર્ટમેન્ટ મથુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ).
પાટણ વીશા ઓસવાલ જૈન
ઢંઢેરવાડાના હાલ વાલકેશ્ર્વર મુંબઈ નિવાસી અનીલભાઈ જયંતીલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. લીનાબેન અનનલભાઈનું (ઉં. વ. ૬૯), તા. ૨૩-૦૨-૨૪ના આરિહંતશરણ થયેલ છે. તે ચિરાગ તથા અંકીતાના માતુશ્રી. ક્રિયાંશના દાદી. રીમાના સાસુ. સ્વ. લલીતાબેન જયંતીલાલના પુત્રવધૂ તથા પિયરપક્ષે સ્વ. શારદાબેન જશવંતલાલના દીકરી. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ વિરાર કાંતિલાલ પ્રેમચંદ શાહના ધર્મપત્ની ગજરાબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. અમૃતલાલ અને સ્વ. મેહન્દ્રભાઈના ભાભી. હંસાબેનના જેઠાણી. દક્ષાબેનના માતુશ્રી. મીત ગાંધીના દાદી. પિયરપક્ષે જેસરવાળા દલિચંદભાઈ ત્રિભુવનદાસ મહેતાના દીકરી. ૧૬/૨/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટાં સુરકા નિવાસી હાલ બોરીવલી દિલીપભાઈ હરિચંદ દોશી (ઉં. વ. ૭૦) ગુરુવાર તા.૨૨/૦૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. કલ્પનાબેનના પતિ. સંદીપ અને પ્રતીકના પિતા. હેમાંગી, ઉર્વીના સસરા. શ્રેય, આંગી, જેનીશ, શૌર્યના દાદા. સ્વ. ધનવંતભાઈ, સ્વ.મંજુલાબેનના ભાઈ. સાસરા પક્ષે સ્વ.સાકંળીબેન વૃજલાલ કલ્યાણજી વોરાના જમાઈ. બંને પક્ષની સાદડી રવિવાર તા. ૨૫.૦૨.૨૪. ૩.થી પ. પાવનધામ, મહાવીરનગર, બીસીસીઆઈ ગ્રાઉન્ડની સામે કાંદિવલી વેસ્ટ.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી (હાલ બોરીવલી) સ્વ.ચંદ્રિકાબહેન કાંતિલાલ દોશીના પુત્ર. સ્વ.કમલભાઈ દોશી (ઉં. વ. ૫૨) તા. ૨૨-૨-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામ્યા છે. તે કિરણબહેનના પતિ. સોહિલ અને નૈષધના પિતા. વૃતિકાના સસરા. કૌશલના મોટાભાઈ. સ્વસૂર પક્ષે સ્વ. પ્રવિણચંદ્ર દફ્તરીના જમાઈ. માહિરના દાદા. પ્રાર્થનાસભા તા.૨૫-૨-૨૪ને રવિવારે પાવનધામ, સચિન તેંડુલકર જિમખાનાની સામે, કાંદિવલી (વેસ્ટ) ૩થી ૫.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના મોંઘીબેન કચરા હીરાના સુપુત્ર દામજી (ઉં. વ. ૭૬) મુંબઇ મધે બુધવાર તા. ૨૧-૨-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેનના પતિ. પ્રવીણ, પરેશ, હંશાના પિતાશ્રી. રંજન, ભાવના બળવંત છેડાના સસરા. અજીત, ભવ્ય, ક્રિષાના દાદા. ઉર્વ, કાવ્યના નાના. સ્વ. પાનબાઇ રાયશી વેલજી છાડવા (માપર)ના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
હરસોલ સતાવીસ વીસા શ્રીમાળી જૈન
હરસોલ નિવાસી હાલ ભાઇંદરના ધવલભાઇ શાહ (ઉં. વ. ૫૧) તે ગં. સ્વ. કૈલાસબેન નટવરલાલ ચુનીલાલ શાહના સુપુત્ર. ભાવિકાબેનના પતિ. રિશિષ, ખુશીલ, વંશ, વીરના પિતા. જીજ્ઞાસાબેન ભાવેશકુમાર અને જસ્મીના સમીરભાઇના ભાઇ. ગં. સ્વ. વિમળાબેન ધનપાલભાઇ વખારીયાના જમાઇ. તા. ૨૩-૨-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૨-૨૪ના, ઠે. મેકસસ ડોમ, (૬ માળે) ટા. ૩ થી ૫. ભાયંદર (વેસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ અંજારના હાલ મુંબઇ અમિત ભણસાલી (ઉં. વ. ૫૮) શુક્રવાર, તા. ૨૩-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. પાર્થના પિતાશ્રી. માતુશ્રી ચંચળબેન કેશવલાલ ભણસાલીના સુપુત્ર. સ્વ. બીપીનચંદ્ર, સ્વ. નીતિનભાઇ, અનીલભાઇ, સ્વ. મૃદુલાબેન રસિકલાલ, મીનાબેન વીરેન્દ્રના ભાઇ. ગં. સ્વ. રંભીબેન ગાભાલાલ દોશી માંડવીના જમાઇ. ગં. સ્વ.ચંદ્રકળાબેન, ગં.સ્વ. કલ્પનાબહેન, જયશ્રીબેનના દેર. રવિવાર તા. ૨૫-૨-૨૪ના સાંજે ૪ થી ૫-૩૦. ઠે. સ્વામી નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ) પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ થાણા સ્વ. અનસુયાબેન કાંતિલાલ સલોતનાં પૌત્ર તથા સ્વ. જીતેન્દ્ર સલોત, નિલાબેન સલોતના સુપુત્ર. જીનાંગ (ઉં. વ. ૪૨) તા. ૨૧-૨-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. અનિલભાઇ, જયશ્રીબેનના ભત્રીજા. નિયતિ નિલેશકુમાર, કરિશ્મા અમિતકુમાર, દર્શક, પાયલ, કિંજલના ભાઇ, હર્ષાબેન પ્રતાપકુમાર, ભારતીબેન કિર્તીકુમાર, ભાવિતા હર્ષદકુમારના ભત્રીજા. મોસાળ પક્ષે ભાવનગર નિવાસી હરેશભાઇ જયેન્દ્રભાઇ, રમણીકલાલ ઘીવાળા અને નયનાબેનના ભાણેજ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૨-૨૪ના ૧૦-૩૦થી ૧૨. ઠે. લાયન્સ કલબ ઓફ ઘાટકોપર, પી. જે. ગારોડિયા રીક્રીએશન સેન્ટર એન્ડ કમ્યુનિટી હોલ, ગારોડિયાનગર, ઘાટકોપર (ઇસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો