મરણ નોંધ

જૈન મરણ

ગોહીલવાડ દશાશ્રીમાળી દેરાવાસી જૈન
થોરડી નિવાસી હાલ અમેરીકા (લૉસ એન્જેલસ) સ્વ. ફુલચંદ વીરચંદ સોલંકીના પુત્ર. મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૦) ૬-૨-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સોનીયા તથા શબ્રીનાના પિતા તથા સ્વ. માધવજીભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. રમણીકલાલભાઈ, સ્વ. કંચનબેન ભાવચંદભાઈ મહેતા અને લલીતાબેન રમણીકલાલ દોશીના નાના ભાઈ. પ્રાર્થનસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી નિવાસી હાલ મલાડ સ્વ. લીલાવંતીબેન ચીમનલાલ ધનજીભાઈ દામાણીના સુપુત્ર જસવંતભાઈ (ઉં. વ. ૭૦) તે ગીતાબેનના પતિ. નિશા-નિરલ, નેહા-નીક્કીના પિતાશ્રી. નીતાબેન મહેન્દ્રકુમાર શાહ, હર્ષાબેન વિનોદભાઈ, શિલ્પાબેન રમેશભાઈ, પારુલબેન કિરીટભાઈના ભાઈ. સ્વ. કાંતિભાઈ ગોવિંદજી પંચમીઆના જમાઈ. મોસાળ પક્ષે સ્વ. શાંતિલાલ અમૃતલાલ મહેતાના ભાણેજ ૧૮-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૩-૨-૨૪, શુક્રવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ સ્થળ. મહાવીર બેન્કવેટ હોલ, પંચશીલ એન્કલેવ, પીઝા હટની સામે, મહાવીરનગર, કાંદિવલી (વે). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર હાલાર-વિશા શ્રીમાળી જૈન
જામનગર નિવાસી, હાલ મુંબઈ, પુ. મનોરંજન બાબુલાલભાઈ મહેતા (ઉં. .વ. ૯૫) તે કિશોરભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, ભરતભાઈ, પ્રફુલ્લાબેન હરસુખલાલ ભણસાલી, જયશ્રીબેન મહેન્દ્રકુમાર શેઠ, વિણાબેન લલિતકુમાર શાહ, સ્વ. ભાવનાબેન ભૂપતરાઈ શાહના માતુશ્રી. સ્વ. અશ્રુબેન, ભાનુમતીબેન, ગીતાબેનના સાસુ. પીયરપક્ષે સ્વ. જેસીંગભાઈ લઘુભાઈ ચેલાવાલાના સુપુત્રી ૨૦-૨-૨૪, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ક.વી.ઓ. ગુર્જર જૈન
ગામ ભુજના હાલ બાંદ્રા નિવાસી સુરેશભાઈ શાહ (ઉં. વ. ૮૧) ૨૧-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પૂનમચંદ શાહ અને પ્રભાબેન તથા શાંતાબેનના સુપુત્ર. સ્વ. ભારતીબેન શાહના પતિ. ઉદય અને પલ્લવીના પિતાશ્રી. ભાવિની અને વિપુલભાઈના સસરાજી. સ્વ. ચંદુલાલ અને કમળાબેન શાહના જમાઈ. ગોપી કાંતીભાઈ પટેલના ભાઈ. નિવાસસ્થાન. ૭૦૧, એમ્પોરીસ, ટીપીએસ ૪, ફર્સ્ટ રોડ, બાંદ્રા (વે). પ્રાર્થના રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડી મહાદેવપુરીના ટેકચંદ હેમરાજ ગોસર (ઉં.વ. ૫૮) તા. ૨૦-૨-૨૪નાં અરિહંત શરણ પામેલ છે. કેસરબેન ડુંગરશી લાલજી ગોસરના પૌત્ર. વિજયાબેન હેમરાજના પુત્ર. પપુ (ભીમશી), નયનાના ભાઇ. ઉનડોઠના મેઘબાઇ જીવરાજના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હેમરાજ ડુંગરશી ગોસર, રામ કુટીર કો.ઓ.હા.સો., એ/૩૯, ૩જે માળે, પંડિત ગુણીદાસ રોડ, માહીમ (વેસ્ટ).
સમાઘોઘાના શાંતીલાલ પ્રેમજી ભેદા (ઉં.વ. ૮૫) તા. ૨૦-૨-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન પ્રેમજીના પુત્ર. સ્વ. પુષ્પા, હેમલતાના પતિ. સુનીલ, સ્વ. સુશીલાના પિતાશ્રી. સ્વ. શામજી, સ્વ. લક્ષ્મીચંદ, હરખચંદ, બેરાજા સ્વ. ચંચળબેન, ગુંદાલા સ્વ. કેસરબેનના ભાઇ. કાંડાગરા સુંદરબેન હીરાચંદ, મો. ખાખર દેવકાબેન લવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનીલ ભેદા, ૧૦૨, ડીગ્નીટી, કાટરક રોડ, ઓક્સીલીયમ સ્કુલ સામે, વડાલા (વે.).
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ બોરીવલી મહેન્દ્રભાઈ વાડીલાલ વોરા (ઉં.વ. ૭૦) તે સુધાબેનના પતિ. મિતુલ તથા નીરવના પિતા. કૃપા તથા હિરલના સસરા. સ્વ. કીર્તિભાઇ, સ્વ. વસંતબેન, સ્વ. મંજુબેન, સ્વ. જ્યોત્સનાબેન તથા ઉષાબેનના ભાઈ. સ્વ. હિંમતલાલ કેશવલાલ બોરડીયાના જમાઈ તા. ૨૦/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દાઠા નિવાસી હાલ મલાડ સ્વ. રસીલાબેન ચીમનલલાલ સલોતના સુપુત્ર બિપિનભાઈ (ઉં.વ. ૬૩) તે ઉષાબેનના પતિ. સ્વ. ચિરાગ તથા અભિષેકના પિતા. તે કીર્તિભાઈ, પ્રવીણભાઈ, રાજુભાઈ, કમલેશભાઈ, નીલાબેન દીપકકુમાર, ભાવનાબેન ભારતકુમાર શાહના ભાઈ. મોટા ખુટવડાં નિવાસી હાલ બોરીવલી હઠીચંદ ભીખાભાઈ શાહના જમાઈ તા. ૨૦-૨-૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તેમની બંને પક્ષની સાદડી ગુરુવાર, તા. ૨૨-૨-૨૪ના ૫ થી ૮. તેમના નિવાસસ્થાને રાખેલ છે. ૨૦૪ આકાશ ગંગા એપાર્ટમેન્ટ, કુરાર વિલેજ, ધાનાજી નગર, મલાડ ઈસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ અધોઈના સંતોકબેન ધનજી ભોજા ફરીયાના સુપુત્ર વેલજી (ઉં. વ. ૭૩) મુંબઈ મધ્યે ૧૭-૨-૨૪, શનિવારના અવસાન પામેલ છે. સ્વ. કેસરબેન/વાસંતીબેનના પતિ. મનોજ, પ્રફુલ્લ, નીતા, શીલ્પા, રીષીના પિતાશ્રી. સ્વ. રમણીક ગાલા, ભદ્રેશ નંદુ, જીગ્ના, હર્ષા, પૂર્વીના સસરા, ધ્રુવી, દેવ, આન્યા, વિધાનના દાદા. સામખીયારીના સ્વ. ડાઈબેન ગાંગજી સવજી છાડવા/કાંતાબેન મધુસુદન કલ્યાણજી ભટ્ટના જમાઈ. પ્રાર્થનાસભા ૨૨-૨-૨૪, ગુરુવારે ૩થી ૪.૩૦. પ્રાર્થના સ્થળ. પીપલ્સ સ્કૂલ, એસ.વી.રોડ, ખાર (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ.ઓ. જૈન
લાકડીયાના મોંઘીબેન પોપટલાલ જેસંગ ગાલા (ખીરાણી) (ઉં. વ. ૯૮) મુંબઈ મધ્યે ૨૦-૨-૨૪, મંગળવારના અવસાન પામેલ છે. સ્વ. ઉમાબેન જેસંગ વાલજીના પુત્રવધૂ. કોરશી, જેઠાલાલના ભાઈ પત્ની. ચાંપશીના ભાભી. વિરાંબેન ગડા, ખીમઈબેન ગડા, સંતીબેન શાહના ભાભી. સામખીયારી હાલે ખારોઈના સ્વ. ગોરીબેન મુરજી કરમશી ગડાના દીકરી. પ્રાર્થનાસભા ૨૩-૨-૨૪, શુક્રવારે ૧૦થી ૧૧.૩૦. પ્રાર્થના સ્થળ. અચલગચ્છ જૈન દેરાસર, હરદેવી સોસાયટી, ગેટ નં.૩, જોગેશ્ર્વરી (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker