મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી સ્વ. શાંતાબેન વેલજીભાઈ શેઠના સુપુત્ર જયંતભાઈ (ઉં.વ. ૮૬) તા. ૨૬-૧-૨૪, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. વિલાસબેનના પતિ. નીતા-નીતિન, જીજ્ઞા-હેમેન, મોના-કેતનના પિતાશ્રી. ગુલાબરાય, હર્ષદભાઈ, રસિકભાઈ, લાભુબેન, વિજયાબેન, નિરંજનાબેનના ભાઈ. નરભેરામ કામાણીનાં જમાઈ. ધર્મીશ-દીપા, રૂચી-શાલિન, દિશા-મનીલ, તનીષ હિંમાશના નાનાજી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
લીમડી નિવાસી, હાલ ગોરેગાંવ મુંબઈ સ્વ. મંજુલાબેન ભોગીલાલ શ્રોફના પુત્ર રમેશભાઈ (ઉં.વ. ૭૮) તે પ્રફુલ્લાબેનના પતિ. મિતુલ શિરિષ વોરા, ડિમ્પલ સમીર શાહ તથા પ્રણયના પિતા. તે શીતલના સસરા તથા કવિત, ક્રિશ, માહી તથા નવ્યાના દાદા. પિયર પક્ષે વઢવાણ નિવાસી સ્વ. કંચનબેન શાંતિલાલ શાહના જમાઈ. તા. ૨૭-૧-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૧-૨૪, સોમવાર ૩.૩૦થી ૫ના રાખેલ છે. એડ્રેસ: પાવન ધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લાઠી નિવાસી, હાલ મુલુંડ સ્વ. શાંતાબેન તથા સ્વ. કાળીદાસ નાનજીભાઈ ઠોસાણીના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૮૦) તે જ્યોત્સનાબેનના પતિ. વિમલભાઈ, ઉર્વિશભાઈના પિતાશ્રી. દર્શનાબેન, રીમાબેનના સસરા. ઉમરાળાવાળા સ્વ. મણીલાલ નાગરદાસ શાહના જમાઈ. સ્વ. અમુભાઈ, પ્રવિણભાઈ, નરેશભાઈ તથા સ્વ. પ્રભાબેન, આશાબેન, અરુણાબેન, દિવ્યાબેનના ભાઈ. મીલૌની, પ્રાથમી, સ્મૃતિ, કેયાના દાદા. ગુરુવાર તા. ૨૫-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૧-૨૪ના સાંજે ૫થી ૭માં સ્થળ: ક્રિસ્ટલ હોલ, હોટેલ ટીપ ટોપ પ્લાઝા, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ ચેકનાકા નજીક, થાણે (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર બીનાબહેન (વીણા) રમેશચંદ્ર દેસાઇ તે સ્વ. વીણાલક્ષ્મી ધીરજલાલ દેસાઇના પુત્રવધૂ. રમેશચંદ્ર દેસાઇના ધર્મપત્ની. ભાવનગર નિવાસી સ્વ. વિજયાબેન જમનાદાસ અજમેરાના સુપુત્રી. પૂર્વી, ભાવેશ, ભુષણના માતુશ્રી. રશ્મિનભાઇ હેમા, સ્વ. કાજલ, વર્ષાના સાસુમા. જીમિત, નિલય, હર્ષ, વંશ, ધ્રુવ, કેયા, રૂહીના દાદીમા. તા. ૨૭-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૨૯-૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. જોલી જીમખાના, ઘાટકોપર, (વેસ્ટ).
દિગમ્બર જૈન
વિશા મેવાડા સ્વ. અમૃતલાલ હીરાલાલ શાહ ગામ (વસો) હાલ ગોરેગાંવ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧-૨૪ના રવિવારે રાખેલ છે. ઠે. ધ એમ્પાયર બેંકવેટ, ૧૨ ટાઇમ્સ સ્ટાર હાઉસ, એસ. વી. રોડ, ઉદ્યોગ નગર, ગોરેગામ (વેસ્ટ), પત્ની-શારદાબેન, ભાભી- મધુકાંતા, પુત્ર -સ્વ. જીતેન્દ્ર, ચિતરંજન, પુત્રવધૂ – રીટાબેન, નીતાબેન, પૌત્ર-હિમાંશુ, કૃણાલ, હર્ષ, પૌત્રી-ચાર્મી, પૌત્રવધૂ હિરલ, સોનમ, રિતિકા.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી, હાલ અંધેરી કેશવલાલ પ્રાણજીવન ઝાટકિયા (ઉં. વ. ૯૨). તે કાંતાબેનના પતિ. જયવંતભાઈ, કમલેશભાઈ, રોહિતભાઈ, વર્ષાબેન અતુલકુમાર કામદારના પિતાશ્રી. કોકીલાબેન, કિરણબેન, અલ્પાબેનના સસરા. મોટી લીલીયા નિવાસી હાલ અમદાવાદ સ્વ. દલીચંદભાઈ માણેકચંદ શાહના જમાઈ. સ્વ. ભુપતભાઈ, કિશોરભાઈ, સ્વ. હસમુખભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, સ્વ.સવિતાબેન, હંસાબેન, ભારતીબેન, રેખાબેન, પરમ પૂજ્ય સ્વરૂપાબાઈ સ્વામીના સંસારી પક્ષે ભાઈ ૨૪-૧-૨૪, બુધવારે અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૯-૧-૨૪, સોમવારે ૧૦થી ૧૨ રાખેલ છે. મહેશ્ર્વરી પ્રગતિ મંડળ, ઓશીવારા પોલીસ સ્ટેશનની સામે, ઓશીવારા, અંધેરી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મઢડા નિવાસી, હાલ ડોમ્બિવલી ભૂપતરાય ઉમેદચંદ માણેકચંદ શાહ (ઉં. વ. ૭૬) ૨૫-૧-૨૪ના રોજ અવસાન પામેલ છે. તેઓ વનિતાબેનના પતિ. ભરતભાઈ, નિર્મળાબેન અનંતરાય શાહ, રમાબેન ગીરીશકુમાર દોશી તથા સ્વ. ભાવનાબેનના ભાઈ. દીપ્તિ દિપકકુમાર દોશી, ચૈતાલી હર્ષલ શાહ, મનીષા રાજ વોરા, પ્રિતેશના પિતા. ફોરમના સસરા. સસરાપક્ષે ત્રાપજવાળા પ્રભુદાસ. અમૃતલાલ તથા ભાવનગરવાળા સ્વ. વિનોદરાય નરોત્તમદાસ શાહના જમાઈ. ભાવયાત્રા તથા પિતૃવંદના ૨૮-૧-૨૪ ના રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ રાખવામાં આવેલ છે. ઠે.શુભ મંગલ કાર્યાલય, એવરેસ્ટ શોિ૫ંગ સેન્ટર, લોકમાન્ય ચોક રેલવે સ્ટેશનની બાજુમાં, ડોમ્બિવલી ઈસ્ટ.
ઝાલા. દશા. સ્થા. જૈન
ચોટીલા હાલ મુંબઈ સ્વ. વૃજલાલ ભીમજી શાહના પુત્ર ભવ્યકાંતના ધર્મપત્ની અ. સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૭૬) તે અમદાવાદ નિવાસી સ્વ. રમણલાલ માણેકલાલ શાહના દીકરી. હીના જગદીશકુમાર અને રાજશ્રી અમીત મોદીના માતુશ્રી. સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. પ્રકાશભાઈ તથા હેમલતાબેન, પ્રતિભાબેન, ચેતનાબેન અને રેખાબેનના ભાભી. દીયા, શ્રીયા અને પ્રીષાના નાની શુક્રવાર, ૨૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: ૭/૬૪, સોના, બાન્દ્રા રેક્લેમેશન, બાન્દ્રા (વે).
સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
દેવાંગ સુરેન્દ્રભાઈ શાહ (ઉં. વ. ૫૨) સ્વ. મધુબેન સુરેન્દ્ર કાનજી શાહના પુત્ર. સ્વ. પ્રીતીબેનના પતિ. કોમલ રસેશ મોદી, જીજ્ઞેશના પિતા. નીતા મયુરભાઈ શાહ તથા તૃપ્તિ આશિષભાઈ શાહના ભાઈ. અરવિંદ મોહનલાલ મહેતાના જમાઈ ૨૭-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખાના હસમુખ લાપસીયા (ઉં.વ. ૬૦) તા. ૨૬-૧-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મી વસનજી પુત્ર. મનિષાના પતિ. પ્રેમીલા, હંસા, જ્યોતિ, દિપા, ભાવિકના ભાઇ. કર્ણાટકના ગોપાલરાવના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જ્યોતિ તલક, ૬૦૨, વિ વિંગ, નવનીતનગર, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૩.
છસરાના ગં.સ્વ. ચેતનાબેન રામજી ગંગર (ઉં.વ. ૬૧) તા. ૨૫-૧-૨૪ના અવસાન પામ્યા છે. કુંવરબેન ડુંગરશી મેરગના પુત્રવધૂ. સ્વ. રામજી ડુંગરશીના પત્ની. ચિંતનના માતુશ્રી. કસ્તુરબેન નાગજી વીરાના પુત્રી. દિલેશ, ભાવનાના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચિંતન ગંગર: ૫૦૨, અમીદ્રષ્ટિ, માનવ કલ્યાણ કેન્દ્રની બાજુમાં, એસ.વી. રોડ, દહીંસર-ઈ.
ડુમરા (પિપરીયા-એમ.પી.)ના નવલબેન નાગડા (ઉં.વ. ૮૪) તા. ૨૪-૧ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. લાલજીના પત્ની. રતનબેન મેઘજી નરશીના પુત્રવધૂ. લીલબાઇ રવજીના પુત્રી. યશવંત, રાજુ, પુષ્પા, ભારતી, ચંદ્રીકા, ગુણવંતી, કલ્પના, પ્રીતીના માતુશ્રી. લાયજા હંસાબેન ધનજી કુંવરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. યશવંત ગડા, ૧૦, દિપક નિવાસ, આયરે રોડ, ડોંબીવલી (ઇ.) ૪૨૧૨૦૧.
બારોઇના વિમળાબેન મધુકિરણ કેનીયા (ઉં.વ. ૮૫) તા. ૨૫-૧-૨૪ના અડાલજમાં સમાધિ મરણ થયેલ છે. માતુશ્રી અમૃતબેન/કેસરબેન પ્રેમજી મુળજી કેનીયાના પુત્રવધૂ. જસ્ટીસ મધુકિરણના ધર્મપત્ની. કોટડી (મહા.) માતુશ્રી વેલબાઇ દામજી શામજી દેઢીયાના સુપુત્રી. સ્વ. કેશવજી, સ્વ. હરખચંદ, મણીલાલના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિમળાબેન કેનીયા, સમભાવ, ટી/૧૪, સિમંધર સીટી, અડાલજ, ગાંધીનગર-૩૮૨૪૨૧.
મોખાના મગનલાલ વીરજી સતરા (ઉં.વ. ૮૦) તા. ૨૪-૧ના દેહ પરિવર્તન કરેલ છે. મોંઘીબેન વીરજીના પુત્ર. ઝવેરબેનના પતિ. રશ્મિ, દિપેશના પિતા. બારોઈ કસ્તુરબેન ધનજી, વડાલા મણીબેન (જયા) જાદવજી, બેરાજા નિર્મળા (ભાવના) ભવાનજીના ભાઈ. લાછબાઈ રામજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મગનલાલ સતરા, બી-૧૪, મોહનરાજ કો.ઓ.હા.સો., મોદી પાર્કની બાજુમાં, ઈરાની વાડી, રોડ નં.૩, કાંદિવલી (વે).
કાંડાગરાના અનશનવ્રતધારી શ્રી રાઘવજી ખીમજી ચાંપશી છેડા (ઉં.વ. ૮૯) તા. ર૫-૧-૨૪ના ૨૧માં ઉપવાસે મોક્ષધામી બન્યા છે. પાનબાઈના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. જીતેન્દ્ર, લીના, નિલેશના પિતા. શામજી, અમૃતલાલ, ઉમરબેન, વેજબાઈ, હેમલતા, હાંસબાઈના ભાઈ. ડેપા તેજબાઈ ગગુભાઈના જમાઈ. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિવાસ: રાઘવજી ખીમજી છેડા, ૬/૧૬, ગલીયા કોટવાલ એસ્ટેટ, લક્ષ્મી કોલોનીની બાજુમાં, આર. સી. માર્ગ, ચેમ્બુર, મુંબઈ-૭૪.

શ્રી જામનગર વિશા ઓશવાળ જૈન
જામનગર નિવાસી હાલ બોરીવલી રસિકલાલ ગલાલચંદ શાહ (ઉં.વ. ૮૮) તે સ્વ. કુમુદબેનના પતિ. રીમ્પલ વિમલ પારેખના પિતાશ્રી. પ્રાચી, ધ્રુવીના નાના. સ્વ. પોપટલાલ, સેવંતીલાલ, નવીનચંદ્ર, સ્વ. હસમુખલાલ તથા સ્વ. ધન્વંતીબેનના ભાઈ. સ્વ. ધનકોરબેન અમૂલખભાઈ મગનલાલ શાહના જમાઈ. ૨૫/૧/૨૪ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો