જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. મણીબેન છેડા (ઉં.વ. ૬૭) મંગળવાર, તા. ૨૩-૧-૨૪ના મુંબઈ મધ્યે સંથારો સીજી ગયેલ છે. સ્વ. કામલબેન/સ્વ. લાખઈબેન હેમરાજ ડોસા છેડા (ભિમાણી)ના પુત્રવધૂ ચુનીલાલના ધર્મપત્ની. નીતિનના માતુશ્રી. સ્વ. કાનજી, સ્વ. મણીલાલ, સ્વ. દિવાળી, નાનુના ભાભી. ગં.સ્વ. કુંવરબેન, ગં.સ્વ. ભાણીબેનના દેરાણી. સ્વ. પુનઈબેન દેશર લખમણ ગડાની દિકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે ઠે: નીતિન છેડા, વ્યાસ ચાલ નં. ૧, રૂમ નં. ૩, સોના ઉદ્યોગ, અંધેરી-ઈસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. રતનશી કુંવરજી રાંભીયા (ઉં.વ. ૬૫) શાંતિ નિકેતન મધ્યે તા. ૨૧-૧-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી કુંવરબેન/કોરઈબેન કુંવરજીના પુત્ર. રશ્મીબેનના પતિ. રિંકુ, અલ્પા, પ્રિયા, તનયના પિતા. મેહુલ, નીતેશ, પવનના સસરા. સ્વ. મુરજી, કાનજી, રવજી, ચાંપશીના ભાઈ. ગામ ખારોઈના સ્વ. પુરીબેન કાનજી ગાંગજી શાહના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: બી-૫૦૩, સેટેલાઈટ પાર્ક, સ્ટેશન રોડ, જોગેશ્ર્વરી-ઈસ્ટ.
વાગડ વિ.ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. મણીલાલ મેપશી ભચુ ગડા (ઉં.વ. ૬૭) બુધવાર, તા. ૨૪-૧-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન મેપશીના પુત્ર. લીલાવતીના પતિ. રોહન, સ્વપ્નીલ, નેહા, વૃત્તીના પિતાશ્રી. રક્ષા, કુંજલ, સતીશ, મયૂરના સસરા. જવેર, નિર્મળા, સ્વ. હરખચંદ, શાંતિલાલ, ભરતના ભાઈ. ખારોઈના પોપટ પરબતના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૭-૧-૨૪ ૧૦.૦૦થી ૧૧.૩૦ પ્રા. સ્થળ: માંગલ્ય હોલ, સોસાયટી રોડ, જોગેશ્ર્વરી-ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધોરાજી નિવાસી સ્વ. લીલાવંતીબેન ભૂપતલાલ તથા સ્વ. અનસુયાબેન જયવંતલાલ નંદલાલ શાહના સુપુત્ર ચિ. વિપુલ (ઉં.વ. ૬૦) હાલ સાયન તા. ૨૫-૧-૨૪ના ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે જયનાબેનના પતિ તથા ચિ. સાગર તથા ચિ. કેનિલના પિતાશ્રી. અ.સૌ. પ્રીયલ સાગર શાહના સસરા. વિભાબેન રમેશચંદ્ર મહેતા, હિરેનભાઈ, કેતનભાઈ તથા દીપકભાઈના ભાઈ. ચિ. વૃષિકા કેયુર તથા ચિ. નુપુર અર્જુન, ચિ. ભાવિક તથા ચિ. ધવલના કાકા. ગોંડલનિવાસી સ્વ. નવીનચંદ્ર કપૂરચંદ્ર કોઠારીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી જૈન
ગામ કંધેવાળીયા હાલ કલ્યાણ નિવાસી નિલમબેન શાહ (ઉં.વ. ૭૭) તે તા. ૨૨-૧-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શાંતિલાલ લલ્લુભાઈ શાહના ધર્મપત્ની. તે અનિલભાઈ, રાકેશભાઈ, તુષારભાઈના માતુશ્રી. તે મોનીકાબેન, તેજલબેન તથા અર્પિતાનાં સાસુ. તે વિશાલ, સૌમ્ય, રિદ્ધિ તથા આકાંક્ષાનાં દાદી. નિવાસ: બી-૪૦૪, શિવતીર્થ કો.ઓ.હા. સોસાયટી, રાજસ્થાન હોલની સામે, એપેક્ષ હોસ્પિટલની પાછળ, પારનાકા, કલ્યાણ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી, હાલ વિલેપાર્લે સ્વ. હર્ષદરાય ઠાકરશી વાસાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૪) તે હિતેન્દ્ર, આશા, દક્ષા, ભારતી અને વિરેનના માતુશ્રી. હેમા, કુંજલ, બિપિનકુમાર, પ્રકાશકુમાર, મનોજકુમારના સાસુ. લીલાવતીબેન-કેસરિચંદ, જસુમતીબેન-ચીમનલાલ, લતાબેન-મનસુખલાલ, મીનાક્ષીબેન-ચંદ્રકાંત, સુભદ્રાબેન ચંપકલાલ, સુશીલાબેન મનહરલાલ, નિર્મળાબેન ધીરજલાલ, લતાબેન મહેન્દ્રકુમાર, ઊર્મિલાબેન અરવિંદકુમારના ભાભી. અમી-અર્પિત, આયુષી, રિયા, ધ્રુવી, પૂજા-નિકેશ, સાહિલ, હેત, ચાંદની-ઋષભ, પાર્થ-શિલ્પા, રીદિત અને હિયાના દાદી. પિયરપક્ષે સ્વ. હીરાલક્ષ્મી અમૃતલાલ રવચંદ શાહ ઘોઘાવાળાની દીકરી. તા. ૨૪-૧-૨૪ ને બુધવારે અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ વાગડ સાત ચોવીશી જૈન
ગામ જંગીના હાલે સાયન કુબડિયા રસિકલાલભાઈ મોતીલાલભાઈ તથા પ્રભાબેનના સુપુત્ર તથા કુંવરબેનના પૌત્ર મનીષભાઈ (ઉં.વ. ૪૫) તા. ૨૫-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કવિતાબેનના પતિ. તેમજ ક્રિશા અને ધ્યાનિના પિતાશ્રી. તેમજ કલ્પેશ, અમિત, કેતુલ તથા ભવ્યાબેન નયનકુમાર મહેતાના ભાઈ. લોદરાણીના મહેતા જયંતિલાલભાઈ વાઘજીભાઈના જમાઈ. તેમની પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી ૨૭-૧-૨૪, શનિવાર ૩.૩૦થી ૫.૦૦. સ્થળ: શ્રી કચ્છી ગુર્જરવાડી, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.).
કચ્છી ગુર્જર જૈન
ગામ મુન્દ્રા હાલ મુલુંડ માતુશ્રી કંચનબેન મહેતા (ઉં. વ. ૯૮) ૨૪ જાન્યુઆરી ૨૪ના સંથારો સીજી ગયેલ છે. સ્વ. પાનાચંદભાઇ પ્રેમચંદભાઇ મહેતાના ધર્મપત્ની અને સ્વ. કંકુબેન પ્રેમચંદ શાહના સુપુત્રી. તે સ્વ. કુસુમ પદમભાઇ, રંજન હરિલાલ, સરલા રવિલાલ, સ્વ. અરુણા મહેન્દ્ર, ઇના ભરત, હર્ષા જનક, સુષ્મા કમલેશ, અરવિંદના માતુશ્રી. સંધ્યાના સાસુ. કિંજલના દાદી. રોચના (રુચિ)ના દાદી-સાસુ. ગુણાનુવાદ સભા શુક્રવાર, તા. ૨૬-૧-૨૪ના સવારે ૯-૩૦થી ૧૧. ઠે. મુલુંડ વર્ધમાન જૈન સ્થાનક, સેવારામ લાલવાની રોડ, વિજય સોસાયટીની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).