સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
જેતપુર નિવાસી હાલ બેંગલોર લતાબેન લાઠિયા (ઉં. વ. ૮૩) તે સ્વ. રજનીકાંત વૃજલાલ લાઠિયાના ધર્મપત્ની. કૃપેશ-પ્રીતિ, અલકા સાગર મહેતા, સંગીતા મનીષ ખાખરા, પ્રીતિ પરિમલ અજમેરાના માતુશ્રી. સ્વ. વીરચંદ પાનાચંદ ખારાની સુપુત્રી. સ્વ. કેશવલાલ, સ્વ. હસમુખભાઇ, સ્વ. અનંતભાઇ, સ્વ. ઇંદુભાઇ, ચંદ્રકાન્ત ખારાના તથા સ્વ. હસુમતિબેન ગુણવંતરાય ગાંધીના બહેન તા. ૧૮-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૧-૨૪ના રવિવારે ૧૦-૩૦થી ૧૧-૩૦. ઠે. તુરખીયા ભવન, બેંગલોર ખાતે રાખેલ છે.
વેરાવળ દશા શ્રીમાળી જૈન
વેરાવળ નિવાસી હાલ કાંદિવલી સ્વ. દેવકરણ ખુશાલ શાહના પુત્ર ડો. અવંતિકુમાર (ઉં. વ. ૮૭) તે સ્વ. મધુબેનના પતિ. તે કલ્પેશ, ચેતનના પિતા. બીજલ તથા વૈશાલીના સસરા. તે પાર્થ ડો. આદિત્ય તથા હાર્દિત્યના દાદા. તે વેરાવળ નિવાસી સ્વ. જૈનદાસ રામચંદ વોરાના જમાઇ તા. ૧૯-૧-૨૪ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
પાટણ જૈન
મુંબઇ નિવાસી હાલ શિકાગો નયના અને દિનેશ શાંતિલાલ શાહના પુત્ર સંજયભાઇ (ઉં. વ. ૫૫) શુક્રવાર તા. ૧૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હેમાલીના પતિ. મોનિકા અને સરીનાના પિતાશ્રી. ચિરાગના ભાઇ. માલવાના જેઠ. ચંદ્રિકાબેન નિરંજનભાઇ કાપડિયાના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૧ જાન્યુઆરી ૨૪ના ૩થી ૫. ઠે. જયહિન્દ કોલેજ ઓડિટોરિયમ, એ-રોડ, ચર્ચગેટ પર રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મૂળ મહુવા મૂર્તિજાપુર હાલ મુંબઇ વિનયચંદ્ર સંઘવી (ઉં. વ. ૭૮) શનિવાર, તા. ૨૦-૧-૨૪ના ઉમરગામ ખાતે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સૂરજબેન (શાંતાબેન) મનસુખલાલ સંઘવીના પુત્ર. સ્વ. સવિતાબેન ભુપતરાઇ શાહ, શારદાબેન મનસુખલાલ શાહ, સ્વ. કુસુમબેન હસમુખરાય દિયોરા અને કિશોરભાઇના ભાઇ. સ્વ. શાંતિલાલ ભાઇચંદ સંઘવીના ભત્રીજા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના જયવંતી મનસુખલાલ દેઢીયા (ઉં.વ. ૬૫) તા. ૧૭-૧-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ગાંગબાઇ ગાંગજી દેવજીના પુત્રવધૂ. મનસુખના પત્ની. વિશાલ, વૈશાલી, દિપેશના માતુશ્રી. પાનબાઇ વસનજી દેવજીના સુપુત્રી. મહેન્દ્ર, કેતનના બેન. ટા. ૨ થી ૩.૩૦. પ્રા. શ્રી વ.સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). નિ. મનસુખ ગાંગજી દેઢીયા, એ/૬૬, જેમ્સ હાઉસ, ડીસોઝા વાડી, વાગલે ઇસ્ટેટ, થાણા-૬૦૪.
કાંડાગરાના કુસુમ શાંતીલાલ છેડા (ઉં.વ. ૭૩) ૧૯-૧ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. શાંતીલાલ નાગજીના પત્ની. ઝવેરબેન નાગજી મેઘજી વેલજીના પુત્રવધૂ. ગોધરાના રચનાના માતા. પ્રાગપુર ચંચલબેન મોરારજી ધારશી ગાલાના પુત્રી. પ્રાગપુર દીલીપ, નરેશ, સરોજ, લતાના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વસંત રાંભીયા, ૪૦૩, માતૃકૃપા એપાર્ટ., જોશીબાગ, સ્ટેશન રોડ, કલ્યાણ (વે.)
વાંકીના અ. સૌ. ગીતા છેડા (ઉં.વ. ૪૯) ૧૯/૧/૨૪ના અવસાન પામેલ છે. રમેશના પત્ની. લક્ષ્મીબેન મગનલાલના પુત્રવધૂ. પૂજા, હર્ષના માતુશ્રી. રતનબેન ગાંગજીના પુત્રી. ઉષા, આરતી, બકુલા, પ્રીતિ, નીરવના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીબેન મગનલાલ છેડા, ડી/૬, ચેતના એપાર્ટમેન્ટ, જંગલ મંગલ રોડ, ભાંડુપ (વે).
બીદડા દ.ફ.ના અ.સૌ. પ્રફુલા કક્કા (ઉં.વ. ૭૧) તા. ૨૦-૧-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન પ્રેમજી દેવશી મુરા કક્કાના પુત્રવધૂ. મનોજના પત્ની. ચાર્મી, પ્રાચી, આર્ચીના મમ્મી. મો. આસંબીયા માતુશ્રી હરખવંતી ચુનીલાલ લાલજી વેલજીના પુત્રી. તુંબડી રેખા ધીરજના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનોજ કકકા. ૩૪/બી, વિપુલ એપા., ભક્તિ માર્ગ, મુલુંડ (વે).
બેરાજા હાલે દૌંડના માલતી ભુપેન્દ્ર મામણીયા (ઉં.વ. ૫૭) તા. ૧૭-૧-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ ભવાનજીના પુત્રવધૂ. ભુપેન્દ્રના ધર્મપત્ની. મોહિત, હાર્દિકના માતુશ્રી. પ્રાગપર કસ્તુરબેન ગાંગજી ગાલાની સુપુત્રી. રાજુ નરેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભુપેન્દ્ર મામણીયા, શાહ બિલ્ડીંગ, દૌંડ પોલીસ ચોકીની સામે, શિવાજી ચોક, દૌંડ, તાલુકા પુના-૪૧૩૮૦૧.
નાના ભાડીયાના માતુશ્રી તારાબેન વલ્લભજી શાહ (ગડા) (ઉં.વ. ૮૩) તા. ૧૭-૧-૨૪ના મોક્ષધામી બન્યા છે. પાનબાઈ શીવજી ધનજીના પુત્રવધૂ. વલ્લભજીના જીવનસંગીની. દેવેન્દ્ર, ઉપેન્દ્ર, હીનાના માતા. નવાવાસ લાછબાઈ કુંવરજી લાલજી ગાલા, ચાંપઈબાઈ કુંવરજી લાલજી ગાલા (સં.પક્ષે પ.પૂ.ચંદ્રકળાશ્રીજી મ.સા.)ના સુપુત્રી. ધનજી, મુલચંદ, ખુશાલચંદ, વેજબાઈના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે). ટા.૪ થી ૫.૩૦. નિવાસ: વલ્લભજી શીવજી ૧૯૦, વીણા બિલ્ડીંગ, જૈન સોસાયટી, સાયન (વે).
લુણીના અ.સૌ. હર્ષા (ચંચળ) હરખચંદ સોની (ઉં.વ. ૭૨) તા. ૧૭-૧ના અવસાન પામેલ છે. ઉમરબેન પ્રેમજી ભીમશીના પુત્રવધૂ. હરખચંદના પત્ની. કિંજલ, નિર્મલના માતુશ્રી. મમીબાઇ ખેતશીના પુત્રી. કુંવરજી, જાદવજી, ગાંગજી, લક્ષ્મીબેન ચંદ્રકાંત, નાનબાઈ નેમજીના બેન. પ્રા. શ્રી ક.વિ.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, વોલ્ટાસની સામે, ચિંચપોકલી (ઈ), સાંજે ૪ થી ૫.૩૦. નિ. હરખચંદ સોની, ૩૦૩, કોહિનુર એપાર્ટમેન્ટ, દત્તમંદિરની સામે, દહાણૂકરવાડી અને મહાવીર નગરનું કોર્નર, કાંદિવલી (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંગલોર નિવાસી હરિદાસ (હરેશ) ભાઈ શાંતિલાલ ખોખાણી (ઉં.વ. ૭૮) (ગામ: મોરબી), જે તરૂણાબેનના પતિ. કલ્પેશ, રેશ્માના પપ્પા. ભાવિકા, કૌશલભાઈના સસરા. ભૂમિના દાદા. ઋજૂતાના નાના. સુધાબેન, કિશોરભાઈના ભાઈ. પ્રાણલાલભાઈ કોટીચાના જમાઈ તા. ૧૮-૧-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
