મરણ નોંધ

જૈન મરણ

જોટાણા નિવાસી હાલ ઘાટકોપર ડૉ. જિતેન્દ્રભાઈ રતિલાલ પરીખ, ઉ.વ. 78, તે ડૉ. શર્મિષ્ટાબેનના પતિ, ડૉ. રાજ તથા ગ્રીષ્માબેનના પિતા, ડૉ. ભાવિતા તથા વૈભવભાઈના સસરા, વરૂણના દાદા તથા માહિના નાના, તે ઉવારસદ ગામના ચંદુલાલ મણીલાલ શાહના જમાઈ તા. 13-01-2024ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચિ. ભાઈ હિતેશ શાહ (ઉં. વ. 51) તે સ્વ. જયશ્રીબેન વીરેન્દ્રભાઈ શાહના પુત્ર ટાણાવાસી બેંગલોર હાલ મુંબઈના 13-1-24, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે પરેશના ભાઈ. મીતાના દીયર. સૂરજ, નીલમ અને શીતલના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણ જૈન
પાટણ નિવાસી વખતજીની શેરી હાલ મુંબઈ સ્વ. નવીનચંદ્ર જેસંગલાલ શાહના ધર્મપત્ની, ધનલક્ષ્મીબેન શાહ (ઉં. વ. 88) તે 13/1/24 ના અરિહંતશરણ પામેલ છે. તે સુનિલ, રશ્મિકાન્ત, શરદ, પરેશા, આશાના માતુશ્રી. હર્ષા, નયના, જયેશા, હર્ષદભાઈ, યોગેશભાઈના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી હરસોલ સત્તાવીસ જ્ઞાતિ જૈન
હરસોલ નિવાસી, હાલ મલાડ ચંદ્રકાંત શાહ (ઉં. વ. 68) તે સ્વ. ડાહીબેન શાંતિલાલ શાહનાં પુત્ર, મૃદુલાબેનના પતિ. હેમલ-વિજેતા, કોષા-દ્વિતી, કેવાંશ-શ્રુતી, તત્વ-કિયા, ખુશ્બુ-નિરવકુમાર, સ્નેહી-આયુષના પિતાશ્રી. સ્વસુર પક્ષે-સ્વ. શાંતાબેન ચીમનલાલ શાહ. સ્વ.પ્રકાશભાઈ, હિતેન્દ્રભાઈ (રૂપાલ-હાલ મલાડ)ના જમાઈ. સ્વ. મનહરભાઈ, ધીરજભાઈ, હસમુખભાઈ, સ્વ.નરેશભાઈ, અરૂણાબેન ધીરજલાલ, લતાબેન મીઠાલાલ, ચેતનાબેન સુનીલકુમાર, સપનાબેન વિકાસકુમાર, કવિતાબેન સંજયકુમાર, સ્વ. કપિલાબેન રસીકલાલ, રસિલાબેન વિજયકુમારનાં ભાઈશ્રી શનિવાર, તા. 13-1-24ના અરિહંતશરણ થયેલ છે. ભાવયાત્રા મંગળવાર, તા. 16-1-24 ના 10 થી 12. સ્વામિનારાયણ હોલ, 4થે માળે, દત્ત મંદિર રોડ, શારદા સ્કૂલની બાજુમાં, મલાડ (ઈસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
લુણીના શાંતીલાલ મુરજી ટોકરશી ધરોડ (ઉં. વ. 76) તા. 14-1-24ના અવસાન પામ્યા છે. માતુશ્રી ઉમરબેન મુરજીના પુત્ર. સ્વ. વિમળાબેનના પતિ. તુષાર, સંજયના પિતાશ્રી. કાંડાગરાના સાકરબેન વિજપાર, રસીક, હેમકુરના ભાઇ. ગુંદાલાના ચંચળબેન ભીમશી નેણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. એડે્રસ : સંજય ધરોડ, એ-104, સાંઇ ગણેશ એપા., મોરેગાવ તળાવ, નાલાસોપારા (ઇ.) પીન-401209.
તલવાણાના મહેશ ઉમરશી દેઢીયા (ઉં. વ. 65) તા. 13-1-24ના અરિહંતશરણ પામેલ છે. સાકરબેન ઉમરશી નેણશીના પુત્ર. લીલાવંતીના પતિ. મિનલ, ધર્મેશ, ચિંતનના પિતા. હેમચંદ, લક્ષ્મી, કસ્તુર, લીલાવંતી, દમયંતી, અમૃતના ભાઇ. સોનબાઇ માણેકના જમાઇ. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. 4 થી 5.30. નિ. ચિંતન દેઢીયા, 1202, શુભમ એટલાન્ટીસ, 125, પંતનગર, ઘાટકોપર (ઇ.), મું. 77.
વિઢના દિનેશ ખુશાલચંદ નાગડા (ઉં. વ. 45) તા. 13-1-24ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ખુશાલચંદના પુત્ર. નીતાના પતિ. સ્વ. અનીલા, જીગ્નેશના ભાઇ. મુંબઇના ઉષા રામનાથ યાગડેના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. બાર નવકાર ગણવા. નિવાસ સ્થાન : દિનેશ નાગડા, ફ્લેટ નં. 212, બીજે માળે, બિ.નં. આર 1, પ્રિયદર્શીની કો.ઓ.સોસાયટી, ગરોડીયાનગર, ઘાટકોપર (ઇ.) 75.
લાયજાના મણીબેન લાલજી ગડા (ઉં. વ. 83) તા. 14-1-24ના અવસાન પામેલ છે. દેવકાબાઇ ગાંગજીના પુત્રવધૂ. સ્વ. લાલજીના પત્ની. કિર્તી, વર્ષા, રીટાના માતુશ્રી. મેરાઉ મઠાંબાઇ રામજીના સુપુત્રી. કલ્યાણજી, વશનજી, હિરબાઇ, મેઘબાઇ, ચંચલબેન-ખેતબાઇ, લક્ષ્મીબેનના બેન. પ્રા. શ્રી ઋષભ અજિત ભક્તામર જિનાલય, જયમંગલ ભવન, રામ મારૂતી રોડ, થાણા (વે). ટા. 3.30થી 5.
મોટા રતડીયાના નવિનચંદ ગડા (ઉં. વ. 66) તા 11-1-24ના અવસાન પામેલ છે. સોનબાઈ તેજશીના પુત્ર. કલાવતીના પતિ. નિરલના પિતા. લક્ષ્મીચંદ, ચુનીલાલ, હરખચંદ,પદમણી, તારામતી,ભારતીના ભાઈ. નાના ભાડીયાના મણીબેન વેલજી શિવજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલાવતી ગડા,સોનતેજ બિલ્ડીંગ, ઓગલેવાડી, કરાડ-415105.
મેરાઉના નિમેશ રમેશ ગાલા (ઉં. વ. 40)તા.13-1-24ના દિવસે અવસાન પામેલ છે. મણીબેન પોપટલાલ ભીમશીના પૌત્ર. વીણા રમેશના પુત્ર. નવાવાસ સાકરબેન ડુંગરશી ઓભાયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ.રમેશ ગાલા, 22, જ્ઞાનેશ્વર ચાલ, મહાદેવ દેસાઈ રોડ, રામનગર, કાંદિવલી (ઈ), મું. 400101.
કાળધર્મ
કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયનાં પૂ. આચાર્ય છોટાલાલજી મ.સા. તથા પૂ. મણીબાઇ મહા. (ભોજાય), પુ. જયાબાઇ મહા.ના સુશિષ્યા પૂ. લીલાવંતીબાઇ મહાસતીજી (ઉં. વ. 85) (દિક્ષા પર્યાય 67 વર્ષ) રવિવાર, તા. 14-1-24ના કચ્છ બિદડા માનવ મંદિર મુકામે કાળધર્મ પામ્યા છે તે કચ્છ ભુજપુરના રત્નકુક્ષીણી માતા નાનબાઇ દેવજી પત્રામલ ભેદાના સુપુત્રી. લિ. કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થા. સંઘ – મુંબઇ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુંભણ (મહુવા) નિવાસી હાલ કાંદિવલી (વેસ્ટ) શૈલેષ છોટાલાલ પરીખના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વર્ષ 63). તેઓ કૃણાલ, આકાશનાં માતા. હીનલ અને શિખાનાં સાસુજી. ધીરજલાલ મોહનલાલ શાહ છાપરીવાળાનાં દીકરી. રજની, દિલીપ, રાજુના નાના ભાઈનાં ધર્મપત્ની. નૈના, નુતનનાં ભાભી. નીતા રાજુ પારેખનાં દેરાણી. તેઓ તા.15-1-24 સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તેમની સાદડી 16-1-24ના મંગળવારે બપોરે 3થી 5. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-67.
પાટણ જૈન
ખજુરીનો પાડો સ્વ. કાન્તાબેન સુમતીલાલના પુત્રી અનીલાબેન (ઉં. વ 84) સતીષ, નલીન, હસમુખભાઇના બેન. અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ચુડા સુરેન્દ્રનગર નિવાસી હાલ ભાડુંપ સ્વ. અશોકભાઇ રમેશચંદ્ર ધ્રુવના ધર્મપત્ની આરતી (ઉં. વ. 49) તે રિદ્ધિ ઇમરાન શેખ તથા હાર્દિકના માતુશ્રી. સ્વ. તારાબેન રમેશચંદ્ર ધ્રુવના પૂત્રવધૂ. સ્વ. ભરતભાઇ અને સ્વ. રેખાબેન મનસુખલાલ શાહના ભાભી. આયશાના નાની. ભાવિન, ધર્મેશ તથા અમીષના મામી. જલગામ નિવાસી (હાલ મલાડ) જયોત્સનાબેન, સ્વ. નટવરલાલ સોનીની દીકરી શુક્રવાર, તા. 12-1-24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત