મરણ નોંધ

હિન્દુ મરણ

દશાશ્રીમાળી
રાજુલા નિવાસી સ્વ. મોતીલાલ મોહનલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાબેન (ઉં. વ. ૯૨) શુક્રવારે તા. ૨૨/૧૨/૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સુરેશભાઈ, ઉમેશભાઈ તથા હર્ષાબેન ગડાધરા, અને જાગૃતીબેન મહેતાના માતૃશ્રી. દમયંતી તથા જયશ્રી. શાંતિલાલ અને મુકેશકુમારના સાસુ. ભાવનગર વાળા જેઠાલાલ છગનલાલ ઘીવાળાની દીકરી. બિન્ની, હેમા, ઊર્મિ સાગર, જાનકીના દાદી તથા બિનિતા, ક્રિષ્ના અને શિવમનાં નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫/૧૨/૨૦૨૩ ના સોમવારે ૪ થી ૬. સ્થળ ગાંધી મંદિર, રેલવે સ્ટેશન સામે, રાજુલા.
હાલાઇ ભાટિયા
ઠા. રણજીત નારણદાસ વેદ (ઉં. વ. ૮૭) તે તરલાબેન (જયાબેન) ના પતિ. સંદીપ, પરાગ, નિશા તથા અ.સૌ. ઉમાના પિતા. સ્વ. કુરજી ગોરધનદાસ (ડાહ્યાવાળા)ના જમાઈ. નંદિકાના દાદા તા. ૨૨.૧૨.૨૦૨૩ ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દીવ મોઢ વણિક
દીવ નિવાસી, હાલ કાંદીવલી તે સ્વ. મધુવંતી બેન તથા સ્વ. તુલસીદાસ જમનાદાસના સુપુત્ર તથા સ્વ. રૂક્ષ્મણીબેન તથા શામળદાસ ગુલાબચંદ ઠાર (પૂના) ના જમાઈ શ્રી અરવિંદ શાહ (ઉં. વ. ૭૮) તા. ૧૯.૧૨.૨૦૨૩નાં શ્રીજીચરણ પામેલા છે. તે માલતીબેનના પતિ. સ્વ. દિનેશચંદ્ર, સ્વ. પ્રવીણાબેન મુકુંદ શેઠના ભાઈ. સંજીવ, રાજેશ તથા સોનલના પિતાશ્રી. સંપૂર્ણા, કાજલ તથા હિતેશકુમારના સસરા. જીગર, ધરા, યેષા, દીશા, ધીરના દાદા. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ખંભાળિયા, હાલ માટુંગા પુષ્પાબેન તન્ના, (ઉં. વ. ૮૨) તે સ્વ. કિશોરભાઈ ધરમશી તન્નાના ધર્મપત્ની. તે દીપેન, હીના ભાવેશકુમાર, હેમલ વિપુલકુમારના માતુશ્રી. તે પ્રિયાંશી, બંસરી ચિદવીલાસકુમાર, નિધી નિકુંજકુમાર, તન્વી , ક્રિશના દાદી – નાની. તે સ્વ. વેલાબેન ધરમશી તન્નાના પુત્રવધૂ, તે સ્વ. રમાબેન રણછોડદાસ મોદીના દીકરી. તે સ્વ. મોહનભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. જગદીશભાઈ, હર્ષાબેન રમેશભાઈ દવે, મૃદુલાબેનના ભાભી. શુક્રવાર તા. ૨૨-૧૨-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૫.૧૨.૨૦૨૩ ના ૫ થી ૬:૩૦. કસ્તુરબા હોલ, માટુંગા રેાડ રેલવે સ્ટેશનની સામે, તુલસી પાઈપ રેાડ, માટુંગા રેાડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ઠા. માધવજી કોટક (ઉં. વ. ૮૫) સ્વ. વાલજી કલ્યાણજીના પુત્ર. ગં. સ્વ. પુષ્પાબેનનાં પતિ. સ્વ. પાર્વતીબેન મેઘજી પદમશી પવાણી (કેરા)નાં જમાઇ. સ્વ. મોહનલાલ કોટક, સ્વ. કમલાબેન હીરજી, સ્વ. ચંચળબેન પરસોતમ, નર્મદાબેન શીવજી, લીલાવંતી જેઠાલાલ, કસ્તુરીબેન મોતીરામ, સ્વ. પ્રભાબેન ભગવાનદાસના ભાઇ. ભાનુબેન કોટકના જેઠ. કુસુમબેન કિશોરભાઇ સોનેતા, ભારતીબેન મધુકાંત સોનાઘેલા, ભાવનાબેન ધર્મેન્દ્ર ચંદે, અરવિંદ, સુભાષ, કિર્તીના પિતા. તા. ૨૨-૧૨-૨૩ના કચ્છ મઊં મધે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૨૩ના રવિવારે ૫-૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિંહોરવાળા, હાલ ડોંમ્બિવલી મુંબઇ નિવાસી સ્વ. ગુલાબલક્ષ્મી અને સ્વ. નવનીતલાલ દોશીના સુપુત્રી ડો. કુ. પ્રજ્ઞા (કમલ) (ઉં. વ. ૭૬) મંગળવાર તા. ૧૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અરુણભાઇ, પ્રદીપભાઇ, સ્વ. પ્રણયભાઇ, બાલમુકુંદ અને ગીતા સાળીના બહેન. જયોત્સનાબેન, સ્વ. કુસુમબેન અને સ્વ. સુનંદાબેનના નણંદ. તે મોસાળ પક્ષે કાસુબોરડીવાળા સ્વ. ત્રિભુવનદાસ હરકીશનદાસ ધોળકિયાના ભાણેજ. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
કપડવંજ દશા શ્રીમાળી વણિક
કાંદિવલી નિવાસી ગં. સ્વ. હંસાબેન (હસુમતી) શાહ (ઉં.વ. ૮૦) તા. ૨૧-૧૨-૨૩, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મુકુંદચંદ્ર ચંદુલાલ શાહના ધર્મપત્ની. સ્વ. ચંદુલાલ મણીલાલ શાહના પુત્રવધૂ. પિયર પક્ષે સ્વ. દેવિદાસભાઈ સોલંકીના મોટા દીકરી. સ્વ. અજીતભાઈ, સ્વ. અશોકભાઈ, રમેશભાઈ સોલંકી, સ્વ. હંસાબેન, સ્વ. જયોતિબેન, સ્વ. નીલાબેનના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૨-૨૩ના રવિવારના ૧૦ થી ૧૨. સરનામું: શ્રી ખટવારી દરબાર, હેમુકલાની રોડ નંબર ૧, ઈરાની વાડી, ધનમાલ સ્કૂલની સામે, કાંદિવલી (પશ્ર્ચિમ). પિયર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.
કચ્છી ભાનુશાલી
કચ્છ ગામ નાંગીયાના ઠાકરશી શીવજી ખાનીઆ (ઉં.વ. ૮૧) તા. ૨૨-૧૨-૨૩ના મુંબઈ મધ્યે ઓધવરામશરણ પામેલ છે. પુત્રો- જયેશ, કાંતિલાલ, સંજય, નીરવ, કરણ. ભાઈઓ- સ્વ. હંસરાજ, સ્વ. ચાંપશી, માવજી, મોહનલાલ શીવજી. સાસરા પક્ષ- માવજી પૂંજાભાઈ જોયસર તેરા. જમાઈ- ધીરજલાલ દેઢીયા ભુજપુર. મોસાળ- જેઠાલાલ રામજી ગજરા આશાપર. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. જમનાબેન વિઠલદાસ પ્રાગજી કોટકના મોટા પુત્ર શંભુભાઈ (નારાયણ દાસ) કોટક (ઉં.વ. ૮૫) હાલે ડોમ્બીવલી, કચ્છ ગામ કોટડી મહાદેવપુરી તા. ૨૨-૧૨-૨૩, શુક્રવારે રામશરણ પામેલ છે. તે જશવંતીબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ચંદુબેન, સ્વ. રમેશભાઈ, ગં. સ્વ. મીનાબેનના મોટા ભાઈ. સ્વ. મોરારજી લદ્યા પાંધી કચ્છ ગામ બીદળાવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી મોઢ વણિક
ચુડા, હાલ વિરાર સ્વ. શ્રીમતી શીલાબેન વસંતભાઈ મહેતાના પુત્ર જીજ્ઞેશભાઈ (ઉં.વ. ૪૫) તે કવિતાબેનના પતિ. અર્ચિતાના પિતા. હર્ષા, દક્ષા, રેખા, રશ્મિ, યોગેશ, નિતા, જીજ્ઞાના ભાઈ. ઋષભ, દીપેશ, મિતેષના મામા. ક્રિષ્ના ગણેશ ભેરેના બનેવી તા. ૨૨-૧૨-૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સરનામું: ૪૦૧, કાલિંદી એપાર્ટમેન્ટસ, કોપરી નાકા, ચંદનસાર રોડ, વિરાર (પૂર્વ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત