હિન્દુ મરણ
વિસા સોરઠીયા વણિક
બામણાસા, હાલ કાંદિવલી મથુરાદાસ પરમાણંદદાસ શાહના પુત્ર દિપકભાઈ (ઉં.વ. ૬૩) તા. ૨૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે દિપ્તીબેનના પતિ. હર્ષિલ, જૈમિનના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે જયંતીલાલ કરસનદાસ ઝવેરીના જમાઈ. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૪૦૭, મનીષા એપાર્ટમેન્ટ, જીવનવિદ્યા મિશન રોડ, દહાણુકર વાડી, કાંદીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ચિયાસર, હાલ મુલુંડ તે સ્વ. હીરબાઈ ગોવિંદજી ઠક્કરના પુત્રવધૂ ગં. સ્વ. દમયંતીબેન (ઉં.વ. ૮૪) તે સ્વ. સુશીલાબેન શિવજી સોમૈયાના પુત્રી. સ્વ. હરીશભાઈના પત્ની. સ્વ. જમનાદાસ, સ્વ. મોહનલાલ, સ્વ. શકુંતલાબેન, સ્વ. મહેન્દ્રકુમાર, સ્વ. કૃષ્ણકુમારના ભાભી. સ્વ. કમલાબેન, વિનોદરાય, સ્વ. દિનકર, સ્વ. અશોક, રાજેન્દ્રના બહેન. મુનીશ, અદિતી મહેશભાઈ ચંદે, જાગૃતિ સુનીલભાઈ ઠક્કરના માતુશ્રી તા. ૨૦-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧૨-૨૩ના ૫ થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે.)
કપોળ
રાજુલાવાળા, હાલ વિલેપાર્લે વેસ્ટના ભૂપેન્દ્રભાઈ ચંપકલાલ મહેતા (ઉં.વ. ૮૬) તા. ૧૬-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. નીતા, પરેશ, ચંદ્રેશના પિતાશ્રી. દિલીપભાઈ વોરા, પ્રિતી, શીતલના સસરા. સ્વ. ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, શશીકળા, સ્વ. જયોત, દિનતાના ભાઈ. સ્વ. હરિલાલ પ્રભુદાસ મહેતાના જમાઈ. દેવાંશી ઉમંગ શાહ, નમ્રતા સાહિલ શાહ, રાહુલના દાદા. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૧૨-૨૩, શનિવારે ૫ થી ૭ અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ). લૌકિક રિવાજ બંધ છે.
નવગામ ભાટિયા
ગોંડલ, હાલ ડોમ્બિવલી ગં. સ્વ. મંજુલાબેન હરિદાસ લાલજી સંપટના પુત્રવધૂ લક્ષ્મી (ઉં.વ. ૫૧) તે ૧૯/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હિતેશ સંપટના ધર્મપત્ની. સ્વ. શાંતાબાઇ ઉલગપ્પા તલારીના દીકરી. હિના જીતેન્દ્ર આશર, હર્ષદા હિરેન વેદ, હર્ષદભાઈના ભાભી. રામચંદ્ર, લક્ષમણ ઉલગપ્પા તલારી, સુનંદા જીવરત્ન તેલંગીના બહેન. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ મોણપુર (અમરેલી), હાલ જોગેશ્ર્વરી સ્વ. ભાનુબેન પટેલ (વસોયા) (ઉં.વ. ૬૦) તે તા. ૨૦/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુરેશભાઈ કલ્યાણજી પટેલ (વસોયા)ના ધર્મપત્ની. શ્રેયસ તથા રોનકના માતુશ્રી. નમ્રતાના સાસુ. ચંદ્રેશ, દત્તાત્રેય તથા પ્રાજકતાના ભાભી. સ્વ. શામજીભાઈ હરિભાઈ ઢોલરીયા, સ્વ. જીવીબેન શામજીભાઈ ઢોલરીયા સુલતાનપુરવાળાના દીકરી. પ્રાર્થનાસભા ૨૨/૧૨/૨૩ના ૪ થી ૬. નિવાસસ્થાને ૯/૪ ભગવાન રાજા નગર, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી વેસ્ટ.
ઝાલાવાડી સઇ સુથાર
સ્વ. શશીકાંત ચૌધરી (ઉં.વ. ૭૦) તે ગામ ચુગ હાલ બોરીવલી ૧૯/૧૨/૨૩ના રામશરણ પામેલ છે. તે વિમળાબેન તથા સ્વ. મગનલાલ ધરમશીભાઈ ચૌધરીના સુપુત્ર. નવનીતભાઈ, પ્રવિણાબેન, બીનાબેન, રેખાબેનના મોટાભાઈ. ચીમનલાલ પટેલ તથા દિનેશભાઇના સાળા. પ્રાર્થનાસભા ૨૨/૧૨/૨૩ના ૪ થી ૬. વિઠ્ઠલધામ, વિઠ્ઠલમંદિરની બાજુમાં, રાય ડોંગરી, કાર્ટર રોડ ૫, બોરીવલી ઈસ્ટ.
દશા પોરવાડ
દાભોળ, હાલ ચર્નીરોડ અરવિંદભાઈ જમનાદાસ શાહના ધર્મપત્ની અ.સૌ. વૈશાલીબેન શાહ (ઉં.વ. ૭૫) તે તા. ૨૦/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વપ્નિલ, સ્વરૂપ તથા શિલ્પાના માતુશ્રી. આશા તથા ભાવેશકુમાર ગોહિલના સાસુ. રીત્વી, તસ્વી, રીયા તથા રેયાંશના બા. પિયરપક્ષે બારામતી નિવાસી સ્વ. શાંતાબેન દત્તાત્રી ગુજરના દીકરી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨/૧૨/૨૩ના ૫ થી ૭. મનુભાઈ પાટીદાર સમાજ, ફ્રેન્ચ બ્રિજ પાસે, મફતલાલ બાગ, ચર્નીરોડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખરક
ત્રાપજ (હાલ વસઇ) : માધાભાઈ ખાટાભાઈ સોલંકી વળીયા તા. ૨૦/૧૨/૨૩ બુધવારના રામચરણ પામેલ છે. તે અશોકભાઈ તથા અરવિંદભાઈના પિતા. તે સ્વ. શામજીભાઈના નાના ભાઈ. સ્વ. રમેશભાઈ, ગાંગાભાઈ, જીણાભાઇ, ભૂથાભાઈ મઘાભાઈ, ભરતભાઈ નાથાભાઈના મોટાભાઈ. સાદડી: તા. ૨૨/૧૨/૨૩, શુક્રવાર, ૧૦ થી ૧૨, વસઇ ખરક જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. ઉત્તર કરજ: તા. ૩૧/૧૨/૨૩, રવિવાર, વસઇ ખરક જ્ઞાતિની વાડીમાં.
ડીંડુ મહેશ્ર્વરી વાણિયા
સુરત હાલ મુંબઇ સ્વ. ધનસુખલાલ અને સ્વ. સુશીલાબેન મહેતાના સુપુત્રી ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૪) મંગળવાર, તા. ૧૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણચંદ્ર મનુભાઇ દલાલના ધર્મપત્ની. તે અ. સૌ. નીતા નરેશ મહુવાકર, પરેશ દલાલ અને અ. સૌ. રુપલ જીતેન ધોળાભાઇના માતુશ્રી. તે સ્વ. જયેન્દ્ર, સ્વ. હરેન્દ્ર, સ્વ. જીતેન્દ્ર, સ્વ. દેવેન્દ્ર, સ્વ. વસુમતિ સુરેશભાઇ, સ્વ. દેવિયાની કમલકાંત, સ્વ. ઇલાબેન મહેતા, ગં. સ્વ. દિપિકા હરકાંત, અ. સૌ. સ્મિતા જગદીશ, અ. સૌ. જયોત્સના શ્યામની બેન. તે સલોની અને રુમિતના દાદી. તે અ. સૌ. પ્રિયલ અર્પિત, સ્વ. દેવક અને નીલના નાની. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૩-૧૨-૨૩ના વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (પશ્ર્ચિમ), સાંજે ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
સ્વ. લવીંગલતા મનહરલાલ અંબાણીના સુપુત્ર વસંતભાઈ (ઉં.વ. ૮૦) તે ગં.સ્વ. ઉષાબેનના પતિ. વૈશાલી ચેતન શાહ, પૂર્વી જગત ઠક્કરના પિતાશ્રી તેમજ વૈકુંઠભાઈ, ઉર્મિલા સુરેશ કલ્યાણી, સરયૂ મહેન્દ્ર દોશીના ભાઈ તથા અ.સૌ. કિરણબેનના જેઠ. તે ચંદ્રકાન્ત વિઠ્ઠલદાસ પટેલના જમાઈ તા. ૨૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તેમજ સાદડી પ્રથા બંધ રાખેલ છે.
માધવપુર ગિરનારા બ્રાહ્મણ
સ્વ. નરેશ વ્રજલાલ ઠાકર (ઉં.વ. ૭૪) તા. ૨૧-૧૨-૨૩ના માધવશરણ પામ્યા છે. તે ગં.સ્વ. હર્ષિતા ઠાકરના પતિ. સમીર ઠાકરના પિતા. પૂજાના સસરા. કુશના દાદા તેમજ ચંદ્રકાંત, ભાલચંદ્ર અને નીલમબેન, સ્વ. ભારતીબેનના ભાઈ. લૌકિક ક્રિયા બંધ છે. સ્થળ: બી-૧૦૭, ટ્રી શેડ બિલ્ડિંગ નજીક, રેજન્સી હોટેલ, અંધેરી ઈસ્ટ.
બાવીસી પંચાલ
સ્વ. જશીબેન પંચાલ (ઉં.વ. ૬૫) ગામ-ઉંઢાઈ, હાલ મલાડ તેઓ સ્વ. શ્રી વિષ્ણુભાઇ ગણપતરામ પંચાલના પત્ની. હિતેશ, મુકેશ, નીતાના માતાશ્રી. ભારતી, જ્યોતિ અને જતીનના સાસુ. નિધિ, ભાવિક, નિકુંજ, ધ્રુવના દાદી અને હિરલ, વ્રજેશના નાનીજી. સ્વ. કેવળ દાસ લલ્લુરામ પંચાલ (ગામ- વિઠોડા)ની મોટીદીકરી, તા. ૧૯-૧૨-૨૩ મંગળવારના દેવલોક પામ્યા છે. તેમની બન્ને પક્ષની સાદડી તા. ૨૪-૧૨-૨૩ના રવિવારના સમય ૩.૦૦ થી ૫.૦૦ સ્થળ: મુક્તિધામ ચકાલા, પારસી વાળા, જોશી જાગીર હોલ, સહાર રોડ, અંધેરી ઈસ્ટ.