હિન્દુ મરણ
(હાલ બોરીવલી) અ.સૌ. શકુંતલાબેન અશોકકુમાર ભગત (સુધાબેન) (ઉં.વ.૭૯) તે તા. ૧૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે શાલીન અને પિનાકિનના મમ્મી. વૈશાલીબેન અને સોનલબેનનાં સાસુ. તે પ્રાચી, રિદ્ધિ, પલકનાં દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઈ લોહાણા
અલ્પેશ (રાજુભાઈ) લાખાણી (ઉં.વ. ૫૪) તે સ્વ. કરશનદાસ સુંદરજીભાઈ લાખાણીના પુત્ર. તે નારણદાસ, સ્વ. મુળરાજભાઈ (પ્રભુદાસભાઈ), અ. સૌ. નિતાબેન હરીશભાઈ, અ.સૌ. ઉર્મિલાબેન મનોજકુમાર, સ્વ. હેમલતાબેન નટવરલાલના ભાઈ. તે ગં.સ્વ. ભાવનાબેનના પતિ અને આશનાના પિતા. તે ભગવાનજીભાઈ મોહનલાલ કક્કડ (કેશોદ)ના જમાઈ. તા. ૧૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૧-૧૨-૨૩ના ૪થી ૫. સ્થળ: એસ્સાર એપેક્સ, બી-વિંગ, ફ્લેટ નંબર-૫૦૧, અગરવાલ સોલિટેર કમ્પાઉન્ડ, ઓપોઝિટ બચરાજ પેરેડીઝ, સેક્ટર નં. ૨, વિરાર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
દ્વારકા નિવાસી, હાલ ભીવંડી, સ્વ. હીરાબેન જયેન્દ્રનાથ લીલાધર ગોકાણીના પુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૭૨) તા. ૧૮-૧૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નરેશ, ક્ધયાકુમારી, પલ્લવી પ્રકાશ પાનવાલાના ભાઈ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
મેઘવાળ
ગામ નાના ખોખરા હાલ મુંબઈના રહિશ. સ્વ. હિરુબેન તેમજ સ્વ. હરજીવનભાઈ ગોવિંદ બોરીચાના સુપુત્ર સ્વ. દિપક (ઉં.વ. ૬૧) તા. ૧૩-૧૨-૨૩ના રામચરણ પામ્યા છે. તેમનું કારજ (બારમું) તા. ૨૧-૧૨-૨૩ ને ગુરૂવારની ૫.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન. સમ્રાટ સદન, – માવજી રાઠોડ રોડ વાલપખાડી. મુંબઇ-૪૦૦૦૦૯ ખાતે.
હાલાઇ લોહાણા
કાંદિવલી, પ્રવીણા તન્ના (ઉં.વ. ૫૭) તે ૧૮/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં. સ્વ. લતાબેન નવીનચંદ્ર તન્નાના પુત્રવધૂ. દિપક તન્નાના ધર્મપત્ની. યોગીની તથા રૂશીલના માતુશ્રી. આરતી કેતન તન્નાના જેઠાણી. પિયરપક્ષે ગં.સ્વ. પુષ્પાબેન કાંતિલાલ સુરૈયાના સુપુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨/૧૨/૨૩ના ૪ થી ૬. પાવનધામ, સચિન તેંડુલકર જીમખાનાની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
અ.સૌ. વિજયંતિ (કલાવંતી) (ઉં.વ. ૭૮) તે ૧૯/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે વિજયસિંહ ચત્રભુજના ધર્મપત્ની. સ્વ. વિઠ્ઠલદાસ રણછોડદાસ રાયરખિયાના દીકરી. અનુપ, અશિત, સ્વ. દીપ્તિ, ભાવના, સોનુના માતુશ્રી. મમતા, ફાલ્ગુની, સ્વ. કમલેશ, પિયુષ, મુકેશના સાસુ. જીત, નિશિત, વશિષ્ટ, પરી, કરણ, ધવલ, મોહિત, રીયા, જીલના બા.
દશા સોરઠીયા વણિક
મેંદરડા, હાલ બોરીવલી સ્વ. સુશીલાબેન ચંદુલાલ ઘેલાણીના પુત્ર અજયભાઇ (ઉં.વ. ૫૭) તે મોનાના પતિ. બંસરી તથા નુપૂરના પિતા. મહેન્દ્રભાઈ સાગરના જમાઈ. રેખા ભુપેન્દ્ર ઘીયા, જીતેન્દ્ર, સુરભી જયેશ સાંગાણીના ભાઈ. ૧૮/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
જેતપુર, હાલ બોરીવલી તારાબેન શાંતિલાલ પારેખના પૌત્ર રમેશચંદ્ર પારેખ તથા કામિનીબેન પારેખના પુત્ર સોહીલ (ઉં.વ. ૪૪), તે ખંભાળિયા નિવાસી સ્વ. લીલાધરભાઇ ધ્રુવના જમાઈ. આરતીના પતિ. કુંજનના પિતા. હેતલ સિતાંશુ રિંડાનીના ભાઈ. સુધીરભાઈ તથા દિનેશભાઈ શાંતિલાલ પારેખ, જયશ્રીબેન રમેશભાઈ લોટીયાના ભત્રીજા, તા. ૧૭/૧૨/૨૩ રવિવારના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સર્વેપક્ષોની, વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રાધા કૃષ્ણ હોટેલની બાજુમાં, એલ.ટી. રોડ, બોરીવલી તા. ર ર/૧૨/૨૩ શુક્રવારના ૪:૦૦ થી ૬:૦૦. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મહુવાવાળા, હાલ દહીંસર ગં.સ્વ. રંજનબેન વિનોદરાય પડિયા (ઉં.વ. ૭૬) તા. ૧૭-૧૨-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે કેતનભાઇ, વિપુલભાઈ અને નેહાબેન વિજયકુમાર જોગીના માતૃશ્રી. હંસાબેન અને નીતિબેનના સાસુ. પ્રાચી, ડીમ્પલ, શુભમ અને હાર્દિના દાદી. જાનવી, ખ્યાતિ અને મલ્હારના નાની. પિયર પક્ષે સ્વ. મનજીભાઈ ગાંડાભાઈ જાજલના દીકરી. તેમની સયુંકત સાદડી તા. ૨૫-૧૨-૨૩ સોમવારના ૪ થી ૬ મહુવા મુકામે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ
સ્વ. ઈલાબેન રાવલ (ઉં.વ. ૬૬), મૂળ માથક, હાલ દહિસર, તે બટુકભાઈ સોમનાથભાઈ રાવલના ધર્મપત્ની. કેયુર અને હર્ષના માતુશ્રી. તે અ.સૌ. ઈશા, અ.સૌ. ઋશિતાના સાસુ. સ્વ. જસવંતભાઈ પંડયા અને કિર્તિબેન શૈલેષભાઈ પંડયા (મોરબી)ના બહેન તા. ૧૯-૧૨-૨૩, મંગળવારે કૈલાસવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨૧-૧૨-૨૩ને ગુરુવારના ૪ થી ૬, દિગંબર જૈન કમ્યુનિટી હોલ ન્યૂ શાંતિનગર અપાર્ટમેન્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, શાંતિનગર, બોરીવલી (પશ્ર્ચિમ).
કપોળ
ભાવનગરવાળા, હાલ બોરીવલી ઠાકોરદાસ લક્ષ્મીદાસ સંઘવીના પુત્ર ચી. કિરીટભાઇ (પપ્પીભાઈ) બુધવાર, તા. ૨૦-૧૨-૨૩ના માતાજીના શ્રીચરણ પામ્યા છે. તે બચુભાઈ, સ્વ. જીતુભાઇ, રમેશભાઈ, સ્વ. મનોરમાબેન અને દેવિકાબેનના ભાઈ. તે મોસાળ પક્ષે ચોગટવાળા જવેરીલાલ મણિલાલ દેસાઈના ભાણેજ. તે પદમજા બલદેવ નથોવાલીયા અને જગદીશ દેવેન્દ્ર રેળેના બનેવી. લૌકિક પ્રથા બંધ છે.
મિી
હેમંત રતિલાલ મિી ગુરુવાર, તા. ૧૪-૧૨-૨૩ના દેવલોક પામ્યા છે. સંયુકત બેસણું તા. ૨૨-૧૨-૨૩ને શુક્રવારના ૩ થી ૫. કિંગ સર્કલ નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. ગં. સ્વ. મોના મિી (પત્ની). સોનક મિી, મહેક મિી (પુત્ર). રશ્મીબેન ભરતભાઈ મિી, મિતાબેન ભરતભાઈ તલાટી (બેન). રુચિ મિી (વહુ). શનાયા (પૌત્રી). શ્ર્વસુરપક્ષ: શ્રી પરેશ રતિલાલ મિી.
દશા નાગર વણિક
દેશોતર, હાલ દહીંસર રમેશભાઈ ત્રિકમલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૬૭) ૧૯/૧૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે વિરપુર નિવાસી સ્વ. નારાપણદાસ વી. મહેતાના પુત્રી. સ્વ. ત્રિકમલાલ મહેતાના પુત્રવધૂ. દર્શન અને સુરભી જાનીનાં માતુશ્રી. જલ્પા અને ઉપેન્દ્રકુમારના સાસુ. સ્વ. દશરથભાઈ, સ્વ. જગદીશભાઈ, શ્રી મહેન્દ્રકુમાર, જનકકુમારના ભાભી. પ્રાર્થના સભા: ગુરુવાર, ૨૧/૧૨/૨૩, ૫ થી ૭, સ્વામિનારાયણ હોલ, બી/૩૦૨, તન્વી કોમ્પ્લેક્સ, ડાયમોડા બિલ્ડીંગ, દહીંસર પેટ્રોલપમ્પની પાસે, દહીંસર (પૂર્વ).
હાલાઈ લોહાણા
સ્વ. ગિરીશભાઈ અભાણી (ઉં.વ. ૫૨), મૂળગામ મેંદરડા (જી. જુનાગઢ) હાલ ખપોલી (મહારાષ્ટ્ર), તે સ્વ. લીલાધર જમનાદાસ અભાણીના પુત્ર. તે મનોજભાઈ, સ્વ. શૈલેષભાઈ તેમજ ધર્મેશભાઈના ભાઈ. તે પ્રીતિબેનના પતિ. તે આયુષ તેમજ હિતાર્થના પિતાશ્રી. તે જગદીશભાઈ પીતાંબરભાઈ પોપટ રાજકોટ વાડાના જમાઈ તે સોમવાર, તા. ૧૮/૧૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. જેમનું ઉઠમણું તેમ જ પિયરપક્ષની સાદડી ગુરુવાર, તા. ૨૧/૧૨/૨૩ના ૪ થી ૬. સ્વામીનારાયણ મંદિર, મેંદરડા (જી. જૂનાગઢ).
દશા સોરઠિયા વણિક
રાજાપરા, હાલ ઘાટકોપર (પૂર્વ) સ્વ. બાબુભાઈ મોહનલાલ બાબરીયા અને સ્વ. શાંતાબેન બાબરીયાના સુપુત્ર પ્રવિણભાઈ બાબરીયા (ઉં.વ. ૭૫) તા. ૧૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે રંજનબેનના પતિ તથા સ્વ. જીતેન્દ્ર, જયેશ અને ભાવેશના પિતા. જગદીશભાઈના મોટાભાઈ. સ્વ. ભીમજી દેવચંદ ધોળકીયા અને સ્વ. મુક્તાબેન ભીમજી ધોળકીયાના જમાઈ તથા સ્વ. લલિતાબેન જનાની અને સ્વ. ચંપાબેન હરકિશનદાસના ભત્રીજા. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મેવાડા
મહેમદાવાદ, હાલ મુંબઈ સ્વ. વિમળાબેન રસીકલાલ પરીખના પુત્ર રજનીકાંત પરીખ (ઉં.વ. ૭૧) તે જ્યોત્સનાબેનના પતિ. સ્વ. જય અને નમ્રતાના પિતા. અજીત ગણપત ભુવડના સસરા. દીયા, યશના નાના. સ્વ. ચંદ્રકાંત, નલીની હંસા, ભારતી, રાજુના ભાઈ. પિયર પક્ષે સ્વ. મફતલાલ અને શાંતાબેન કોઠારીના જમાઈ તા. ૧૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૪થી ૭ શનિવાર, ૨૩-૧૨-૨૩ના બ્લેવેટસ્કી લોજ, થિયોસોફિકલ સોસાયટી, પાટીદાર સમાજની સામે, ૭ ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ- ૪૦૦૦૦૭.