મરણ નોંધ

હિન્દુ મરણ

આજક ગિરીનારાયણ બ્રાહ્મણ
હાલ જામનગર અશોકભાઈ કરુણાશંકર પુરોહિત (ઉં. વ. ૭૬) ૧૬-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે રસીલાબેનના પતિ. કમલેશ, ભાવિકાબેનના પિતા. દિપાલીના સસરા. ભીખુભાઈ, હરેશભાઈ, રમેશભાઈના બનેવી. મૈત્રેયના દાદા. સર્વક્રિયા તેમના નિવાસસ્થાન જામનગર ખાતે રાખવામાં આવેલ છે. બેસણું ૧૮-૧૨-૨૩, સોમવારના ૪ થી ૫.
કચ્છી લોહાણા
સ્વ. માધવજી દામજીભાઇ કતીરા ગામ કચ્છ નારાયણસરોવર હાલ મુલુંડના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રબાલા (ઉં. વ. ૮૩) તા. ૧૬ ડિસેમ્બર, ૨૩ શનિવારના રામશરણ પામેલ છે. સ્વ. દેવકીબેન ઠાકરસી ખોંભડિયાના સુપુત્રી. હેમંતભાઇના માતુશ્રી. મીતાબેનના સાસુ. ક્રિષ્ણા કાર્તિક ઠક્કર, પૂજા કતિરાના દાદીમા. ગં. સ્વ. રેખાબેન શામજીભાઇ ઠક્કર, અ. સૌ. શોભનાબહેન મોહનભાઇ દોઢેચા, સ્વ. નરેન્દ્રભાઇના મોટાબહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, મુલુંડ (પ)માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ ઘાટકોપર નગીનદાસ અમૃતલાલ મહેતાના પુત્ર અરવિંદભાઇના ધર્મપત્ની અરુણાબેન (ઉં. વ. ૭૯) તે ઉમેજવાળા ભાઇચંદભાઇ કનકદાસ મહેતાના સુપુત્રી. પ્રકાશભાઇ, બીપીનભાઇના ભાભી. નીલાબેન, વર્ષાબેનના જેઠાણી. સ્વ. ઇશ્ર્વરભાઇ, સ્વ. રમેશભાઇ, શરદભાઇ, સ્વ. અશ્ર્વીનભાઇના બેન. તા. ૧૭-૧૨-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
જયંત જમનાદાસ પાલેજા (ઉં. વ. ૭૯) તે સરોજબેનના પતિ. સ્વ. ભાનુમતી જમનાદાસ પાલેજાના સુપુત્ર. સ્વ. શાંતિબેન લક્ષ્મીદાસ ઉદેશીના જમાઇ. ચી. દેવેન તથા નિરવના પિતાશ્રી. અ. સૌ. અમીષાના સસરાજી. મહેશ, વિરેન્દ્ર, ઉદય, વિજય અને સ્વ. ભરત, સ્વ. દિલીપ તથા સ્વ. રશ્મિ હેમંતના ભાઇ તા. ૧૬-૧૨-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૩ના સોમવારે ૫થી ૬.ઠે. જૈન દેરાસર, એલ. ટી. રોડ. બોરીવલી (વે.), રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
મૂળ નિવાસી મોરબી, હાલ કાંદિવલી પ્રદીપ નૌતમલાલ ભટ્ટ (ઉં. વ. ૭૪) તે તા. ૧૧/૧૨/૨૦૨૩ના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. ભાનુમતીબેન નૌતમલાલ અંબાશંકર ભટ્ટના પુત્ર. સ્વ. દેવેન્દ્ર, અરુણા શૈલેષ ત્રિવેદી તથા અશ્ર્વિનના ભાઈ. રેખા ના દિયર. જયશ્રીના જેઠ. સ્વ. ચિરાગ, નેહા બિરવાડકર તથા તુલસી રાવલના કાકા. સર્વ લૌકિક રિવાજ બંધ
રાખેલ છે.
વિસા સોરઠીયા વણિક જ્ઞાતિ
મૂળ ગામ બામણાશા (ઘેડ), હાલ મુંબઇ, કાંદિવલી નિવાસી ગં.સ્વ. પ્રેમલતા (પ્રેમિલાબેન) સૂર્યકાન્ત નારાણદાસ ગાંધી (ઉં. વ. ૮૨) જાંબુવાળા સ્વ.મણીબેન વૃન્દાવન મલકાનના દીકરી. ચંદ્રકાન્ત તથા રાજેશના માતુશ્રી તથા કલ્પના અને રચના ના સાસુ. તે સ્વ. લાલજીભાઇ (બાબુભાઇ), સ્વ. ભગવાનદાસભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. ઉજમશી(બચુભાઈ), સ્વ. માણેકલાલભાઇ, સ્વ. ડો. ગુલાબચંદભાઇ તથા ગં. સ્વ. હેમલતાબેનના ભાભી. કિંજલ, રિદ્ધિ, મનાલી અને પાર્થના દાદી. તા.૧૬/૧૨/૨૦૨૩ ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા.૧૮/૧૨/૨૦૨૩ના ૫ થી ૭, સ્થળ: શ્રી વૈષ્ણવ હોલ, પારેખનગર, શતાબ્દી હોસ્પિટલ ની સામે, એસ.વી.રોડ, કાંદિવલી (વેસ્ટ).
લાડ વણિક
સુરભિ તેઓ સ્વ. અરુણ ચંપકલાલ અગાસીવાળાના ધર્મપત્નિ શનિવાર તા. ૧૬-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે તે સ્વ. મંજુલાબેન, તરૂણાબેનના ભાભી. ફોરમ, મનીષ ધોળાભાઈ, ધર્મેશ, નિલેશ, અંકુર, વિશાળ, અલ્પા, સેજલ, છાયલના કાકી તથા નિયતિ, સાચી, અંશી, દિવિત, જેશના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૮-૧૨-૨૩ સોમવારના રોજ સાંજે ૬ થી ૦૭:૩૦, લોહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી પશ્ર્ચિમ ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ કોઠારા હાલ મુલુંડ સ્વ. જાનકીબેન હંસરાજ કલ્યાણજી ધીરાવણીના નાના પુત્ર ભગવાનભાઇ (ઉં. વ. ૫૯) શનિવાર, તા. ૧૬-૧૨-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે પ્રતિમાબેનના પતિ. રીમ્પલ વિવેક ચંદે, ભાવિકના પિતાશ્રી. સ્વ. કલ્યાણજી ઉકેડા મામોટીયાના જમાઇ. હેમરાજભાઇ, મીનાબેન રાજેશ મજેઠિયા, પ્રવિણાબેન (રીના) નરેન્દ્ર ગોસરના ભાઇ. દિપા કેતન, દર્શના દિપક, દર્પિતા ધવલના કાકા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૮-૧૨-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. સેલિબ્રેશન હોલ, ૧લે માળે, ક્રોમા મોલની ઉપર, ડમ્પિંગ રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાડ વણિક
સુરત નિવાસી હાલ ડોમ્બિવલી રશ્મિકાબેન કિરીટકુમાર મનહરલાલ કલાર્ક, તે જયના, દેવાંગનાં માતુશ્રી. તે હીનાનાં સાસુ. તે અક્ષય મહેતાની બહેન. તે સ્વ. રસિકલાલ મદનલાલ મહેતાની સુપુત્રી. તા. ૧૬-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે તથા પ્રાર્થનાસભા રાખવામાં
આવેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?