હિન્દુ મરણ
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
સથરા હાલ ભાઈંદર- સ્વ. કાશીબેન તથા સ્વ. જેરામભાઈ અરજણભાઈ મીસ્ત્રીના પુત્ર સ્વ. ચંદ્રકાન્ત મીસ્ત્રી (ઉં. વ. ૭૨) સોમવાર, ૧૧-૧૨-૨૩ના રામચરણ પામ્યા છે. તે મંગળાબેનના પતિ. શાંતિભાઈ, જયંતિભાઈ, પ્રવિણભાઈ, રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, શારદાબેન ઘનશ્યામ, ગં. સ્વ. ઈન્દુમતી કિર્તીકુમારના ભાઈ. તે ડિમ્પલ, ભાવી સૌમીલ, રક્ષીત, નીધી, વૈભવ, મીહીર તથા યશ્વીના દાદા. તે વંડા પીયાવા નિવાસી હાલ ભાઈંદર સ્વ. શાંતાબેન તથા સ્વ. ઠાકરશીભાઈ અરજણભાઈ રાઠોડના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, ૧૬-૧૨-૨૩ના ૩ થી ૫. સ્થળ: કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાઈંદર (વે). (લૌકિક પ્રથા બંધ છે.)
કચ્છી લોહાણા
સ્વ. દેવજી કાનજી પાંધીના ધર્મપત્ની ગં. સ્વ. સરસ્વતીબેન (ઉં. વ. ૮૭) ગામતેરા (હાલ મુલુંડ) ૧૪-૧૨-૨૩ના રામશરણ પામ્યા છે. તે સાકરબેન કાનજી પાંધીના પુત્રવધૂ. તે મણીબાઈ જીવનદાસ ચોપાણીના પુત્રી. ગં. સ્વ. હેમા હરીશ ઠક્કર, સૌ. રંજન દીપક પંજુઆણી, સૌ. પ્રીતી દીલીપ દાવડા અને ભાવેશના માતુશ્રી. સૌ રૂપા ભાવેશ પાંધીના સાસુમાં. તે ભૂમિના દાદીમા. સૌ. હીરલ બીનોય મહેતા તેમજ ચિંતના નાનીની પ્રાર્થનાસભા ૧૬-૧૨-૨૩, શનિવાર ૫ થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતાની બાજુમાં, મુલુંડ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જાફરાબાદ હાલ કાંદીવલી સ્વ. ભવાનીદાસ વિઠ્ઠલદાસ સંઘવીના પત્ની ગં. સ્વ. જસુમતી (ઉં. વ. ૯૧) તે સ્વ. જ્યોતી જસવંતલાલ વોરા, હિતેન, હિમાંશુ, ધિરેન, હીના, સ્વ. નીતિનના માતા. વીણા, જયશ્રી, મોના, પ્રફુલ મહેતાના સાસુ. અમી, હેત, પ્રિયાંક, વિધિના દાદી. શિવાંગીના નાની. સ્વ. નર્મદાબેન વ્રજલાલ ગાંધીના દીકરી ૧૪-૧૨-૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસનગરા નાગર બ્રાહ્મણ
લુણાવાડાના વતની સ્વ હેમંતકુમાર પૂનમચંદ જાની (ઉ. વ. ૭૯), તે સુજતાબેનના પતિ, સ્વ સરોજબેન શાહ તથા ગં સ્વ જ્યોતિબેન શાહના ભાઈ. જીગર તથા દર્શનના પિતાશ્રી. સૌ.ધારા જીગર જાનીના સસરા. વનીજના દાદાશ્રી. તેમનું નવમાનું ઉઠમણું તા. ૨૧/૧૨/૨૦૨૩ ને ૫:૦૦ થી ૭:૦૦ ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યહવાર બંધ છે. સરનામું:-ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ ૮૮, દાદીસેઠ અગીરી સેન્ટ, મરીન લાઈન્સ ઈસ્ટ, અનંત વાડી, કાલબાદેવી, મુંબઈ,
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
હાલ મુંબઈ નિવાસી શ્રીમતી કીર્તિદા રણજીત શાહ ( ઉં. વ ૭૩) તે રણજીતભાઇના પત્ની, દિગન્ત – અર્ચનાના માતૃશ્રી. આરવ તથા અથર્વના દાદી. સ્વ. વિદુલાબેન શશીકાંત શાહના પુત્રી. સ્વ. હંસાબેન હરનાથ શાહના પુત્રવધુ તા.૧૩-૧૨-૨૩ ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
ચિ. અભિજિત ( મયુર), તે નલિનીબેન તથા સ્વ. લાલચંદ અમૃતલાલ ગગલાણીના પુત્ર, નીનાબેનના પતિ. સાહિલ અને સીમરનના પિતા, મીનાબેન અને પલ્લવીબેનના ભાઈ. સ્વ અનિલ ભાઈ, સ્વ જીતેન્દ્રભાઈ અને વીપીનભાઈના ભત્રીજા તથા બળવંતરાય નાગજીભાઈ ધોળકીયાના જમાઈ અમેરીકા તા. ૧૨-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વૈષ્ણવ
ભારતી દવે ( ઉ વ ૭૩ ) તે સ્વ. નરેન્દ્ર વિષ્ણુદાસ દવેના ધર્મપત્ની ગુરુવાર તા. ૧૪.૧૨.૨૩ને શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન ચંદુલાલ લીલાધર બદીયાણીના સુપુત્રી. સ્વ.બાલમુકુંદભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ અને જાયેંદ્રભાઈ દવેના ભાભી. આરતી અમિત મશરૂના માતુશ્રી તથા જયશ્રીબેન પ્રતાપરાઈ પોપટ, રાજેન્દ્ર બદીયાણી, કમલ બદીયાણી તેમજ કલ્પના કિરીટ બાટવીયાના બહેન. બંને પક્ષોનો લૌકીક વહેવાર બંધ છે.
કપોળ
ચાવંડવાળા, હાલ બોરીવલી સ્વ. વર્ષાબેન તથા અનિલભાઈ રમણીકલાલ કાણકિયાના પુત્ર રશેષભાઈ (ઉમર:૪૩) તે ૧૪/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શીતલ નિખિલ જોશીના ભાઈ. ક્રિશ તથા પાર્થના મામા, ભારતીબેન ઉત્તમરાય મહેતા, નીરુબેન ભુપતરાય વોરા તથા ભરતભાઈના ભત્રીજા. મોસાળપક્ષે અમરેલીવાળા મુકુંદરાય ઈશ્વરલાલ મોદીના દોહિત્ર પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ ઉના, હાલ કાંદિવલી ભુપેન્દ્રભાઈ માણેકલાલ થડેશ્વર (ઝવેરી) (ઉમર:૭૭) તે ૧૪/૧૨/૨૩ના અક્ષર નિવાસી થયેલ છે. તે કુસુમબેનના પતિ. અમરેલીવાળા દેવરાજભાઇ કાંથડભાઈ સતિકુંવરના જમાઈ, સ્વ. વ્રજલાલ, સ્વ. સવિતાબેન, ઇન્દુબેન તથા સ્વ. ઉર્મિલાબેનના ભાઈ, ભાવના જનક ધકાણ, શિલ્પા નીરજ પટ્ટ, સંજયના પિતા. પુષ્કર તથા જશના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
જાફરાબાદ હાલ મુંબઈ સ્વ. રજનીકાંત છોટાલાલ રણછોડદાસ ગોરડિયાના ધર્મપત્ની ગં. સ્વ કુસુમબેન (ઉં.વ.૬૯) તે ૧૪/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મેઘના ધવલ મહેતાના માતુશ્રી. જીલના નાની. સ્વ. રમણીકલાલ-સ્વ. ભારતીબેન, સ્વ. પ્રવીણભાઈ-સ્વ. પ્રેમિલાબેન, સ્વ. દિનેશભાઇ-ગં. સ્વ હીનાબેન, સ્વ. મંજુલાબેન ઈશ્ર્વરદાસ મહેતા, ગં. સ્વ ભદ્રાબેન પ્રફુલચંદ્ર સંઘવી, ગં. સ્વ શરદબેન (સ્મિતાબેન) મહેન્દ્રકુમાર સંઘવીના ભાભી. સ્વ. છગનલાલ પરષોત્તમદાસ વોરાના દીકરી. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસલનગરા નાગર બ્રાહ્મણ
મથુરા હાલ નાલાસોપારા ગં.સ્વ. આશાબેન તરુણભાઇ પંડિતના પુત્રવધૂ તથા કલ્પેશભાઈના ધર્મપત્ની અ.સૌ. ઝરણાં પંડિત (ઉં.વ.૪૬) તે ૧૩/૧૨/૨૩ના કૈલાશવાસી થયેલ છે. તે કાંક્ષીના માતુશ્રી. હેમંત, અનિલ તથા વિવેકના ભાઈના પત્ની. પિયરપક્ષે ગં.સ્વ. પ્રફુલાબેન મયુરભાઈ પંડિતના સુપુત્રી. બને પક્ષની પ્રાર્થનાસભા ૧૭/૧૨/૨૩ના ૫.૩૦ થી ૭.૩૦. સ્વામિનારાયણ મંદિર, શાંતિ નગર, સેક્ટર ૧૦, મીરારોડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મૂળગામ, મહુવા સ્વ. પ્રાણકુંવરબેન બાબુલાલ મહેતાના પુત્ર તથા સ્વ જશવંતરાય હાલ કાંદિવલીના ધર્મપત્ની ગં. સ્વ. ભારતીબેન (ઉં.વ.૭૭) તે ૧૨/૧૨/૨૩ના કોલ્હાપુર મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.વામનભાઈ, ચીમનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, પ્રમોદભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. શાંતાબેન રમણીકલાલ, સ્વ. જયાબેન લક્ષ્મીદાસ, સ્વ. પદમાબેન જેઠાલાલ, ઇન્દીરાબેન રજનીકાંત, સરોજબેન અશોકકુમારના ભાઈના પત્ની. સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી ભાનુબેન જયંતીલાલ લક્ષ્મીદાસ મહેતાના પુત્રી. ચંદ્રેશ, પરેશ તથા નયનાના માતુશ્રી. તૃપ્તિ, તેજલ, ગણેશના સાસુ. તેમની બને પક્ષની પ્રાર્થનાસભા ૧૬/૧૨/૨૩ના ૫ થી ૭. કપોળવાડી, જી. એચ. સ્કૂલની સામે, બોરીવલી ઈસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. ગંગારામ હરિરામ સેજપાલ, કચ્છ માતાજીના નેત્રાવાલા હાલ મુલુંડ, ઠા. મુલજીભાઈના ધર્મપત્ની નિર્મલાબેન (પપીબેન) (ઉં.વ. ૬૮), તે સ્વ.કાનજી ખીમજી સોમેશ્વર, કચ્છ ગામ કોડાયવાળાની પુત્રી. તે દીપ્તિ નીલેશ , લીના શીતલકુમાર , દિપેશ, પારસના માતૃશ્રી. તે ગુરુવાર તા. ૧૪-૧૨-૨૦૨૩ના રામશરણ પામેલ છે. તે કાંતાબેન કાનજીભાઈના દેરાણી. ગં.સ્વ. દમયંતીબેન લહેરીભાઈના જેઠાણી. ગં.સ્વ. ચંદ્રાબેન નરશીભાઈ, સ્વ.માયાબેન લાલજી, સ્વ. હંસાબેન શંકરલાલના ભાભી. તેમની બંને પક્ષની પ્રાથનાસભા શ્રી કચ્છી લોહાણા મહાજન વાડીમાં તા. ૧૬-૧૨-૨૦૨૩ને શનિવાર ૫.૩૦ થી ૭.૦૦. બૈરાઓએ તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી.રોડ, મુલુંડ વેસ્ટ.
સાચોરા બ્રાહ્મણ
ગામ વડોદરા, ગોરેગામ (વેસ્ટ), સ્વ. શ્રી નિરંજનભાઈ ચુનીલાલ દવે તા. ૧૪/૧૨/૨૩ના હરિશરણ પામેલ છે. તે ગ.સ્વ. સુધાબહેન દવેના પતિ. તે પરાગ. અમી દ્વિપેન આચાર્યના પિતા. પ્રાર્થનાસભા તા. ૧૭/૧૨/૨૩ રવિવાર, ૧૦.૩૦ થી ૧૨.૦૦ . સ્થળ : અ-૭ ગ્રાઉન્ડ, બાલ રતન સીએચએસ, મહેશ નગર, એસ.વી.રોડ, ગોરેગામ (વેસ્ટ).