હિન્દુ મરણ
કચ્છી ભાટિયા
ગં. સ્વ. વીણા (દમુબેન) વિજય ઉદેશી (ઉં. વ. ૮૦) તે સ્વ. વિજય નારાયણદાસ ઉદેશીના પત્ની. અલ્કેશના માતુશ્રી. અ. સૌ. અનિતાના સાસુ. વિકી ને પુનમના દાદી. તક્ષ્વીના પરદાદી. સ્વ. પુષ્પા પ્રાગજી સંપટના પુત્રી ૧૨-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૪-૧૨-૨૩ના ૫ થી ૬-૩૦. ઠે: જુની હાલાઈ ભાટિયા મહાજન વાડી (એસી હોલ), કાલબાદેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઠડીયા, હાલ મલાડ રામશંકર ભાઈશંકર દેસાઈના ધર્મપત્ની છાયાબેન દેસાઈ (ઉં. વ. ૫૫) તે પ્રાણશંકર, લાભશંકર, નીલકંઠભાઈ, રમેશભાઈ, રતિલાલભાઈ અને ગીતાબેન જગદીશભાઈ જોશીના ભાઈના પત્ની. હિંમતલાલ મહાશંકર ભટ્ટ કાંદિવલીના દીકરી. ભાવિક તથા ભાવિકાના માતુશ્રી. તેઓ ૧૧/૧૨/૨૩ ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૧૨/૨૩ ના ૪ થી ૬. નિવાસસ્થાને બી /૨, ૧૭૦૨, જાનુ ભોંયેનગર એસ. આર. એ. ઓમકાર, શાંતારામ તળાવ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે, મલાડ ઈસ્ટ.
દશા સોરઠીયા વણિક
ગોંડલ, હાલ કાંદિવલી ગં. સ્વ. હસુમતીબેન પારેખ (ઉં. વ. ૭૫) તે ૧૧/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રજનીકાંત નૌતમલાલ પારેખના ધર્મપત્ની. રોનકના માતુશ્રી. રચનાના સાસુ. સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. લલિતભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. અરુણભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. ગોપાલભાઈ, જનકભાઈ, રશ્મિકાન્તભાઈ અને પ્રવીણા હિતેન શાહના ભાભી. ગં. સ્વ લીલાબેન શાંતિલાલ ગાંધી, સ્વ. નવીનભાઈ, ગીરીશભાઈ હેમચંદ્ર વખારિયાના બહેન. તેમની પ્રાર્થનાસભા ૧૪/૧૨/૨૩ ના ૪ થી ૬. પાવનધામ મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ ભાટિયા (વીરજિયાણી)
ગં. સ્વ. અરૂણા (ઉં. વ. ૬૯) તે સ્વ. ધૈર્યવાન હંસરાજ કાપડિયાના ધર્મપત્ની સ્વ. હંસરાજ અને સ્વ. ગુણવંતી કાપડિયાના પુત્રવધૂ. સ્વ. વનરાજ ગોરધનદાસ દુતિયાં (જેઠાચાંપશીવાળા) ના દીકરી. પ્રીતિના માતુશ્રી. મેહુલ શશીકાંત નેગાંધીના સાસુ. ૮/૧૨/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
ઊંટવડ, હાલ કાંદિવલી અમૃતલાલ (બાબુભાઇ) ભગવાનજી ધ્રુવના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૭૧) તે ૧૦/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શારદાબેન ગીરધરલાલ લોટીયાના દીકરી. કલ્પના રાજેશ કુલરના માતુશ્રી. મંજુલાબેન ચીમનલાલ ધ્રુવ, મુક્તાબેન શાંતિલાલ જનાણી. પ્રભાબેન અમૃતલાલ વજીરના ભાભી. ગુણવંતીબેન પ્રાણલાલ ડુલરના વેવાણ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાત (હાલ વિલેપારલા-ઈસ્ટ) સ્વ. મણીલાલ ભગવાનજી શાહ તથા સ્વ. કપિલાબેનના પુત્ર મુળજીભાઈ શાહ (ઉં. વ. ૮૨) ૧૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. ગિરીષભાઈ અને સ્મિતા મહેન્દ્ર વકીલના મોટાભાઈ. અમિષા નીલ શાહ, ચિરાગ અને ક્રિષ્નાના મોટાપપ્પા. જુબિન, ઈશિતા અને આધ્યાના દાદા. સ્વ. ચંદુલાલ છોટાલાલ શાહના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા
મોડાસા (હાલ સાયન) જ્યોત્સનાબેન (ઉં. વ. ૭૪) સ્વ. અશોકભાઈ હીરાલાલ શાહના પત્ની. સેજલ અને વિશાલના માતુશ્રી. સુનીલભાઈ અને શ્ર્વેતાના સાસુજી. સ્વ. વસંતભાઈ, પ્રવિણભાઈ, સ્વ. ભરતભાઈના ભાભી. શુભના નાની ૧૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૪-૧૨-૨૩, ગુરુવારે ૪ થી ૬. હીરાલાલ શિવલાલ શાહ અને જેઠાલાલ ચુનીલાલ ઠેકડી. પિયરપક્ષની સાદડી તેજ સમયે રાખેલ છે. પ્રાર્થનાસભા: નોર્થ ઈન્ડિયન એસોસિયેશન (પંજાબ હોલ), ભાઉદાજી રોડ, કિંગ સર્કલ સ્ટેશન નજીક, સાયન ખાતે રાખેલ છે.
ઔદિચ્ય બ્રાહ્મણ
ધનંજય ભટ્ટ (ઉં. વ. ૭૩) તે સ્વ. દીપ્તિના પતિ. સ્વ. શારદાબેન અને પ્રીતમલાલ લીલાધર ભટ્ટના પુત્ર. દેવાંગ અને ધર્મરાજના પિતા. અપર્ણાના સસરા. આશુતોષ, હર્ષિદા પ્રફુલ્લ ભટ્ટ, ઈલા હરેન મહેતા, પારુલ મનોજ પંડ્યાના ભાઈ. સ્વ. કુમુદબેન અને સ્વ. ચંદ્રકાંત ઠાકરના જમાઈ સોમવાર, ૧૧-૧૨-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ભુજ (હાલ કલવા) કિશોરભાઈ (ઉં. વ. ૭૭) તે સ્વ. જયાબેન અને સ્વ. ગોપાલજી રતનશી પોપટના પુત્ર. પ્રભાબેનના પતિ. સ્વ. માણેક લાલજી ઠક્કર (પિંપરાની)ના જમાઈ. કૃપાલી સચિન ઉચિલના પિતા. દમયંતી હરીશ કતીરા, સ્વ. સુરેશભાઈ ગોપાલજી પોપટ, દક્ષા નવીન ઠક્કરના ભાઈ. યશશ્રી, વર્ષિકાના નાના ૮-૧૨-૨૩, શુક્રવારે અક્ષરનિવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૧૨-૨૩ના ૫ થી ૭. ઠે: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આઈયા બેન્કવેટ હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (વે.). લૌ. વ્ય. બંધ છે. (સંપૂર્ણ બોડીનું દાન કરેલ છે).
દિવેચા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. જયશ્રી હર્ષદરાય દિવેચા (ઉં. વ. ૮૦) તે સ્વ. જયાલક્ષ્મી (મટુબેન) કેવળરામ દિવેચાના પુત્રવધૂ. સ્વ. હર્ષદરાય દિવેચાના પત્ની. સુમનચંદ્ર કેવળરામ દિવેચાના ભાભી. પ્રિયા, કાશ્મીરાના માતુશ્રી સોમવાર તા. ૧૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર તા. ૧૩-૧૨-૨૩ના ૫થી ૬. ઠે. ભાટીયા ભાગીરથી તળાવ કાશીવિશ્ર્વનાથ મહાદેવ મંદિર, દાદીશેઠ અગિયારી લેન, મરીન લાઇન્સ (ઇસ્ટ).