મરણ નોંધ

હિન્દુ મરણ

સુરતી વિશા લાડ વણિક
સ્વ. ચંપાબેન ઈશ્ર્વરલાલની પુત્રી હેમાબેન પરીખ (ઉં. વ. ૭૨) તા. ૧૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બાબુલાલ, સ્વ. મનુભાઈ, સ્વ. સુધીરભાઈ, સ્વ. નીતિનભાઈના બેન તેમ જ લક્ષ્મીબેન, સ્વ. શીલાબેન, સ્વ. આરતીબેનના નણંદ. જાગૃતિ, પ્રિયંકા, રાજીવ, પૂજાના ફોઈ. પ્રાર્થનાસભા તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
કુકડ હાલ કટક ઓરિસ્સા સ્વ. પુષ્પાબેન મનસુખભાઈ મોદીના સુપુત્ર ભાઈ અશોકભાઈ (ઉં. વ. ૭૩) સ્વ. કાંતિભાઈ ફુલચંદના જમાઈ. જ્યોતિબેનના પતિ. સ્વ. હર્ષિદાબેન પાતાણી, સ્વ. ગીરીશભાઈ મોદી, રાજેન્દ્રભાઈ મોદી, લતાબેન શેઠના ભાઈ. સંજયભાઈ, સુમિતભાઈ, પાયલબેન સંઘવીના પિતા તથા નેહાબેન તથા પીયૂષકુમારના સસરા. તા. ૧૦-૧૨-૨૩ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાર મચ્છુ કાઠી ભાવસાર જ્ઞાતિ
જેતપુર, હાલ મુંબઇ સ્વ. ભાનુમતિ રતિલાલ લાલજી રૂપાપરાના પુત્ર નિલેશ (ઉં. વ. ૫૭) રવિવાર, તા. ૧૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રીતિના પતિ. પલાશ અને કથાના પિતા. તે રશ્મી મનિષ કુંવરિયા, દક્ષા ધર્મેન્દ્ર ભાવસાર, ભાવના તુષાર કુંવરિયા, રાજુલ પિયુષ દેઢીયાના ભાઇ. સ્વ. પુષ્પાબેન સુમિતભાઇ પંડિતના જમાઇ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબાઇ વિશનજી રામજી ઠક્કર (મોટન પૌત્રા) ગામ કચ્છ કોઠારાવાળાના સુપુત્ર નારાણદાસ (ઉં. વ. ૮૧) તા. ૧૦-૧૨-૨૩ના રવિવારે મુલુંડ અવસાન પામ્યા છે. તે સ્વ. પ્રધાનભાઇ વી. ઠક્કર, સ્વ. લીલાવંતીબેન પઠાઇ કતીરા. સ્વ. કસ્તુરબેન ગોપાલજી કતીરા. ગં. સ્વ. સાવિત્રીબેન વીરજી બારૂ તથા પ્રતાપ વી. ઠક્કરના ભાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ખોંભડી હાલ કલકતા નિશા અને સંજય વિઠ્ઠલદાસ આશાણી (બારૂ)ના પુત્ર ભાર્ગવ (ઉં. વ. ૨૪) રવિવાર તા.૧૦-૧૨-૨૩ના શ્રી રામશરણ પામેલ છે. તે ગાંગજી ભવાનજી (રંગુનવાળા)ના પરપૌત્ર, ધનલક્ષ્મીબેન અને પ્રતાપ ભાણજી પવાણી કચ્છ ગામ મઉં હાલે ચેનાઇના દોહિત્ર. સ્વ. માલતીબેન મંગલદાસ પવાણી કોચીન, ચંદુબેન રમેશચંદ્ર, મધુબેન ભૂપેન્દ્ર પલણ, ભારતીબેન ભરત ભિંડે, કિશોર, વિનોદ, રેખાબેન પ્રવીણ ઠક્કર, પંકજબેન નરેશ ઠક્કર તથા સુધીરના ભત્રીજા. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ કાંદિવલી અ. નિ. નરભેરામ ઇશ્ર્વરદાસ કારીયાના પુત્ર જસવંતભાઇ કારીયા (ઉં. વ. ૭૪) તે કિરણબેનના પતિ. તથા નેહાબેનના પિતાશ્રી. અ. નિ. ધીરજલાલ તથા અ. નિ. અનીલભાઇ, પંકજભાઇના ભાઇ. તે સ્વ. જગદીશભાઇ ઠકકરના વેવાઇ તથા નિરવકુમારના સસરા. તા. ૧૦-૧૨-૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
સુડતાલીસ જ્ઞાતિ દશા શ્રીમાળી
મણુંદ નિવાસી હાલ કાંદિવલી જગદીશ અંબાલાલ શાહ (ઉં. વ. ૭૫) તે ઇન્દુમતીબેનના પતિ. પારૂલ, તેજસ, દિવ્યેશના પિતા. મીનલ, ભૂમિકા તથા નરેશના સસરા. દિલીપ, જીતેન્દ્ર, દેવેન્દ્ર, કેતન, કેયુર, ભારતી તથા સ્વ. દેવયાનીના ભાઈ. અરવિંદ તથા રાજેન્દ્રના સાળા. ૯/૧૨/૨૩ ના અરિહંતશરણ પામેલ છે.
કપોળ
અમરેલીવાળા, હાલ મુંબઈ સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. મનસુખલાલ હરિલાલ મહેતાના સુપુત્ર ધવલ (ઉં. વ. ૪૮) તે મેઘનાના પતિ. મનીષા તથા રાજુલ-કાનનના ભાઈ. સ્વ. રજનીકાંત છોટાલાલ ગોરડિયાના જમાઈ. જાફરાબાદ નિવાસી સ્વ. વસંતભાઈ, પ્રવીણભાઈ, શશીકાંતભાઈ વોરાના ભાણેજ. ૯/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૨/૧૨/૨૩ ના ૫ થી ૭. લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.
કપોળ
જાફરાબાદવાળા હાલ ભાયંદર પ્રેમજીભાઇ લાલજીભાઇ મહેતાના પુત્ર મધુસુદન (ઉં. વ. ૭૫) તા. ૧૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. માધુરીના પતિ. વિભા, અજયના પિતાશ્રી. તે સ્વ. મંજુબેન, માકુબેન, સ્વ. હરકિશન, સ્વ. હંસાબેનના ભાઇ. સ્વ. ઇલાબેનના દિયર. જામકાવાળા સ્વ. છગનલાલ મોદીના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
ગં.સ્વ. ભારતી ભુપતસિંહ કજરિયા (ઉં. વ. ૭૮) તે સ્વ. રતનશી ગોરધનદાસ કજરિયા (નાસિકવાળા)ના પુત્રવધૂ. સ્વ. વિઠ્ઠલદાસ કરસનદાસ સંપટના પુત્રી. વેણુ, સ્વ. ભાવના શ્યામ રામૈયા, કવિતા મિતેષ આશરના માતુશ્રી. તેજલ અમિત કજરિયાના કાકીસાસુ. ધ્વનિ, નિકુંજ તથા જૈત્રિકના નાની. રિદ્ધિ તથા રીયાના દાદી. નાસિક મુકામે ૧૦/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ થાણાપીપળી (જૂનાગઢ), હાલ ભાયંદર મનસુખલાલ લક્ષ્મીદાસ કારિયા (ઉં. વ. ૮૬) તે ચંપાબેનના પતિ. સ્વ. દ્વારકાદાસ, સ્વ. ગોરધનદાસ, સ્વ. વ્રજલાલ, સ્વ. ઉજમબેન, સ્વ. લલીતાબેન, સ્વ. પ્રભાબેનના ભાઈ. ભાવેશ તથા કૃપા (બોબી)ના પિતાશ્રી. નયના ભાવેશ કારિયા તથા હેતલકુમાર હિંડોચાના સસરા. સાસરાપક્ષે સ્વ. દામોદર વશનજી જીમૂલીયાના જમાઈ. યશ તથા ઋતુના દાદા તે તા. ૧૧/૧૨/૨૩ સોમવારના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૧૨/૨૩ મંગળવાર ના ૩.૩૦ થી ૫.૦૦, દેવ વાટિકા હોલ, ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં, ૬૦ ફિટ રોડ, ભાયંદર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ઉમરાળાવાળા, હાલ મુંબઈ સ્વ. કાશીબેન પરમાણંદદાસ વળિયાના પુત્ર ભીખાલાલ (ઉં. વ. ૮૨) શનિવાર તા. ૯-૧૨-૨૦૨૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. નિમેષ, સંજય, પ્રિતીના પિતાશ્રી. વંદના, મિતલ, નિલેષ ગાંધીના સસરા. સ્વ. વૃંદાવનદાસ, ધીરુભાઈ, ભુપતભાઈ, સ્વ. ઇચ્છાબેન, સ્વ. જયાબેન તથા સ્વ. મંજુલાબેનના ભાઈ. મોટા ખુંટવડાવાળા સ્વ. વિજયાબેન ગીરધરલાલ સંઘવીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા બુધવાર તા. ૧૩-૧૨-૨૦૨૩ ના ૫:૩૦ થી ૭, યોગી સભાગૃહ, ગેટ નં.: ૯, ગ્રાઉન્ડ ફ્લોર, સ્વામિનારાયણ મંદિર ની બાજુમા, દાદર (ઈસ્ટ).
દશા સોરઠિયા વણિક
માઉજીંજવા, હાલ મુંબઈ શ્રી દિપકભાઈ ભૂપતાણી, (ઉં. વ. ૫૯) તા. ૧૦-૧૨-૨૦૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નટવરલાલ ભૂપતાણી તથા ગં.સ્વ. હંસાબેન ભૂપતાણીના સુપુત્ર. તે રીટાબેનના પતિ. તે પૂજા અને અનુજના પિતાશ્રી. તે કિરીટ ભાઈ. સ્વ. શૈલેષભાઈ, સ્વ. નયનાબેન તથા પ્રિતીબેનના ભાઈ. તે યશ મહેતાના સસરા. તે દમયંતીબેન શાંતિલાલ રાઠોડના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
લાયજા મોટા હાલ કલ્યાણ સ્વ. રાગીણીબેન ચંદે (ઉં.વ.૬૩) તે કમલેશભાઇ પ્રતાપભાઇ ચંદેના ધર્મપત્ની. તે ગં. સ્વ. દમયંતીબેન પ્રતાપભાઇનાં પુત્રવધૂ. તે ચિંતનનાં માતુશ્રી. તે પૂંજાબેનના સાસુ. તે ઉદય, યામીની નરેન્દ્રભાઇ ઠક્કર, ઉષા, પ્રજ્ઞેશભાઇ ચંદારાણાનાં ભાભી. તે સ્વ. ડાઇબેન રતીલાલ દૈયા (દુધઇ)નાં પુત્રી રવિવાર તા. ૧૦-૧૨-૨૩ના રામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૨-૧૨-૨૩ના ૫થી ૭. ઠે. શ્યામબાઇ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, વેલેટ પાર્કિંગ વ્યવસ્થા છે.
ચિંચણ દશા પોરવાડ વણિક
ગં. સ્વ. નીરૂબેન મરચંટ (ઉં. વ. ૭૬) સ્વ. પ્રવિણભાઇ મરચંટના પત્ની. નીરવ મરચંટના માતા. ટીના (ફાલ્ગુની)ના સાસુ. સુરવી અને ગીયાના દાદી. સ્વ. પ્રભુદાસ અને સ્વ. પ્રભાવતીના પુત્રી. દક્ષાબેનના બહેન. તા. ૧૧-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
સ્વ. ભરતભાઇ રવજી માકાણી (ઉં. વ. ૬૫) મંદિરવાળા ગામ મસ્કા હાલે વસઇ તે સ્વ. મણીબેન રવજી રાજ ગોરના પુત્ર. હંસાબેનના પતિ. નિલેશ, આરતી નિશાંત ચૌહાણના પિતા. તે વિજયભાઇ, દમયંતીબેન, કસ્તુરીબેન, નીમાબેનના ભાઇ. કૈરાના નાના. સ્વ. કસ્તુરબેન રામજી વેલજી નાકરના જમાઇ. ગં.સ્વ. મંજુલાબેન હિંમતલાલ રાજગુરુ (ગામ વરંડી) સ્વ. રતનબેન, સ્વ. માવજીભાઇ, શંભુલાલભાઇના ભત્રીજા જમાઇ. તા. ૧૦-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, મંગળવાર તા.૧૨-૧૨-૨૩ના બપોરે ૩થી ૫. ઠે જૂના સ્વામીનારાયણ મંદિર, ૬૦ ફીટ રોડ, વસઇ (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?