હિન્દુ મરણ
નવગામ વિસાનગર વણિક
સમાજ ગામ વસઇ ડાભલા (ઉ. ગુજરાત) હાલ મુંબઇ મુકામે તે સ્વ. ગોકલદાસ લક્ષ્મીચંદ શાહ તથા સ્વ. કમળાબેનના પુત્ર રમેશચંદ્ર ગોકળદાસ શાહ (ઉં. વ. ૮૪) તા. ૯-૧૨-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શકુંતલાબેનના પતિ. સ્વ. બાબુલાલ, સ્વ. જયંતિભાઇ, સ્વ. ઇંદિરાબેન, સ્વ. વીણાબેનના ભાઇ. સ્વ. રતિલાલ નરોતમદાસ શાહના જમાઇ. હિતેશ, મિતેષ, રીતેશના પિતા. ભાવનાબેન, સ્નેહલબેન, મિત્તલબહેનના સસરા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૧૨-૨૩ના સોમવારે ૪થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટીયા
માનસિંહ દેવજી વેદ (ઉં. વ. ૮૭) તે સ્વ. ઝવેરબાઇ દેવજી જેઠમલ વેદના સુપુત્ર. તે સ્વ. હંસા માનસિંહ વેદના પતિ. સ્વ. વિરમતી વલ્લભદાસ જયરામ પાલેજાના જમાઇ. આશીત અને અ. સૌ. નિમીષાના પિતા. તથા અ. સૌ. હેમા અને મીનેષ સુધીર દુતિયાના સસરાજી. નિયતીના દાદા તથા વિનીતના નાના તા. ૯-૧૨-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વણિક સમાજ
મોરવાડ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મરઘાબેન તથા સ્વ. ચંપકભાઈ રાયચંદ ગોસલીયાના સુપુત્ર કિશોર ભાઈ (ઉ.વર્ષ ૬૯) તે કલ્પનાબેનના પતિ, સ્નેહા સ્મિત ચૌહાણ અને મિતુલના પિતાશ્રી. તે વૈભવીના સસરા તથા જેનીલના દાદા. તે સ્વ. ચંદ્રકાંતભાઈ સ્વ. ગુણવંતભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ.હેંમતભાઈ, સ્વ.નિર્મળાબેન ચીમનભાઈ શાહ તથા રમાબેનના ભાઈ તે સ્વ. દેવેન્દ્રભાઇ શેઠના જમાઈ શુક્રવાર તા. ૯/૧૨/૨૩ ના અક્ષરધામ નિવાસી થયા છે. પ્રાર્થના સભા સોમવાર તા. ૧૧/૧૨/૨૩ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ દરમિયાન લવેન્ડર બાગ પહેલે માળે, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ) ખાતે રાખેલ છે.
મેઘવાળ
ગામ સાવરકુંડલા હાલ મહાલક્ષ્મી સ્વ. ગોવિંદભાઇ વિંજુડાના ધર્મપત્ની સ્વ. પ્રેમીબાઇ ગોવિંદભાઇ વિંજુડા (ઉં.વ.૭૧) તા. ૭-૧૨-૨૩ના ગુરુવારના રામચરણ પામ્યા છે. તે નીરૂબેન, રાજેન્દ્રના સાસુ. સ્વ. નરેશભાઇ તથા નિર્મલાબેનના માતુશ્રી. તેમનું કારજ તા. ૧૧-૧૨-૨૩ના સોમવારના સાંજે ૫-૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ઠે. મહાલક્ષ્મી વ્યુ. કો. ઓ. સો, બી-૨, ૧૫૦૩, એસ. કે. રાઠોડ માર્ગ, આંબેડકર નગર તુલસવાડી, મુંબઇ-૪૦૦૦૩૪.
મોઢ બ્રાહ્મણ
મૂળ ગામ પીપળાવ હાલ કલ્યાણ નિવાસી પદમાબેન (ઉં. વ. ૭૯) તે ઘનશ્યામભાઇ રવિશંકર પંડયાના ધર્મપત્ની શનિવાર, તા. ૯-૧૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે ભાવનગરના મંગળાગૌરી મનસુખભાઇ પંડયાના પુત્રી. નિતીનભાઇ અને ફાલ્ગુનીબેન અજયકુમાર ઉપાધ્યાયનાં માતુશ્રી. અજયકુમાર તથા દેવલબેનના સાસુ. ભવ્યનાં નાની. જગદીશભાઇ મનસુખભાઇ પંડયાના બહેન. દિનેશભાઇ નાનાલાલ ત્રિવેદીનાં વેવાણ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૧-૧૨-૨૩ના ૪થી ૬. ઠે. રાજસ્થાન હોલ, પારનાકા, કલ્યાણ પશ્ર્ચિમ ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. વીરબાઇ જેરામ પલણનાં પુત્રવધૂ. ઠા. લક્ષ્મીદાસ જેરામ પલણ ગામ ડુમરા હાલ મુલુંડના ધર્મપત્ની સ્વ. હેમલતાબેન લક્ષ્મીદાસ પલણ (ઉં. વ. ૮૩) તે તા. ૮-૧૨-૨૩ના અક્ષરધામ પામ્યા છે. તે સ્વ. પુરસોતમભાઇ જેઠાભાઇ રાચ્છ ગામ નલિયાવાળાની પુત્રી. તે ભરત, રીટાનાં માતુશ્રી. મયુરી તથા રમેશભાઇ જેઠમલ માણેકનાં સાસુજી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ગ્વાલિયરવાળા હાલ કાંદિવલી સ્વ. જયાબેન જયંતીલાલ શામળદાસ મોદીના પુત્ર રવિન્દ્રભાઇ (ઉં. વ. ૬૯) તે માધવીબેનના પતિ. પ્રાચી વિશાલ શેઠના પિતા. સ્વ. અજયભાઇ, સ્વ. સિદ્ધાર્થભાઇ, જયશ્રીબેન હસમુખ સંઘવી તથા જાગૃતી તુષાર ભોજાણીના ભાઇ. તે સ્વ. શીલાબેન વૃજલાલ ડી. વોરાના જમાઇ. તા. ૧૦-૧૨-૨૩ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૨-૨૩ના મંગળવારે આઇ.એમ.એ. હોલ, પી.વી.આર. સિનેમાની બાજુમાં, ગુરુનાનક રોડ, સાઇનાથ નગર, જુહુ, મુંબઇ-૪૦૦૦૪૯, સાંજે ૫થી ૭.
લુહાર સુથાર
ગામ રાજુલા નિવાસી હાલ મીરારોડ ગં. સ્વ લીલાબેન નારાયણદાસ વાઘેલાના પુત્ર વસંતભાઈ (ઉં. વ. ૬૫) તે ૮/૧૨/૨૩ના શ્રીજી શરણ પામેલ છે. તે હેમંતભાઈ, શોભાબેન કિરીટભાઈ રાઠોડ, ભારતીબેન જગદીશકુમાર ઠક્કરના મોટાભાઈ. હિનાના જેઠ. અભિષેકના દાદા. બગદાણાવાળા સ્વ. લાલજી ત્રિકમભાઈ તથા સ્વ. પોપટભાઈ નરોત્તમભાઈ ના ભાણેજ. તેમની સાદડી ૧૧/૧૨/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર હિતેચ્છુક મંડળ કાર્ટર રોડ ૩, અંબાજી મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
શ્રી ઘોઘારી દશા દિશાવળ
ભાયંદર નિવાસી હાલ અંધેરી પ્રવિણાબેન વિપિનચંદ્ર સરૈયા (ઉં. વ. ૮૨) તે સ્વ. વિપિમચંદ્રના ધર્મપત્ની, નિર્મી તથા જેસલના માતુશ્રી, જગદીશભાઈ તથા ભાવનાના સાસુ. પાર્થ અને મનશ્રીના દાદી, સ્વ. વલ્લભદાસ છગનલાલ મહેતાના પુત્રી. ૮/૧૨/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ચાવંડવાળા હાલ સુરત સ્વ. જગમોહનદાસ રાધવજી કાણકિયા ના ધર્મપત્ની સાવિત્રીબેન (ઉં. વ. ૭૩) તે ૮/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે આશિષ, તેજસ, અલ્પા, વૈશાલીના માતુશ્રી. વૈશાલી, હેતલ, વિરેશકુમાર ના સાસુ, પિયરપક્ષે ભાદ્રોડવાળા સ્વ. હરગોવિંદદાસ રામજીભાઈ પારેખના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૨/૧૨/૨૩ ના રોજ ૫ થી ૭ કપોળ વાડી, ગીતા નગર ભાયંદર વેસ્ટ.
ઇડર ઔદિચ્યા પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બ્રાહ્માહાપુરી નિવાસી ગં. સ્વ વિમળાબેન (નિમુબેન) વિજય શંકર જાની (ઉં. વ. ૯૪) તે ૭/૧૨/૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. પ્રદીપભાઈ, ઉપેન્દ્રભાઈ, ભાવનાબેન અરુણકુમાર શુક્લાના માતુશ્રી. જોશનાબેન, હંસાબેન તથા અરુણકુમારના સાસુ. કુકડીના ચીમનલાલ વલ્લભરામ ત્રિવેદીના દીકરી. કેયુર, પ્રીતિ, ઉર્વીના દાદી. ભાવિશા ના દાદી સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે. ઉત્તરક્રિયા તીર્થ સ્થાને રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
મૂળ ગામ આધોઇ, હાલ પનવેલ નિવાસી પ્રતીક (રાજા), (ઉં. વ. ૨૯) તે કવિતાબેન જીતેન્દ્રભાઈ પુજારાના પુત્ર. સ્વ. કાશીબેન શંકરલાલ પુજારાના પૌત્ર. ગં. સ્વ. મંગળાબેન વસંતલાલ, દર્શનાબેન દિનેશભાઈ, ભારતીબેન, રીટાબેન, ગીતાબેન, દક્ષાબેનના ભત્રીજા, પ્રિતેશ, અરુણ, વૃતિકા મિકી ઠક્કર, માનવના ભાઈ. ગં. સ્વ. નિર્મલાબેન ચંદ્રકાંત ઠક્કરના દોહીત્રા, તા. ૯/૧૨/૨૩ના શનિવારે શ્રી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૧/૧૨/૨૩, સોમવારે સાંજે ૫થી ૬, પૂજ્ય શ્રી સિંધી પંચાયત હોલ, વિસરાળી નાકા, એમ. જી.રોડ, પનવેલ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ વૈષ્ણવ
ચાવંડવાળા હાલ સુરત નિવાસી, સ્વ. જગમોહનદાસ રાઘવજી કાણકિયાના પત્ની ગં. સ્વ. સાવીત્રીબેન, (ઉં. વ. ૭૩) ૮/૧૨/૨૩, શુક્રવારના શ્રીજી ચરણ પામેલ છે. તેઓ આશીષ, તેજસ, અલ્પા, વૈશાલીના માતા. વૈશાલી, હેતલ, પ્રકાશકુમાર, વિરેશકુમારના સાસુ. માહિરના દાદી. પીયરપક્ષે ભાદ્રોડવાળા સ્વ. હરગોવિંદદાસ રામજી પારેખના દિકરી. પ્રાર્થનાસભા તા. ૧૨/૧૨/૨૩, મંગળવારના રોજ સાંજે ૫થી ૭ ભાયંદર કપોળ વાડી, ગીતા નગર, ભાયંદર વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ધ્રોલ હાલ વિલે પારલા નિવાસી ભાવિક કારીયા(દીકુ) (ઉં. વ. ૨૬) તા. ૯/૧૨/૨૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે અ. સૌં. હીનાબેન તથા નિલેશભાઈ કારીયાના સુપુત્ર, સ્વ. કંચનબેન મણીલાલ કારીયાના પૌત્ર. ભાઈ શ્રી નલીનભાઇ, ઉદયભાઈ, વિજયભાઈના ભત્રીજા. સુરત નિવાસી અ.સૌ. નીલાબેન તથા હસમુખરાય તન્ના ના દોહિત્ર. ભાઈ શ્રી જયેશભાઈ તથા મનીષભાઈ તન્નાના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૧૧/૧૨/૨૩ ને સોમવારના રોજ સમય : ૫ થી ૭ કલાકે, સ્થળ : સરદાર પટેલ બાગપાલેશ્ર્વર રોડ, વિલે પાર્લે (પૂર્વ), મુંબઈ ૪૦૦૦૫૭
કચ્છી લોહાણા
ગં.સ્વ. સીતાબેન રામજી સચદે, ગામ ઢોરીવાળા હાલે મુલુન્ડના નિવાસીના પુત્રવધૂ. અ.સૌ. રેખાબેન, (ઉં. વ. ૫૪) ભરત રામજી સચદેના ધર્મપત્ની, તે સ્વ. સુધાબેન (ગં.સ્વ. ગીતાબેન મોહનભાઈ પલણ, ગામ અંજારની સુપુત્રી, તે સુભાષભાઈના ભાઈના પત્ની. જયશ્રીબેનના દેરાણી, અતુલ, બિપીન, લીના ચેતનકુમાર, વીણા હરિશભાઈ, વિભા પિયુષ તથા રીના કલ્પેશ ઠક્કરના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૧૨-૨૦૨૩ સોમવારના સાંજે ૫.૩૦ થી ૭.૦૦, સ્થળ – કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી.રોડ, મુલુન્ડ-વેસ્ટ, લોકિક વ્યવહાર સદંતર બંધ છે.