મરણ નોંધ

હિન્દુ મરણ

મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા
અ. સૌ. સુરેખાબેન તે સુરેશભાઈના ધર્મપત્ની. વિમલ-વિરલના માતુશ્રી. મોનીકા-હેમાના સાસુ. મહેક- વિરાજ- રાજના બા ગુરુવાર, ૭-૧૨-૨૩ના ગોલોકવાસ થયા છે. તેમની પ્રાર્થનાસભા ૧૦-૧૨-૨૩, રવિવારના ૪ થી ૬. ઠે. પી. ડી. ખખ્ખર હોલ, અસ્પી ઓડીટોરીયમ, નૂતન હાઈસ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વે). શૌકાતુર ચીમનલાલ મગનલાલ શાહ સમસ્ત પરિવાર. પિયર પક્ષ વિઠ્ઠલદાસ રેવાચંદદાસ શાહ પરિવાર (ગામ આકરૂન્દ) તેજ સ્થળે સાથે રાખેલ છે.
કચ્છી
ગં. સ્વ. અંજના ચંદ્રસેન આશર (ઉં. વ. ૬૫) તા. ૭-૧૨-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિરમતી વિઠ્ઠલદાસ (અલ્પઇ)ના પુત્રવધૂ. સ્વ. ચારુબેન હંસકુમાર તથા અ. સૌ. પન્નાબેન કિરણના દેરાણી. ચિ. કપીલ તથા નિમીષના માતુશ્રી. અ. સૌ. જીજ્ઞા તથા અ. સૌ. મેધાના સાસુમા. તે સ્વ. નિરંજના નારાયણદાસ મરચાવાળા (જામનગર)ની પુત્રી. ગં. સ્વ. કુમુદ વનરાજ, ગં. સ્વ. સરોજ નરેન્દ્ર, ગં. સ્વ. હીના શૈલેશ, અ. સૌ. સ્મિતા રમેશ, અ. સૌ. રશ્મિ ભરત, રાજુભાઇ તથા ચી. હેમનના બહેન. પ્રાર્થનાસભા તા. ૯-૧૨-૨૩ શનિવારના ૫થી ૬. ઠે. લુહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વે), શંકર મંદિરની બાજુમાં, બીજે માળે, લૌકિક વ્યવહાર બંધ રહેશે.
કચ્છી લોહાણા
ઉમરશીભાઇ (શંભુભાઇ) પવાણી (ઉં. વ. ૮૯) કચ્છ ગામ મઉં મોટી હાલે ભાંડુપ તા. ૬-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. પાર્વતીબેન જેઠમલભાઇ પવાણીના પુત્ર. દમયંતીબેનના પતિ. રમેશ, કિર્તી, જયોતિ વિજયકુમાર સચદે, પ્રીતિ જિતેશકુમાર ઠક્કરના પિતાશ્રી. ચેતનાબેન અને મિતિકાના સસરા. વૃત્તિ ચિરાગ ગણાત્રા, સ્મિત, આર્ય અને જલકના દાદાજી. સ્વ. કાશીબેન લક્ષ્મીદાસ દૈયા (મુલુંડ)ના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૧૨-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
હાલાઈ લોહાણા
મૂળગામ સતાપર દેવરિયા (જામનગર) હાલ થાણા/પૂના ગં.સ્વ. પદ્માબેન પાબારી (ઉં.વ. ૮૭) તે સ્વ. વસંતલાલ પોપટલાલ પાબારીનાં પત્ની. તે કિશોરભાઈ, પરેશભાઈ, વર્ષાબેન હર્ષદકુમાર પોપટ, બીનાબેન હરેશકુમાર હિરાણીનાં માતુશ્રી. તે સ્વ. સુશિલાબેન જમનાદાસ તન્ના તેમજ સ્વ. રતનબેન માધવદાસ તન્નાનાં ભાભી. તે રક્ષાબેન તેમજ વિજયાબેનનાં સાસુ. તે સ્વ. કરસનદાસ રતનશી પંચમતીયાનાં પુત્રી. તે સ્વ. ચીમનભાઈ તેમજ સ્વ. રમેશભાઈના બહેન ગુરુવાર, તા. ૭-૧૨-૨૩નાં શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૧૨-૨૩ના ૪.૩૦થી ૬.૦૦ કચ્છી વિશા ઓસવાલ જૈન મંદિર, રાક્ષ મારુતી ક્રોસ રોડ, બેડેકર સ્કૂલની સામે, નૌપાડા થાણા (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
હાલ મુંબઈ તુલસીવાડી સ્વ. રાજીબેન પૂંજા ચૌહાણ (વેગડા) (ઉં. વ. ૯૬) તે ૪/૧૨/૨૦૨૩ સોમવારે રામચરણ પામ્યા હતા. તે સ્વ.મંગળજી વાઘના પુત્રી. તેમ જ દેવુબેન, જીવીબેન, યમુનાબેન, સ્વ. કાંતિભાઈ, શાંતાબેન, શાંતાબેન, કિશોરભાઈના માતુશ્રી. તેમનું બારમું-કારજ ૧૦-૧૨-૨૦૨૩ના રવિવારે ૫ વાગે, તેમના નિવાસસ્થાન, એ/૨ નવરંગ હાઉસિંગ સોસાયટી, સામંતભાઈ રાઠોડ માર્ગ, તુલસીવાડી સ્થાને રાખવામાં આવેલ છે.
માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
માધવપુર નિવાસી હાલ બોરીવલી સ્વ. રમેશભાઈ જયક્રિષ્ના ભટ્ટના ધર્મપત્ની જ્યોતિબેન ભટ્ટ (ઉં. વ. ૮૭) તે ૭/૧૨/૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વાતિ, વર્ષા, મંદા તથા મિલનના માતુશ્રી. મુકુલ જોશી, યશેષ સેવક, પ્રકાશ સાવંત તથા શિખાના સાસુ. પિયરપક્ષે માધવપુર ઘેડ નિવાસી સ્વ. વૈદરાજ ગૌરીશંકર જાનીના દીકરી.
આતરસુંબા વણિક દશા શ્રીમાળી
સૌ. બીના ચિરાગભાઈ શાહ (ઉં. વ. ૪૭) તે ૫/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ચિરાગભાઈ જયેશકુમાર શાહના ધર્મપત્ની. સોહીણીબેન જયેશકુમાર શાહના પુત્રવધૂ. કૃતિકના માતુશ્રી. સોહીણીબેન બિપીનભાઈ પારેખના પુત્રી. સેજલ, મિતેષના બહેન. અવની પરાગ, જિંક્લ કૃણાલના ભાભી. તેમની પ્રાર્થનાસભા ૯/૧૨/૨૩ ના ૫ થી ૭ પાટીદાર સમાજ હોલ, ઓપેરા હાઉસ, ચર્નીરોડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
સોરઠીયા બ્રાહ્મક્ષત્રિય
અગતરાઈ વાળા હાલ મુંબઈ મલાડ સ્વ.મણીબેન અમરશી જોગીના પુત્ર દામોદરભાઈ તા. ૦૫/૧૨/૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જસવંતીબેનના પતિ. તે સ્વ.અજય, વિજય, દીપુ તથા નાનુંના પિતાશ્રી. તે સ્વ.કેશુભાઈ, સ્વ.હરિભાઈ, સ્વ. મગનભાઈ અને સ્વ. બાલાભાઈ તથા સ્વ કમળાબેન અને ગં.સ્વ.અનસૂયાબેનના ભાઈ, તે સ્વ.પીતાંબર જગજીવન વાઢેરના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૦૯/૧૨/૨૩ને શનિવારે ૪.૦૦ થી ૬.૦૦ :- કપોળ બેંકવેટ હોલ, રામચંદ્ર લેન એક્સ્ટેન્શન્સ રોડ, કાચ પાડા,મલાડ વેસ્ટ.
શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ
ટીંટોઇ, હાલ મુલુંડ – અમૃતલાલ ઠાકર (ઉં. વ. ૯૦ ) ગુરૂવાર તા, ૦૭-૧૨-૨૩ના શ્રી રામશરણ પામેલ છે, જે સ્વ. ચંચળબેન મોહનલાલ ઠાકરના દીકરા. સ્વ તારાબેનના પતિ. ડૉ હેમંતભાઇ, ભરતભાઇ, કેતનભાઈ, તથા સંજયભાઈના પિતાશ્રી. સ્વ રામશંકર, સ્વ. ડૉ કાંતિભાઈ તથા સ્વ જશોદાબેન મહાશંકર ભટ્ટના ભાઈ, સરડોઈ નિવાસી સ્વ ભોગીલાલ છોટાલાલ પંડ્યાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થના સભા શનિવાર તા ૦૯-૧૨- ૨૩. સારસ્વત વાડી, પહેલા માળે, ઝવેર રોડ મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે, ઉત્તર ક્રિયા મુંબઇ મુકામે રાખેલ છે.
વડનગરા નાગર
શ્રી હર્ષવદન પદ્માકાન્ત વૈષ્ણવ (ઉં. વ. ૭૮) મૂળ માંડવી કચ્છ હાલે મુંબઈ તે ભુજ સ્થિત કિશોરબાળા વૈષ્ણવ (સારીબેન)નાં પુત્ર, શ્રી સ્વ. સુરેન્દ્રભાઈ મા. અંતાણીનાં જમાઈ. તે સુરભીનાં પતિ. રસેન્દું, પરિમલ, ભાવના, દક્ષાના ભાઇ, ધરણી અજય ધોળકિયાનાં પિતા. તા. ૦૮/૧૨/૨૩ નાં અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?