મરણ નોંધ

હિન્દુ મરણ

પટેલ
ગામ સાલેજ, કોરીવાડના ઉત્તમભાઈ રામજીભાઈ પટેલ શુક્રવાર, ૧૭-૧૧-૨૦૨૩ના અવસાન પામ્યા છે. તે વાસંતીબેનના પતિ. ધર્મરાજના પિતા. અમિતાના સસરા. મીરા, જસરાજના દાદા. બેસણું ગુરુવાર, ૨૩-૧૧-૨૦૨૩ના અને તુલસી પૂજન ૨૮-૧૧-૨૦૨૩ના ૩.૩૦ કોરીવાડ, ગામ સાલેજમાં રાખેલ છે.
કચ્છી લોહાણા
નખત્રાણા કચ્છના હાલ મુલુંડ સ્વ. સીતાબેન મહેન્દ્રકુમાર ઠક્કર (જોબનપુત્રા)ના સુપુત્ર સ્વ. દીપકભાઇ ઠક્કર (ઉં. વ. ૬૪) તે સ્વ. ગોદાવરીબેન ખીમજીભાઇ ઠક્કર (ડુમરા)ના જમાઇ. મીનાબેન ઠક્કરના પતિ. ચાર્મી અને પાર્થના પપ્પા. હિતેશ રૂપારેલ અને સોનમના સસરા. હિના વીપીન ઠક્કર અને જયસિંહના મોટા ભાઇ. તા. ૧૮-૧૧-૨૩ના કૈલાસવાસી થયા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૧૧-૨૩ના. ઠે. તથાસ્તુ હોલ, કાલિદાસ ક્રીડાંગણ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ), ૫થી ૬.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
નરેન્દ્રભાઈ પોપટ (ઉં. વ. ૭૭) તે નાથદ્વારાવાળા હાલ પૂના સ્વ. સુભદ્રાબેન કાનજી હંસરાજ પોપટના પુત્ર. હંસાબેનના પતિ. સ્વ. ચંપાબેન દામજી જાધવજી ઉનડકટના જમાઈ. હરિદાસ, નિરંજન, અજય, ગં. સ્વ. ચંદ્રિકા મધુકાંત ગણાત્રાના મોટાભાઈ. ચિરલ ભાવિક સોતા, ફોરમ કુણાલ ઠક્કરના પિતા ૧૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલિયા વણિક
સરસીયા, હાલ મલાડ શાંતિલાલ વનમાળીદાસ મૂછાળા (ઉં. વ. ૮૮) તે સ્વ. શશીકાંત વનમાળીદાસ મૂછાળાના ભાઈ. મધુકાન્તાબેનના પતિ. કમલેશ, જયેશ, હિના પંકજ પારેખ તથા દિવ્યાના પિતા. જયશ્રી તથા નેહલના સસરા. ધારીવાળા જયંતીલાલ ભીમજી ગાંધીના જમાઈ. ૧૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
હરિસિદ્ધભાઈ હરગોવિંદદાસ સૂચક (ઉં. વ. ૮૦) તે ૧૭/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કુંદનબેનના પતિ. ભાવેશ તથા દીપ્તિના પિતા. અનીલકુમાર તથા મનુભાઈના ભાઈ, કેતલ તથા મનીષના સસરા. ઇન્દુબેનના જેઠ. સ્વ. મંજુલાબેન તથા સ્વ.મોહનલાલ જાધવજી ખાખરીયાના જમાઈ.
બાલાસિનોર દશાનિમા વણિક
શૈલેષભાઈ નટવરલાલ મોદી તા. ૯/૧૧/૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બારમા તેમજ તેરમાની વિધી તા. ૨૧/૧૧/૨૦૨૩ ના ૧૦ વડોદરા નિવાસસ્થાને રાખેલ છે. રાગિણી શૈલેષ મોદીના પતિ. ચિરાગ શૈલેષ મોદીના પિતા. બીના ચિરાગ મોદીના સસરા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચોરવાડ ગિરનારા બ્રાહ્મણ
શિવકુમારભાઈ મનસુખલાલ પાઠક (ઉં. વ. ૮૦) તેઓશ્રી કુલસુમબેનના પતિ. સ્તુતિ રાજેશ ચૈનાનીના પિતાશ્રી. સ્વ. કલ્મુદિન બાબુજીના જમાઈ. તે સ્વ. પ્રિયવંદાબેન, સ્વ. ભગવતીભાઈ, સ્વ. વાસુદેવભાઈ, જનાર્દનભાઈ, સ્વ. નીતિલક્ષ્મીબેન, યોગેશભાઈ, નંદકિશોરભાઈ, દુર્ગેશભાઈના ભાઈ. સાનિકાના નાના. તા. ૧૯. ૧૧. ૨૦૨૩ ને રવિવારના મુંબઈ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૨૧. ૧૧. ૨૩ ને મંગળવારે ૪ થી ૭ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ઉપાશ્રય એસ.વી. રોડ, પારેખ ગલ્લી પાસે, પાંચમે માળે, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુમાં, લોહાણા મહાજન વાડીની સામે કાંદીવલી વેસ્ટ.
હાલાઈ ભાટિયા
દિનેશ નેગાંધી, તે સ્વ. વિરમતી વલ્લભદાસ નેગાંધી (ખટાલાલજીવાળા) ના પુત્ર, (ઉં. વ. ૭૫), તે સ્વ. સૌ. મીનાના પતિ. અ. સૌ. નેહલ વિરેન આશર તથા ધવલના પિતાશ્રી. સૌ. ઈશાના સસરા. વ્રીતિના નાના. સ્વ. પ્રમિલા, ગં. સ્વ. નિર્મલા, નરેન્દ્ર, જયંત, મહેન્દ્રના ભાઈ. સ્વ. અમરશી પ્રાગજી સંપટના જમાઈ તા. ૧૯-૧૧-૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૧૧-૨૦૨૩ ના ૪:૩૦ થી ૫:૩૦, સંન્યાસ આશ્રમ ટ્રસ્ટ હોલ, વિલે પાર્લે (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગુઈર, હાલ મુલુંડ ગં.સ્વ. નર્મદાબેન (ઉં. વ. ૮૬), તે સ્વ. વિસનજી હીરજી તન્નાના ધર્મપત્ની સોમવાર તા ૨૦-૧૧-૨૦૨૩ના રામશરણ પામ્યા છે. તે નરેન્દ્ર, વિનોદ, સ્વ. દિલીપ, હેમલતા હરીશ, ભારતી રાજેશ, સ્મિતા વિનોદ, વંદના જયેશના માતુશ્રી. સ્વ. ભવાનજી, સ્વ. નાથીબેન અને મુલજીભાઈના ભાભી. સ્વ. દેવજી મુલજી રાયકગોર, ગાલ લખપતના સુપુત્રી. ઠાકરશી, શંભુરામ, સ્વ. ત્રિકમજી, સ્વ.કનૈયાલાલ, સ્વ.શાંતાબેન નરમ અને સ્વ. ગંગાબેન આઈયાના બેન. સૌ. પુષ્પા અને સૌ.રસીલાના સાસુમા. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨૧-૧૧-૨૦૨૩ના ૫ થી ૬.૩૦, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ-વેસ્ટ. લોકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
ભાવનગર હાલ કલ્યાણ ગં. સ્વ. જયાબેન કિર્તીકુમાર સોઢા (ઠક્કર) (ઉં. વ. ૮૨) તા. ૨૦-૧૧-૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કીર્તિકુમાર ચુનિલાલ સોઢા (ઠક્કર)ના ધર્મપત્ની. તે દીપકભાઇ, રાજુભાઇ, ચેતનભાઇના માતુશ્રી. તે મીનાબેન, મધુબેન, વીણાબેનના સાસુ. તે સ્વ. ખુશાલભાઇ રવજીભાઇ સેદાણીની દીકરી. તે કુમુદબેન, જયશ્રીબેન, દક્ષાબેનના મોટાબેન. પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૩ના મંગળવારના ૪-૩૦થી ૬. ઠે. માતૃશ્રી શામભાઇ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ, કલ્યાણ (પ).
કચ્છી લોહાણા
અ. સૌ. સ્વ. રંજનબેન શામજી મૈઠીઆ (ઉં. વ. ૬૯) તે સ્વ. કરસનદાસ રેલણના સુપુત્રી. સ્વ. વિરજી નારાણજીના મોટા પુત્રવધૂ. સ્વ. રમેશચંદ્ર કરસનદાસના બહેન. પંકજ, પ્રશાંત, ચેતનાના માતુશ્રી. રશ્મિ, મિતલ, ચેતનભાઇ ગણાત્રા (પૂના)ના સાસુ. ખેતશીભાઇ તથા વિજયભાઇના ભાભી. રવિવાર તા. ૧૯-૧૧-૨૩ના અમદાવાદ મુકામે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧ નવેમ્બર ૨૩ મંગળવારે ૯થી ૧૦.૩૦. ઠે. સીમંધર ટાવર કોમન પ્લોટ, સીમંધર ટાવર પારિજા રેસીડેન્સીની સામે, રોયલ ચિન્મય ટાવરની પાછળ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ મધ્યે, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
અ. સૌ. વસુમતીબેન ભૂપેન્દ્ર નાણાવટી (મુન્દ્રા, હાલ માંડવી કચ્છ) (ઉં.વ.૬૪)તે ભૂપેન્દ્રભાઇના પત્ની. સ્વ. જવેરબેન વિસનજી નાણાવટીના પુત્રવધૂ. સ્વ. મણીબેન દામજી સુરૈયા (બાયઠ, કચ્છ)ના પુત્રી. તે અનિરુદ્ધ તથા નિમેષના માતુશ્રી. તે સ્વ. જેઠમલભાઇ, સ્વ. લીલાવતીબેન કેશવજી દુતીયા. સ્વ. જમનાદાસભાઇ, ગોરધનદાસભાઇ, સ્વ. જયાબેન અજિતસિંહ મોતીપુત્રા, ગં. સ્વ. લક્ષ્મીબેન (સાધનાબેન) સુંદરદાસ આશર, હરિદાસભાઇ, મધુરસિંહભાઇ, ચંદ્રસિંહભાઇ તથા હિંમતભાઇના બેન રવિવાર, તા. ૧૯-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમના સાસરા તથા માવતર બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૧-૧૧-૨૩ના, ૪થી ૫. ઠે. ભાટિયા મહાજનવાડી પ્રાર્થના હોલ, મહિલા બાગ પાસે, માંડવી-કચ્છ મુકામે રાખેલ છે.
કચ્છી લોહાણા
વલસાડ મૂળ નખત્રાણાના પ્રભાવંતી પલણ (ઉં. વ. ૮૪) તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. નાનજી હંસરાજ પલણના મોટા પુત્રવધૂ. સ્વ. ચંદ્રકાન્તભાઇના પત્ની. અનિલભાઇ, નીતાબેન, સુનંદાબેનના માતા. રક્ષાબેન, સ્વ. વિનોદભાઇ તથા મનોજભાઇના સાસુ. સ્વ. શંકરભાઇ, અરવિંદભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, મુકતાબેન, શકુંતલાબેનના ભાભી. સ્વ. મણિબેન માધવજી રામજી આથા (ઉગેડી હાલ ઘાટકોપર)ના મોટા પુત્રી. તા. ૧૯-૧૧-૨૩ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૧૧-૨૩ના મંગળવારે ૪થી ૫. ઠે. કચ્છી લોહાણા વિદ્યાર્થી ભવન, તિથલ રોડ, વલસાડ ખાતે, લૌકિક વ્યવહાર બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ ઉંટડી હાલ ગોરેગામ દિલીપકુમાર છગનલાલ દેસાઇ (ઉં. વ. ૮૧) તે વિલાસબેનના પતિ. સૌ. પલ્લવી, સૌ. મમતાના પિતા. પ્રસનકુમાર, પ્રિતમકુમારના સસરા. મિલોનીબેન, તનિષાના નાના. જયંતિભાઇ, હર્ષભાઇ, અંજનાબેન, રનના બેન, પૂર્ણિમાબેનના ભાઇ તા. ૧૯-૧૧-૨૩ રવિવારના દેવલોક પામ્યા છે. લૌકિક રિવાજ બંધ છે.
લુહાર-સુથાર
ગં.સ્વ. સવિતાબેન મકવાણા (ઉં.વ. ૮૬) ભદ્રાવડી-બોટાદ, હાલ-મુંબઈ તા. ૨૦-૧૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. નાગરભાઈ ફુલજીભાઈ મકવાણાના પત્ની તથા અશ્ર્વિન, જયશ્રી, આરતી તથા ઉમેશના માતુશ્રી. તેમ જ ભગવાનભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ તથા લાભુબેન અરવિંદભાઈના ભાભી તથા જગદીશકુમાર મિસ્ત્રી તથા મહેશકુમાર મિસ્ત્રીના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત