હિન્દુ મરણ
ભાવનગરી મોચી
ગામ નવાગામ, હાલ બોરીવલી લીલાબેન વાળા તે હરજીવનભાઇ જેઠાભાઇ વાળાના પત્ની. ગીતાબેન જયકિશન ગોહિલ (સુરત) તથા હસમુખભાઇ તથા દીપકભાઇના બા. તે જયકિશન બચુભાઇ ગોહિલ, હેમલતા હસમુખભાઇવાળા, માલતી દીપક વાળાના સાસુમા. દર્પણ, રોનક, ક્રિષ્ણા, જશના દાદીમા. તા. ૧૪-૧૧-૨૩ના દેવ થયા છે. ઉત્તરક્રિયા તા. ૨૫-૧૧-૨૩ના શનિવારના ૧૧-૦૦ વાગે. ઠે. લુહાર સુતારવાડી, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ નં.૩, બોરીવલી (પૂર્વ).
વિસા નગર વણિક
પ્રદ્યુમન નટવરલાલ શાહ (ઉં. વ. ૯૪) તા. ૧૫ નવેમ્બર, ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સરોજબેન શાહના પતિ. મયંક તથા ડો. રાજુલના પિતા. શિવાનીના તથા ડો. જયેશના સસરા. પ્રાર્થનાસભા, શનિવાર તા. ૧૮ નવેમ્બર ૫થી ૭. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ નં.૬, જે. વી. પી. ડી. સ્કીમ, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે (વેસ્ટ).
વિસા સોરઠીયા વણિક
ઝરીયાવાળા હાલ કાંદિવલી દમયંતિબેન (ઉં. વ. ૭૨) તે સ્વ. વસંતલાલ લીલાધર શાહ તથા સ્વ. પુષ્પાબેન શાહના પુત્રી. તે દિગ્વિજયભાઇ, સ્વ. દેવેન્દ્રભાઇ, શૈલેષભાઇ તથા સતીશભાઇના બેન. તે દિનાબેન, પારૂલબેન, શૈલાબેન તથા પ્રજ્ઞાબેનના નણંદ. તા. ૧૬-૧૧-૨૩ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક સમાજ
વઢવાણ, હાલ કાંદિવલી (વેસ્ટ), વિમળાબેન અમૃતલાલ મહેતાના પુત્ર, હસમુખભાઈ મહેતા (ઉં.વ. ૭૮), કુમુદબેન મહેતાના પતિ. ભાનુબહેન, કોકિલાબેન અને સ્વર્ગવાસી ઇલાબેનના ભાઈ. જયાબેન ચંદુલાલ શાહના જમાઈ. સમીર અને તેજલના પિતા. દીપા અને ભરતભાઈના સસરા, તા. ૧૫ નવેમ્બર બુધવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા
ભૂંભલી, હાલ પાર્લા શ્રી હર્ષદભાઈ કિશોરચંદ્ર ઓધવજી મોદી (ઉં.વ. ૭૯) તે ૧૬/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મીરાબેનના પતિ. રાજેશના પિતા. રચનાના સસરા. ઇલાબેન, નયનાબેન અજયભાઇ મહેતાના ભાઈ. સ્વ. શાંતિલાલ લક્ષ્મીચંદ ભગતના જમાઈ. નિકુંજના દાદા. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વૈષ્ણવ વણિક
જેતપુર, હાલ બોરીવલી શ્રી જમનાદાસ પ્રાણલાલ વંકાણી (ઉં.વ. ૭૯), તેઓ સ્વ. પ્રાણલાલભાઈ તથા સ્વ. નર્મદાબેનના સુપુત્ર. શ્રીમતી જ્યોતિબેનના પતિ. શ્રી કિરીટભાઈ તથા સ્વ. જ્યોતિબેનના મોટાભાઈ. હિતેશ, કલ્પના, જયેશના પિતા. સચિન, સોનલ, પ્રિયાના સસરા, તા. ૧૫-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.