હિન્દુ મરણ
મોઢ વણીક
ગામ જામનગરના હાલ દુબઈ ગં.સ્વ. કુસુમબેન રૂપાણી, તા. ૫-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કિશોરચંદ્ર હરકીશનદાસ રૂપાણીના પત્ની. ગં.સ્વ. કાંતાબેન વાડીલાલ ગાંધીના સુપુત્રી. સ્વ. દક્ષા તથા બકુલના માતુશ્રી. અ.સૌ. તૃપ્તિના સાસુ. સ્વ. અ.સૌ. જ્યોત્સનાબેન મહેતા તથા સ્વ. કિશનભાઈ ગાંધીના બહેન. સ્વ. અ.સૌ. ઉર્મિલાબેન પ્રવિણચંદ્ર દેસાઈના વેવાણ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય
છાપી, હાલ મલાડ વિનોદચંદ્ર અમથાલાલ કીરી (ઉં.વ. ૬૨), તા. ૬/૧૧/૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે અલ્પાબેનના પતિ. નિકી અને જયના પિતા. ધરાના સસરા. સ્વ. કિરીટભાઈ, સુરેશભાઈ, બિપીનભાઈ, જાગૃતિબેનના ભાઈ. સ્વ. કાન્તિલાલ વિઠ્ઠલદાસ ભેડા (ટાકરવાડા)ના જમાઈ. સાસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૯/૧૧/૨૩ના ૪ થી ૬. લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
લુહાર સુથાર
ગામ પાદરાવાળા, હાલ બોરીવલી સ્વ. નટુભાઈ નરસિંહભાઇ વાળાના ધર્મપત્ની જશુમતી (ઉં.વ. ૭૫) ૪/૧૧/૨૩ના રામચરણ પામેલ છે. તે સ્વ. છગનભાઇ, સ્વ. ગોપાલભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. નગીનભાઈના ભાઈના પત્ની. સ્વ. કમલેશભાઈ, કિશોરભાઈ, સ્વ. નીતા રમેશભાઈ પરમાર, શિલ્પા ભરતભાઈ મકવાણા, કિરણ વિજયભાઈ ચૌહાણના માતુશ્રી. સ્વ. કાળીદાસ સોલંકીના દીકરી. લીલાબેન બાબુલાલ ઉમરાણીયા, શકુંતલા (મંજુબેન) મોહનલાલ પરમાર, હંસાબેન કાંતિલાલ ડોડીયાના ભાભી. પ્રાર્થનાસભા ૯/૧૧/૨૩ના ૫ થી ૭, લુહાર સુથાર જ્ઞાતિવાડી, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી લોહાણા
ભાવનગર, હાલ બોરીવલીના સ્વ. સરલાબેન તથા સ્વ. ગોકલદાસ બેચરદાસ ઠક્કર (પોપટ)ના પુત્ર કિશોરભાઈ ઠક્કર (પોપટ) (ઉં.વ. ૭૩) તે ૭/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. લોપા, પાયલ તથા નિધિના પિતા. નિલેશ બાબુલાલ શાહ, ધર્મેશ જયસિંહ આશર તથા ગૌરવ જગદીશ વલેરાના સસરા. સ્વ. અતુલભાઈ, યોગેશભાઈ, પંકજભાઈ, રેખાબેન મહેશભાઈ કોઠારી, સ્વ. નિલેશભાઈ, અભયભાઈ તથા સ્વ. કુમુદબેન દીપકભાઈ ઠક્કરના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
કરાંચીવાળા, હાલ મુંબઈ-સાયન મધુકાંતાબેન નાગ્રેચા (મધુબેન) (ઉં.વ. ૭૮) તા. ૭ -૧૧-૨૩ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. અનિલભાઈ પુરુષોત્તમ નાગ્રેચાના પત્ની. દિપીકા ઉદય માણેક, જીતેન્દ્ર, દિપેશના માતા. સ્વ. જેરામદાસ લીલાધર પોપટના પુત્રી. માસુમી, શિવાની ઉદય માણેકના સાસુ. રંજન રમેશ, રેણુકા કિરીટ માણેક, મંજુલાના ભાભી. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુતાર
ગામ ભાવનગર, હાલ નાલાસોપારા હિતેશભાઈ નરેશભાઈ ચુડાસમાના ધર્મપત્ની અ. સૌ. દેવકીબેન (ઉં. વ. ૩૪) તે ગીતાબેન નરેશભાઈ ચુડાસમાના પુત્રવધૂ. જેનિકાના માતુશ્રી. બિપીનભાઈ તથા નીલમબેન અર્જુનભાઈ સોલંકીના ભાભી. પૂજાબેનના જેઠાણી. ગામ કોંજળીવાલા હાલ કાંદિવલી મીનાબેન કાંતિભાઈ કવાના દીકરી મંગળવાર, તા. ૭-૧૧-૨૩ના શ્રીરામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯-૧૧-૨૩ના ૫ થી ૭માં. સ્થળ: લુહાર સુથાર જ્ઞાતિવાડી, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. સાધના દેવાણી હાલ સુરત સ્વ. કલ્યાણજી આણંદજી દેવાણીના ધર્મપત્ની. ચંદ્રિકા ઉમેશ પાંધી, અનિલ, હિતેશના માતુશ્રી. ઉમેશ તથા વર્ષા, મનીષાના સાસુ. વિધિ, ક્રિશ, ક્રિષ્ના, યશના દાદી. જીનલ તથા આકાશના નાની. ભગવાનજી આણંદજી દેવાણીના ભાભી. ગામ અમરેલી સ્વ. કાળીદાસ વીરજી બુદ્ધદેવની સુપુત્રી તા. ૫-૧૧-૨૩ના રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ વિંઝાણ હાલ સાંગલી હરિશ ઠક્કર (ઉં.વ. ૬૨) તે સ્વ. પુષ્પા મોતીરામ ઠક્કરના જયેષ્ઠ પુત્ર. તે હેમલતાબેનના પતિ. ચંદ્રાબેન ગોવિંદજી નરમના જમાઈ. યોગેશ અને નીમા (નિશા)ના મોટા ભાઈ. ઉર્વશીના જેઠ. આલોક અને મોનિકાના પિતાશ્રી તા. ૭-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ઉરણ, હાલ દહિસર અ.સૌ. આશા કનૈયાલાલ શાહ (ઉં.વ. ૭૫) તા. ૭-૧૧-૨૩, મંગળવારના શ્રીજી ચરણ પામ્યા છે. તે અ.સૌ. ફાલ્ગુની અજય ભાયાણી અને અ.સૌ. નિશા ભાવેશ કોઠારીના માતુશ્રી. પ્રથા, દિશા, પાર્થના નાની. પિયર પક્ષે સ્વ. લલીતા મંગળદાસ પારેખના સુપુત્રી. ભૂપેન્દ્રભાઈ પારેખ, કલ્પના પારેખ, સ્વ. જયશ્રી શેઠ, સ્વ. રશ્મિ પારેખના બહેન. સાસરે પક્ષે ગં.સ્વ. પ્રવિણા શશીકાંત શાહના દેરાણી. સ્વ. હીરાબેન રમણીકલાલ મહેતા અને સરલાબેન કનૈયાલાલ મોદીના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૨૦૪/મનહર રેસીડન્સી, બી.પી. માર્ગ, કાંદરપાડા સર્કલ, દહિસર (વેસ્ટ).
હાલાઈ લોહાણા
થાણા, હાલ પવઈ, સ્વ. અનિલ દાવડા (ઉં.વ. ૬૮) રવિવાર, તા. ૫-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સુશીલાબેન દ્વારકાદાસ દાવડાના પુત્ર. સ્વ. લક્ષ્મીબેન મથુરાદાસ મોરજરીયાના જમાઈ. રજની (રંજનબેન)ના પતિ. ચિ. વૃતિકા તેમ જ ચિ. દ્વિતી અજય માનસાતાના પિતા. જ્યોતિબેન હરેશકુમાર ઠક્કર, હંસાબેન દિનેશકુમાર દાસાણી, દિલીપભાઈ, કિશોરભાઈ તથા શીલાબેન પંકજકુમાર વજાણીના મોટાભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દેસાઈ સઈ સુતાર
ત્રાપજ હાલ ગોરેગામ સ્વ. બાબુભાઈ જીવરાજભાઈ વાઘેલાના પુત્ર શરદભાઈ વાઘેલા (ઉં.વ. ૬૦) તા. ૬-૧૧-૨૩, સોમવારના ગોલોકવાસી પામ્યા છે. તે મેહુલ અને શ્રુતિના પિતા. તે ભરતભાઈ, ધનસુખભાઈ, સ્વ. ભાનુબેન નારણદાસ, મધુબેન કાંતિલાલ, તલુબેન જીવરાજભાઈ, ભારતીબેન વ્રજલાલ, શીલાબેન રમેશકુમારના નાના ભાઈ. ક્ષમાબેન વાઘેલાના પતિ. ભરૂચવાળા સ્વ. ઝવેરભાઈ પરમાણંદભાઈ હિંગુના જમાઈ. રાકેશભાઈ હિંગુ, દક્ષા પંકજકુમાર મકવાણાના બનેવી. બંને પક્ષની સાદડી ગુરુવાર, તા. ૯-૧૧-૨૩ના ૪ થી ૬. સ્થળ: દેસાઈ સઈ સુતારની વાડી, અશોક ચક્રવર્તી રોડ નં. ૩, સ્વયંભુ ગણપતિ મંદિરની સામે, કાંદીવલી ઈસ્ટ.
આજક ગિરનાર બ્રાહ્મણ
આજક હાલ કાંદિવલી સુધાબેન દિલીપકુમાર પુરોહિત (ઉં.વ. ૭૩) મંગળવાર, તા. ૭-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સરસ્વતીબેન ગિરધરલાલ પુરોહિતના પુત્રવધૂ. સ્વ. જયાબેન દેવદત્ત જોષીના પુત્રી. હેતલ, કૃષ્ણા, બંકિમના માતુશ્રી. રાજેન્દ્રકુમાર, નલિનકુમાર, બિજલના સાસુ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠિયા સારસ્વત બ્રાહ્મણ
અમરેલી હાલ બોરીવલી ગં. સ્વ. મૃદુલાબેન (મધુબેન) પ્રવીણચંદ્ર ભટ્ટ (ઉં.વ. ૮૦) તા. ૭-૧૧-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. કાંતિલાલ પ્રાણશંકર પંડ્યાના પુત્રી. નયના હરેશ ભટ્ટ, નીના દેવેન્દ્ર ભટ્ટ, અલકા શૈલેષ ભટ્ટના સાસુ. ધર્મિષ્ઠા કેતનકુમાર જોષીના મમ્મી. જ્ઞાનાર્થી સાગર મિશ્રા, ઉમંગ, મંથન, રીયાના દાદી. દીયાના નાની. લૌકિક પ્રથા બંધ છે.