મરણ નોંધ

હિન્દુ મરણ

૨૫ ગામ ભાટીયા
કુમુદબેન પ્રતાપ વ્રજલાલ આશર (ઉં. વ. ૮૪) તે સમીરના માતુશ્રી. રૂપાના સાસુજી. તે શ્રેયા દીપ દોશીના દાદીમા. તે લલિત, પ્રવીણ, રાજેશના ભાભી. માતૃપક્ષે સ્વ. વસનજી દેવશી વોરાના પુત્રી તા. ૬-૧૧-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૧૧-૨૩ના બુધવારે ૪થી ૬. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).

કચ્છી લોહાણા
પંકજ દેવજી ઠક્કર (બારુ) (ઉં. વ. ૬૬) તે કચ્છ ગામ ખોંભડી તે દેવજી રતનશી ઠક્કર (બારુ) તે જમનાદેવીના પુત્ર. સુનંદા (ચુનંદા)ના પતિ. ખુશ અને પૂર્વી પાર્થ ચક્રબોર્તિના પિતા. તે ચંદ્રાબેન ઓધવજી દૈયા ગામ દુધઇના નાના જમાઇ અંકલેશ્ર્વર રવિવાર, તા. ૫-૧૧-૨૩ના દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઝૂમ ઉપર પ્રાર્થનસભા તા. ૮-૧૧-૨૩ના ૫થી ૬.

કપોળ
સિહોરવાળા હાલ મુંબઇ સ્વ. ચંદ્રકાન્તભાઇ પરમાણંદદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. જશુમતીબેન (ઉ. વ. ૮૭) તા. ૬-૧૧-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હરેશભાઇ, અ. સૌ. દિપીકાબેનના માતુશ્રી. અ. સૌ. હિનાબેન, બિમલ અમરતલાલ સંઘવીના સાસુ. તે નિકુંજ તથા અ. સૌ. જીનલ પાર્થ સંઘવીના બા. અ. સૌ. બકુલાબેન શશીકાંત મહેતાના ભાભી. તે અમરેલીવાળા ગં. સ્વ.ભાગેરથી શામળદાસ ગાંધીનાં પુત્રી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક પ્રથા બંધ છે.

૨૫ ગામ ભાટિયા
લાલપુરવાળા હાલ બોરીવલી અ. સૌ. વૈશાલી મનીષ પાલેજા (ઉં.વ. ૪૬), તે સ્વ. હંસાબેન નટવરલાલ પાલેજાના પુત્રવધૂ. તે ધ્રોલવાળા ભારતીબેન પ્રવિણચંદ્ર ગોકળગાંધીના દીકરી. તે ચંદાબેન પ્રદીપભાઈ સંપટ, નલિનીબેન જયેશભાઈ આશરના ભાભી. મનીષ પ્રવીણચંદ્ર ગોકળગાંધીના બેન તા. ૬/૧૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૭/૧૧/૨૩ના ૪.૩૦ થી ૬.૦૦, ગોલ્ડન ક્રીડા મેદાન, રાજેન્દ્ર નગર, બોરીવલી ઈસ્ટ. લૌકિક ક્રિયા બંધ છે.

હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળી
રૂપાલ, (હાલ મુંબઈ) અંબાલાલ ધુરાલાલ સંઘવી (ઉં.વ. ૯૪), તે લીલાબેનના પતિ તથા સુરેશભાઈ, વિરેન્દ્રભાઈ, સ્વ. રણજીતભાઈ, મધુબેન અરવિંદકુમાર, જ્યોતિકાબેન ભુપેન્દ્રકુમાર, સ્વ. નયનાબેન, સંગીતાબેન ધર્મેન્દ્રકુમારના પિતા તથા ધીરજલાલ, સ્વ. શશીકાન્તભાઈ, ચંદ્રકાન્તભાઈ, સ્વ. લીલાબેન રમણલાલના ભાઈ તથા ચિંતન અંકિત, બીજલ યશકુમાર, ઇશીતા સચિનકુમાર, હીનલ સ્મિતકુમાર, કલ્પેશ, હેતલ, હર્મિષ, નિલેશ, વિશાલ, ગૌરવ, જીનલ, કાનલ, દેવાંશી, ફ્રેયા, વિહાન, પ્રત્યુશ, પૃથ્વી, સાનવીના દાદા તથા પિયરપક્ષે અડપોદરા નિવાસી જેઠાલાલ ડુંગરશી વોરાના જમાઈ તા. ૬-૧૧-૨૩ સોમવારના અરિહંતશરણ પામેલ છે. શ્રી શત્રુંજય ભાવયાત્રા તા. ૮-૧૧-૨૩, બુધવારના માધવબાગ, સી.પી. ટેન્ક, મુંબઈમાં.

ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
રામપરા, હાલ ગોરેગામ સ્વ. જગજીવનદાસ ગોગજી પરમારના ધર્મપત્ની ગં. સ્વ. નર્મદાબેન (ઉં.વ. ૮૬). તા. ૪-૧૧-૨૩ શનિવારના પ્રભુચરણ પામ્યા છે. તે પ્રકાશભાઈ, સ્વ. રાજુભાઈ અને ભારતી બળવંતલાલ સોલંકીનાં માતુશ્રી. પન્નાબેનનાં સાસુ. તે ચંદુભાઈના ભાભી. તે ભાઈલાલભાઈ ચતુરદાસ મકવાણા તથા જડીબેનનાં દીકરી. તે કાંતિભાઈ, અમૃતભાઈ તથા કિશોરભાઈ, રંભાબેન, પ્રભાબેન અને સ્વ. જસુબેનનાં બેન. ૩૦૨ અનુપમ શ્રીનગર સોસાયટી, એમ જી રોડ, ગોરેગામ (વે).

માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
મુંબઈ નિવાસી દિપક પુરોહિત (ઉં.વ. ૬૪) તે ૬/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે દક્ષાના પતિ. સ્વ. નિમુબેન તથા સ્વ. જ્યોત્સ્નાબેન ચંદ્રકાન્ત પુરોહિતના સુપુત્ર. મૂળરાજ તથા અશ્રુમતીના ભત્રીજા. કોશાના જેઠ. ભાવેશ, પ્રતિમા, પારૂલ, પ્રતીક્ષાના મોટાભાઈ. ઉદયભાઈ પંડ્યાના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
અ.સૌ. પ્રતિમાબેન ભટ્ટ (ઠાકર) (ઉં.વ. ૬૩) તે કાંદિવલી તા. ૬/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ભરત પ્રાણવલ્લભ ભટ્ટના ધર્મપત્ની. સાગર, નીરવના માતુશ્રી. રિંકલના સાસુ. જિવાંશના દાદી. તેમની સાદડી ૯/૧૧/૨૩ના ૪ થી ૬, વાંઝા જ્ઞાતિ વાડી, હેમુ કલાની મેઈન રોડ, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.

નવગામ વિશા દિશાવાળ વણીક
માણસા, હાલ મલાડ અ.સૌ. તૃપ્તીબેન પરીખ (ઉં.વ. ૫૮) તે બંકીમભાઇના પત્ની. પદમાબેન ચીનુભાઈ નાથાલાલ પરીખના પુત્રવધૂ. સૌરભ-અ. સૌ. મૈત્રીના માતુશ્રી. કમલેશ, હરીશના ભાભી. હાલ મુંબઈ મમતા, માયા અને પ્રશાંત કિશનલાલ શાહ મહેસાણાના બહેન, તા. ૬-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે, બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૮-૧૧-૨૩ બુધવાર ૪.૦૦ થી ૬.૦૦, હાલાઇ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).

લુહાર સુથાર
ગામ સનાળાવાળા, હાલ સાન્તાક્રુઝ સ્વ. ધીરજલાલ વેલજીભાઈ ડોડીયાના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન ડોડીયા (ઉં.વ. ૮૦) તા. ૪-૧૧-૨૩ના વૈકુંઠધામ પામ્યા છે. તે નયનાબેન પ્રકાશભાઈ, ચંદ્રિકાબેન મહેન્દ્રભાઈ, રેખાબેન હરેશકુમાર, પ્રવિણાબેન વિનોદકુમાર, ભાવનાબેન જશવંતકુમાર, ઈલાબેન અતુલકુમારના માતૃશ્રી. સ્વ. મંજુલાબેન શામજીભાઈ, સ્વ. નટવરભાઈ વેલજીભાઈ, પ્રવીણભાઈ જીવનભાઈ, કાંતિલાલ રતિલાલ, સ્વ. પ્રભુદાસ મગનલાલ, સ્વ. પ્રફુલભાઈ મગનલાલના ભાભી. ગામ લાઠીવાળા સ્વ. કેશુભાઈ હરિભાઈ પરમારની દીકરી. ગિરધરભાઈ પરમાર, સ્વ. પ્રભુદાસ પરમાર, સ્વ. સુરેન્દ્રભાઈ પરમાર શારદાબેન હરસોરા, નર્મદાબેન ગોહિલ, રમાબેન ડોડીયા, શાંતાબેન ડોડીયા, સ્વ. મીનાક્ષીબેન, સ્વ. મંજુલાબેન ગોહિલના બેન. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૯-૧૧-૨૩ના ૪ થી ૬ : લુહાર સુથાર જ્ઞાતિ વાડી, કાર્ટર રોડ નંબર ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઇસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા