મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ રૂપાલ સ્વ. ચીનુપ્રસાદ જગન્નાથ શુકલનું સ્વર્ગવાસ તા.:-૪/૧૧/૨૩ ના થયેલ છે, બેસણું તા. ૯/૧૧/૨૩ વાર ગુરૂવારના રોજ રાખેલ છે. પત્ની વસુમતીબેન ચિનુપ્રસાદ શુક્લ, દીકરી ભારતીબેન સુરેશકુમાર જાની, પુત્ર નિતીન શુક્લ, વિપુલ શુક્લ, પ્રદીપ શુક્લ. બેસણાનું સરનામું:- ગણેશ એપાર્ટમેન્ટ ચામુંડા મંદિરની બાજુમાં, કે.આર.કે વર્મા સ્કૂલની સામે, સોલા હાઉસિંગ અમદાવાદ:- ૩૮૦૦૬૩.
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
કાંધી, હાલ મુલુંડ, મહેન્દ્રભાઈ તે દિવાળીબેન હરિશંકર દામોદર ભટ્ટના મોટા સુપુત્ર (ઉં. વ. ૮૧) તે મંજુલાબેનના પતિ. ભાઇ નિમય અને હિતેશનાં પિતાશ્રી. ભાવના હિતેશ જોશીના પિતાશ્રી. વિનયભાઈ, કિરણભાઈ તથા નીખિલભાઈના મોટાભાઈ. કડિયાળી નિવાસી સ્વ. નરભેરામ વલ્લભજી ઓઝાના જમાઈ તા.૪/૧૧/૨૩નાં સ્વર્ગવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૩ને મંગળવારના ૪ થી ૬, બીએપીએસ, ડાઈમોડા હોલ, એસ.વી. રોડ, દહિસર ઈસ્ટ. ઉત્તર ક્રિયા તીર્થસ્થળે રાખવામાં આવેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી
તળાજા સરતાનપર, હાલ બોરીવલી ચેતનભાઈ ભોગીલાલ ગુલાબચંદ શાહ (ઉં. વ. ૭૩) તા. ૫/૧૧/૨૩ ના રવિવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે ચેતનાબેનના પતિ. હેમાલી- કિરણ વીરા, પ્રિયા-પરાગ, ડિમ્પલ-અંકુરના પિતા. દિલીપભાઈના ભાઈ. પદ્માબેન નંદલાલ મોદીના જમાઈ. સ્મિતાબેનના દિયર, પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટિયા
આરબલુસ જામનગર નિવાસી હાલ મુંબઈ જયસિંહ પુરુષોત્તમ ઉદેશી (ઉં. વ. ૭૧) તે ૫/૧૧/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન પુરુષોત્તમ ઉદેશીના પુત્ર. હેમલતાબેનના પતિ. લાયજાવાળા સ્વ. ઇન્દુમતીબેન ડુંગરશીભાઈના જમાઈ. ભાનુબેન, સ્વ. તુલસીદાસ, સ્વ. ચંદુબેન, સ્વ. બંસરીબેન, સ્વ. આશાબેનના ભાઈ. દિપાલી પરેશ સંપટ તથા નિલેશના પિતા. સૃષ્ટિ તથા પાર્થ ના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા, સ્વ. ગીરધરલાલ હરગોવિંદદાસ ગાંધીના પુત્ર ચંદ્રકાન્ત ગાંધી (ઉં. વ. ૭૩) તે ૬/૧૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. મિતુલ, પૂનમ, જીજ્ઞાના પિતા. ધવલ દીપકભાઈ ગિરનારાના સસરા. સ્વ. તાપીબેન, સ્વ. રસિકલાલ, સ્વ. ચીમનલાલ, સ્વ. વસંતભાઈ, સ્વ. હસમુખલાલ, સ્વ. જયાબેન, દિનેશચંદ્રના ભાઈ. સ્વ. હિંમતલાલ બળવંતરાય મહેતાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
કચ્છ માંડવી, હાલ મુંબઈ હિતેન(ડીંકુ) ટોપરાણી (ઉં. વ. ૪૮) તે ગં. સ્વ ભારતીબેન તથા સ્વ. લલિત લીલાધર ટોપરાણીના પુત્ર. દિપાલીના પતિ. સ્વ. મહેન્દ્ર જમનાદાસ શાહ તથા ગં. સ્વ લતાબેનના જમાઈ, આર્યનના પિતા. મીરા ધર્મેશ ઓઝાના ભાઈ તે તા. ૫/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૭/૧૧/૨૩ ના ૫.૩૦ થી ૭.૦૦. એમ. સી. એફ કલબ, જીમખાના રોડ, પ્રેમ નગર, બોરીવલી વેસ્ટ.
હાલારી વિશા ઓશવાળ સમાજ
મેહુલ જાખરિયા (ઉં. વ. ૪૬) કાકાભાઈ શિહણ નિવાસી હાલ બોરીવલી તેઓ ગં. સ્વ.કાંતાબેન ગુલાબચંદ જાખરિયાના સુપુત્ર. સોનલબેનના પતિ. મિલોનીના પિતાશ્રી, ભાવિન ગુલાબચંદના ભાઈ. સ્વ સરોજબેન રજનીકાંત રતિલાલ અવલાનીના જમાઈ ૫/૧૧/૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની સાદડી ૭/૧૧/૨૩ ના મંગળવાર ૩ થી ૪.૩૦, શ્રી હાલારી વિશા ઓશવાળ મહાજન વાડી, દાદાસાહેબ ફાળકે રોડ, રણજીત સ્ટુડિયોની સામે, દાદર ઈસ્ટ.
ઈડર સત્તાવીસ લિમ્બચીયા
ચોરીવાડ નિવાસી તારાબેન ગીરધરભાઇ નાયી (ઉં. વ. ૮૧) તા.૩૦-૧૦-૨૩નાં સ્વર્ગવાસ પામેલ છે. તે ગીરધરભાઇનાં પત્ની. મુકેશ, જ્યોત્સના, મનીષાનાં માતા. રેખા, સુભાષ, ચિરાગનાં સાસુ. નિયતિ, માનવની દાદી, ચિરાગ, દક્ષ, વિનીશાનાં નાની. તેમના સૂતક તથા લોકાચાર તા. ૮-૧૧-૨૩ નાં ચોરીવાડ ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
વિલેપાર્લે વિનોદરાય હરિદાસ કોટડીયા (ઉ. વ. ૯૩) રવિવાર, તા. ૫-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. ભારતીબેન હેમંત ભગત, જગદીશ વિ. કોટડીયા, હેમંતી પરેશ જોબનપુત્રાના પિતા. ઇલા જે. કોટડીયાના સસરા. સ્વ. નારણદાસ, સ્વ. ગોપાલદાસ, સ્વ. પુષ્પાબેન ચુનીલાલ ચંદારાણા, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. રણજીત, પ્રફુલ્લચંદ્ર, ગં. સ્વ. કુંજબાળા પ્રભુદાસ શિંગાળાના ભાઇ. સ્વ. નિર્મળાબેન નારણદાસ ઠક્કરનાં જમાઇ. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૭-૧૧-૨૩ના ૫થી ૬-૩૦. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન જેઠમલ દરિયાદના દાવડા. ગામ કચ્છ મોટા ભાડીયા હાલે મુલુંડના નાના પુત્ર. પ્રતાપભાઇ દાવડા (ઉં. વ. ૭૫) તે નારાણજી ભોજરાજ સેજપાલ ગામ નલિયાવાલાના દોહીત્ર. તે કિશોર દાવડાના નાનાભાઇ. તે શર્મિલા વિનયકુમાર આઇયા, પિયુષ કિશોરના કાકા. તે જયશ્રી પિયુષકુમારના કાકા સસરા. તે સ્વ. દ્વારકાદાસભાઇ, સ્વ. મુથરાદાસભાઇ, સ્વ. લાલજીભાઇ નારાણજી સેજપાલના નાના ભાણેજ. રવિવાર તા. ૫-૧૧-૨૩ના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૭-૧૧-૨૩ના ૫-૩૦થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. વિમલાગૌરી વૃજલાલ મયાણીના સુપુત્ર રાજેશ (ઉ. વ. ૬૮) અંધેરી મુકામે તા. ૩-૧૧-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. લલિતભાઇ, ભરતભાઇ, મીના કિરણકુમાર સાંગાણી, નીતા શૈલેષ માંડાણીના ભાઇ. કનકલતા અને ચંદ્રીકાના દિયર. સમીર, ચિરાગ, કપિલ, સંકેત, દિપાલી, હીરલના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે.
ઈડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
ઝીંઝવા, હાલ ઘાટકોપર કીર્તિકુમાર જાની (ઉં.વ. ૭૩) તા. ૫-૧૧-૨૩ને રવિવારે દેવલોક પામ્યા છે. તે ગં.સ્વ. ડાહીબેન મણીલાલ જાનીના પુત્ર. સ્વ. માયાબેનના પતિ. ભવનાથ નિવાસી સ્વ. હિરાબેન નારાયણદાસ રાવલના જમાઈ. ભાવેશ મેહુલ હિનાના પિતાશ્રી. રમેશભાઈ, મહેશભાઈ, અરુણભાઈ, હેમાબેનના મોટાભાઈ. વિકેશકુમાર દિપાલી રચીતાના સસરા. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૭-૧૧-૨૩ના મંગળવારે ૪થી ૬ સ્થળ: શ્રી સ્વામીનારાયણ મંદિર હોલ, ૯૦ ફૂટ રોડ, ગરોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button