મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
રાજુલાવાળા (હાલ કાંદિવલી) સ્વ. પ્રવિણચંદ્ર હરિલાલ સંઘવીના પત્ની. ગં.સ્વ. શારદાબેન (ઉં.વ. ૮૨) તે શૈલેષ, મહેશ, રૂપા, સ્વ. હર્ષા તથા લીનાના માતુશ્રી. તે અલ્પા, ભરત, કેતન તથા ધર્મેન્દ્રના સાસુ. તે ઈન્દુબેન રજનીકાંત મહેતા, મૃદુલાબેન રમેશચંદ્ર મહેતા તથા સ્વ. આશા મહેશકુમાર શેઠના ભાભી. પિયરપક્ષે રાજુલાવાળા દોશી ભગવાનદાસ વિરજીના દીકરી. તે અમી, કૃષ્ણ તથા ક્રિપાના દાદી તા. ૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારે ૪થી ૬. પાવનધામ હોલ, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
કોવાયા હાલ દહીંસર વિજયભાઇ તે કસ્તુરબેન ઓધવજી દામોદર ઓઝાના સુપુત્ર (ઉં. વ. ૬૭), તે ભારતીબેનના પતિ. તે નિશાબેન જયભાઇ ભટ્ટ તથા ભૂમીબેન યશ મહેતાના પિતાશ્રી. સ્વ. રમેશભાઇ તથા જીતુભાઇના નાનાભાઇ. સિમર નિવાસી સ્વ. શાંતિલાલ ભાઇશંકર રાજગોરના જમાઇ. તા. ૨-૧૧-૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૬-૧૧-૨૩ના સોમવારના ૪થી ૬. ઠે. બીએપીએ, ડાઇમોડા હોલ, એસ. વી. રોડ, દહીસર (ઇસ્ટ).
દશા સોરઠિયા વણિક
મુંબઇ હાલ યુ.એસ.એ. ગં. સ્વ. સવિતાબહેન તે સ્વ. દિલીપભાઇ મંગળજીભાઇ ગગલાણીના ધર્મપત્ની (ઉં. વ. ૮૫) તે ગં. સ્વ. જયોત્સનાબેન મનોજકુમાર સાંગાણી, અંજુબેન વિનુભાઇ પટેલ, રાજુ, ધર્મેશ અને મનીષના માતુશ્રી. સૌ. ચેતના, સૌ. રેખા, અને સૌ. રીટાના સાસુ. ચિ. મીનેષ, મનન, પ્રિયાંશુ, આઇરીશા, શિવાની અને તનીષાના દાદી. વિજયભાઇના ભાભી. તે સ્વ.પાનાચંદભાઇ કાળીદાસ વખારીયાના પુત્રી. તા. ૩-૧૧-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સહસ્ત્ર ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ પિંડવારા હાલ કાંદિવલી ગં. સ્વ. કલ્પના (મંજુ) વ્યાસ તા. ૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દેવશંકર નંદલાલ વ્યાસના પત્ની. નીતીન અને લેખાની માતા. શિલ્પા નીતિન વ્યાસ અને ધીરજ છગનલાલ દવેના સાસુમા. મોનીલના દાદી અને હર્ષલ અને પ્રિયાના નાની. સ્વ. ભવરલાલ અને નટવરલાલ વ્યાસના ભાભી. ડોડુંઆ નિવાસી સ્વ. રતિબેન શિવલાલજી દવેની સુપુત્રી. તેમની સાસરા પિયરની પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૩ના રવિવારે, ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટો ઉપાશ્રય)૫માં માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. ગોદાવરીબાઇ રતનશી દામજી કોઠારી, કચ્છ સુમરી રોહા હાલે મુલુંડના જયેષ્ઠ સુપુત્ર નરશીદાસ (ઉં. વ. ૮૫) તા. ૩-૧૧-૨૩ના શુક્રવારના રામશરણ પામ્યા છે. તે સ્વ. અ. સૌ. સુશીલાબેનના પતિ. સ્વ. કુંવરજીભાઇ વીરજી ચંદન-વરાડિયાવાળાના મોટા જમાઇ. તે હર્ષદા તુષાર, રશ્મિ ગિરીશ, યામિની રાજુભાઇ, અતુલભાઇના પિતાજી. સ્વ. શકુંતલાબેન પ્રભુદાસ, સ્વ. મંજુલાબેન કાંતિલાલ, ગં. સ્વ. સરલા રાજેશ, શોભના પુરસોત્તમ, હેમલતા ભગવાનદાસ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. વસંતના મોટાભાઇ. અ. સૌ. અમીબેનના સસરા. પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૩ના રવિવારે, ૫થી ૭. ઠે. પેલેસ બેન્કવેટ, બીજે માળે, ઇમ્પિરિયલ હોલ, વિકાસ સેન્ટર, એન. એસ. રોડ, ઇન્ડસઇન્ડ બેન્કની ઉપર મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
સથરાવાળા હાલ અંધેરી, સ્વ. રમણીકલાલ છગનલાલ મથુરિયાના પુત્ર, વિજયના ધર્મપત્ની સૌ. જયશ્રી (ઉં.વ. ૭૦), તા. ૩-૧૧-૨૩ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે ચી. અપૂર્વ, ચી. હાર્દિકના માતુશ્રી. સેજલ તથા ધ્રુવીના સાસુ. દીપક-કૃષ્ણા, ભરત-ગીતા, અતુલ-નયના તથા રેખા પંકજ પારેખના ભાભી. વડોદરાવાળા મહેન્દ્રભાઈ પુરશોત્તમદાસ મહેતાના દીકરી. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ચલાલા, હાલ કાંદિવલી સ્વ ચંદુલાલ વિઠ્ઠલદાસ માધવાણીના ધર્મપત્ની ગં. સ્વ. અનુપમાબેન (ઉં. વ. ૭૫) તે ૪/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શૈલેષ, સુધીર તથા મીતાના માતુશ્રી. ગણેશકુમારના સાસુ. તેમનું બેસણું ૬/૧૧/૨૩ ના ૫ થી ૭, લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
કચ્છી ભાટિયા
અ. સૌ. મનીષા (ઉં. વ. ૫૧) તે કિરીટ હિમતસિંહ હાલાઈના ધર્મપત્ની મીરા રોડ નિવાસી તે સ્વ.જ્યોતિ હિમતસિંહ હાલાઈના પુત્રવધૂ. તે અ.સૌ. નિશિતા પાર્થ લાલાણી અને ચી. મોહિતના માતુશ્રી. તે સ્વ. મંજુલા મંગલદાસ વેદની સુપુત્રી. તે અ.સૌ. દીપ્તી કમલેશ ઢગાઈ અને ચી. મેહુલ વેદના બેન, તે અ.સૌ. છાયા કૈલાશ સંપટના ભાભી, તા.૦૩/૧૧/૨૦૨૩ શુક્રવાર ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
કેરીયા નાગસવાળા – હાલ કાંદીવલી, સ્વ. મોહનલાલ દામોદરદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. શાંતાબેન (ઉં. વ. ૮૯ ), તા. ૦૩.૧૧.૨૦૨૩ શુક્રવારના શ્રીજીશરણ પામેલ છે. તેઓ ભુપેનભાઈ, અ. સૌ. વર્ષાબેન શરદકુમાર, સ્વ. માનસીબેન મહેશકુમાર, અ. સૌ. વિમિતાબેન સંજયકુમારના માતૃશ્રી. તેઓ અ. સૌ. રૂપાબેનના સાસુ. તેઓ જાફરાબાદવાળા સ્વ. વિમળાબેન જગમોહનદાસ પિતાંબરદાસ મહેતાના દીકરી. તેઓ વૈભવી તથા પ્રિયાંશીના દાદી, તેઓ સ્વ. રતીભાઈ, સ્વ. કાંતાબેન કનૈયાલાલ, સ્વ. મંગળાબેન વૃજલાલ, સ્વ. ભાનુબેન અમીદાસ, સ્વ. કપિલાબેન જયેન્દ્રભાઇના ભાભી, પ્રાર્થના સભા તથા સર્વે લૌકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button