મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
પ્રજ્ઞાબેન દવે (ઉં.વ. ૫૯) કમલેશ ધીરજલાલ દવેના પત્ની. પૂનમ, હેમાલી, રાજનાં મમ્મી. દીપકભાઈ. નીલાબેનનાં ભાભી. તા. ૨/૧૧/૨૩, ગુરુવારનાં શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪/૧૧/૨૩નાં ૫ થી ૭ નિવાસસ્થાને, દીપકભાઈ ડી. દવે. સી/૮૦૪, ક્રિષ્ણા સાઈટ્સ, અપર ગોવીન્દ નગર, એક્સીસ બેંકની ઉપર, મલાડ (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
જાફરાબાદવાળા, હાલ બોરીવલી, સ્વ. મોહનલાલ મેહતાના પુત્ર વસંતરાય મહેતા (ઉં.વ. ૯૧). તા. ૨-૧૧-૨૩, ગુરુવારે, શ્રીજીચરણ પામ્યા છે. તે નિર્મળાબેનના પતિ. પંકજ, તપન, વર્ષા, નીલમ, જાગૃતિના પિતા. નીતા, ઉર્વશી, રાજેશ પારેખ, રાજેન્દ્ર મહેતા, વિજય મુનીના સસરા. લાઠીવાળા સ્વ. વ્રજલાલ સંઘવીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા તા. ૫/૧૧/૨૩ ને રવિવારે ૫ થી ૭ રિવાલી પાર્ક બેન્કવેટ હોલ, માગાથાણે મેટ્રો સ્ટેશન, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા
મૂળ સલાયા સ્વ. મેનાબેન અને કાકુભાઈ મજીઠીયાના સુપુત્ર સ્વ. અરવિંદભાઈ (ઉં.વ. ૭૦), હાલ કાંદિવલી તે બુધવાર, તા. ૧/૧૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે આશાબેનના પતિ. સ્વ. રણછોડભાઈ વસનજી રાજા તથા સ્વ. બાબુભાઈ વસનજી રાજાના જમાઈ. તે હિતેશ, હેતલ વિવેક ઠક્કર તથા અવની નિલેશ રામાણીના પિતા. તે વૈશાલી હિતેશ મજીઠીયા, વિવેક ઠક્કર તથા નિલેશ રામાણીના સસરા. તે સ્વ. બિપીનભાઈ, સ્વ. નીમૂબેન અનંતકુમાર મશરૂ, ચેતના હસમુખ દત્તાણીના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવારે તા. ૪/૧૧/૨૩ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલાં માળે, કાંદીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

લુહાર સુથાર
ગામ ભાણવડ, હાલ અંધેરીના અશોકભાઈ વીરજીભાઈ પીઠવાના ધર્મપત્ની ભાનુબેન (ઉં.વ. ૬૯) તે ૧/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે નેહાના માતુશ્રી. સ્વ. રમેશભાઈ, સ્વ. દિનેશભાઇના ભાઈના પત્ની. લંગાળા નિવાસી સ્વ. કલ્યાણજી ત્રિભોવનદાસ પરમારના દીકરી. મહેન્દ્રભાઈ તથા સ્વ. કિરીટભાઈના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ રામજી ભીંડે કચ્છ ગામ મોટા આસંબીયા, હાલ મુલુંડના પુત્ર સુરેશ (ઉં. વ. ૬૮)તે જયોતિબેનના પતિ. તે સ્વ. મંજુલાબેન મનજી પ્રાગજી કોટક વરજરના જમાઇ. તે ઉષા મનોજ, નયના દીલીપ, શીલા બીપીન, મંગળાબેન જમનાદાસ, માયા મોહનલાલ, નીતા કનૈયાલાલના ભાઇ. કલ્પેશ, દર્શનના પિતા. ઊર્મિ, હેનીના સસરા. બુધવાર, તા. ૧-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪ નવેમ્બર ૨૦૨૩ના શનિવારે ૫થી ૭. ઠે. ડી-૨, પરમેશ્ર્વર સેન્ટર, મદન મોહન માલવીયા રોડ, અચીજા હોટેલની સામે, કેશવ પાડા, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

નાઘેર દશા શ્રીમાળી
ગાંગડા હાલ વિલેપાર્લે સ્વ. સમરતબેન અને સ્વ. ચીમનલાલ નાગરદાસ શાહના સુપુત્ર પ્રદીપભાઇ (ઉં. વ. ૬૭) તે આરતીબેનના પતિ. પુનીતના પિતા. ડો. રમેશભાઇ, સંજયભાઇ, મધુબેન ભરતભાઇ દોશી અને સ્મિતાબેન મિલનભાઇ અજમેરાના ભાઇ. તે સ્વ. ચંદ્રકાંતભાઇ નાનાલાલ શાહના જમાઇ. અતુલભાઇ અને નીલાબેન ધીરેનભાઇ કાપડીયાના બનેવી. ગુરુવાર, તા. ૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૫-૧૧-૨૩ના ૪થી૬. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).

નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબીના હાલ સાયન સ્વ. કાંતિલાલ જેરામભાઈ દોશીના પત્ની કંચનબેન (ઉં. વ. ૯૦) તે મનસુખલાલ જેરામભાઈ દોશીના ભાભી. હર્ષિત નરેન્દ્રભાઈ દોશીના મોટા દાદી. સિંમર નિવાસી સ્વ. મણીબેન અમૃતલાલ જાદવજીના દીકરી. સ્વ. માણેકલાલભાઈ, મનુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રંજનબેન હસમુખભાઈના બેન ૨.૧૧.૨૩ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વૈષ્ણવ દશા શ્રીમાળી
માંડળ હાલ ડોંબીવલી ઈચ્છાલાલ લાલજીભાઈ મહેતા (ઉં. વ. ૮૪) ૩-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે વિજયાબેનના પતિ. બિમલ, સમીર, ભદ્રેશ તથા પ્રજ્ઞા ધર્મેશકુમાર શાહ (ઉના)ના પિતા. સ્વ. રસીકભાઈ, સ્વ. જસુમતીબેન વ્રજલાલ મહેતા, હંસાબેન હરકિશનદાસ મહેતા, દમયંતીબેન હસમુખરાય દોશી, મધુબેન પ્રફુલકુમાર પારેખ તથા સ્વ. દિલીપભાઈના ભાઈ. સ્વ. બાવચંદભાઈ વીરજી ગાંધી સાવરકુંડલાવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, ૫-૧૧-૨૩ના ૪ થી ૬. ઠે. એકતા મિત્ર મંડળ, સમાજ મંદિર હોલ, નાંદીવલી ક્રોસ રોડ, ડોંબીવલી (ઈ).

કચ્છી લોહાણા
સ્વ. ભગવાનજી કાલિદાસ ભિંડે કચ્છ ગામ વાકીપત્રી હાલે મુલુંડવાળાના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતીબેન (ઉં. વ. ૯૩) ૨-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. સ્વ. રામજી વાલજી સોનેતાના પુત્રી. સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. શાંતિલાલ, ગં. સ્વ. જ્યોતિ (બેબીબેન) નરેન્દ્ર સોમૈયા, સ્વ. પ્રભાબેન હરિરામ સચદે, સ્વ. મંજુલાબેન રમેશચંદ્ર સોનાઘેલાના માતુશ્રી. ગં. સ્વ. સીતાબેન, સ્વ. ભારતીબેનના સાસુ. યોગેશ, રાખી, કલ્પેશ કતિરાના દાદી. પુનિત, હેતલ નીરવ દાવડાના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
ગામ નરેડી હાલ કાંદીવલી અ. સૌ. નર્બદા ઠક્કર (ઉં. વ. ૮૭) તે હંસરાજ ચાગપાર ઠક્કરના પત્ની. હરિણી, સંગીતા, મૌલિકના માતા. મનીષા મૌલિક ઠક્કર, પરેશભાઈના સાસુ. પ્રિયંકા, વરુણના દાદી. સેતુ આદિત્ય, મીલૌનીના નાની ૩૦-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વિસા લાડ વણિક
અ. સૌ. રેણુ (ઉં. વ. ૬૮) તે દિનેશ લક્ષ્મીદાસ દલાલના પત્ની. ડિંપલ, રૌનકના માતા. સ્વ. લક્ષ્મીદાસ અને સ્વ. નિર્મળા દલાલના પુત્રવધૂ. તે મિનાક્ષી ચંદ્રકાંત દલાલના દેરાણી. સ્વ. સર્યુ મહેન્દ્રભાઈ દિવેચા, જ્યોતી દલાલના ભાભી. તે સ્વ. ઉર્મીલા અને સ્વ. રતિલાલ પુરોહિતના પુત્રી ૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. નિવાસ્સથાન: રૂમ નં. ૧૯, બીજે માળે, લલીતા ભુવન, પ્લોટ ૭એ, જવાહરનગર રોડ નં. ૧૨, ગોરેગામ (વે).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?