મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ ભાટિયા
ગં. સ્વ. અનુરાધા અજીત કાપડિયા (ઉં. વ. ૮૮) તે સ્વ. ધરમશી રતનસીના પુત્રવધૂ સૌ. જયશ્રી, ધ્રુવના માતુશ્રી. શ્રેયસ શેઠ, સૌ. ભાવનાના સાસુ. સ્વ. હરિદાસ રતનશી ચીખલના પુત્રી. સ્વ. પદ્મિની પરષોતમ લાયજાવાલા, સ્વ. શાંતિકુમાર, સૌ. ભારતી રાજેન્દ્ર મર્ચંટ, સ્વ. પ્રદીપના બેન. તા. ૨૭ ઓકટોબરે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા.૪ નવેમ્બર સાંજે ૫થી ૬.૩૦. ઠે. હરે કૃષ્ણ મંદિર, ભક્તિવેદાંત હોલ, ગ્રાઉન્ડ ફલોર, ૭ કે.એમ. મુન્શી માર્ગ, બાબુલનાથ, મુંબઇ-૪૦૦૦૦૭. લૌકિક વ્યવહાર બંધ છે.
વાયડા વણિક
પરેશભાઇ વદનલાલ બનાતવાલા (ઉં. વ. ૭૭) તા. ૩૦-૧૦-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષાબેનના પતિ. ધવલ, હેતલના પિતા. નિકિતા બનાતવાલા અને હિરેન દલાલના સસરા. સ્વ. ભાનુભાઇ ગાંધી (સંખેડાવાલા)ના જમાઇ. સ્વ. રંજનબેન ઉમાકાંત ચોકસી અને બિંદુબેન જગદીશભાઇ શાહના ભાઇ. પ્રાર્થનાસભા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. બચુબાઇ પ્રેમજી ખેરાજ ભગદે ગામ કચ્છ કોઠારાવાળાના સુપુત્ર મુલજી પ્રેમજી ઉર્ફે શંકરલાલ તે સ્વ. હીરાગૌરીના પતિ (ઉં. વ. ૮૩) જે સ્વ. મુલબાઇ (ગગીબાઇ) જેરામ નારાયણજી રાઇમંગ્યા ગામ કચ્છ સોનારાવલી (વાંઢ)ના જમાઇ. તે રાજેશ તથા પ્રફૂલા સુરેશ પલણના પિતાશ્રી. તે કાલિન્દીના સસરા. સ્વ. નર્મદાબેન, સ્વ. જશોદાબેન, સ્વ. તુલસાબેન, ગં.સ્વ. પુરાબેન, ગં. સ્વ. વસુબેન તથા અ. સૌ. ભાનુબેનના ભાઇ. તા.૩૦-૧૦-૨૪ના બુધવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ખેડ હાલ વાપી મયંક વ્યાસ (ઉં. વ. ૪૫) તે અલકા તથા નરેન્દ્ર શાંતિલાલ વ્યાસના સુપુત્ર. તે કૃપા ભરત રાઠોડના ભાઇ. તે મંજુલા મુકુંદચંદ્ર વ્યાસ, વિજયાબેન, સ્વ. કૈલાસબેન, સ્વ. વસુબેન, ભારતીબેનના ભત્રીજા. તે ભામિની જયેશ પંડયા, સંદીપ મુકુંદચંદ્ર વ્યાસ, અર્ચના ભાવિન ગાંધીના કાકાના દીકરા. રીટા સંદીપ વ્યાસના કાકાજીના દીકરા. તા. ૩૧-૧૦-૨૪ના ગુરુવારે દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. સરલાબેન (ઉં. વ. ૯૪) તે સ્વ. ઓધવજી મોતીરામ આથા (ગામ ઉગેડી, હાલ મુલુંડ)ના ધર્મપત્ની. સ્વ.જમનાબેન લધારામ રાજદે, (મોટી-વિરાણી) ના પુત્રી. રમણીકભાઇ, દમયંતિબેન મૂળજીભાઇ, ઉષાબેન મહેન્દ્રભાઇ, કોકિલાબેન વિનોદભાઇ, પ્રેમિલાબેન પ્રદીપભાઇ, સ્વ. નીતાના માતુશ્રી. ઉષાબેનના સાસુ. નેહલબેન, નિલેશ અને મીહિરના દાદીજી. સ્વ. ભીમજીભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. હરખાબેન અને શાંતાબેનના બેન. તા. ૩૧-૧૦-૨૪ ગુરુવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મારુ કંસારા
લાઠી નિવાસી હાલ મુંબઇ પ્રમોદરાય રાઘવજી સોલંકી (ઉં. વ. ૮૪) ભારતી (ભાગીરથી) પ્રમોદરાય સોલંકીના પતિ. તે સ્વ. નાગરદાસ, સ્વ. પ્રેમચંદભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. કનૈયાલાલ (બટુકભાઇ), સ્વ. મનહરલાલ, હસમુખભાઇ તથા સ્વ. નિર્મળાબેન અમીલાલ બુધ્ધના ભાઇ. મનિષભાઇ અને અપર્ણાબેન અતુલભાઇ મલકાનના પિતા. મીતાબેન મનિષભાઇ સોલંકી તથા અતુલભાઇ મલકાનના શ્ર્વસુર. રાજ, નીલ અને યશના નાના-દાદા તા.૩૧-૧૦-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા રાખેલ નથી.
હાલાઈ ભાટિયા
જામ ખંભાળિયાના હાલ ભાયંદર નલિનીબેન (ઉં. વ. ૮૦), સ્વ. કૃષ્ણરાજ ભગવાનદાસ ભાટિયા (ચપરવાલા)ના ધર્મપત્ની. તે સ્વ.વસનજી ખિમજી સંપટના પુત્રી. કિરણ તથા અર્ચના ભૂપેન્દ્ર ભાટિયાના માતુશ્રી. હર્ષના દાદી. જય તથા રાજના નાની. નીલુના સાસ. તા: ૩૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિશાલાડ વણિક
ગં. સ્વ. શ્રીમતી સુરેખાબેન રમેશ બંગાળી (ઉં. વ. ૮૦) બુધવાર, તા.૩૧-૧૦-૨૪ નાં રોજ શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. રમેશ મોતીલાલ બંગાળીનાં પત્ની, ઉત્પલ તથા રમા(રચના)નાં માતુશ્રી. જુગલ ભાઈ શાહ, કાજલબેનનાં સાસુ. કૃતાર્થનાં નાનીજી. સ્વ. મોતીલાલ- નિર્મળાબેન નાં પુત્રવધૂ. સ્વ. નટવરલાલ કાપડિયા તથા ગં સ્વ લલીતાબેનનાં સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
રાજકોટ નિવાસી, હાલ મુંબઈ, ઉદયભાઇ મહેતા (ઉં. વ. ૭૫) તે સ્વ. ચંદ્રાબેન અને સ્વ. ચુનીલાલ મહેતા ના સુપુત્ર, સ્વ. હર્ષાબેનના ભાઈ. સ્વ. અરુણાબેનના પતિ. સ્વ. ચંદ્રપ્રભાબેન અને સ્વ. હિંમતલાલ હરિલાલ મહેતાના જમાઈ. તે રસેશ અને વિરલના પિતાશ્રી. લિપીના સસરા તથા વિયાનાના દાદા તા. ૧/૧૧/૨૪ ના શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ ગિરનારા બ્રાહ્મણ
માંગરોળ નિવાસી હાલ ભાયંદર અ.સૌ આશાબેન ભરતભાઈ ભટ્ટ (ઉં. વ. ૬૫) તે ૨૯/૧૦/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સરલાબેન પ્રતાપરાય શાહના દીકરી. સ્વ. મંજુલાબેન ધીરજલાલ ભટ્ટના પુત્રવધૂ. શિવાની તથા વૈભવના માતુશ્રી, જીમિશ તથા કિંજલ ના સાસુ. પન્ના અશ્ર્વિનભાઇ ભટ્ટ, સ્વ. તૃપ્તિ કમલેશ ભટ્ટ તથા મહેશ્ર્વરી મુકેશભાઈ ભટ્ટ ના ભાભી. તેમની પ્રાર્થનાસભા ૪/૧૧/૨૪ ના રોજ ૪ થી ૬ કલાકે ક્લબ હાઉસ, કાનૂનઝો ગાર્ડન, સીટી સેવન સ્કવેર સ્કૂલની બાજુમાં, ભાયંદર ઈસ્ટ .
હાલાઇ લોહાણા
મૂળગામ દ્વારકા હાલ કાંદિવલીના જશુમતીબેન કાકુભાઇ ભાતેલીયા (ઉં. વ. ૮૦) તે ૩૧/૧૦/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. અમૃતબેન કાકુભાઇ ભાતેલિયાના દીકરી. સ્વ. કાંતિલાલ, જગદીશ, કલા ટોપણદાસ રૂઘાણીના બેન, નિર્મળાબેન તથા નયનાબેનના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ભચાઉ નિવાસી હાલ કાંદિવલી ચારકોપ ઝવેરબેન કાનજીભાઈ કથરાણી ના સુપુત્ર, દિલીપભાઈ કાનજીભાઈ કથરાણી (ઉં. વ. ૭૫) તા. ૨૭-૧૦-૨૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ચંદ્રિકા બેનના પતિ. તુષાર, અંજલિ, પાયલના પિતા. હીના, ભાવિન, રાહુલના સસરા. સુજલ, દેવ ના દાદા. દર્શિલ, જેનિલ, કિયારાના નાના. કિશોરભાઈ, હરીશભાઈ, પ્રદિપભાઈ, નરેન્દ્રભાઈ, ભારતીબેન કિશોરકુમાર કોટેચાના ભાઈ.
કચ્છી ભાટિયા
અ.સૌ. નીતા બિપીન જોગીદાસાણી, (ઉં. વ. ૫૭) તે સ્વ. ભાનુબેન ત્થા સ્વ. ડૉ. જયસિંહ ગોકલદાસ જોગીદાસાણીના પુત્રવધૂ. તે સ્વ. માલિની મુલરાજ તુલસીદાસ લીલાણીના સુપુત્રી. તે ચિ. સિદ્ધાર્થના માતા તથા અ.સૌ. પ્રતિભાના સાસુ. મયુર-નમ્રતા તથા સમીર – રૂપલના ભાભી તા. ૩૧-૧૦-૨૪ના પૂના મુકામે શ્રીજીચરણ પામેલ છે.
કચ્છી લોહાણા
મૂળ ગામ કચ્છ અંજાર હાલ ઘાટકોપર નિવાસી ગં.સ્વ. દમયંત્યીબેન (ઉં. વ. ૮૮), તે સ્વ. ભગવાનદાસ વિસનજી વોરાણીના ધર્મપત્ની. તે સ્વ. હરિરામ મેઘજી પલણના સુપુત્રી, ચિ. સુનીલ ભગવાનદાસ વોરાણી, અ.સૌ. કલ્પના દેવેન શાહ, અ.સૌ. સંધ્યા રમેશ શેઠ, અ.સૌ. દિવ્યા વિનોદ તન્ના તથા અ.સૌ. હર્ષા હિતેન મહેતાના માતુશ્રી. તે અ.સૌ. સ્વાતિ સુનીલના સાસુજી. ત્થા આકાશ, અ.સૌ. વિધિના દાદીજી. તે તા. ૧-૧૧-૨૪ને શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
દેસાઇ સઇ સુતાર જ્ઞાતિ
ગામ કઠવા ભાવનગરના હાલ મુંબઇ સ્વ. કમળાબેન અને ભીખાભાઇ નાનજીભાઇ વાઘેલાના પુત્ર ચંદ્રકાંત (ચંદુભાઇ) (ઉં. વ. ૬૮) તા. ૧-૧૧-૨૪ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે ધૃતિબહેનના પતિ. ડો. શૌમિલ, સાહિલના પિતા. ડો. અર્ચનાના શ્ર્વસુર. અશોક, મહેન્દ્ર, ગિરીશ, શૈલેષ, નિકુંજ, સ્મિતા, કોકિલા, નયના, શીતલ, ચિત્રા અને અલ્પાના મોટાભાઇ. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૪ના સોમવારે સાંજે ૪થી ૬. ઠે. દેસાઇ સઇ સુતાર જ્ઞાતિની વાડી, સ્વયંભૂ ગણેશ મંદિર, કાંદિવલી (પૂર્વ). ધાર્મિક અને લૌકિક વિધિઓ ચાણોદમાં થશે.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. મીના લીલાણી (ઉં. વ. ૭૦) તે સ્વ. કિશોર ચંદ્રસેન લીલાણીના ધર્મપત્ની. તે સ્વ. ચંપાબેન ચંદ્રસેન લીલાણીના પુત્રવધૂ. તે સ્વ. દ્વારકાદાસ ગોરધનદાસ નેગાંધીના સુપુત્રી. તા. ૨૮-૧૦-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા દિશાવળ વૈષ્ણવ વણિક
કોળીયાક નિવાસી હાલ બોરીવલી સ્વ. લલિતાબેન કરસનદાસ પારેખની સુપુત્રી જયશ્રીબેન પારેખ (ઉં. વ.૭૯) ગુરુવાર તા. ૩૧-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કનૈયાલાલ, જગદીશ, ઘનશ્યામ, સ્વ. અરુણાબેન, સ્વ. દક્ષાબેન, છાયાબહેનની બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker