મરણ નોંધ

હિન્દુ મરણ

વૈષ્ણવ વાણિયા
બોટાદ રહેવાસી હાલ મલાડ મંજુલા નગીનદાસ શાહ (ઉં. વ. ૭૧) તે શનિવાર ૨૬/૧૦/૨૪ના અવસાન પામેલ છે. તે નગીનદાસ શાહ અને ગોદાવરીબેનના પુત્રી. ઉર્મિલાબેન તથા શૈલાબેનના મોટાબેન. પંકજ ગાંધીના સાળી. ઉમંગના માસી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). પ્રાર્થનાસભા રાખેલ નથી.

સુરતી વિશા લાડ વણિક
રાહુલ નાણાવટી (ઉં. વ. ૬૪) તે સ્વ. રશ્મિબેન અને રમેશ નાણાવટીના પુત્ર. જયનાબેનના પતિ. કાનન મિતુલ ગાંધી અને કોશાલીના પિતા. મિતુલ ગાંધી અને નિખીલ લઢ્ઢાના સસરા. બિંદીબેન, ભાવનાબેન કૃષ્ણરાજ ઉદેશી અને બાલેશભાઈના ભાઈ. અશ્રુમતીબેન અને સ્વ. વિપીનભાઈ શાહના જમાઈ. શનિવાર ૨૬-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર ૨૭-૧૦-૨૪ના એમસીએફ બેંકવેટ, ૧લે માળે, એમસીએફ ક્લબ, જીમખાના રોડ, પ્રેમનગર, બોરીવલી (વે) ૫ થી ૭.

દશા સોરઠિયા વણિક
ભાયાવદરના (હાલ ગોંડલ) જયંતીલાલ પો. પારેખના પુત્ર સૂર્યકાંતભાઈ (ઉં.વ. ૭૮) તે સરોજબેનના પતિ. કિશોરભાઈના ભાઈ. સ્વ. શાંતિલાલ માણેકલાલ પારેખ મલાડના જમાઈ. જિતેન્દ્ર કાચલિયાના મામાના દીકરા. સુભાગ્ય પારેખ અંધેરીના કાકાના પુત્ર તા. ૨૯-૯-૨૪ રવિવારે ગોંડલમાં શ્રીજીચરણ પામ્યા છે.

સંબંધિત લેખો

દશા સોરઠિયા વણિક
બીલખાવાળા હાલ વડોદરા અનિલભાઈ તે સ્વ. ડો. હરિલાલ રામજીભાઈ પારેખના પુત્ર તા. ૮-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે શકુંતલા (નાની)બેનના પતિ. કેયૂર-કેયૂરીના પિતાશ્રી. મહેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, પ્રતિભા, ભારતીના ભાઈ. સ્વ. ચંપકલાલ ખુશાલચંદ પારેખ લખનઉવાળાના જમાઈ. સુભાગ્ય પારેખના મામાના પુત્ર.

કચ્છી લોહાણા
ગં. સ્વ. મધુરીબેન પલણ (ઉં.વ. ૭૩) તે સ્વ. ભૂપેન્દ્ર જાદવજી વાઘજી પલણના ધર્મપત્ની (ગામ: વાંકુ) હાલે મુલુન્ડ તા. ૨૫-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. કેતન, અર્પિત, ક્ધિનરી ભાવેશકુમારના માતા. સ્વ. કસ્તુરબેન વિઠ્ઠલદાસ ગાંગજી બારૂ હાલે કોલકાતાના પુત્રી. માલતીબેન (નાનાબેન) મંગલદાસ, રશ્મિબેન (ચંદુબેન) રમેશચંદ્ર, સ્વ. કિશોર, વિનોદ, ભારતીબેન ભરતભાઈ, રેખાબેન પ્રવિણભાઈ, પંકજબેન નરેશભાઈ, સુધીર, સંજયના બહેન. રચના કેતન પલણ, તોરલ અર્પિત પલણના સાસુજી. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૭-૧૦-૨૪ના ૪ થી ૬.૩૦ ગોપૂરમ (ભાગીરથી) હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

મોડાસા એકડા વિશા ખડાયતા
મોડાસા નિવાસી હાલ સાન્તાક્રુઝ ગં. સ્વ. વાસંતીબેન (ઉં.વ. ૮૩) ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કાલીદાસ ધરમચંદ શાહના પુત્રવધૂ. સ્વ. અશોકકુમારના પત્નિ. વિરેનના માતુશ્રી. મોનિકાના સાસુ. કિશોરદાસ ખાતુદાસ શાહ (મોડાસા)ના પુત્રી. સોહમ તથા સ્વયમના દાદી. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા
પ્રભાસ અથણી નિવાસી હાલે ભાયંદર દિલીપભાઈ ઠક્કર (રાઈઠઠ્ઠા) (ઉં. વ. ૭૬) મંગળવાર તા. ૨૨.૧૦.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.શાંતાબેન તથા સ્વ. કરસનદાસ દામોદરદાસ ઠક્કરના સુપુત્ર સ્વ.ગલાલબેન તથા નાથાલાલ મોદી (થાણા)ના જમાઈ. લીનાબેનના પતિ. તરૂણ તથા નિલયના પિતા. અ.સૌ.ખુશી તથા અ.સૌ.ભાવનાના સસરા. અ.સૌ.વૈજન્તીબેન વસંતલાલ સાદરાણી, સ્વ.મુકેશભાઈ (મુન્ના) ઠક્કર ગં. સ્વ.સાધનાબેન ગીરીશભાઈ કારીયા, અં.સૌ. જયશ્રીબેન મુકેશભાઈ ગઢીયાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
શિહોર નિવાસી હાલ મુંબઈ પ્રતાપરાય સંતોકરામ દવે (ઉં. વ. ૯૧) ૨૪/૧૦/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે હીરાબેનના પતિ. અનસૂયાબેન જાની, પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, હરબાળાબેન જોષી, રસિકભાઈના ભાઈ. સૂર્યકાન્ત જયંતીલાલ મહેતાના બનેવી. જાગૃતિ ભરતકુમાર ત્રિવેદી, જીજ્ઞા બિપીનકુમાર જોષી, દીપકભાઈ, અંજલિ જયેશ પંડ્યા, ભાવના અરૂણ સાવંતના પિતા. પૂજાના સસરા. સાદડી પ્રથા બંધ છે.

દંઢાવ્ય ઔદીચ્ય સહસ્ત્ર છોત્તેર બ્રહ્મસમાજ
અ.સૌ.વર્ષા (ઉં.વ.૭૭) ગામ વસાઈ-ડાભલા હાલ મુંબઈ વડાલા ચંદ્રકાંત બદ્રીનારાયણ જાનીના ધર્મપત્ની, કેતન, નિલેશ અને શિલ્પાના માતૃશ્રી. સ્વ.પ્રવિણાબેન જશવંત જાનીના દેરાણી, સુમિત્રાબેન રમેશકુમાર ઠાકરના ભાભી. ઘીરેન, પરાગ, રૂપલના કાકી, સૌ.શિતલ, સૌ.બિન્નીના સાસુ, તા.૨૩/૧૦/૨૪ને બુધવાર સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૨૭/૧૦/૨૪ને રવિવારે ૪ થી ૬. દ્વારકાનાથ ભવન હોલ, શ્રીરામ મંદિર પાસે, શ્રી અલબેલા હનુમાન મંદિર સામે, કાત્રક રોડ, વડાલા.

કચ્છી ભાટીયા
ચી.કૃતિકા દૈનેશ સંપટ (ઉં. વ. ૩૨) હાલ બેંગલુરુ નિવાસી તે સૌ.જેસલ તથા ચી. દૈનેશ મસ્કત નિવાસીના દીકરી, ગં.સ્વ.ઇન્દિરાબેન તથા સ્વ. ત્રિકમદાસ રતનશી સંપટના પૌત્રી, સ્વ. વિરાજ તથા સ્વ. વિજયસિંહ માધવદાસ કાપડિયા (પાલેજા)ના દોહિત્રી, દિ.૨૫.૧૦.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે, લૌકિક વેવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી સઈ સુથાર
ગામ સુદામડા, હાલ પનવેલ સ્વ. જશુમતી કાંજીભાઈ પાણસણિયાના પુત્ર, મુકેશ પાણસણિયા, (ઉં. વ. ૫૯) ભાવનાબેનના પતિ. ઝીલના પપ્પા, નીરંજના ભરત પરમાર, ભીખુ, ભરત, ઇપક, સુનીલના ભાઈ, મયુર, અભિષેકના કાકા. જીગ્નેશ જયંતીલાલ વઢવાણાના બનેવી, તા.૨૫-૧૦-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા.૨૭-૧૦-૨૪ના ૫.૦૦ થી ૬.૦૦. ઠે. લોહાણા મહાજનવાડી, મીરચી ગલી, પનવેલ, લૌકિક વ્યવહાર બંધ છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker