હિન્દુ મરણ
બાલાસિનોર નિવાસી, હાલ મલાડ સ્વ. રમેશભાઈ શાંતિલાલ શાહ (ઉં.વ. ૮૫) પુંડરીકલાલ ચિમનલાલ શાહના જમાઈ. શ્રીમતી જ્યોત્સનાબેન શાહના પતિ. તા. ૨૦-૧૦-૨૪, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. અ.સૌ. સ્મિતાબેન અને સ્વ. વિપુલભાઈના પિતા. કેતનભાઈ શાહ અને મમતાબેન પરીખના સસરા. તે આકાશ, ખુશ્બૂ, વિરાલી, વૈભવ, યસ્વી, હર્ષના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
કોળી પટેલ
ગામ ખરસાડ લુહાર ફરીયા હાલ મલાડ (ચિંચોલીબંદર) સ્વ. વિનોદભાઇ નગીનભાઇ પટેલ શનિવાર તા. ૧૯-૧૦-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. મોતીભાઇ બુચાભાઇના દોહિત્ર. સ્વ. ભાનુબેન તથા સ્વ. નગીનભાઇના પુત્ર. જયોત્સનાબેનના પતિ. બીના અને ચેતનના પિતા. સ્વ. પાર્વતીબેન, શાંતિલાલ, સ્વ. રમીલાબેન તથા ભાવનાબેનના ભાઇ. ચેતનભાઇ તથા ભાગ્યશ્રીબેનના સસરા. ગામ કોથા, હાલ વિરાર સ્વ. મોહનભાઇ છનાભાઇ તથા સ્વ. લક્ષ્મીબેન મોહનભાઇના જમાઇ. તેમનું બન્ને પક્ષનું બેસણું બુધવાર, તા. ૨૩-૧૦-૨૪ના બપોરે ૨થી ૫. તથા તેમના બારમાની વિધિ અને પુચ્છપાણી બુધવાર, તા. ૩૦-૧૦-૨૪ના બપોરે ૩થી ૪. મલાડ નિવાસસ્થાને. ઠે. રૂમ નં.૭, કિશન ધોડી ચાલ, ચિંચોલી બંદર રોડ, સુરેશ ભવનની સામે, મલાડ (પ).
ચોરવાડ ગિરનારા બ્રાહ્મણ
વર્ષાબેન ધનેશંદ્ર પાઠક (ઉં. વ. ૭૪) સ્વ. અનુમતિબેન તથા સ્વ. ધનેશંદ્ર કેશવલાલપાઠકના સુપુત્રી. પ્રજ્ઞાબેન અશ્ર્વિનભાઈ ભટ્ટ, અતુલા મનોજભાઈ ભટ્ટ, ભારતી બકુલભાઈ આચાર્ય, બીનાબેન દ્વૈપાયન દ્વિવેદી, વિજય, જયકૃષ્ણ, અજય પાઠકના બેન, શનિવાર તા.૧૯.૧૦.૨૪ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવા નિવાસી, હાલ ઘાટકોપર મનહરલાલ (મનુભાઈ) છોટાલાલ મહેતા (ઉં.વ. ૮૫) તા. ૨૦-૧૦-૨૪ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઈલાબેનના પતિ. કેતન વૈશાલી, બિમલ દિપ્તી, અ.સૌ. ફાલ્ગુની કિર્તીકુમાર મહેતાના પિતાશ્રી. સ્વ. બળવંતરાય, સ્વ. પ્રતાપરાય, સ્વ. રમાબેન વિજયકાંત મહેતા, સ્વ. કલાબેન જયંતીલાલ મહેતા, અ.સૌ. કપિલાબેન વિનોદરાય મોદીના ભાઈ. ક્રિના, નિયતી, સલોની, અદિતી તથા અચીતના દાદાજી. સાસરા પક્ષે મહુવાવાળા સ્વ. ગુલાબરાય ભગવાનદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં.સ્વ. તરુલતાબેન આડાસાણી (ઉં.વ. ૬૫) કચ્છ ગામ અંજાર, હાલે મુલુંડ, તે અ.નિ. મગનલાલના ધર્મપત્ની. તે અ.નિ. પ્રેમાબાઈ પ્રાગજીના પુત્રવધૂ. તે અ.નિ. સીતાબાઈ અર્જુનભાઈ પંડિતપૌત્રાના પુત્રી. તે શરદ, મયુરના માતુશ્રી. હિનલ, ઈશિતાના સાસુ. રવિવાર, તા. ૨૦-૧૦-૨૪ના અક્ષરનિવાસી પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૨-૧૦-૨૪ના ૫થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ વાણીયા
જામનગરવાળા હાલ વાશી નવી મુંબઈ ઈશ્ર્વરલાલ દ્વારકાદાસ શેઠના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૪) તા.૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. રજની (રાજુ)ના પતિ. રવિશ અને લીપાબેનના પિતા. જતીન મહેતા અને જયશ્રીબેન શેઠના સસરા. શ્રીમતી ઈશા સ્મિત શાહ, શ્રુતિના દાદા. સ્વ. બિપીનભાઈ, સ્વ. યશેશભાઈ, સ્વ. ઈન્દીરાબેન અનિલ પટેલના મોટાભાઈ. પ્રાર્થનાસભા ત્થા લૌકિક વ્યવહાર બંધ છે. ૬, દેવઆશીષ, પ્લોટ નં ૨૩૨, સેક્ટર-૨૮, વાશી, નવી મુંબઈ.
રાજપુત ક્ષત્રિય
ગામ સણોસરા (કચ્છ) હાલ-કાંજુરમાર્ગ મુંબઈ નિવાસી શ્રી શિવુભા જાડેજા, ધીરુભા જાડેજાનાં ભાઈ. જનકબાના પતિ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીગ્નાબા ચૌહાણના પિતાશ્રી. ખુશાલીબા હર્ષિતસિંહના નાના બાપુ. પલકબાના દાદાજી. પ્રવિણસિંહ મિઠુભા જાડેજા તા. ૧૮-૧૦-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. ઉત્તરક્રિયા તા. ૨૫-૧૦-૨૪ના ગામ સણોસરા કચ્છ, ભુજ ખાતે તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.
નાગર બ્રાહ્મણ
ઓલપાડ નિવાસી હાલ દહિસર ઓમપ્રકાશ મહેન્દ્રભાઈ વહાલિયા (ઉં. વ. ૭૩) ૨૦/૧૦/૨૪ના દેવલોક પામેલ છે. તે બાવકીબેનના પતિ. સ્વ.રાકેશ તથા સ્વીટીના પિતા. વિજયકુમાર તથા પ્રેરણાના સસરા. સ્વ. લીલાવતીબેન પ્રાગજીભાઈ અજમેરાના જમાઈ. નિશાંત તથા શુભના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ પોરબંદર (દ્રાફા) હાલ દહિસરના સ્વ. રામકુંવરબેન તથા સ્વ. કાનજીભાઈ હરજીભાઇ ઠક્કર (ચોટાઇ)ના પુત્રવધૂ તથા કલ્યાણજી (કનુભાઈ) ઠક્કરના ધર્મપત્ની અ. સૌ. ચંદ્રિકાબેન ઠક્કર (ઉં. વ. ૭૫) ૨૦/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સાગરના માતુશ્રી. સ્વ. શાંતાબેન તથા સ્વ. કાંતિભાઈ ગોરધનદાસ પોપટ રાજકોટવાળાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રૂમ, નં ૨, અંબાલાલ પોખરાય જૈન ચાલ, સી એસ રોડ, વિદ્યામંદિર સ્કૂલની પાસે, દહિસર ઈસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ઊખરલા નિવાસી હાલ બોરીવલી નવનીતભાઈ વૃજલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. હંસાબેન (ઉં. વ. ૯૦) શ્રીજીચરણ પામેલ છે. તે બીપીનભાઈ, કીરણબેન મહેતા તથા હરીશભાઈનાં માતુશ્રી. ગીતાબેન, વર્ષાબેન, ભરતભાઈના સાસુજી. મિત્તલ, હાર્દિક, હીરલ ભાવિન શાહ તથા દિશીતા આશીષ કામદારના દાદીમા. રણછોડભાઈ ભોગીલાલ કંપાણીના દીકરી. લૌકીક વહેવાર બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
વેરાવળ નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૮) ૧૮/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.મોહનલાલ શામજીભાઈ શાહના પુત્રવધૂ. સ્વ. ચંદ્રકાન્ત શાહના ધર્મપત્ની. સ્વ.ભરત, શૈલેષ, હરેશ તથા પ્રજ્ઞા, ચેતનાના માતુશ્રી. નીતા, નયના, નીલમ, કિરીટકુમાર તથા મુકેશકુમારના સાસુ. સ્વ.વૃજલાલ પરષોત્તમ સોલંકીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બી /૧૦૨, પ્રેમનગર, નં.૧૦, એસ. વી પી રોડ બોરીવલી વેસ્ટ.
મેઘવાળ
ગામ વાળુંકડ નિવાસી હાલ માટુંગા સ્વ.નાથાલાલ માલજી પડાયાના દીકરી સ્વ.રતનબેન પરમાર (ઉં. વ. ૭૫) ૧૮/૧૦/૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ.પ્રેમજીભાઈ ગોવિંદભાઇ પરમારના ધર્મપત્ની. પ્રવીણ તથા વિજયના માતુશ્રી. હર્ષા તથા નૈનાના સાસુ. વિનોદભાઈ, રતિલાલ, સ્વ. વાલજી, દિનેશ, સ્વ. મીઠીબેન વાઘેલા, કંકુબેન ગોહિલના ભાભી. તેમનું કારજ ૨૨/૧૦/૨૪ના ૫ કલાકે, મેઘવાડી, રૂમ.નં. ૪૪, ટી એચ કટારીયા માર્ગ, માટુંગા ઈસ્ટ.
મોઢ વાણિયા
જામનગરવાળા હાલ વાશી નવીમુંબઈના શ્રી ઈશ્ર્વરલાલ દ્વારકાદાસ શેઠના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) તા. ૨૦-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રજની (રાજુ)ના પતિ. શ્રી રવિશ અને લીયાબેનના પિતા. શ્રી જતીન મહેતા અને શ્રીમતી જયશ્રીબેન શેઠના સસરા. શ્રીમતી ઈશા સ્મિત શાહ તથા શ્રૃતિના દાદા. તે સ્વ. બિપિનભાઈ, સ્વ. યશેશભાઈ તથા સ્વ. ઈન્દિરાબેન અનિલ પટેલના મોટાભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા, હાલ જુહુસ્કીમ સ્વ. નિર્મળાબેન નારણદાસ ગોરડીયાના પુત્ર અતુલભાઈ (ઉં. વ. ૭૨) ૨૦-૧૦-૨૪ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવનાના પતિ. ગૌરાંગ-સલોની અને પરાગ-મોનાના પિતાશ્રી. ક્રીષા, નીલ અને કરીનાના દાદા. જાફરાબાદવાળા સ્વ. ગોરધનદાસ મોહનલાલ મહેતાના જમાઈ. સ્વ. જસવંતભાઈ-ઈંદીરાબેન, રાજેશભાઈ-પ્રભાબેન અને સ્વ. ધરમદાસ-પ્રવીણાબેન, સ્વ. વસુબેન, સ્વ. અનુબેન તથા રંજનબેનના ભાઈ. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા સ્થળ: વિશ્ર્વકર્માબાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વે). ૨૪-૧૦-૨૪, ગુરુવાર, સાંજે પ્રાર્થનાસભા ૫ થી ૭.