મરણ નોંધ

હિન્દુ મરણ

મનીષ શાહ (ઉં. વ. ૬૧) તે સ્વ.નટવરલાલ ત્રિકમદાસ શાહ તથા રંજનબેનના પુત્ર. ભાવનાના પતિ. સંદીપના મોટાભાઈ. પ્રાથવી, ધ્વનિના પિતા. દર્શીલ, જિતના સસરા. સ્વ.ભૂપેન્દ્ર રમણલાલ શાહના જમાઈ. તા. ૨-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. રામજી લક્ષ્મીદાસ કતીરાના નાના પુત્ર જયેશ કતીરાનાં ધર્મપત્ની લીના કતીરા ગામ ગઢશીશાવાળા હાલે પવઈ તે તા. ૨-૧૦-૨૪, બુધવારે શ્રી રામશરણ પામેલ છે. ગં.સ્વ. વીરબાળા કતીરાની નાની પુત્રવધૂ. જોલી એન્ટ્રી ડીસોઝાની પુત્રી. સુરેશ રામજીનાં નાના ભાઈનાં પત્ની. દમયંતી હરીશચંદ્ર, દીના કિશોર, મીના યશવંતના નાના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રીમાળી બ્રાહ્મણ
દાઠા નિવાસી હાલ ભાંડુપ સ્વ. નલિનભાઈ દલપતરામ ઓઝાના ધર્મપત્ની જયશ્રીબેન ઓઝા (ઉં.વ. ૮૩) તા. ૨-૧૦-૨૪, બુધવારના દેવલોક પામ્યા છે. તે મેહુલ નલિન ઓઝા તથા ડિંપલબેન રાજેન્દ્રકુમાર જોષીના માતા. મીના મેહુલ ઓઝાના સાસુ. પ્રણવ, દિશાના દાદી. દિલીપભાઈ દલપતરામ ઓઝા, અ.સૌ. પૂર્ણિમાબેન કપિલભાઈ ઓઝા, સ્વ. ઉષાબેન જગદીશચંદ્ર ઓઝાના ભાભી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કચ્છી લોહાણા
બીટા તા. અબડાસા સ્વ. ઠા. કિશોરભાઈ (ઉં.વ. ૬૯) તે સ્વ. ગોદાવરી કાનજી ખેરાજના પુત્ર ગં.સ્વ. ધીરજબાળાના પતિ. સ્વ. મોહનલાલ મકનજી મજેઠિયા અંજારવાલાના જમાઈ. હિતેશ તથા કલ્પેશના પિતાજી. નિધિબેનના સસરા. સ્વ. પ્રભાશંકર, સ્વ. બુધીયાભાઈ. સ્વ. જમનાદાસ, સ્વ. ત્રિકમદાસ, લહેરીભાઈ, સ્વ. સાવિત્રીબેન પઠાઈ, સ્વ. લક્ષ્મીબેન હંસરાજ તથા સ્વ. શાંતાબેન બેચરલાલના ભાઈ. તા. ૩૦-૯-૨૪નાં રામશરણ પામ્યા છે. મુંબઈમાં પ્રાર્થનાસભા રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ વૈષ્ણવ
જેતપુર નિવાસી હાલ મુંબઈ સ્વ. ગુલાબબેન અને સ્વ. શાંતિલાલ દ્વારકાદાસ ચિતલિયાના પુત્ર અરુણ ચિતલીયા (ઉં.વ. ૮૩) તા. ૧-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મૃદુલાબેનના પતિ. કર્તવ્ય તથા અદ્વૈતના પિતા. નંદિતા તથા સ્વાતિના સસરા. સ્વ. પરીમલભાઈ, સ્વ. શશીકળાબેન મણિલાલ મોદી, અ.સૌ. ચંદ્રકળાબેન અશોકભાઈ પટેલ, ગં.સ્વ. ભાનુબેન મણિલાલ મોદીના ભાઈ. શિહોરના સ્વ. જયંતીલાલ વોરા, સ્વ. નિર્મળાબેનના જમાઈ. પ્રાર્થનાસભા ૫-૧૦-૨૪ના પ થી ૭ જલારામ હોલ, રોડ નં. ૬, જુહુસ્કીમ.

હાલાઇ લોહાણા
કરાચીવાલા હાલ થાણા નિવાસી ગં. સ્વ. મધુબેન રાચ્છ (ઉં. વ. ૭૭) તા. ૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયાબેન જાદવજી ખખ્ખરના દીકરી. સ્વ. ગોરધનદાસ ભગવાનજી રાચ્છના ધર્મપત્ની. રાજન, રમેશ, રીટા અનંતકુમાર વિઠલાણીના માતુશ્રી. વિધી, ખુશીના દાદીમા. કેયુર અને ગાયત્રીના નાનીમા. આરતીના સાસુમા. શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠીયા વણિક
વડીયા નિવાસી (હાલ-જુહુ) કુમુદબેન સાંગાણી (ઉં. વ. ૮૨) સોમવાર,તા. ૩૦-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ.ચંપાબેન શાંતિલાલ સાંગાણીના પુત્રવધૂ. તે સ્વ. મનસુખભાઇનાં પત્ની. જે જસ્મીનાબેન, કેતનભાઇ, દેવાંગભાઇના માતુશ્રી. તે ગં. સ્વ. પ્રભાવતીબેન, સ્વ. હકમીચંદભાઇ ઘીયાના પુત્રી. તે જીજ્ઞાબેન યાશીકાબેન, નિરવભાઇનાં સાસુ. તે સ્વ. જયંતીભાઇ, સ્વ. સુરેશભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. દિનેશભાઇ, વિનોદભાઇ, અશોકભાઇ, હંસાબેન, વસુબેનના ભાભી. સાદડી-લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

શ્રીમાળી સોની
મૂળ ગોંડલ હાલ મુંબઈ સોની જયંતીભાઈ સવજીભાઈ જડીયા (ઉં. વ. ૮૪) તે જામખંભાળિયા નિવાસી છગનલાલ નાનજી ગુસાણી સોનીના જમાઈ. હંસાબેનના પતિ. જ્યોત્સના, સંગીતા, ધર્મેન્દ્રભાઈના પિતા. રાકેશ, દિનેશ, રૂપાલીના સસરા. જાહન્વી તથા અમી રોહનકુમારના દાદાજી. ૨/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સોરઠીયા પ્રજાપતિ કુંભાર
લાઠી નિવાસી હાલ કાંદિવલી મેઘજી પરમાનંદ દેવળીયા (ઉં. વ. ૮૬) ૨/૧૦/૨૪ના પ્રભુશરણ પામેલ છે. તે સ્વ.પ્રેમાબેનના પતિ. રમેશ, રાજેશ, મંજુલા જેઠવા તથા જયશ્રી ભરડવાના પિતા. પ્રાર્થનાસભા ૪/૧૦/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ કાંદિવલી વેસ્ટ.

કચ્છી ભાટિયા
ગામ માંડવી હાલ બોરીવલી સ્વ.જયેશ સુંદરદાસ ગાજરીયા (ઉં. વ. ૬૬) ૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે આશાબેનના પતિ. જીગર તથા ઉર્વીના પિતા. રાગીની તથા પરેશભાઈના સસરા. કનુભાઈ, સ્વ.કિશોરભાઈ, હેમાબેન તથા રક્ષાબેનના ભાઈ, જામકનોડાવાળા સ્વ.પ્રતાપસિંગ (બહાદુરસિંગ) તથા સ્વ.જયશ્રીબેનના જમાઈ. યોગેશભાઈ, રંજીતભાઈ તથા યોગિતાબેનના બનેવી. પ્રાર્થનાસભા ૫/૧૦/૨૪ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થા જૈન સંઘ, મોટો ઉપાશ્રય, એસ. વી રોડ, પારેખ ગલ્લી ના કોર્નરે, એસ વી રોડ, કાંદિવલી વેસ્ટ.

ઘોઘારી દશા પોરવાડ વૈષ્ણવ વણિક
ચિંચણ તારાપુર નિવાસી હાલ દહિસર ગં.સ્વ શ્રીલેખા (ઉં. વ. ૯૪) તે ૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ.વ્રજલાલ શાહના ધર્મપત્ની, સુધા, ભગવંત, ચિરંતન, ભારતીના માતુશ્રી. દિનેશ, શોભના, જોલી, સ્વ. ચાલર્સના સાસુ. મેઘના, દીક્ષિતા, જીમેશ, સનીના નાની, હેતેશ્રી, શૈલી તથા ઉર્વીના દાદા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી મોઢ વણિક
રાણપુર નિવાસી હાલ મુંબઈ જ્યોતિબેન (ઉં. વ. ૭૧) ૨૮/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પુષ્પાબેન શાંતિલાલ મોતીલાલ શાહના દીકરી. સ્વ.રમેશભાઈ, દીપકભાઈ, યોગેશભાઈ, ગં.સ્વ.કુમુદબેન બળવંતરાય મણિયાર, ભારતીબેન પંકજકુમાર પારેખ, ગં.સ્વ.કલ્પનાબેન રાજેન્દ્રકુમારના બહેન, સ્વ.નલિનીબેન, અલ્કાબેન, બીનાબેનના નણંદ. પરાગ -દીપા, નિયતિ મંથન દેસાઈ, હસ્તી રાજ તથા સર્વેશના ફઈ. ગોપી નીપા, ગં.સ્વ. પ્રેયતા દુષ્યંત, ક્રિષ્ના રૂપાંગ ફોજદાર, અર્પિત સિદ્ધિના માસી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ધોરાજી નિવાસી હાલ મુકામ અમદાવાદ ચંદ્રિકાબેન પડિયા (ઉં. વ.૭૨) તા. ૧.૧૦.૨૦૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.વલ્લભદાસ મોહનલાલ પડિયાના પત્ની. સ્વ.ભગવાનજી કેશવજી દુબલના દિકરી, સ્વ.અનંતરાય, સ્વ.કિશોરભાઈ, સ્વ.અરવિંદભાઈ, સ્વ.વનિતાબેન જાદવજી મર્થક, સ્વ.નીમુબેન રવજીભાઈ સિંધવડ, સ્વ.કાંતાબેન મોહનલાલ મર્થક, ગં.સ્વ.અનુસયાબેન હર્ષદરાય મેરના ભાભી. પૂનમ જતીન બગરીયા, પ્રકાશ, ભાવિકના માતુશ્રી. શિલ્પા, ટીનાના સાસુ. લૌકિક પ્રથા બંધ છે.

વીસા સોરઠિયા વણિક
અ. સૌ. ભાવના શાહ (ઉં. વ. ૭૦) માધવપુરવાળા હાલ મુંબઇ નિરંજન શાહના ધર્મપત્ની, લલિતા દેવીદાસ વિરચંદ શાહના પુત્રવધૂ. તા.૨/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે બિંદેશ નિકુંજ, ભકિતના માતુશ્રી. કાજલ, હેતલ, જયેશના સાસુ. સ્વ.મંજુલાબેન જેઠાલાલ મોદીના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૪/૧૦/૨૪ને શુક્રવાર ૫.૦૦ થી ૬.૩૦. સ્થળ ૩૬/૩૭, ગુર્જર સુતર વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલે પાર્લે પશ્ર્ચિમ.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
વાસાવડ નિવાસી હાલ કાંદિવલી સ્વ.હીરામાણીબેન તથા સ્વ.વીરજીભાઈ અભેરાજ પડિયાના સુપુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૭૭) ૧/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. જ્યોતિબેનના પતિ. સ્વ.ચીમનભાઈના નાનાભાઈ, નેહલ, હેતલ અમરકુમાર સિંઘવડ તથા લોપાના પિતા. સ્વ.ચંપાબેન તથા સ્વ.મગનલાલ મોહનલાલ મણિયાર અમદાવાદના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૪/૧૦/૨ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા
મુળ ગામ હડિયાણા હાલ થાણા નિવાસી સ્વ.હિરાબેન મોહનલાલ વિશ્રામ માણેકના પુત્રવધૂ ગં.સ્વ.રૂક્ષ્મણીબેન વલ્લભદાસ માણેક (ઉં. વ.૯૩) બુધવાર તા.૦૨/૧૦/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.પાર્વતીબેન માધવજી વલ્લભદાસ સાદરાણી (પનવેલ)ના દીકરી. સ્વ.સુર્યકાન્તભાઈ, સ્વ.ગુણવંતભાઈ, પુનમબેન, જયેન્દ્રભાઈના માતુશ્રી. સ્વ.નિર્મળાબેન, સ્વ.મધુરીબેન, રમેશકુમાર ચુનીલાલ, શિલ્પા (દક્ષા)ના સાસુ. પારૂલ વિનોદકુમાર, મિતા હિતેન, અમી વિરેન, દિપા નિલેશકુમાર, પ્રિયા સંજયકુમાર, પુનમ ચંદ્રેશ, ધરા મુળેશ, સનીના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા.૦૫/૧૦/૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૦૦. સી.કે.પી. હોલ, ખારકર આળી, એન.કે.ટી. કોલેજની બાજુમાં, થાણે (વે). લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત