મરણ નોંધ

હિન્દુ મરણ

મૂળ ગામ ધ્રોલ, હાલ-મુંબઈ ગો.વા. હરીલાલ ડોસાભાઈ આડેશરાના પુત્ર સ્વ. ઠાકોરલાલ આડેશરા (ઉં.વ. ૮૨) સોમવાર, તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. મીના, શિરિષ, વિમલના પિતાશ્રી. વિજયભાઈના સસરા. કોમલ, માનસી, વિશ્મા, કુદલીપરાજના દાદા. આસ્થા, કુનાલના નાના. પ્રાર્થનાસભા તા. ૧-૧૦-૨૪ના ૪થી ૬. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકિઝની સામે, બોરીવલી (વેસ્ટ).

કચ્છી લોહાણા
સ્વ. દમયંતીબેન સોમૈયા તથા સ્વ. જમનાદાસ રાઘવજી સોમૈયા કચ્છ ગામ-અંજાર હાલ નાશિકવાળાના મોટા પુત્ર મહેશકુમાર (ઉં. વ. ૭૫) ૨૮-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મોહનલાલ સોમૈયાના ભત્રીજા. તે કમલાબેનના પતિ. તે સ્વ. ભુલચંદભાઈ થાવરદાસ દાવડાના જમાઈ. તે મિનલ સંજય માણેક, ભાવિનના પિતા. તે સ્વ. હંસાબેન ચોથાણી, સ્વ. ભરત, સ્વ. દિપક, શિરીષ, જયશ્રીબેન મોદી, આશાબેન ઠક્કર, કલ્પનાબેન પટેલ, પ્રિતીબેન ઠક્કરના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
કચ્છ ગામ વાકૂં, હાલ મુંબઈ ઘાટકોપર નિવાસી માધવજી લાલજી પલણ (ઉં. વ. ૯૬) ૨૯-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રાવતિના પતિ. સ્વ. ભાવેષ અને ભાવના હરીષ રૂપારેલના પિતાશ્રી. રીટા અને સ્વ. રાધાના સસરા. સ્વ. વસંત, સ્વ. કમળા, સ્વ. લતાના કાકા. ભાવિન, ભૂમી, લીશા, કુનાલ, મનેષ, વંદના, નિષ્મા, જય, માન્સીના બાપૂજી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ
અનીડા નિવાસી હાલ મલાડ અશોકભાઈ મોદી (ઉં. વ. ૭૧) તે ભાનુબેન નંદલાલ મોદીના પુત્ર તથા મીનાબેનના પતિ. ચૈતાલી તથા હર્ષના પિતા. રવિકુમાર તથા હિરલના સસરા. શૈલેષભાઈ તથા સંજયભાઈના ભાઈ. ધીરજલાલ હીરાલાલ પારેખના જમાઈ તે ૨૮-૯-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાટણ
પાટણ વસાવાડાના હાલ મુંબઈ નિવાસી સુધાબેન (સવિતાબેન) ચીનુભાઈ શાહ (ઉં. વ. ૯૬) ૨૯-૯-૨૪ના રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. દીપક, સ્વાતિ, અવની અને મિહિરના માતુશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
મૂળ ગામ તુણા (અંજાર) હાલે થાણા ડૉ. લાલજી શેઠિયા (ઉં. વ. ૮૨) ૨૭-૯-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પાર્વતીબેન માવજી શેઠિયાના પુત્ર. તે સ્વ. ઉષાબેન અને વિજયાના પતિ. પ્રશાંત અને દિપલના પિતા. સ્વ. શિવલાલ, લક્ષ્મીકાંતના ભાઈ. પારૂલ અને જગદીશભાઈના સસરા. તે જયેશ, મિતેષ, ભાવિક, જતીન, રેણુ અને પ્રતિમાના કાકા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા લોટ્સ હોલ, બીજા માળે, ટીપ ટોપ પ્લાઝા, એલ.બી.એસ. માર્ગ, મુલુંડ ચેકનાકા પાસે, થાના મંગળવારના ૧-૧૦-૨૪ ૪.૩૦ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
ગામ ટોડિયા (નખત્રાણા)વાળા સ્વ. કિશોરભાઈ કેશવજી પોપટના ધર્મપત્ની ગં.સ્વ. કમલાબેન (ઉં.વ. ૯૫) સ્વ. હરિરામભાઈ જેઠાભાઈ બારૂ ગામ ખોંભડીવાળા હાલે કોલ્હાપુરના સુપુત્રી. લધારામ હરિરામ બારૂ, સરસ્વતીબેન તન્નાના બેન. તે સ્વ. કૌશલ્યાબેન, દિનેશભાઈ, વાસંતીબેન, સ્વ. જગદીશભાઈ, પ્રદીપભાઈ, પૂજાબેન (પ્રતિમા)ના માતાજી. તે તક્ષશીલાબેન, સ્વ. પ્રતાપભાઈ મજેઠિયા, વિવેક, અશ્ર્વિનભાઈ ભીંડેના સાસુ. તે કમલેશ, કેનીલ (વિક્કી), મેહુલ, અનિકેત (સોનુ), જુગના, પ્રશાંત, કામિની (કોમલ), કલ્પેશ સચદેના દાદી રવિવાર, તા. ૨૯-૯-૨૪ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧-૧૦-૨૪ના ૫.૩૦થી ૭.૦૦ સ્થળ: બાલાજી બેન્કવેટ હોલ (ગોપૂરમ), ડૉ. આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)

મેઘવાળ
ગામ ચલાલા હાલ મુંબઇ મહાલક્ષ્મી સ્વ.મુળીબેન કાળાભાઈ ગોહિલ (ઉં. વ. ૮૨) શનિવાર તા.૨૧.૦૯.૨૦૨૪ના અવસાન પામ્યા છે. તે સ્વ.કાળાસાતા ગોહિલના પત્ની. વાલીબેન, હિરજીભાઈ, ભાણજી, રૂપાલીના માતુશ્રી. બેચર ખુમાણ, લક્ષ્મણ બાબરીયા અને દેવુબાઈના સાસુ. તેમનું બારમું બુધવાર ૨.૧૦.૨૪ સાંજે ૫ ક. નિવાસસ્થાન મહાલક્ષ્મી બી-૧/૧૭૦૫ રાખવામાં આવેલ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગામ ઝાલોદ (દેવગઢ બારીયા) હાલ વિલેપાર્લે ભાનુભાઇ કનૈયાલાલ દેસાઈના ધર્મપત્ની અનસૂયાબેન (ઉં. વ. ૮૮) તે શેફાલીબેન લેનિન મહેતા, સ્વાતિ અમીષ મહેતા, નેહા ચેતન કાણકિયાના માતુશ્રી. સ્વ.ગુલાબદાસ મોદીના દીકરી, સ્વ.દેવબેન, સ્વ.કનૈયાલાલ, સ્વ.કૃષ્ણકાંત મોદીના બહેન, તા.૨૯/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પરજીયા સોની
અમૃતલાલ ગોવિંદભાઇ ધકાણ (ઉં. વ. ૮૩) આસોદરવાળા તા.૨૬/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. સ્વ.લાલજીભાઈ વીરજીભાઈ ધાણક જેતપુરવાળાના જમાઈ. સ્વ.ધીરુભાઈ, સ્વ.મગનભાઈ, સ્વ.વિનુભાઈ, મહેન્દ્રભાઈના ભાઈ. મનીષના પિતા. નિખિલ તથા તેજલ ભાવિનકુમાર અઢિયાના મોટાપપ્પા. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ ભાટિયા
કુમારી આયરા ઉદેશી (ઉં. વ. ૧૬) મૂળ દ્વારકાના હાલ ઘાટકોપર નિવાસી તે સ્વ. કુસુમ અને જયરાજ ઉદેશીની પૌત્રી. રાધિકા જગદીશની સુપુત્રી. ગ.સ્વ. કિલ્પા દેવેન, ચિ.અતુલ -પૂનમ, ચિ.રાજેશ -રૂપાની ભત્રીજી, સ્વ.પ્રમિલાબેન અને વિઠ્ઠલદાસ વેદની દોહીત્રી, ચિ.મીત, પ્રિયલ, તન્વી, દિવ્યમ, શિવમ, વેદાંત અને નિર્મિતની બહેન. તા.૨૯-૯-૨૪ના શ્રીજીચરણ પામી છે. પ્રાર્થનાસભા બુધવાર તા.૨-૧૦-૨૪ના ૪-૬. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર(ઈ) લૌકિક વ્યહવાર બંધ છે.

બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. ચંદનબેન અને ઓચ્છવલાલ કડકીયા (લટકારી)ની સુપુત્રી. કોકિલાબેન પરીખ (ઉં. વ. ૮૭) તે સ્વ. વસંતભાઇના પત્ની. પ્રતીક્ષ, રૂપેશ, દીપેન, નૃપાના માતુશ્રી. તે નીતા, ભૈરવી, પ્રિયા તથા અનીશકુમારના સાસુ. તે સ્વ. કમળાબેન અને શાંતિલાલ ચંદુલાલ પરીખના પુત્રવધૂ. તા. ૨૯-૯-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧-૧૦-૨૪ના ૫થી ૭. ઠે. સુખમની બિલ્ડિંગ, બોમાંજી પેટીટ રોડ, પારસી જનરલ હોસ્પિટલ પાસે, કેમ્પસ કોર્નર, મુંબઇ-૩૬. પ્રાર્થનાસભા બાદ લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા