હિન્દુ મરણ
ગામ બોણંદ હાલ કાંદીવલી યશવંતભાઇ નાગરજી દેસાઇ (ઉં. વ. ૮૩) તે ભાનુબેનના પતિ. તે ભૈરવી, ખ્યાતિ અને મિહીરના પિતા. વિજય, રાકેશ, સિમીના સસરા. હિતાર્થ, શ્રુતિ, રિયાના દાદા. સ્વ. વિનોદભાઇ અને રજનીકાંતના ભાઇ તા. ૨૮-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક રિવાજ બંધ છે.
મેઘવાળ
ગામ પાલિતાણા હાલ નવી મુંબઇના સ્વ. કાંતાબેન બેચરભાઇ મારુ (ઉં. વ. ૭૦) ગુરુવાર તા.૨૬-૯-૨૪ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. બેચરભાઇ દયાળજી મારુના પત્ની. નરેશ, રાજેશ, વસંત, ભારતીના માતા. મધુ, અંજુ, રૂપા, નરેશભાઇ ભોજના સાસુ. શૈલેષ, હિરેન, હર્ષ, પ્રિયંકા, ક્રિશિકા, સાચીના દાદી. લક્ષ, હેમાંશુના નાની. કેશવભાઇ બાવાભાઇ ગોહિલના દીકરી. બારમાની વિધી સોમવાર તા. ૩૦-૯-૨૪ના સાંજે ૪.૦૦ કલાકે. ઠે. કરાડી સમાજ હોલ, સેકટર ૧૪, કામોઠે ગાંવ, નવી મુંબઇ, રેલવે સ્ટેશન ખાંડેશ્ર્વર ખાતે રાખવામાં આવેલ છે.
કચ્છ કડવા પાટીદાર
સ્વ. રમેશ ગોપાલ રાજાણી (ઉં. વ. ૭૭) હાલ નવી મુંબઇ (કોપરખેરણે) તથા કચ્છ ગામ નખત્રાણા નિવાસી તા. ૨૮-૯-૨૪ના અવસાન પામેલ છે. તે મંજુલાબેનના પતિ. તે સ્વ. મેઘજી જેઠાના જમાઇ. જીજ્ઞા, નિતા, રાજેશના પિતા. નરસીભાઇ તેમ જ સવિતાબેનના ભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૦-૯-૨૪ના દિવસે ઠે. કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, લેવીનો કમ્પાઉન્ડ, કેસલ મિલ પાસે, થાણે (પશ્ર્ચિમ).
હાલાઈ લોહાણા
જામ સલાયાવાળા હાલ મલાડ સ્વ. કેસરબેન તથા સ્વ. જમનાદાસ કારાભાઈ બથીયાના સુપુત્ર રમણીકલાલ (ઉં.વ.-૮૭) તે રમીલાબેન (સરલા)ના પતિ. સ્વ. વિજયાબેન કાકુભાઈ સિમરીયાના જમાઈ. તે સંજય, સમીર તથા કિશોરી ના પિતાશ્રી વિકી, હર્ષ, હીરલના દાદા ઉષા, ડીમ્પલ અને ભાવેન મોરજરીયાના સસરા તે દિનાંક ૨૮-૦૯-૨૦૨૪ ના શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા સોમવાર તા. ૩૦-૦૯-૨૪ ના સમય: સવારે ૧૦.૩૦ થી ૧૨ સ્થળ : લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ.વી. રોડ, કાંદિવલી (૫.) રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર
કચ્છ ગામ મસ્કા હાલે કાંદીવલી નિવાસી ગં. સ્વ. કમળાબેન રમેશ જોષી (મોતા-ખીમાણી)ના પુત્ર, સ્વ ધર્મેશ (ઉં.વ.૩૬), પાયલના પતિ. વિઆનના પિતા. કેતન, વંદના અતુલ વ્યાસ, મેઘના વિનોદ પરમારના ભાઈ. તે ગામ રૂપાલ નિવાસી હાલે કાંદીવલી સોનલબેન મનીષભાઈ ગોરના જમાઈ તા. ૨૮/૦૯/૨૪ ના શ્રીજી ચરણ પામેલ છે, બંને પક્ષની સાદડી તા. ૩૦/૦૯/૨૪ સોમવારના ૪ થી ૬ રાખેલ છે. ઠેકાણું:-વાંઝા વાડી, મથુરા દાસ રોડ, ધનામલ સ્કૂલની સામે, કાંદીવલી (વેસ્ટ) મુંબઈ.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
મૂળગામ સાયલા આણંદ હાલ ગોરેગાંવ ધર્મેશ ચંદ્રકાંત ગોહેલ (ઉં.વ.૩૮) તે ૨૮/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે રશ્મિબેન ચંદ્રકાંત ભગવાનદાસ ગોહેલ ના સુપુત્ર, આશાબેન (પિંકી)ના પતિ, ડેલસી ના પિતા. કોમલ મનોજભાઈ મંગલેના ભાઈ, લીંબડી નિવાસી હાલ બોરીવલી દક્ષાબેન કીર્તિભાઇ નાગરદાસ ગોહિલના જમાઈ. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૩૦/૯/૨૪ ના રોજ ૪ થી ૬. ઠે. ઉમિયા માતા મંદિર હોલ, વિશ્ર્વેશ્ર્વર નગર રોડ, ગોરેગાંવ ઈસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. દેવકાબેન મોતીરામ કોઠારી ગામ કોડાય ,હાલે માટુંગાના સુપુત્ર કિરીટભાઈ કોઠારી (ઉં.વ. ૭૪) તે અરુણાબેનના પતિ. તે સ્વ શાંતાબેન મોરારજી પ્રેમજી ચોથાણી ગામ ગઢશીશા વાલાના જમાઈ , તે ધ્વનિતના પિતાશ્રી. તે સ્વ રવિકાંત, સ્વ નારણદાસ, સ્વ દિનેશ, સ્વ ડો. જયસિંહ અને સ્વ મદાલસા રણજીતભાઈ ઠક્કરના ભાઈ. તારીખ ૨૮/૯/૨૪ શનિવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા, તારીખ ૩૦/૯/૨૪ સોમવાર સાંજના ૫.૩૦ થી ૭.૦૦. (લૌકિક વ્યવહાર બંધ છે).
કચ્છી લોહાણા
સ્વ. સૌ. જયોતીબેન હરિષ લખમીદાસ સચદે ગામ મોટી ધ્રુફીવાલા હાલ મુલુંડના પુત્રવધૂ સૌ. ચેતના જિજ્ઞેશ ઠક્કર (સચદે) (ઉં. વ. ૪૯) તે સ્વ. લીલાવંતીબેન કરમશી પુરૂષોતમ ધીરાવાણી ગામ કોઠારાવાળાની સુપુત્રી. તે દેવ, ક્રિષાના માતાજી. સૌ. ભાવના અનિશ સચદે અને સૌ. સ્વાતી સુરેશ તન્નાના નાનાભાઇની ધર્મપત્ની. તે લતાબેન આર. જોશી અને જીતેન્દ્ર જે. જોશીની નાની બહેન. તે લક્ષ્મીબેન જમનાદાસ લખમીધર સચદે અને કુસુમબેન સુભાષ લખમીદાસ સચદેના ભત્રીજાવહુ. તા. ૨૮-૯-૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૯-૨૪ના ૫થી ૭. ઠે. પવાણી હોલ, ૧લે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વેસ્ટ), બૈરાઓએ તેજ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
સુધીરભાઇ પ્રભુદાસ પંચમતિયા (ઉં. વ. ૭૫) મુંબઇ તે સ્વ. મધુરીબેન પ્રભુદાસ પંચમતિયાનાં પુત્ર, હરિપ્રિયાનાં પતિ. તે શાંતાબેન તુલસીદાસ મુળજીનાં જમાઇ. નિતાઇ, ગોપિકા, અનુરાધાનાં પિતા. તે દીપકભાઇ, જયોતિબેન કનુભાઇ ઠક્કર તથા પારુબેન મનોજભાઇ કાનાણીનાં મોટાભાઇ. સૌ. અદ્રિયાનાનાં સસરા તથા સારાનાં દાદાજી. તા. ૨૯-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧-૧૦-૨૪ના, ૫થી ૬.૩૦. ઠે. સેટ મિનાર બિલ્ડિંગ, પોડિયમ, ૧૬, એ, પેડર રોડ, ઓફ જસલોક હોસ્પિટલ, મુંબઇ-૪૦૦૦૨૬.