મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગામ લોડાઈ હાલે મુલુંડ સરોજબેન (શાંતુબેન) પોપટ (ઉં.વ. ૭૭) તે સ્વ. કાંતિલાલ કરસનદાસ પોપટના ધર્મપત્ની. સ્વ. રવજી જેઠાભાઈ કોઠારી નાગપુરવાળાના પુત્રી. દિપક, દર્શન, ભાવિકના માતા. વૈશાલી, મનીષા, હેમાંગભાઈના સાસુ. જાનવી, વેદાંતના દાદી. સ્વ. શાંતાબેન કુંવરજી પોપટના દેરાણી તા. ૨૩-૯-૨૪, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૯-૨૪, બુધવારના ૫ થી ૬.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે. મહિલાઓએ તેજ દિવસે આવી જવું. પ્રાર્થના સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન (ગ્રાઉન્ડ ફલોર), આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ.

કચ્છી લોહાણા
કચ્છ ગામ બેરાજા હાલ મુલુન્ડ સ્વ. જશોદાબેન લાલજી ભીંડેના પુત્રવધૂ વસંતલાલજી ભીંડેના ધર્મપત્ની મધુબેન (ઉં.વ. ૭૬) સોમવાર, તા. ૨૩-૯-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન ખીમજી કકકડ ગામ મોટીબેરના પુત્રી. મનીષ, નીલેશના માતા. ડીમ્પલ, અલકાના સાસુ. લક્ષ્મીબેન જીવરામ કારીયા, રંજન પ્રતાપભાઈ કારીયા, સ્વ. ચંદ્રીકા પ્રવીણ પવાણી, પ્રવીણા પ્રવીણ સચદેના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૫-૯-૨૪ના પવાણી હોલ, કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુન્ડ વેસ્ટ. સમય ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

વૈષ્ણવ ભાટીયા
આફીકા- મોમ્બાસાના પ્રફુલ્લ શામજી આશર (ઉં. વ. ૮૧) હાલ મુકામ આણંદ -ગુજરાત, સ્વ.પ્રગના આશરના પતિ અને સમિત અને આદિત્યના પિતા. તા.૦૬.૦૯.૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે.

૨૫ ગામ ભાટીયા
મૂળ વેરાવળ હાલ બોરીવલી અંજનાબેન (ટીનું) સુનિલભાઈ ઉદેશી (ઉં. વ.૪૬) સુનિલભાઈના પત્ની. સ્વ.હરસુખલાલ રતિલાલ ઉદેશી તથા માલતીબેનના પુત્રવધૂ. તે પંકજભાઈ, જ્યોતિબેન તથા બિજલબેનના ભાભીશ્રી. અલ્કા ઉદેશીના બેન. કાલાવડવાળા સ્વ.રમેશભાઈ વલ્લભદાસ આશરના દીકરી. ખુશીના માતુશ્રી તા.૨૩/૯/૨૪ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું તા.૨૬/૯/૨૪ના ગુરુવારે ૪થી ૬. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

સુરત વિશા ઓસવાલ
સ્વ.નિર્મળાબેન મહેન્દ્રસેન ઝવેરી (ઉં. વ. ૮૭) ૨૩/૯/૨૪ના દેવલોક પામેલ છે. તે સ્વ.મહેન્દ્રસેન ચંદ્રસેન ઝવેરીના ધર્મપત્ની, ચેતન, કિરણ તથા કમલેશના માતુશ્રી. સ્વ.પ્રિતી, રૂપા, હેનાના સાસુ. પલક, દર્શિલ, ફેનિલ, વિરાલીના દાદી, સ્વ.વિમલાબેન કલ્યાણચંદ ઝવેરીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી સ્વ.નર્મદાબેન વ્રજલાલ નારાયણદાસ પારેખના પુત્ર ધીરજલાલ (ઉં. વ. ૮૯) તે સ્વ.પ્રવિણાબેનના પતિ. સંજય, હિના કેતન ગાંધી, સ્વ. પ્રિતી રાહુલ દેસાઈના પિતા, સ્વ.કાંતિલાલ, સ્વ.કનૈયાલાલ, સ્વ.છોટાલાલ, સ્વ.જયંતીલાલ, સ્વ.હસમુખભાઈ, સ્વ.મંગળદાસ, સ્વ.સુરેશભાઈ, સ્વ.જયાબેન અમૃતલાલ સંઘવીના ભાઈ, અમરેલીવાળા સ્વ.મોહનલાલ જુઠાલાલ ગાંધી લક્કડના જમાઈ. તા. ૨૨/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button