મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ (ઓરી ફળિયું) હાલ ગોરેગાવ (પૂર્વ) ગં. સ્વ. લક્ષ્મીબેન (ગંગાબેન) જીવણભાઈ પટેલ (ઉં. વ. ૯૭) તે તા. ૧૯-૯-૨૪ ગુરુવારના શ્રીચરણ પામ્યા છે. તે મોહનભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. કલાવતીબેન, ઉર્મિલાના માતા. તે મંજુલાબેન, સ્વ. સુષ્માબેન, સ્વ. પરસોતભાઈ, સ્વ. કિશોરભાઈના સાસુ. તે નયન, કલ્પેશ, હિતેશ – વર્ષાના દાદી. તે સ્વ. હિનાબેન, જયશ્રી, ચૈતાલી, નિમીષા, શ્યામના દાદીસાસુ. બંને પક્ષનું બેસણું તા. ૨૩-૯-૨૪ સોમવારના ૩ થી ૫ તેમ જ પુષ્પપાણી: તા. ૩૦-૯-૨૪ના ૨ થી ૪ નીચેના ઠેકાણે રાખેલ છે. ઠે: સી વોર્ડ, બી.એમ.સી. કોલોની, રૂમ નં. ૨૫૩, હનુમાન મંદિર પાસે, જનરલ અરૂણકુમાર વૈદ્ય માર્ગ, હનુમાન નગર, ગોરેગાવ (પૂર્વ).

ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
મોરબી નીવાસી હાલ કાંદીવલી શ્રીમતી નીનાબેન પંડિત (ઉં.વ. ૫૯) શુક્રવાર તા. ૨૦-૯-૨૪ના કૈલાશવાસી થયા છે, તે રાહુલભાઈ પંડિતના ધર્મપત્ની. સ્વ. ભદ્રાબેન કાંતીલાલ પંડિતના પુત્રવધૂ. વૈશાલીબેન દિલીપભાઈ, વૃતીકા રાહુલભાઈના માતુશ્રી. સ્વ. હર્ષાબેન હરિશભાઈ, જ્યોતિબેન કમલેશભાઈ, રેખાબેન ચેતનભાઈના ભાભી. ચંદ્રિકાબેન પ્રવિણ કુમાર પંચોલીના સુપુત્રી. જતીનભાઈ, ધીરેનભાઈ પ્રવિણકુમારના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨/૯/૨૪ના રવિવારે ૫ થી ૭. એલ.એમ. પટેલ રોટરી આંખની હોસ્પિટલ, ૨૪, સ્વામી વિવેકાનંદ રોડ, આઇ.બી.પી પેટ્રોલ પંપની બાજુમાં, મલાડ, વિજયકર વાડી, મલાડ પશ્ર્ચિમ. (લૌકિક વ્યવહાર બંધ છે)

કપોળ
ડુંગર નિવાસી હાલ મુંબઇ સ્વ. દોલતરાય હરિલાલ મહેતાના ધર્મપત્ની ભાનુમતી દોલતરાય મહેતા (ઉં. વ. ૯૩) તા. ૨૧-૯-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બળવંતભાઇ, સ્વ. જયાબેન, કાંતીભાઇના ભાઇના પત્ની. તે સિહોરવાળા, સ્વ. હરિલાલ નારણદાસ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૪ના રવિવારના ૫થી ૬.૩૦. ઠે. વનીતા વિશ્રામ, ૩૯૨, સરદાર વલ્લભભાઇ પટેલ રોડ, એચ. એન. રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, મુંબઇ-૪૦૦૦૦૪.

ખંભાત દશા શ્રીમાળી વણિક
સ્વ. તનમનબેન ઈન્દ્રવદન શાહ (નગરાવાળા) (ઉં. વ. ૯૩) હાલ અંધેરી નિવાસી ૨૧-૯-૨૪ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. અશ્ર્વિનભાઈ, સ્વ. કમલેશભાઈ, સ્વ. મુકેશભાઈ, હર્ષાબેન, શીલાબેનના માતુશ્રી. મીનાબેન, ગં.સ્વ. જ્યોતિબેન, ગં.સ્વ. અલ્પાબેન, હર્ષદકુમાર, અરવિંદકુમારના સાસુશ્રી. નીમિષા-ભૈરવ, રિચા-આદર્શ, ભૂમિકા-વિનયકુમાર, હેતિશાના દાદી. પ્રાર્થનાસભા ૨૩-૯-૨૪ સોમવારે ૫ થી ૭. સ્થળ- જાનકીબાઈ હોલ, ભવન્સ કોલેજ પાસે, અંધેરી (પ).

સંબંધિત લેખો

હાલાઈ લોહાણા
શર્મિષ્ઠાબેન સુરેન્દ્ર અઢીયા (ઉં. વ. ૮૫) તે સ્વ. સુરેન્દ્ર અઢીયાના ધર્મપત્ની. સ્વ. જમનાદાસ સામાણીના પુત્રી. સ્વ. હરેન્દ્રભાઈ અઢીયાના ભાભી. ચિ. જીજ્ઞા, સમીર, તેજલ રોહિત તન્નાના માતા. સપના સમીર અઢીયાના સાસુ. જનક, ધ્રુવ, સોનુ, શકીલ, જોય, જીલ, રાજવી, જેહા, આશીરીયાના નાનીમા શુક્રવાર ૨૦-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. એમની પ્રાર્થનાસભા રવિવાર, ૨૨-૯-૨૪ના સાંજે ૪ થી ૬.સરનામું: ડ્રીમ અરેના બૅન્ક્વેટ, ઓપલ સૉલીટેરની સામે, સ્ટેલા પેટ્રોલ પંપની પાછળ, વસઈ (વેસ્ટ).

ઇડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
ગામ નવા ભવનાથ હાલ થાણા નિવાસી કલ્પનાબેન વિકેશભાઇ રાવલ (ઉં. વ. ૫૬) તે વિકેશભાઇના પત્ની. મિત અર્ચનાના માતુશ્રી. સુનીલકુમાર સોનીયાના સાસુ. રીયાંશના નાની. પ્રદીપ, જયેન્દ્ર, યોગેશ, નિકુલના ભાભી. સ્વ. ગિરજાશંકર શિવરામ રાવલ (ઇડર)ના પુત્રી. શુક્રવાર, તા. ૨૦-૯-૨૪ના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૨-૯-૨૪ના ૫થી ૭. ઠે. ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).

કચ્છી લોહાણા
ઠક્કર સુરેન્દ્ર તુલસીદાસ પલણ-કચ્છ ગામ મોટી ધ્રૂફી ડોમ્બિવલી હાલ ગાંધીનગર વાળાના ધર્મપત્ની અ. સૌ. રંજનબેન (ઉં. વ. ૭૧) તા. ૧૮-૯-૨૪ના ગાંધીનગર મુકામે શ્રીરામશરણ પામ્યા છે. સ્વ. શાંતાબેન રામજીભાઇ વેલજી સ્વાર કચ્છ ગામ કોઠારા હાલે મુલુંડવાળાની પુત્રી. સ્વ. ભરતભાઇ તથા મુકેશભાઇ (શંકરભાઇ)ના બહેન. દક્ષાબેન મનીષભાઇ રૂપારેલ, પ્રેરણા હિતેશભાઇ રૂપારેલ તથા યજ્ઞેશના માતુશ્રી. તેજલબેન, મનીષભાઇ, રુપારેલ તથા હિતેશભાઇ રુપારેલના સાસુ. ભરતભાઇ તેમ જ પ્રવીણભાઇના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થના રાખેલ નથી.

મોડાસા એકડા દશા ખડાયતા સમાજ
મૂળ વતન બાયલ ઢાકરોલ હાલ બદલાપુરના કંચનબેન શાહ (કલ્યાણ) (ઉં.વ. ૭૦) તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવીણચંદ્ર વિઠ્ઠલદાસ શાહના ધર્મપત્ની. દીપિકા નીતિન, બીના અલ્પેશ, પ્રીતિ યોગેશ, નિશા મયુર, કાજલ કમલેશ, રિચા ઉર્વેશના માતૃશ્રી. વાડીલાલ વિઠ્ઠલદાસના ભાભી. સૂર્યકાંતભાઈ, અમૃતભાઈ, હસમુખભાઈ તથા સ્વ. શ્રદ્ધાબેનના બેન. પ્રાર્થનાસભા રવિવાર ૨૨-૯-૨૪ના ૩.૦૦ થી ૫.૦૦. સંજીવની હોલ, મોંજીનીસ કેક શોપની બાજુમાં, રેલ્વે સ્ટેશન, બદલાપુર ઈસ્ટ. પિયર પક્ષનું બેસણું તે સ્થળે તે સમયે રાખેલ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ સલાયા હાલ મુંબઈ મયુરભાઈ દામોદરદાસ લાલજી સોમૈયા (ઉં.વ. ૬૮) તે નયનાબેનના પતિ. લોપા તથા સૌમિલના પિતા. સ્વ. ગીતાબેન, સ્વ. લતાબેન અશ્ર્વિનકુમાર જોષી, ભદ્રાબેન ભરતકુમાર શેલાણી, રેખાબેન તથા દીપકભાઈના ભાઈ. સ્વ. મોહનલાલ ભુરાભાઇ રૂપારેલિયાના જમાઈ. અમિતકુમાર દિલીપભાઈ કારિયા તથા નિધિના સસરા. ૨૦/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
ચલાળાવાળા હાલ સુરત સ્વ. લલિતભાઈ હીરાલાલ સંઘવીના ધર્મપત્ની સુમિત્રાબેન (ઉં.વ. ૬૪) ૨૦/૯/૨૪ના રામશરણ પામેલ છે. તે પંકજ તથા પ્રકાશના માતુશ્રી. નયના તથા અર્ચનાના સાસુ. કુલદીપ, બ્રિજેશ, જય, શિયાના દાદી. સ્વ. ચીમનભાઈ, સ્વ. અનંતરાય, કિશોરભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. મંગળાબેન, જશુમતીબેન, સરલાબેન તથા રંજનબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. રમાબેન બાબુલાલ મધવના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુરતી વિશા લાડ વણિક
સુરેશ બંગાળી (ઉં.વ. ૯૪) તે સ્વ. નિર્મળા અને સ્વ. મોતીલાલ જેકિશનદાસ બંગાળીના પુત્ર. સ્વ. અ.સૌ. ઇલાના પતિ. સંજય, સુનિલ, પારુલ દિવ્યેશ મોદીના પિતા. દિવ્યેશ મોદી, નિતી, માધવીના સસરા. સ્વ. વસંત ઇશ્ર્વરલાલ ખાંડવાલા, સ્વ. માલતી કુમુદ ચીનીવાળા, આશા શિરીષ પારેખ, સ્વ. રમેશ, અવનિ મહેશ મોદીના ભાઈ. સ્વ. નિર્મળા અને સ્વ. હરમુખલાલ મગનલાલ ત્રિવેદીના જમાઈ, શનિવાર ૨૧ સપ્ટેમ્બરના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા રાખેલ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button