મરણ નોંધ

હિન્દુ મરણ

કરાચીવાળા શેઠ શ્રી રાજેશ તન્ના હાલ મુલુન્ડ તા. ૧૦.૦૯.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. ગીરધરલાલ તન્ના અને સ્વ. રમાબેનના પુત્ર મહેશભાઈ તન્નાના ભાઈ. શ્રીમતી રીનાબેનના પતિ. ચિ. વિવેક તન્ના, ચિ. રીતુ તન્નાના પપ્પા. સ્વ. દેવશીભાઈ ડુંગરશીભાઈ સોની આમના જમાઈ. હરેન્દ્ર દેવશી સોનીના બનેવી. પ્રાર્થનાસભા સ્થળ – મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, મુલુન્ડ વેસ્ટ. તા. ૧૨-૯-૨૪ સાંજના ૪ થી ૬.
નવગામ વિસાનાગર વણિક
કુકરવાડા નિવાસી હાલ-કાંદિવલી મુકુંદલાલ (ઉં.વ. ૮૮) તે સ્વ. મણીબેન તથા સ્વ. કુબેરદાસ કચરાદાસ શાહના પુત્ર. તે રજનીકાબેનના પતિ. તે વ્રજેશ, જતીન તથા હેમંતના પિતાશ્રી. ફાલ્ગુની તથા કાજલના સસરા. માણસાનિવાસી સ્વ. કાંતિલાલ બલદેવદાસ ચોકસીના જમાઈ તા. ૧૦-૯-૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૯-૨૪ના શુક્રવારે ૬થી ૭ સ્થળ: હાલાઈ લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ એક્સટેન્સન રોડ, અતુલ ટાવરની બાજુમાં કાંદિવલી (પશ્ર્ચિમ).
નવાગામ ભાટિયા
ધ્રોલ નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. ઉષા દિલીપ વેદ (ઉં.વ. ૭૦) તે ગો.વા. નરભેરામ હીરજી વેદના પુત્રવધૂ. તે કાલાવડ નિવાસી ગો.વા. લાલજી લીલાધર ઉદેશીના દીકરી. ગો.વા. જ્યોતિબેન જમનાદાસ રાયગગલા, અ.સૌ. વીણાબેન વિનોદભાઈ વેદ અને ગો.વા. પ્રમિલાબેન સુરેશભાઈ વેદના ભાભી. જતીન અને મેઘાના માતુશ્રી. અ.સૌ. વંદના અને પરાગ અશ્ર્વિનભાઈ આશરના સાસુમા. જીગર અને રિયાંશના દાદી. તા. ૧૧-૯-૨૪ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૯-૨૪ના શુક્રવારે ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: શ્રી સ્વામીનારાયણ મંદિર હોલ, યોગિનગર, બોરીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
પોરેચા દશા મોઢ માંડલીયા વણિક
પોરબંદર નિવાસી, હાલ-મુંબઈ સ્વ. શ્રી હિંમતલાલ છોટાલાલ દામાણી તથા શ્રીમતી નલીનીબેનના સુપુત્ર ચિ. મિનેશભાઈ (ઉં.વ. ૫૯) તા. ૧૦-૯-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. દિપાલીબેનના પતિ. ચિ. મિતુલનાં પિતા. સ્વ. શ્રી ધીરુભાઈ તથા રમીલાબેન, શ્રી. અશ્ર્વિનભાઈ તથા મૃદુલાબેન, ઉર્મિલાબેન શાંતિલાલ પારેખના ભત્રીજી. અતુલ-અમી, મહેશ-આરતી, કાર્તિક, દિપ્તિબેન પરેશભાઈ પારેખ, નીપાબેન તેજશભાઈ મણિયાર, મિત્સુબેનના ભાઈ. રાજકોટવાળા સ્વ. જશવંતીબેન કાંતિલાલ રતિલાલ બોધાણીનાં જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૩-૯-૨૪ના ૫.૦૦થી ૭.૦૦ સ્થળ: સોફિયા કોલેજ, ઓડીટોરીયન, બ્રીચકેન્ડી, મુંબઈ-૨૬.
ચરોતર રૂખી
ગામ શાહપુર હાલ-કાંદિવલીના નરેન્દ્ર શના સોલંકી તા. ૮-૯-૨૪ના અવસાન પામ્યા છે. તે મણીલાલના ભાઈ. ભાવનાબેનના પતિ. નિમેષભાઈના બનેવી. તેમના સૂતક તા. ૧૨-૯-૨૪, ગુરુવારના તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે: નરેન્દ્ર શના સોલંકી, સમતાનગર, સિંગ ઈસ્ટેટ રોડ નં. ૩, કાંદિવલી (પૂર્વ).
કચ્છી રાજગોર
ગામ ભુજપુર હાલે કોપરખેરણે (નવી મુંબઈ) સ્વ. રાધાબેન ખીમજી શંકરજી મોતાના સુપુત્ર વસંત મોતા (ઉં. વ. ૬૬) તેઓ જયશ્રીબેનના પતિ. આશિષ, વિજય અને પલ્લવીબેનના પિતાશ્રી. ભક્તિ, હેતલ અને દિપેનભાઈ પણીયા (મુન્દ્રા)ના સસરા. અરવિંદભાઈ (વલસાડ) અને મંજુબેન કિશોરભાઈ માકાણી (ટોડા)ના મોટા ભાઈ. સ્વ. વેલજી મીઠુ જેશરેગોર (બારોઈ)ના જમાઈ તા. ૧૦-૯-૨૪ના મુંબઈ મધ્યે રામશરણ પામ્યા છે. જેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા (મુલુંડ) બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ ભક્ત મંડળ હોલ, મુલુંડ (વેસ્ટ) તા. ૧૪-૯-૨૪ શનિવારના ૪ થી ૬.
ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બડોલી હાલ મુંબઈ ગોરેગાંવ નિવાસી શ્રી અનિરુદ્ધ જાની (ઉં. વ. ૮૩) તા. ૯-૯-૨૪ના મુંબઈ નિવાસે અક્ષર નિવાસી થયેલ છે. તેઓ હંસાબેનના પતિ. સ્વ. મંગળાગૌરી તથા સ્વ. દેવશંકર જાનીના પુત્ર. બિમલના પિતા. પુનિતાના સસરા. સ્વ. પુષ્પાબેન તથા સ્વ. પ્રહલાદ મુલશંકર મહેતાના જમાઈ. સ્વ. રાજેન્દ્ર તથા કૃષ્ણાબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૯-૨૪ને ગુરુવારના ૫ થી ૭. સ્થળ: જવાહર હોલ, ૨૭, જવાહર નગર, એસ. વી. રોડ, ગોરેગાંવ (પશ્ર્ચિમ).
કચ્છી મારુ કંસારા સોની
ઘાટકોપર નિવાસી જયંતભાઈ લક્ષ્મીદાસ બુદ્ધભટ્ટી (ઉં. વ. ૬૮) તે સ્વ. લક્ષ્મીદાસ બુદ્ધભટ્ટી અને સ્વ. મુક્તાબેન બુદ્ધભટ્ટીના પુત્ર. તે સ્વ. ભગતભાઈ બારમેડા અને સ્વ. દયાબેન બારમેડાના જમાઈ. તે ગં.સ્વ. પારૂલબેન બુદ્ધભટ્ટીના પતિ. તે બંસીબેન અને નિકિતાબેનના પિતા સોમવાર ૯-૯-૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૨-૯-૨૪ના રોજ સાંજે ૪ થી ૬ બ્રાહ્મણ સમાજ, પેલો માળ, જોશી લેન, ઘાટકોપર (પૂ)માં રાખેલ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સ્વ. ઝવેરબેન નરશી નારાણજી ખટરિયા કચ્છ મસ્કાવાળાના વચેટપુત્ર ગોવિંદભાઈ (ઉં. વ. ૮૬) તે સ્વ. વેલામાં હરિરામ જેઠાભાઈ ગાવડિયાના જમાઈ. સુક્ધયાબેન (નીમાબેન)ના પતિ. સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. બુધુભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. ભાગીરથીબેન મથરાદાસ, સ્વ. રુક્ષ્મણીબેન કરસનદાસ, સ્વ. પુષ્પાબેન મૂળશંકર, ગં.સ્વ. દમયંતીબેન પરમાનંદ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન રમેશચંદ્ર તથા હંશાબેન બિપીનકુમારના ભાઈ. સંજય, હીના અને અલ્પેશના પિતાજી. રીટા, મનીષા તથા રાજીવ સુમનરાય પાંધીના સસરા ૯-૯-૨૪ના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૧૨-૯-૨૪ના સારસ્વતવાડી, મુલુંડ. ૬ થી ૭.૩૦. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
અ. સૌ. દિવ્યાબેન (ઉં. વ. ૭૮) હસમુખલાલ મદાણીના ધર્મપત્ની તા. ૧૦-૯-૨૪ મંગળવારના બોરીવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે અમીષ, નીરૂપા તથા પુનમના માતુશ્રી. ભરતભાઈ જસાપરા, પરાગ મહેતા તથા રાખીના સાસુ. તે મણીલાલ ચત્રભુજ શેઠના સુપુત્રી. સ્વ. પ્રભુદાસ, નવીનચંદ્ર, કાંતિલાલ, સ્વ. રમણીકલાલ, વિનોદરાય, સ્વ. વસંતબેન, સ્વ. ઉષાબેન, સ્વ. હંસાબેન, પ્રણામના દાદી. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
સરતાનપર નિવાસી હાલ વિરાર સ્વ. જુગલદાસ વેણીલાલ રાઠોડના ધર્મપત્ની નિરંજનાબેન (નીરુબેન) (ઉં.વ. ૮૭) ૧૦/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રવિણાબેન પ્રવિણચંદ્ર ચોટલીયા, માલતીબેન મુકેશકુમાર દોશી, ચંદ્રિકાબેન પ્રકાશકુમાર કપાસી, અજયભાઇ તથા ભાવેશભાઈના માતુશ્રી. યોજના તથા સ્મિતાના સાસુ. સ્વ. પરશોતમભાઈ, સુશીલાબેન હસમુખરાય, ઇન્દુમતીબેન ગુણવંતરાયના ભાભી. હસમુખરાય, હર્ષદરાય તથા અનંતરાય નાનાલાલના બહેન. સોનુ પ્રતીકકુમાર, હિરલ, મનન, સૌરભના દાદી. પ્રાર્થનાસભા ૧૩/૯/૨૪ના ૪ થી ૬. વિષ્ણુ પ્રતિભા હોલ, ઉત્કર્ષ વિદ્યાલય સ્કૂલની સામે, બસ ડેપોની બાજુમાં, વિરાર વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ સમઢીયાળા હાલ મુંબઈ વસઈ સ્વ. ધીરજબેન તથા સ્વ. ત્રિભોવનદાસ મથુરાદાસ પટેલીયાના પુત્ર મુકેશભાઈ પટેલીયા (ઉં.વ. ૬૦) તે પ્રીતિબેનના પતિ. જીગરના પિતા. પ્રવીણભાઈ, સ્વ. પ્રમોદભાઈ (સુધીરભાઈ), મહેશભાઈ, બિપીનભાઈ, કરૂણાબેન હરેશકુમાર ઠક્કર, ગીતાબેન અમરકુમાર વિઠલાણીના ભાઈ. સ્વ. પુષ્પાબેન તથા અરવિંદભાઈ ભાઈચંદભાઈ ગણાત્રાના જમાઈ. ૮/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨/૯/૨૪ના ૪ થી ૬. કે. ટી વાળી હોલ, કે ટી વિલેજ, ૬૦ ફિટ રોડ, દીવાનમન વસઈ વેસ્ટ.
કચ્છી લોહાણા
ગામ બિદડા હાલે ડોમ્બિવલી સ્વ. લાલજીભાઈ ઠક્કર (દૈયા) (ઉ. વ.૭૯) તે સ્વ. સાકરબેન નરશી ઠક્કર (દૈયા)ના પુત્ર. સ્વ. સુશીલાબેનના પતિ. રચના મૂળરાજભાઈ (રાજા) જોબનપુત્રા, દીપા હિરેનભાઈ રૂપારેલ, અમિત, મિતેશના પિતાશ્રી. પિંકી, મીનલના સસરા. જેવીન, નિશિ, દેવના દાદા. ગં.ગ. નર્મદાબેન નારાયણજી કુંવરજી રાયચના (મોટા ભાડીયા)ના જમાઈ, તા. ૯/૯/૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨/૯/૨૪ના ૪:૦૦ થી ૬:૦૦. હોરીઝોન હૉલ, (ડી-માર્ટ) પાસે, માનપાડા રોડ, ડોમ્બિવલી ઈસ્ટ.
વિશા પોરવાળ
િંટટોઈ નિવાસી હાલ કાંદિવલી સ્વ. કૌશિક માણેકલાલ શાહ (ઉ. વ. ૬૪) બુધવાર, તા. ૧૧/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની ધર્મપત્ની મિતા શાહ. પુત્ર – નિકેતકુમાર શાહ. પુત્રવધૂ – નિકિતા શાહ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરતી વિશા લાડ વણિક
ગં.સ્વ. રાધા શશીકાંત દલાલ (ઉં. વ. ૯૪), સ્વ. શશીકાંત ઠાકોરદાસ દલાલના પત્ની. અજય અને અતુલના માતુશ્રી. સ્વ. રેખા, અ.સૌ. નીલાના સાસુ. ચિ. મિલન, અ.સૌ. ડિમ્પલ, ચિ. વિવેકના દાદી. ચિ. શાનના વડદાદી. મંગળવાર, તા. ૧૦/૯/૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૨/૯/૨૪ના ૫થી ૭. જાનકીબાઈ હોલ, દાદાભાઈ રોડ, અંધેરી રીક્રિએશન ક્લબની સામે, આઝાદનગર મેટ્રો સ્ટેશન પાસે, અંધેરી વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. પ્રેમલ વિઠ્ઠલદાસ રૂપારેલ (ઉં. વ. ૫૧) ગામ બીટ્ટા હાલ સાંતાક્રુઝ તા. ૮/૯/૨૪ના રામશરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. સ્વ. મધુબેન (વિશાખાબેન) સ્વ. વિઠ્ઠલદાસ હંસરાજ રૂપારેલના જ્યેષ્ઠ પુત્ર. હેતલબેન રાહુલ, નિશા જયોર્જના ભાઈ. દૃષ્ટિ, ખુશીનાં પિતા. સ્વ. મોહનલાલ રામજી ચંદે, જયાબેન મોહનલાલ ચંદે, દીપકભાઈ, પંકજભાઈ ચંદેના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button