મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી ભાનુશાળી
મુલુંડ હાલ થાણા હેમલતાબેન તથા હિરાલાલ ચુનીલાલ ભણશાળીના સુપુત્ર નીરજ (ઉં. વ. ૫૨) તે બોનીબેનના પતિ. ડોનાના પિતા. અરૂણાબેન, લારાબેન, રીટાબેનના ભાઈ તથા દિલીપભાઈ કાંતિલાલ રાજાણીના જમાઈ. તા.૨૫-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પરજીયા સોની
ગામ બાબરાવાળા હાલ કાંદિવલી સ્વ. ધીરજલાલ હરસુરભાઈ જગડાના ધર્મપત્ની ગં.સ્વ. નિર્મળાબેન જગડા (ઉં.વ. ૮૬) તે સમઢીયાળાવાળા સ્વ. તુલસીદાસ મેરામભાઈ થડેશ્ર્વરના દીકરી. સ્વ. નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, નિલેશભાઈ, જયશ્રીબેન સુધીરભાઈ સલ્લા, ભાવનાબેન જયેશકુમાર સલ્લાના માતુશ્રી. ૨૬/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯/૮/૨૪ના ૧૦ થી ૧૨. સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.

સુરતી પટેલ સમાજ
ગામ આમરી નવસારી હાલ બોરીવલી નરેન્દ્રભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ. ૫૮) ૨૬/૮/૨૪ના સાંઈચરણ પામેલ છે. તે અંજનાબેનના પતિ. રિદ્ધિના પિતા. સ્વ. ભાનુબેન છગનભાઇ પટેલના જમાઈ. હેમંત તથા રેખાબેનના ભાઈ. સુરેખાબેન છગનભાઇ પટેલના ભત્રીજા. સાદડી ૨૯/૮/૨૪ના ૫ થી ૬.૩૦. ગુરુનાનક દરબાર, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.

રૈકવ બ્રાહ્મણ
ભાવનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. હર્ષદભાઈ ભીખાલાલ વ્યાસ (ઉં.વ. ૮૧) તે વીણાબેન વ્યાસના પતિ. કાનનબેન શાહ, ચિત્રલેખાબેન શુક્લ, શૌનક વ્યાસના પિતા. અંકિતા વ્યાસ, કીર્તિકુમાર શાહ, વિશ્ર્વેશકુમાર શુક્લના સસરા. સ્વ. ગુણવંતભાઈ, રજનીભાઈ અને હસમુખભાઇના ભાઈ. સ્વ. જમનાશંકર બાલકૃષ્ણ પાઠકના જમાઈ. તા. ૨૬-૮-૨૪ના સોમવારે સ્વર્ગવાસ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૮-૨૪ના ૪:૩૦ થી ૬:૩૦. હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલો માળ, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.

લુહાર સુથાર
ગામ બેલાવાળા હાલ મલાડ ગં.સ્વ. રમાબેન બાબુભાઇ ચૌહાણના પુત્ર ભાવેશભાઈ (ઉં.વ. ૪૪) ૨૬/૮/૨૪ના રામશરણ પામેલ છે. તે પૂનમબેનના પતિ. રાજ તથા નિધિના પિતા. કાંતિભાઈ ગોવિંદભાઇ ડોડીયાના જમાઈ. ભદ્રેશભાઈ, દીપકભાઈ, સાગરભાઈના મોટાભાઈ. ચેતનાબેન, આશાબેન, હેતલબેન, જાગૃતિબેન, અલ્પાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૨૯/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

કચ્છી લોહાણા
કચ્છ ગામ ગુંદાલા હાલે મુલુંડના ગં.સ્વ. ઝવેરબેન ઈશ્ર્વરકુમાર દયાળજી સોમૈયાના પુત્ર હિમાશુંભાઈ (ઉં.વ. ૬૫) સોમવાર, તા. ૨૬/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રિતીબેનના પતિ. મહાલક્ષ્મીબેન હીરાલાલ તન્નાના જમાઈ. યશના પિતાશ્રી. રાજુલ તથા હિતેશના ભાઈ. મમતાના સસરા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

ઔદિચ્ય સાડા ચારસો બ્રાહ્મણ
મૂળ ગામ ભાવનગર હાલ કલ્યાણના અરૂણભાઇ ત્રિવેદી (ઉં.વ. ૭૨) તા. ૨૪-૮-૨૪ને શનિવારના કૈલાશવાસ પામેલ છે. તે શારદાબેન મનહરલાલ ત્રિવેદીના સુપુત્ર. સાધનાબેનના પતિ. સ્વ. ગીરજાબેન વ્રજલાલ ઉપાધ્યાયના જમાઈ. ગોપાળ, દિપ્તીબેનના પિતાશ્રી. અમિતાબેન, જ્યોતિબેન, સુધાબેન દીપકભાઈ ભટ્ટ, સ્વ. હંસાબેન મધુસુદન યાજ્ઞનિકના ભાઈ. નીલીમા આનંદ ત્રિવેદીના સસરા. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૯-૮-૨૪ના ૪ થી ૬. શ્રી જલારામ હોલ, લુહાણા મહાજનવાડી પાછળ, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ (આગ્રા રોડ), કલ્યાણ પશ્ર્ચિમ.

કપોળ
કરદેજ વાળા સ્વ. ચીમનલાલ ભાઈલાલ મોદીના ધર્મપત્ની ગં.સ્વ. વિનોદીનીબેન (ઉં.વ. ૭૯) સોમવાર, તા. ૨૬-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અ.સૌ. મીતા નૈનેશ કાણકીયા, અ.સૌ. નેહા કેતન મહેતા, નિખિલ, અ.સૌ. સોનલ સચિન પારેખ, અમરીશના માતૃશ્રી. અંભેટાવાળા સ્વ. જગજીવનદાસ છગનલાલ મહેતાના દીકરી. અ.સૌ. ક્રિષ્ના, અ.સૌ. નીતાના સાસુ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર ૨૭ બ્રાહ્મણ
વસઈ ડાભલા ગામના હાલ બોરીવલી નિવાસી નિરંજન વાસુદેવ દવે શનિવાર, તા. ૨૪/૮/૨૪ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯/૮/૨૪ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.

ધાન્ધાર પંચાલ
ગં.સ્વ. કાશીબેન ગંગારામભાઈ પંચાલ (ઉં.વ. ૯૬) ગામ કરશનપુરા પિયર – ઘોડિયાલ, તા. ૧૭/૮/૨૪, શનિવારે પ્રભુશરણ પામ્યાં છે. પુત્ર – વિક્રમ ગંગારામભાઈ પંચાલ. પ્રાર્થનાસભા તા. ૨૯-૮-૨૪ના ગુરુવારે ૪ થી ૭. લોટસ હોલ, ચોથા માળે, રઘુલીલા મેગા મોલ, પોઈસર ડેપોની બાજુમાં, કાંદિવલી (પશ્ર્ચિમ).

કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ
જયેશ ખીંયરા ગામ-કચ્છ ભુજવાળા હાલ ચેમ્બુર (ઉં.વ. ૫૭) તા. ૨૭-૮-૨૪ હરિઓમ શરણ પામ્યા છે. સ્વ. શારદાબેન મોહનલાલ, ગં.સ્વ. ભાનુબેન દેવશંકર ખીંયરાના પુત્ર. સેજલબેનના પતિ. સાગર, પાર્થના પિતા. ગં.સ્વ. મધુબેન કમલકાંત ખીંયરા, ગં.સ્વ. પ્રવીણાબેન મુળશંકર શીવના ભત્રીજા. હિતેશ, ચેતનના ભાઈ. દિનલતા ધીરેન્દ્ર શાહના જમાઈ. તેમની બન્ને પક્ષી પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૮-૨૪ના ૫થી૭. કચ્છી સારસ્વત વાડી, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
મુળ ગામ ભદ્રેશ્ર્વર હાલે મુલુંડના સ્વ. મેનાબેન અને સ્વ. લક્ષ્મીદાસ દેવકરણ સુંદરજી આથાના જેષ્ઠ સુપુત્ર ભગવાનદાસ (ઉં.વ. ૭૬) સ્વ. પાર્વતીબાઈ અને સ્વ. મુલજી મનજી તન્ના કચ્છ ગામ લોરીયાવાળાના જમાઈ. સ્વ. મહાલક્ષ્મીબેનના પતિ અને નીખિલના પિતા. સ્વ. કુંજલતાબેન વિરેન્દ્રના જેઠ. લીના હિતેન અને નીકિતા કેતન પોકરના મોટા પપ્પા સોમવાર, તા. ૨૬-૮-૨૪ના પરમધામ વાસી થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ
સ્વ. સરોજબેન ઘનશ્યામભાઈ શાહ (ઉં.વ. ૯૩) શનિવાર, તા. ૧૭-૮-૨૪ના મુંબઈ ખાતે સ્વર્ગસ્થ પામ્યા છે. તે પરાગ ઘનશ્યામભાઈ શાહ, નીના મિતેશ મોદી, અમીતા હેમંત ચોકસીના માતૃશ્રી, પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

સારસ્વત બ્રાહ્મણ
માંડવી નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. મણીબેન છોટાલાલ જોષી (છાંગાણી)ના પુત્ર અરવિંદ જોષી (ઉં.વ. ૭૪) તા. ૨૬-૮-૨૪, સોમવારના રામશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. પુષ્પાબેનના ભાઈ. વસુમતીબેન, પ્રતિમાબેનના દિયર. કોમલ, ભાવના, નીલમ, પીયુષના પિતા. લઘુભાઈ ગોસર ગામ ગોધરોના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૯-૮-૨૪, ગુરુવારના ૪થી ૬. સ્થળ: સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો