મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ કોલવા હાલ નાલાસોપારાના રહીશ સ્વ. લીલાબેન અને સ્વ. ધીરુભાઇના પુત્ર પ્રફુલભાઇ (ઉં. વ. ૪૬) તા. ૭-૮-૨૪ના દિને સ્વર્ગવાસ પામ્યા છે. તે જશોદાબેનના પતિ. તે ક્રિસ, દક્ષના પિતાશ્રી. તે વર્ષાબેન, ગિરીશભાઇના ભાઇ. તે સ્વ. હરકિશનદાસ, સ્વ. લક્ષ્મીબેનના પૌત્ર. તે જીતેન્દ્રભાઇના સાળા. તે માનવ, રિચા અને ગાયત્રીના મામા. બન્ને પક્ષનું બેસણું તા. ૧૫-૮-૨૪ના દિને બપોરે ૨થી ૫. પુષ્પપાણી તા. ૧૮-૮-૨૪ના દિને બપોરે ૩થી ૫. ઠે. ૨૦૨, કાશી એપાર્ટમેન્ટ, ૨જે માળે, આર. કે. હોસ્પિટલની બાજુમાં, ડોન લેન, નાલાસોપારા (પૂર્વ). લૌકિક રિવાજ બંધ રાખેલ છે.

કોળી પટેલ
ગામ કછોલી હાલ મુંબઈ સોનાપુરના સ્વ. રવજીભાઈ મંગાભાઈ પટેલ તથા સ્વ. કમુબેનના પુત્ર દિનેશભાઈ (ઉં.વ. ૭૪) ગુરુવાર, તા. ૮-૮-૨૪ના અવસાન પામ્યા છે. તે સ્વ. હસુબેન, સ્વ. મિનુબેન, સુમનબેન, ભાનુબેન, સ્વ. કચુભાઈના ભાઈ. ગૌરાંગ, અલ્પાબેન, કમલેશ,રેશમના મામા. તેમનું બેસણું રાખેલ નથી. પૃચ્છપાણી – બારમાની વિધિ મંગળવાર, તા. ૨૦-૮-૨૪ના ૩ થી ૪. ઠે. આર્યમાન બિલ્ડિંગ, સોનાપુર ગલી, મરીન લાઈન્સ.

તળપદા કોળી પટેલ
સુરતવાળા હાલ મુંબઈ નિવાસી સ્વ. કાશીબેન આત્મારામ પ્લાસ્ટરવાળાની પુત્રી પુષ્પાબેન (ઉં. વ. ૮૬) તા. ૧૨-૮-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મધુસુદનભાઈના બેન. લલિતાબેનના નણંદ, આશિષ, નિકુંજ, કાજલ, કવિતા, અમૃતા, અમરના ફોઈ, રિષી, હેત અને આરવના ફોઈબા, લૌકિક રિવાજ બંધ છે.

દશા પોરવાડ વાણિયા
ગં.સ્વ. લતા ડાંગરવાળા, (ઉં. વ. ૮૩) તે સ્વ. જીતેન્દ્ર રમણલાલ ડાંગરવાળાના ધર્મપત્ની. સ્વ. રતનલાલ ભગવાનદાસ બરફીવાળાના સુપુત્રી તા. ૧૧/૮/૨૦૨૪, રવિવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. લિ. ઉપેન્દ્ર ડાંગરવાળા, કામાક્ષી ડાંગરવાળા, હર્ષ ડાંગરવાળા, ઈશા ડાંગરવાળા, દિપેન સુરતી, મિતી સુરતી , પૌત્રીઓ – કૃતા સુરતી, આરવી ડાંગરવાળા. સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

નથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
અ. સૌ. સ્મિતા ભટ્ટ (ઉં.વ. ૬૧) તે જયદેવ લક્ષ્મીશંકર ભટ્ટના પત્ની. સ્વ. હર્ષ, વિજેતા, વિનિલના માતુશ્રી. સ્વ. રસીલાબેન પ્રભાશંકર ઉપાધ્યાયના પુત્રી. સ્વ. મંજુલાબેન લક્ષ્મીશંકર ભટ્ટના પુત્રવધૂ શનિવાર, તા. ૧૦-૮-૨૪ના અક્ષરવાસી થયા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના ૫ થી ૭ ભક્તિધામ મંદિર, નારાયણ નગર, ચુનાભઠ્ઠી ઈસ્ટ.

કચ્છી લોહાણા
સ્વ. જશોદાબેન ગોવિંદજી સોમૈયા (કચ્છ ગામ કેરા) હાલ મુલુન્ડના વચેટ પુત્ર ગિરીશભાઈ (ઉં.વ. ૬૪) તા. ૧૨-૮-૨૪, સોમવારના રામશરણ પામ્યા છે. તે દિપાબેનના પતિ. આકાશના પિતા. કિશોરભાઈ, મયુરભાઈના ભાઈ. સ્વ. હિરબાઈ ખીમજી અનમ કચ્છ ગામ જીંજાયવાળાના નાના જમાઈ. સ્વ. રતિલાલ, જગદીશભાઈ, દિનેશભાઈ, વિજયાબેન, જયોતિબેન દિપકભાઈ સકરાણીના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૨૪, બુધવારે ૫ થી ૬ શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.

કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. લક્ષ્મીદાસ લાલજી ઠક્કર (રાયમંગીયા) કચ્છ માંડવી હાલે સાંગલીવાળાની પુત્રી માલતીબેન (ઉં.વ. ૭૦) તે સ્વ. હેમલતાબેન કોઠારી, ઈંદીરાબેન કોઠારી, રણજીતભાઈ, સ્વ. કિશોરભાઈ, કીર્તીભાઈ, સ્વ. હરેશભાઈના બેન. સ્વ. મદલક્ષાબેન, જયશ્રીબેન, સ્મિતાબેન, લતાબેનના નણંદ તા. ૧૨-૮-૨૪, સોમવારે અક્ષરધામ પામેલ છે. સંગીતા ઠક્કર, પ્રીતીબેન પીતેટા, જયેશભાઈ કોઠારીના માસી. વૃશાલી રીતેશ, દીપ્તી પરેશ, ભક્તિબેન, સિદ્ધિબેન, ભાગ્યશ્રીબેન, ફોરમબેનના ફઈબા સાંગલી મુકામે અક્ષરધામ પામેલ છે. સાદડી પ્રથા ત્થા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

કપોળ
રાજુલાવાળા હાલ કાંદિવલી સ્વ. કિશોરભાઇ વસંતરાય મહેતાના પત્ની ગં.સ્વ. કિર્તીદાબેન (ઉં. વ. ૬૯) તા. ૧૦-૮-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ધ્રુવના અને વૃદા પરીન મહેતાના માતુશ્રી. તે સ્વ. જયંતભાઇ, સ્વ. ઉષાબેન હર્ષદરાય મુની, અ. સૌ. જયશ્રી સુનિલ મહેતાના ભાભી. મોસાળ પક્ષે હરીલાલ દયાળજી વળીયાની સુપુત્રી. તે મીતના નાની. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

નાઘેર દશા શ્રીમાળી વણિક સમાજ
દીવવાળા ગં. સ્વ. હંસાબેન ચંપકલાલ શાહ (ઉં. વ. ૮૮) જે રમેશભાઇ તેમ જ પૂર્ણિમા પ્રફુલ ગાંધીના માતુશ્રી. તે સ્વ. હરિઇચ્છાબેન પ્રવીણચંદ્ર દોશી, પ્રવિણચંદ્ર વેણીલાલ શાહ અને ગં. સ્વ. પુષ્પા પ્રદીપ શાહના ભાભી. તથા માંગરોળ નિવાસી સ્વ. સરસ્વતીબેન જયંતીલાલ શાહના દીકરી તા. ૧૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
પાટણ નિવાસી હાલ મુંબઇ સ્વ. સવિતાબેન કનૈયાલાલ મહેતાના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૮૪) તા. ૧૨-૮-૨૪ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બકુલાબેનના પતિ. રાજેશ, તેજસ, ફાલ્ગુની, ગોપીના પિતાશ્રી. તે પીંકી, રચના, નિકેશ, સંજીવના સસરા. તે સ્વ. સુરેશના મોટાભાઇ. દર્શિત, રીયાના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૨૪ના બુધવારના સાંજે ૫થી ૭. ઠે. વનિતા વિશ્રામ સ્કૂલ, એચ.એન. રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, ગેટ નં.૬, એસ. વી. પી. રોડ, ગિરગામ, મુંબઇ-૪.

કચ્છી ભાટીયા
અનીલ આશર (ઉં. વ.૭૪) તા. ૧૧-૮-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સરિતાબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન ભગવાનદાસ આશર (રંગવાળા)ના પુત્ર. સ્વ. હેમલતાબેન હંસરાજી (ધનબાદવાળા)ના જમાઇ. નીયતી મીહીર શાહના પિતા. સ્વ. ઇલાબેન, જોગેનભાઇના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. હરિરામ રામજી પૂજારા કચ્છ લખપત હાલે મુલુંડના પુત્ર દ્વારકાદાસ પૂજારા (ઉં. વ. ૯૦) સ્વ. વિજયાલક્ષ્મીના પતિ. તા. ૧૨-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. વલ્લભજી લખમશી દામાણીના જમાઇ. મહેશભાઇ, નરેન્દ્રભાઇ, ભરતભાઇ, ગં. સ્વ. મધુબેન જવાહર, ગં. સ્વ. પુષ્પાબેન રતનશી, સૌ. નિર્મળાબેન મથરાદાસના કાકાઇ ભાઇ. સ્વ. વિનોદભાઇ, સ્વ. દમયંતીબેન, સ્વ. પાર્વતીબેન, ગં. સ્વ. જયાબેન, ગં. સ્વ. ઇન્દુબેન, મહાલક્ષ્મીબેન, ગં. સ્વ. પુષ્પાબેન, સૌ. હેમલતાબેનના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા.૧૪-૮-૨૪ના સાંજે ૫.૩૦થી ૭. ઠે. ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડો. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ગામ ઉનાવા હાલ મુંબઇ સ્વ. શાંતાબેન વાસુદેવ રાવલના સુપુત્ર રમેશચંદ્ર રાવલ (ઉં. વ. ૮૦)તે રેખાબેનના પતિ. તે ઇશ્ર્વરલાલ (બાબુભાઇ) મોતીલાલ પંચોલી, ગામ ખેરવાના જમાઇ. ડો.જાગૃતિ કનુ જાની, વૈશાલી પરાગ પંડયા, જયના પિતા, તે અ. સૌ. રૂપલના સસરા. તે હસુબેન દીનેશચંદ્ર ભટ્ટ, કિરીટભાઇ અને વીણાબેન રમેશચંદ્ર શાહના મોટા ભાઇ. અ. સૌ. રાગિણીબેનના જેઠ. રવિવારે તા. ૧૧-૮-૨૪ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૮-૨૪ના વિશ્ર્વેશ્ર્વર હોલ, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ), સાંજે ૫થી૭. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
જાફરાબાદવાળા હાલ મુંબઈ સ્વ. નાગરદાસ ગિરધરલાલ મોદીના ધર્મપત્ની ગં.સ્વ. મણીબેન (ઉં. વ. ૯૪) તે સ્વ. દિનેશભાઈ, સ્વ. અજયભાઈ, ધર્મેશભાઈ, સ્વ. કપિલાબેન અરૂણકુમાર, સ્વ.ભારતીબેન શરદકુમાર, મીનાક્ષીબેન કૃષ્ણકાંતના માતુશ્રી. ગં. સ્વ.શકુંતકાબેન ત્થા અ.સૌ. ભાવનાના સાસુ. સ્વ. મોહનભાઈ ત્થા સ્વ. હરિલાલના ભાભી. પિયરપક્ષે સ્વ. બાલુસિંહ ચૌહાણ ત્થા બારપટોળીવાળા સ્વ. છગનલાલ પારેખની દિકરી. રવિવાર તા. ૧૧-૮-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૧૫-૮-૨૦૨૪, લક્ષ્મીનારાયણ મંદિર, માધવબાગ, ગીતા એ.સી. હોલ, સી.પી.ટેન્ક, મુંબઈ -૪. સાંજના ૫ થી ૭.

ચારગામ દશા પોરવાડ વણિક
બીરપુર નિવાસી હાલ બોરીવલી પંકજ કાંતિલાલ શેઠના પત્ની મીનાબેન (ઉં.વ. ૭૧) તા. ૧૩-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન તથા હરિપ્રસાદ દેસાઈના પુત્રી. ધર્મેશ, પિન્કીના માતુશ્રી. અવનીબેન, કેયુરભાઈના સાસુ. શશીકાન્તભાઈ, શિરીષભાઈ, કમલેશભાઈ, સ્વ. અરવિંદભાઈ, નીતીનભાઈ, મિનાક્ષીબેન, લતાબેન, ચારૂબેન, પ્રજ્ઞાબેન, કાજલબેનના ભાભી. યશ્વી, તનય, આદિત્યના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૫-૮-૨૪, ગુરુવારે ૧૦ થી ૧૨ પાવનધામ, એમ. સી. એ. ગ્રાઉન્ડની બાજુમાં, સત્ય નગર, કાંદિવલી પશ્ર્ચિમ.

ચરોતર રૂખી
મનુભાઈ પુરસોત્તમ વાઘેલા ગામ મધરોલ (હાલ વિલેપાર્લા) (ઉં.વ. ૫૭) તા. ૧૦-૮-૨૪ના અવસાન પામ્યા છે. તે મંજુબેનના પતિ. અંબાલાલ, મણીબેનના ભત્રીજા. ગિરીશ, અજય, નિષાના પિતા. દક્ષા, યોગેશના સસરા. વૈશાલી, પરેશ, આરતી, જયશ્રીના મામા. ભરત, અશોકના સાળા. સૂતક તા. ૧૬-૮-૨૪, શુક્રવારે તેમના નિવાસસ્થાન: વિલેપાર્લા ઈસ્ટ, શ્રદ્ધાનંદ રોડ.

ઘોઘારી લોહાણા
આટકોટ નિવાસી હાલ અથણી (કર્ણાટક)ના સ્વ.પ્રભાબેન જગજીવનદાસ હરજીવનદાસ સોમૈયાના પુત્ર જીતેન્દ્ર (ઉં. વ.૫૪) તા.૧૨.૮.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે બીપીનભાઈ, રાજુભાઈ, નયનાબેન તથા સ્વ.વંદનાબેનના ભાઈ. કિશોરકુમાર બાબુભાઈ ભાટેના સાળા. ચંદ્રિકાબેન, હીનાબેનના દિયર-જેઠ. સાગર, આરાધના અને કલ્પના કાકા. સલોનીના મામા. પ્રાર્થનાસભા તા.૧૫.૦૮.૨૪ને ગુરૂવારના ૪:૩૦ થી ૫:૩૦. શ્રી ગુજરાતી મંડળ કાર્યાલય ગચ્ચીમક ગલી, અથણી-જી, બેલગાવી (કર્ણાટક).

લુહાર સુથાર
ગં.સ્વ.ચંપાબેન દાવડા (ઉં. વ. ૮૫) તે ગામ બાંભણીયા હાલ મીરારોડ તા.૧૧/૮/૨૪ના રામશરણ પામેલ છે. સ્વ.રતિલાલ ગોરધરદાસ દાવડાના ધર્મપત્ની. રમેશભાઈ, ધર્મેશભાઈ, સ્વ.નયનાબેન, રીટાબેનના માતુશ્રી. મીના તથા મીતાના સાસુ. સ્વ.કાનજીભાઈના ભાભી. સ્વ.દેવરાજભાઇ લક્ષમણભાઇ વાળાના દીકરી. પ્રાર્થનાસભા તા.૧૫/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

દરજી જ્ઞાતિ
બોરીવલી નિવાસી સ્વ.કવિતાબેન કાપડિયા (ઉં. વ. ૬૪) તે સ્વ.જીતેન્દ્ર ચુનીલાલ કાપડિયાના ધર્મપત્ની. મેઘલ, રાજેશ, રવિના માતુશ્રી. પૂજા તથા ભાનુમતીના સાસુ. જાહન્વી, મહેકના દાદી. સુમિત્રાબેન કાપડિયાના દેરાણી. કુંજલતા ટેલરના ભાભી. તા.૪/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૫/૮/૨૪ના ૪ થી ૬. મંગલમૂર્તિ હોલ, ગોરાઈ બ્રિજ, ગોરાઈ, બોરીવલી વેસ્ટ.

બાજ ખેડાવાળ બ્રાહ્મણ
સોંજીત્રા હાલ મુંબઈ ધનેશ દવે (ઉં. વ.૬૦) તે સ્વ.શારદાબેન ભાનુપ્રસાદ દવેના પુત્ર, કમલબેનના પતિ. ખુશ્બુ મહેકના પિતા. પેલેસના સસરા. સ્વ.સુધીર, સ્વ.કીર્તિ, ગં. સ્વ.રાજેશ્રી. સીમાના ભાઈ. ગં.સ્વ.અરુણાબેન તથા ગં.સ્વ.વર્ષાબેનના દિયર. તા.૯/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button