મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. મણીબેન તથા સ્વ. કાનજી વેલજી કોટક કચ્છ સાંધણના પુત્ર ચત્રભુજભાઈ (ઉં.વ. 88) હાલે ચેમ્બુર નિવાસી તે સ્વ. હંસાબેનના પતિ. નયનાબેન, ડો. ભાવનાબેન, ડો. યોગીનીબેનના પિતા. શશીકાંતભાઈ, સ્વ. ડો. જીતેન્દ્રભાઈ, ડો. ધર્મેશભાઈના સસરા. સ્વ. લક્ષ્મીદાસ કાનજી કોટક, સ્વ. કસ્તુરબેન મથુરાદાસ કારીયાના ભાઈ. તે મોંઘીબેન તથા મોરારજીભાઈ આસોટીયાના જમાઈ તા. 10-10-23, મંગળવારે યોગેશ્વરધામ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર સદંતર બંધ રાખેલ છે.

પાટણ વિશા દિશાવળ
અંધેરી નિવાસી અમીતા શાહ (ઉં.વ. 66) તા. 11-10-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે રજનીકાંત નરોત્તમદાસ શાહના પત્ની. હાર્દિક-જાનકીના માતુશ્રી. મીરાના દાદી. સુભદ્રાબેન અને અનિરુદ્ધભાઈની પુત્રી. યોગેશ, ધીરેન, નૈનેષની બહેન. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 13-10-23ના 5-7. બેંકવેટ હોલ, 6ઠ્ઠો માળો, અદાની વેસ્ટર્ન હાઈટ, અંધેરી વેસ્ટ.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
પ્રતાપરાય મહેતા (નિંગાળા) હાલ મીરા રોડ (ઉં.વ. 84) તા. 9-10-23, સોમવારના કૈલાસવાસી થયેલ છે. તે જશુબહેનના પતિ. સ્વ. વાલજી રામજીના પુત્ર. સ્વ. ગોવર્ધન રામજી, સ્વ. મેઘજી રામજીના ભત્રીજા. નિતેશ, દર્શનાના પિતાશ્રી. અ. સૌ. પ્રીતિ, રાજેશકુમાર જોષીના સસરા. નિર્મળાબહેન ઠાકર, પ્રવીણભાઈ, પ્રકાશભાઈના મોટા ભાઈ. જોષી ભગવાનજી દયારામના જમાઈ.

કચ્છી લોહાણા
ગામ અંજાર હાલે કુડાલ (સિંધુદુર્ગ) સ્વ. હરીશ વિઠ્ઠલદાસ ઠક્કરના ધર્મપત્ની દક્ષાબેન (ઉં.વ. 75) તે મુલજી પરસોત્તમ દનાણીની પુત્રી. સંજયભાઈ, શિલ્પા સમીરભાઈ દાવડા, કાજલ જતીનભાઈ ઠક્કરના માતુશ્રી. માલા સંજયભાઈના સાસુજી. સ્વ. રૂક્ષ્મણીબેન માધવજી અનમ, વર્ષાબેન નરેન્દ્ર હરીયાણી, જયસિંહભાઈ, વિનોદભાઈના ભાભી. હરીશ ઠક્કર, વિજયભાઈ ઠક્કર, રક્ષાબેન ભરતભાઈ ઠક્કરના બેન મંગળવાર, તા. 10-10-23ના કુડાળ મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વહેવાર બંધ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
સૌ. પૂર્ણિમા (પ્રવિણા) ખીયરા (ઉં.વ. 62) તે કચ્છ ગામ અંજાર હાલે મુલુન્ડ ચેકનાકા તા. 11-10-23, બુધવારના રામશરણ પામેલ છે. તે જીતેન્દ્ર કરસનદાસના ધર્મપત્ની. સ્વ. કાશીબેન કરસનદાસના પુત્રવધૂ. ગં. સ્વ. દમયન્તીબેન ચન્દ્રકાન્ત ઠક્કરની મોટી દીકરી. સ્વ. રાઘવજી નારાયણજી કોટકની દોહિત્રી. હેનલ, ઉદયના મોટા બહેન. અક્ષય, કરણ, પ્રીતી ધીરજકુમાર વરદીયા, ગીતા કૌશિકકુમાર રાડીયા, ઉવર્શી હીતેશકુમાર મડીયારના માતુશ્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-10-23 સારસ્વત વાડી, 1લે માળે, ઝવેર રોડ, મુલુન્ડ (વે.)માં 5 થી 7. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી લોહાણા
ગં. સ્વ. દમયંતીબેન મુકુંદરાય ઠક્કર (કારીયા) (ઉં.વ. 84) ગોવા હાલ મુંબઈ તે સ્વ. કંચનબેન રતીલાલ કારીયાના પુત્રવધૂ. અ. સૌ. હર્ષાબેન ભરતભાઈ પાઉં, સ્વ. મહેશ, અ. સૌ. છાયાબેન શૈલેશ રવાણી, ભરતના માતોશ્રી. અ. સૌ. સિદ્ધી દિનેશ નાગપાલ, હર્ષિલ ભરતભાઈ પાઉંના નાની. સ્વ. ભવનદાસ લાલજી દક્ષિણીના પુત્રી. ભાનુબેન રાચ્છ, ભૂપેન્દ્ર ભવનદાસ દક્ષિણી, શારદાબેન નારણદાસ ભોજાણીના બેન મંગળવાર, તા. 10-10-23ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ છે.

કપોળ
સિહોરવાળા હાલ કાંદિવલી સ્વ. દિન્તા ચંપકલાલ બાલુભાઈ મુનીના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. 80) તા. 10-10-23, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હિનાબેનના પતિ. ચિરાગ, નિરજના પિતા. અ. સૌ. વીણા, અ. સૌ. હેતલના સસરા. સ્વ. નરેશભાઈ નૈષથભાઈ, ઉર્મિલા જે. મહેતા, ઉષાબેન જે. પારેખ, મિનાક્ષીબેન બી. સંઘવીના ભાઈ. મણીલાલ ગોરધનદાસ કોઠારીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છ ગુર્જર ક્ષત્રિય
ગામ ખંભરા હાલ કલ્યાણ ગં. સ્વ. કાંતાબેન અર્જુનભાઈ સોલંકી (ઉં.વ. 92) બુધવાર, તા. 11-10-23ના રામશરણ પામેલ છે. તે રાજેન્દ્ર, હરીશ, ગીતાબેન કિરણભાઈ પંડયાના માતુશ્રી. તે શારદાબેન, મીનાબેનના સાસુ. રશ્મિન, પુનિત, આદિત્ય, ભૂમિકા અમિત ચવ્હાણ, ભાવિકા દેવાંગ પંડયાના દાદી. પ્રીતી, તેજલના દાદી સાસુ. દિપ, માહીના પરદાદી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 13-10-23ના 4.30 થી 6 જલારામ હોલ, લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.).

મેવાડા મિસ્ત્રી
ગામ ખરણા (હાલ મુંબઈ) શાંતિલાલ તે સ્વ. તારાબેન કેવળરામ મિસ્ત્રીના પુત્ર. રમિલાબેનના પતિ. હિતેશ, ધવલ, શિલ્પના પિતા. અનિતા, મૌલિકા, ચિરાગના સસરા. સ્વ. મંગળદાસ, ચંદ્રિકા અરવિંદ મિસ્ત્રીના ભાઈ તા. 11-10-23, બુધવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-10-23ના શુક્રવારે 4 થી 6. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. સ્થળ: પુણ્યા એપાર્ટમેન્ટ, 8મે માળે, ડો. વિલ્સન સ્ટ્રીટ, વી. પી. રોડ પોલીસ સ્ટેશનની સામે. સિક્કાનગરની બાજુમાં, ચર્ની રોડ, મુંબઈ-4.

દસનામ ગોસ્વામી
ગં. સ્વ. ડાહીબેન બુધગર. સ્વ. બુધગર રણછોડગરના પત્ની. નેમગર બુધગર અને ગીતાબેન ચંદનગીરી, ગં. સ્વ. લતાબેન જૈરામપુરી, ભારતીબેન અતુલગીરીના માતુશ્રી. ગણેશ ગિરી અને પ્રિયાના દાદી. ભાવનાબેન, રાકેશ દિપક, અલ્પાબેન, ધર્મેશ, અશ્વિન અને કાજલના નાની (ઉં. વ.80) ગામ બાયડ કચ્છ હાલે ઘાટકોપર મુંબઇ તા. 12-10-23ના કૈલાસવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 13-10-23ના સાંજે 4થી 6. ઠે. પારસીવાડી નવદુર્ગા હોલ, રાઠોડ મેડિકલની બાજુમાં, પારસીવાડી ઘાટકોપર મધ્યે રાખેલ છે.

મોઢ વણિક
અંકલેશ્વર નિવાસી હાલ મુંબઇ સ્વ. બિપીનભાઇ અંકલેસરિઆ અને ઉપેન્દ્રભાઇ અંકલેસરિઆના બહેન. માલવિકા કિષ્ણાલાલ અંકલેસરિઆ તા. 12-10-23ના શ્રીજીચરણ પામેલ છે. ભતીજી નીના શાહ-પ્રમેશ અંકલેસરિઆ, ભાવના શાહ-સુનાલી શાહ, અંજલિ અંકલેસરિઆ-બીપીન શાહ. ભતીજા હિતેશ શાહ અને અમીત શાહ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
કચ્છ, ગામ ગુઈરવાળા વેલબાઈ ટેલરામ રાયકુંડલીયાના મોટાપુત્ર ચંદ્રકાંત (ઉં. વ. 74) વાશી મુંબઈ તા. 9/10/23 સોમવારના શ્રીરામશરણ પામ્યા છે, તે હીરાબેન શીવજી રુપારેલના જમાઈ. કુસુમબેનના પતિ. પ્રકાશના ભાઇ. બી્ઝેન, કીંઝલના પિતાશ્રી. નિયશ્કા અને મનોજના સસરા. પ્રાર્થનાસભા સ્વામીનારાયણ મંદીર, 90-ફીટ રોડ, ધાટકોપર ઈસ્ટ, શુક્રવાર, તા 13 /10/2023, 4.00 થી 5.00. લૌકીક વ્યવહાર બંધ છે.

કપોળ
મહુવાવાળા, હાલ કાંદિવલી હસમુખરાય પ્રાણલાલ પારેખના ધર્મપત્ની હર્ષદાબેન (ઉં. વ. 79) તે જયેશ, ચિત્રા, પૂનમના માતુશ્રી. પારૂલ, ભાવેશ કાણકિયા તથા ભાવેશ ચિતલિયાના સાસુ. માધવી તયન કાણકિયા, હેતલ, હેતશ્રીના દાદી. જયાબેન અનંતરાયના ભાભી. જાફરાબાદવાળા સ્વ. ધરમદાસ ત્રિભોવનદાસ સંઘવીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ શાહપૂર, હાલ વાશી ગં. સ્વ. ભારતીબેન (ઉં. વ. 68) તે સ્વ. નરેશભાઈ (સુમનભાઈ) અનડાના ધર્મપત્ની જયાબેન નારણદાસ અનડાના પુત્રવધૂ. ભાવિન-બિનિતા તથા રીના બ્રિજેશ સુતરીયાના માતુશ્રી. ચંપાબેન નાનાલાલ ભુપતાણીના સુપુત્રી. પ્રીતિબેન, શોભાબેન, સ્વ. યોગેશભાઈ, રમેશભાઈ, સવિતાબેન બટુકલાલ મીરાણી, સ્વ. ઇન્દુબેન હસમુખલાલ ઠક્કર, સ્વ. હંસાબેન મણિલાલ લાખાણી, વીણાબેન, પ્રમોદીની કાંતિલાલ સામાણીના ભાભી 11/10/23 ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા 13/10/23ના 5 થી 6.30, ગુજરાત સમાજ, પ્લોટ નં 61, સેક્ટર 15, પી કે સી. હોસ્પિટલની બાજુમાં, વાશી, નવી મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રામ્હણ
ટીમાણા, હાલ ભાવનગર સ્વ. વિશ્વનાથ વ્રજેશંકર દેસાઈના ધર્મપત્ની. અનુબેન (ઉં. વ. 77) તે 11/10/23 ના દહિસર મુકામે કૈલાશવાસી થયેલ છે. તે મહેશ, જનક તથા માયા સુરેશકુમાર પંડ્યા, મધુબેન શરદકુમાર કનાડાના માતુશ્રી. સુરેશકુમાર બાલકૃષ્ણ પંડ્યા, શરદકુમાર ભાનુશંકર કનાડા, રેખા તથા સંગીતાના સાસુ. સ્વ. દેવશંકર કલ્યાણજી દવે બુધેલના દીકરી. જગન્નાથ, શિવશંકર, ચંપકભાઈ, લીલાવતી ભાનુશંકર જાનીના બહેન. તેમની પ્રાર્થનાસભા બંને પક્ષની 13/10/23 ના 3 થી 6, સાંઈ મંદિર હોલ, રાધા કૃષ્ણ મંદિરની બાજુમાં, એસ. એન. દુબે રોડ, રાવલપાડા, દહિસર ઈસ્ટ.

હાલાઇ લોહાણા
રાજકોટ, હાલ ભીવંડી સ્વ. ગંગાબેન પ્રાણજીવનદાસ ગોવિંદજી આહયાના પુત્ર ભરતભાઈ (ઉં. વ. 71) તે સ્વ. લલીતાબેન, સ્વ. સવિતાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. દ્વારકાદાસ, સ્વ. કાંતાબેન, સ્વ. સુરેશભાઈ, મંજુબેન નીતીનકુમાર કક્કડના ભાઈ શેફાલી દીપેશ જોશી તથા સ્વ. જીતેન્દ્રના કાકા. વિશાખાના દાદા. કમલેશ તથા ભાવિનના નાના 11/10/23ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર જ્ઞાતિ
ગામ આંબરડી જોગીદાસ, હાલ મીરારોડ ડાહ્યાભાઈ જીવનભાઈ ચિત્રોડા (ઉં. વ. 88) તે 9/10/23ના વૈકુંઠધામ પામ્યા છે. તે જયંતીભાઈ, ભુપેન્દ્રભાઈ, જશુમતીબેન પરમાર, ભાવનાબેન મકવાણા, ઉષાબેન વાઘેલાના પિતાશ્રી. ભારતી તથા કુંદનના સસરા. ગૌરાંગ, ધવલ, અનુજ, અસ્મિ, સેજલ કવાના દાદા. ભીમજીભાઈ, ત્રિકમજીભાઈ, ચંપાબેન ડોડીયા, કાંતાબેન મકવાણા, સમજુબેન વાળા, કમળાબેન ડોડીયા , મુકતાબેન પરમારના ભાઈ. તેમની પ્રાર્થના સભા 13/10/23 ના 5 થી 7, લુહાર સુથાર જ્ઞાતિ વાડી, કાર્ટર રોડ 3. બોરીવલી ઈસ્ટ.

પરજીયા સોની
અમરેલી, હાલ મુંબઇ નિવાસી, હર્ષવદનભાઈ ચોક્સી (સતિકુંવર), (ઉં. વ. 75) તા 11-10-23 ના શ્રીજીશરણ પામ્યા છે. તે ચંપાબેન મગનલાલના દીકરા. કુંદનબેનના પતિ. રવિરાજ અને કવિતા હિતેનકુમારના પિતાશ્રી. રેખાબેન વ્રજલાલ જીનાદ્રા, રંજનબેન વિનોદરાય થડેશ્વર, વસંતભાઈના ભાઇશ્રી. અમૃતલાલ સામંતભાઈ કતીરાના જમાઇ. તેમની પ્રાર્થનાસભા તા 14- 10-23 ના 5 થી 6 સોની વાડી બોરીવલી વેસ્ટ. લૌકિક પ્રથા
બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત