મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
હાલ વલસાડ (છીપવાડ)ના રહેવાસી સ્વ. છગનભાઈ બાલુભાઈ પાનવાલાના સુપુત્ર સુમનભાઈ (ઉં. વ. ૭૫) રવિવાર, ૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રકળાબેનના પતિ. સ્વ. ઈચ્છાબેન રવજીભાઈના જમાઈ. ભાવિન, સંગીતા-બળવંતભાઈ, આશા-જયેશભાઈના પિતાશ્રી. નુપૂર, ધ્રુવના નાના. તેમનું બેસણું ગુરુવાર, ૧-૮-૨૪ના બપોરે ૧ થી ૪. તેમ જ પુચ્છપાણીની ક્રિયા બુધવાર, ૭-૮-૨૪ના રોજ ૩ થી ૪ વલસાડ મુકામે રાખેલ છે.

નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના નિવાસી હાલ બોરીવલી અશુમતીબેન લક્ષ્મીદાસ શેઠ (ઉં. વ. ૮૬) તે સ્વ. લક્ષ્મીદાસ ભગવાનદાસ શેઠના ધર્મપત્ની. વિપ્રેશ, રાજેશ, સ્વ. ઉર્મિલા, રેણુકા, સ્વ. ચંદ્રિકા, દિપિકા, દીના, જાગૃતિના માતુશ્રી. તે નીપા, પ્રિતિ, સ્વ. કાંતિલાલ, નરેન્દ્ર, સ્વ. જયેશભાઈ, પિયુષ, કમલેશ તથા રાજેશના સાસુ. તે ખ્યાતિ વિરમ્ય શાહ, દર્શન, મહેક, રિયાના દાદી. તે સ્વ. દુર્લભદાસ ગુલાબચંદ શાહની દીકરી. તા. ૨૯-૭-૨૪, સોમવારના રોજ અક્ષરવાસ થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.), સરનામું: એલ-૫૯-૬૦, યોગી પ્રેસ્ટીજ, યોગીનગર, બોરીવલી (વે.), મુંબઈ-૪૦૦૦૯૧.

કચ્છી ગુર્જર ક્ષત્રિય સમાજ
સ્વ. ઈશ્ર્વરભાઈ (સુભાષભાઈ) યાદવ (ઉં. વ. ૬૩), દેશમાં ગામ હાજાપર, હાલે (મુલુંડ) ૨૯-૭-૨૪ના રામશરણ પમ્યા છે. ગં.સ્વ. કાંતાબેન ગોપાલભાઈ યાદવના સુપુત્ર. અશોકભાઈ, રાજેશભાઈ (રાજુભાઈ) શૈલેશભાઈના ભાઈ. મીનાબેન, ચંદ્રિકાબેનના દિયર. જ્યોતિબેનના જેઠ. નિતાબેનના પતિ. અર્પિતના િ૫તા. પ્રાર્થનાસભા ૩૧-૭-૨૪ના બુધવારે ૪.૩૦ થી ૬ના ગૌપુરમ હોલ, ડો. આર.પી. રોડ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, મુલુંડ વેસ્ટ.

ઘોઘારી લોહાણા
વરસડાવાળા શાંતાબેન નટવરલાલ મણીયારના સુપુત્રી હીના (ઉં. વ. ૬૬) તે અશોકભાઈ, મહેશભાઈ, કીશોરભાઈના બહેન ૨૯-૭-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

પંચાલ મિસ્ત્રી
કાંદિવલી ચારકોપ ઉર્મિલાબેન પંચાલ (ઉં. વ. ૮૩) તે મોહનલાલ રણછોડજી પંચાલના ધર્મપત્નિ. રશ્મિ, પરેશ તથા રાકેશના માતૃશ્રી, સ્વ.અશોકકુમાર પંડ્યા, દિશા અને પ્રીતિના સાસુ. જેસિકા અને વિમિતના દાદી. મિલિંદના નાની તા.૨૭/૭/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૧ ઓગસ્ટ ૨૦૨૪ના ૪ થી ૬. ઠેકાણુ. પાવન ધામ, મહાવીર નગર, પહેલે માળે, કાંદીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાલાસિનોર દશાનીમા વણિક
અસિતકુમાર નટવરલાલ શાહ (ઉં. વ. ૮૧) તે ઉષાબેનના પતિ. સોનારી તથા નિકીના પિતા. ધીરેનકુમાર તથા પૂર્વીના સસરા. અમર, શ્યામ, વેદાંત તથા ઉર્વીના દાદા ૨૯/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૧૧૦૩, એક્સર હાઈટ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, એક્સર રોડ, બોરીવલી વેસ્ટ.

દશા સોરઠિયા વણિક
મોટા દડવા નિવાસી હાલ મલાડ સ્વ.કિશોરભાઈ મલકાણના ધર્મપત્ની દીપાબેન (ઉં. વ. ૬૯) ૨૯/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.પુષ્પાબેન નંદલાલ મલકાણના પુત્રવધૂ. ડિમ્પલ તથા દેવાંગના માતુશ્રી. જ્યોતિના સાસુ. મુકેશભાઈ, સ્વ.રમેશભાઈ, નવનીતભાઈ, સ્વ.ઉષાબેન, સ્વ.શકુંતલાબેનના ભાભી. તારાબેન હરિદાસ બાબરીયાના દીકરી. પ્રાર્થનાસભા ૧/૮/૨૪ના ૪ થી ૬. પારેખ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, શંકરમંદિર સામે, જીતેન્દ્ર રોડ પાસે, મલાડ ઈસ્ટ.

કપોળ
જાફરાબાદવાળા હાલ કાંદિવલી સ્વ.નિર્મળાબેન જગમોહનદાસ મહેતાના પુત્રવધૂ તથા સ્વ.ચંદ્રકાન્તભાઈના ધર્મપત્ની ગં. સ્વ.પ્રવિણાબેન ૨૮/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. વિશ્ર્વેષ તથા હેતલ નયન મહેતાના માતુશ્રી. સ્વ.કલાબેન પ્રભુદાસ મહેતાના દીકરી. સ્વ.પ્રફુલભાઇ, જશીબેન મધુસુદન મહેતા, ગં.સ્વ.ભદ્રાબેન વિનોદરાય ચિતલીયા તથા હર્ષા વિનય મહેતાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
ચલાળાવાળા હાલ કાંદિવલી કીર્તીભાઈ ભુવા (ઉં. વ. ૬૩) તા.૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.પુષ્પાબેન અને સ્વ.નટવરલાલ જયંતીલાલ ભુવાના સુપુત્ર. વિભાબેનના પતિ. વંદના અનુરાગ પાંડેના પિતા. સ્વ.રાજેંદ્ર, જીતેન્દ્ર, યોગેશ, સરોજ હસમુખરાય ચિતલિયા, ગં.સ્વ.કોકીલા વિનોદરાય મહેતાના ભાઈ. સાસરાપક્ષે સિહોરવાળા સ્વ.ત્રંબકલાલ મનસુખલાલ મહેતાના જમાઈ. પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧-૮-૨૪ના ૪થી ૬. ઠે. પાવનધામ મહાવીરનગર,પાવનધામ માર્ગ, બી.સી.સી.આઈ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે

લુહાર સુથાર
ગામ બિલખા હાલ કાંદિવલી નવીનચંદ્ર બચુભાઈ મકવાણા (ઉં. વ. ૭૫) તા.૨૭/૭/૨૪ના શનિવાર શ્રીજીચરણ પામેલ છે. તે સવિતાબેનના પતિ. હિતેશભાઈ, કમલભાઈ, કેતનભાઈના પિતાશ્રી. કિનલ, પારુલ, કેલ્પનાના સસરા. પ્રવિણભાઈ, મંજુલાબેન વિઠ્ઠલભાઈવાળા, ભાનુબેન રતિલાલ સિદ્ધપુરા, ઉર્મિલાબેન ઘનશ્યામવાળા, સ્વ.રેખાબેન પ્રવિણભાઈ ડોડિયાના ભાઈ. સ્વ.વિઠ્ઠલભાઈ ડાયાભાઈ કવા, જૂનાગઢના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧/૮/૨૪ ગુરુવારના ૫ થી ૭. લુહાર સુતાર વેલફર સેન્ટર. કાર્ટર રોડ નં. ૩ બોરીવલી ઇસ્ટ.

દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ મંડળ
સાજણાવાવ નિવાસી હાલ સુરત સ્વ.જીવનભાઈ રામજીભાઈ હિંગુના ધર્મપત્ની ગં.સ્વ.સવિતાબેન હિંગુ તા.૨૯-૭-૨૪ને સોમવાર રામચરણ પામ્યા છે. સ્વ.નારણભાઇના ભાઈના પત્ની. પરસોત્તમભાઈના ભાભી. અરવિંદભાઈ, નરેશભાઈ, જગદીશભાઈ, રસીલાબેન કિશોરભાઈ, ગં.સ્વ. મંછાબેન મગનભાઈ, મેનાબેન નરેશભાઈના માતુશ્રી. મોટી ગીતાબેન, નાની ગીતાબેન, પ્રવિણાબેનના સાસુમા. સાદડી તા. ૧-૮-૨૪ને ગુરુવારે, ૪ થી ૬. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ મંડળની વાડી, અશોક ચક્રવર્તી રોડ નં.૫, અશોક નગર, કાંદિવલી (ઈસ્ટ).

ભાટિયા
આકોલા નિવાસી સ્વ.માવજીભાઈ જેરામ ભાટિયા (ગુમાસ્તા)ના પુત્ર ઉધ્ય ભાટિયા (ઉં. વ. ૬૭), શ્રીમતી લતાબેન ભાટિયાના પતિ. કલ્યાણજી ઉદેશી (ધ્રોલ)ના જમાઈ. સ્વ. ભુપેન્દ્ર, સ્વ.જયસિંહ, મોરારજી, પુરુષોત્તમ તથા ચંદાબેન પોરેચાના ભાઈ. વિનય તથા જિજ્ઞેશના પિતાશ્રી તા.૩૦/૧/૨૪ને મંગળવારના આકોલા મુકામે શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૧/૮/૨૪ને ગુરુવારે ૫:૦૦ વાગ્યે. ભાટિયાવાડી, આકોલા. લૌકિક વ્યવહાર
બંધ છે.

રાણા સમાજ
દિલીપ જમનાદાસ રાણા (ઉં. વ. ૭૬) તે નયનાબેનના પતિ. સ્વ.દિવાળીબેન અને સ્વ.જમનાદાસ વિઠ્ઠલદાસ રાણાનાં પુત્ર. રૂપલ ભાવિક શાહ અને સોનલ અમિત વસંતનાં પિતા. ભાવિક નવીનચંદ્ર શાહ અને અમિત લલિતભાઈ વસંતના સસરા. પ્રિશા ભાવિક શાહનાં નાના. ચંદુલાલ ગિરધરલાલ શાહ (પાનસરવાળા)નાં જમાઈ. સોમવાર તા.૨૯ જુલાઈ ૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

મોરબી મોઢ વણિક
ડોક્ટર પ્રવીણભાઈ ચીમનલાલ મણીયાર (ઉં. વ. ૮૬) દક્ષાબેનના પતિ. સ્વ.ભોગીલાલ અને સ્વ.નિવેદીતાબેનના નાનાભાઇ. સ્વ.ધીરજલાલ અને સ્વ.લીલાવતીબેન દરુના જમાઈ. અસીતભાઈ, રોમાબેન, શ્રેયસભાઈના બનેવી. તા.૨૯/૭/૨૪ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧/૮/૨૪ના ૫ થી ૭. ખીરા નગર હૉલ, સાંતાક્રુઝ વેસ્ટ.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મુંબઈ નિવાસી અ.સૌ. સરલાબેન ભટ્ટ, (ઉં. વ. ૮૦) તે વિષ્ણુ ધનસુખલાલ ભટ્ટના પત્ની. રાજીવ ત્થા અ. સૌ. અમીના માતુશ્રી. અ. સૌ. નીમીષા જટાશંકર પંડ્યાના બહેન. તા. ૨૯-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

બાલાસીનોર દશા નિમા વણિક
નીશાબેન (દમી) પરીખ (રોકડીઆ) (ઉં. વ. ૭૪) તે કૃણાલના માતુશ્રી. સ્વ. નીલરત્ન પરીખના પત્ની. તે સ્વ. કપીલાબેન નટવરલાલ પરીખના પુત્રવધૂ. મીના પ્રબોધ દોશી, પન્ના પ્રકાશ, તરૂ શીરીષ, હીના નીતીન, કલ્પના યોગેશ, સુષ્મા રાજેશના ભાભી. તે સ્વ. નીર્મલા ચીમનલાલ શાહ (પાટણવાળા)ની દિકરી. રવિવાર તા. ૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧-૮-૨૪ના ગુરૂવારે ૫ થી ૭. – વિશ્ર્વેશ્ર્વર ભુવન, ૧લે માળે સન્યાસ આશ્રમ, પાર્લા-વેસ્ટ.

કપોળ
નાગેશ્રી વાળા હાલ કાંદિવલી ગં.સ્વ. ગિરજાબેન કાંતિલાલ લક્ષ્મીદાસ વોરાના સુપુત્ર મયુર (ઉં.વ.૫૬) તા. ૨૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જીગ્નાના પતિ. અંકીત ત્થા કૃપાના પિતા. કમલેષભાઈ, પ્રફુલાબેન, દીન્તાબેનના ભાઈ, તે રાહુલ, વિનીત, ત્થા ભક્તિના કાકા, શિહોરવાળા સ્વ. મહેન્દ્રભાઈ જીવરાજ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧-૮-૨૪ને ગુરૂવારે ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ, અતુલ ટાવર સામે, કાંદિવલી વેસ્ટ.

દશા લાડ વણિક
ડૉ. અજેન્દ્ર શાહ (ઉં. વ. ૮૨) તે સ્વ. છોટાલાલ અને સ્વ. અરવિંદા શાહના સુપુત્ર. સ્વ. ડૉ. શૈલેન્દ્ર, અંજના અને મનસ્વિના ભાઈ. તે કીર્તિદાબેનના દિયર. ડૉ. અમીન, ડૉ. સેજલ અને સાગરના કાકા. ડૉ. પ્રીતિ, નમ્રતાના કાકાજી. ડૉ. ધૈર્ય, ડૉ. સૌમ્ય, ડૉ. શિવાની, અનુષ્કા, પ્રણય અને કિયાનના દાદા ૩૦-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૮-૨૪ લાયન્સ કોમ્યુનીટી હોલ, ઘાટકોપર (ઈ) ૫ થી ૬.૩૦.

ખંભાતી દશા પોરવાડ
મૂળ વતન બોરસદનાં (હાલ મુંબઇ-તારદેવ નિવાસી) કીરીટભાઇ ચોકસી (ઉં. વ. ૭૮) સોમવાર, તા. ૨૯-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. અરુણાબેનનાં પતિ. તે સ્વ. સદગુણાબેન સારાભાઇ ચોકસીનાં પુત્ર. તે ઓજસનાં પિતાશ્રી. તે મીનલ ઓજસ ચોકસીનાં સસરા. તે સ્વ. અનુરાધાબેન સુરેશભાઇ શાહ, સ્વ. અશ્ર્વિનભાઇ ચોકસી, સ્વ. કિરણબેન ભરતભાઇ દોશી અને સ્વ. જયશ્રીબેન હસમુખભાઇ શાહના ભાઇ. તે સ્વ. વ્હાલીબેન જયરાજભાઇ વેદનાં જમાઇ. તે દેવાંશનાં દાદા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧-૮-૨૪ના પથી ૭માં રાખેલ છે. પ્રાર્થનાસભા શ્રી મુંબઇ પાટીદાર સમાજ, મફતલાલ બાગ, ઓપેરા હાઉસ, ૬, ફ્રેન્ચ બ્રીજ, ચર્નીરોડ (ઇસ્ટ), મુંબઇ-૭.

કપોળ
ડુંગરના રેશમિયા હાલ ઘાટકોપર સ્વ. હરિલાલ નારણદાસ મહેતાના ધર્મપત્ની જયાલક્ષ્મી મહેતા (ઉં. વ. ૮૮) તા ૨૯-૭-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિતીન, ચેતન, હિતેશ, ગિરીશ મહેતા, જાગૃતિ પ્રદીપ નાયાણીના માતુશ્રી. દિપ્તી અને વંદનાના સાસુ. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. હરજીવનભાઇ, કનુભાઇ, સ્વ. કંચનબેન હરિલાલ સંઘવીના ભાભી. પીયર પક્ષે બારપટોળીવાળા ભાયચંદ ધારસી મોદીના દીકરી. કોમલ અને સરલના દાદી. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧-૮-૨૪ના ૫થી ૬. ઠે. બાલકનજી બારી, રાજાવાડી ગાર્ડનની સામે, સન્યાસ આશ્રમની બાજુમાં, ઘાટકોપર (ઇસ્ટ).

ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રા નિવાસી હાલ માટુંગા અ. સૌ. દર્શિકા (ઉં. વ. ૪૫) તે તા. ૨૯-૭-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે રંજનબેન કિશોરભાઇ વોરાના પુત્રવધૂ. અમિતના ધર્મપત્ની. વૈશાલી વિશાલ વોરાના નાનાભાઇના પત્ની. જશના કાકી. દેવ સ્મીતાબેન ભોગીલાલ શાહના દીકરી. પ્રીતીબેન, નિસર્ગભાઇ, અર્પિતાબેનના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button