હિન્દુ મરણ
ખંભાતી દશા પોરવાડ વણિક
સંજીવ શાહ (ઉં. વ. ૫૮) મૂળ વતન બોરસદ, હાલ અંધેરી ૨૬-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચીનુભાઈ રણછોડભાઈ શાહ અને સ્વ. હસુમતી શાહના પુત્ર. વેદાંતના પિતાશ્રી. દીના, મિલન અને રાજીવ (રાજા)ના નાનાભાઈ. પ્રકાશ બિહાની અને સ્વ. દિનેશ દેસાઈના સાળા. અમિતાના દિયર. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સુંદરજી મોનજી અનમના પૌત્ર તે સ્વ. નર્મદાબેન હરિરામના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૬૨) તે કલ્પનાબેનના પતિ. કૌશિકભાઈ, કાજલબેન જીતેશભાઈ ધીરાવાણી (બીટા), મોનિકાબેન ચિરાગભાઈ જોબનપુત્રા (ભુજ)ના પિતાજી. હીનાબેન કૌશિકભાઈના સસરા. સ્વ. હંસરાજભાઈ, રાજેશભાઈ, રમણીકભાઈ, હિંમતભાઈ, વિજયભાઈ, ગુણવંતીબેન પ્રતાપભાઈ કતિરા, હેમલતાબેન નવીનભાઈ કક્કડના ભાઈ ૨૫-૭-૨૪, ગુરુવારના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૩૦-૭-૨૪, મંગળવારના ૫ થી ૬ સ્થળ: કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી એ.સી. હૉલ, પેહલા માળે આર.આર.ટી. રોડ, મુલુંડ વેસ્ટ. (લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે, બૈરાઓએ તે જ દિવસે આવી જવું)
કચ્છી લોહાણા
સ્વ. નાથીબાઈ લીલાધર રૂપારેલના પુત્રવધૂ ગં.સ્વ. મંગળાબેન (ઉં. વ. ૭૧) ગામ કચ્છ વાંકુ, હાલે નાસિકવાળા. તે સ્વ. દિનેશભાઈના ધર્મપત્ની ૨૮-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. ભારત તથા શીતલના માતુશ્રી. ગં.સ્વ. રાધાબેન ડુંગરશી ચંદન ગામ કચ્છ રામપર (સરવા)ના પુત્રી. ગં.સ્વ. કીર્તિકા તથા હરીશભાઈ ઠક્કરના સાસુ. દીપકભાઈ તથા સ્વ. નર્મદાબેન નાનજીભાઈ સેજપાલના ભાભી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર
બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
માધવપુર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ભાનુમતી વેલજીભાઇ ગરાચના પુત્ર પ્રદીપકુમાર ગરાચ (ઉં. વ. ૭૦) તે નીવેદીતાના પતિ. અગ્રીમ તથા ગાર્ગીના પિતા. મૃદુલાબેન હિંમતલાલ મામતોરા, કિરીટભાઇ તથા હર્ષાબેન રસિકલાલ આશરાના ભાઇ. હીરાલાલ જીવણલાલ સિંધવડના જમાઇ. મેઘકુમાર શાહના સસરા રવિવાર તા. ૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઇ લોહાણા
હિતેન્દ્ર ઠક્કર (દક્ષિણી) (ઉં. વ.૬૬) મૂળ આમરણ બેલા હાલ કાંદિવલી તે સ્વ. રતિલાલ વાલજી દક્ષિણી અને સ્વ. નિર્મળાબેનના પુત્ર. ગં. સ્વ. નિતા હિતેન્દ્ર ઠક્કરના પતિ. કવિથ હિતેન્દ્ર ઠક્કર અને હેત્વી સ્મિથ તન્નાના પિતાશ્રી. હેમાક્ષી ઠક્કરના સસરા. જીતેન્દ્ર, કિશોર, ગં. સ્વ.પૂર્ણિમા હસમુખલાલ, પ્રતિમા પ્રફુલકુમાર, સ્વ. ગીતાબેન શંકરલાલના ભાઇ. તે સ્વ. ધનજીલાલ ઘુસાલાલ ગઢિયા અને સ્વ. જયાબેનના જમાઇ તા. ૨૯-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૩૦-૭-૨૪ના ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. મોહનલાલ ભવાનજી પૂંજાણી ગામ ગઢશીશાના પત્ની ગં. સ્વ. જયાલક્ષ્મી (ઉં. વ. ૯૨) સ્વ. સાકરબાઇ રવજીભાઇ સૌમેયા ગામ ગુંદાલાની સુપુત્રી તા. ૨૭-૭-૨૪ને શનિવારે મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મોહનલાલ મિથુભાઇ પલન (ઠોડા) ગામ અંજાર હાલે મુલુંડ નિવાસીના ધર્મપત્ની ગં. સ્વ. ગીતાબેન (ઉં. વ. ૭૭) તે સ્વ. ગોદાવરીબેન રામજીભાઇ તન્ના હાલે ભુજના સુપુત્રી. તે બીપીનભાઇ, લીનાબેન, વીણાબેન, સ્વ. રેખાબેન, વૈશાલીબેન, રીનાબેનના માતુશ્રી. વર્ષાબેનના સાસુમા. તથા વરુણના દાદી. દેવાંગ, અંશ કરણ તથા શુભમના નાનીમા. શનિવાર તા. ૨૭-૭-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
નવગામ ભાટીયા
ગોંડલ નિવાસી હાલ અંધેરી અરવિંદભાઈ સરૈયા (ઉં. વ. ૮૦) તે હકુબેન વલ્લભદાસ સરૈયાના પુત્ર. સ્વ.મનસુખલાલ ઉદેશીના જમાઈ. ઈન્દુબેનના પતિ. કાર્તિક, નિકુંજના પિતાશ્રી. અ.સૌ.નિકિતાના સસરા. સ્વ.ધીરુભાઈ, સ્વ.ભાનુબેન, નિર્મળાબેનના ભાઈ તા.૨૭-૭- ૨૦૨૪ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. લોકિક પ્રથા બંધ છે.