મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ ભચાઉના માતુશ્રી સ્વ. ભચીબેન જખુભાઇ રીણા ગડાના સુપુત્ર હરખચંદ (ઉં.વ. ૮૪) શનિવાર તા. ૨૭-૭-૨૪ના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. ધનીબેનના પતિ. પ્રેમજી, વાડીલાલ, અનીલ, નરેન્દ્ર, જયશ્રીના પિતાશ્રી. ચારૂબેન, રમીલા, ગીતા, કંચન, પ્રેમજી ધનજી દેઢિયાના સસરા. રિદ્ધિ કૃણાલ ફરીયા, મહેક, હર્ષ, દિશા, આર્ય, કુશ, અંકિતા, સાગર, સંકેતના દાદા. રતનશી, સ્વ. ઉગમશી, ચુનીલાલ, ગં. સ્વ.પાર્વતીબેન, સ્વ. મેરઇબેન, સ્વ. હિરૂબેન, સ્વ. કેસરબેનના ભાઇ. સ્વ. નામાબેન થાવર ફરીયાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૯-૭-૨૪ના બપોરે ૪થી ૫.૩૦. ઠે. શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે.), પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી બાલા હનુમાનજી મંદિર (સરસપુર) ના મહંત શ્રી ઉપેન્દ્રનાથ શાસ્ત્રીજી (ચૌધરી)નું અવસાન તા.૨૮-૭-૨૦૨૪ ના રોજ થયેલ છે સદગત નું બેસણું તારીખ:૨૯/૭/૨૦૨૪, સોમવાર સમય: સવારના ૯ થી ૧૨ સ્થળ: સરસપુર સેવા ટ્રસ્ટની વાડી,તળિયાની પોળની સામે,સરસપુર, અમદાવાદ.
કચ્છી દશા મોઢ માંડલીયા
મુંબઇ નિવાસી હાલ કાલબાદેવી કૌશલ (ઉં. વ. ૪૮) તે સ્વ. ઇન્દિરાબેન તથા સ્વ. ઇન્દવદન હિંમતલાલ મહેતાના સુપુત્ર. તે સ્વ. ઝવેરીલાલ ગોરધનદાસ મહેતાના ભત્રીજા. તે હેમાલી મનીષ ગાંધીના ભાઇ. તે ગં. સ્વ. પ્રતિમા મુકુલ શાહના ભાણેજ. અને પાર્થ-રાજવીના મામા. તા. ૨૬-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ વિલેપારલા હેમલતાબેન તે સ્વ. મહેન્દ્રભાઇ બાલુભાઇ મહેતાના પત્ની (ઉં. વ. ૭૫) તે કેતન, હિમાંશુની માતા. પારૂલ અન ભાવનાના સાસુ. રોમીલ અને ધ્રુવીલના દાદી. સ્વ. કાંતિલાલ જીવરાજ મોદીના દિકરી. બીપીનભાઇ, સ્વ. મહેશભાઇ અને પૂર્ણિમાબેનના બહેન. સ્વ. પ્રભાબેન, સ્વ. ત્રંબકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. તારાબેન, સ્વ. રમાબેન અને ગં. સ્વ. રસીલાબેનના ભાભી રવિવાર, તા. ૨૮-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩૦-૭-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. જલારામ હોલ, ૬ઠો રોડ, જુહુ સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).
વડનગરા નાગર
સાંતાક્રુઝ નિવાસી સ્વ. વાસંતીબેન ઉદગીથ મજમુદારના સુપુત્ર મલક ઉદગીથ મજમુદાર તા. ૨૨-૭-૨૪ના અવસાન પામેલ છે. તે તૃપ્તિ મલક મજમુદારના પતિ. તે હર્ષલભાઇ અને ચિંતનભાઇના પિતાશ્રી. તે સ્વ. શાહીબેન અને વંદનાબેનના સસરા. તે સ્વ. પ્રકાશ-શીલા, સ્વ. અલક-હંસા, પૃથ્વીશ-દિવ્યા, વિજય-સલોનીના ભાઇ. તે સ્વ. વિનયવંતીબેન મનવંતરાય માંકડના જમાઇ. પ્રાર્થનાસભા તા, ૩૦-૭-૨૪ના મંગળવાર, સાંજે ૫થી ૭. ઠે. રોટરી કલબ હોલ, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઇ-૫૪.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ બાડાના હાલ ડોમ્બિવલી નિવાસી દમયંતીબેન (બેનાબેન) (ઉં.વ. ૭૭) તે કાંતિલાલ વેલજી લીયાના ધર્મપત્ની તા. ૨૭-૭-૨૪ના શનિવારે ડોમ્બિવલી મુકામે રામશરણ પામ્યા છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન (ઝવેરબેન) સુરજી (મીઠુભાઇ) હરજી ધાંધા (ગામ નખત્રાણા વાળા)ની પુત્રી. ભાવેશ અને હિતેશના માતુશ્રી. ક્ધિનરીબેનના સાસુજી. જયાબેન (બેબીબેન)ના ભાભી. પ્રવિણાબેન હર્ષદભાઇ ઠાકોર, પંકજભાઇ, હર્ષાબેન સુરજીભાઇ મામતોરા, યોગેશભાઇના બેનની પ્રાર્થનાસભા તા. ૨૯-૭-૨૪ના સોમવારે સાંજે ૪થી ૫. ઠે. પાંજીવાડી, કાંજુર વીલેજ રોડ, કાંજુરમાર્ગ (પૂર્વ)
કચ્છી લોહાણા
સ્વ. નારાયણજી મધવજી રાચ્છ (ચોથાણી) તેમ જ સ્વ. જમનાબેન શંભુલાલ દૈયાના મોટા પુત્ર નવીનચંદ્ર (ઉં. વ. ૬૮) તે સ્વ. હંસાબેનના પતિ. તે સ્વ. જમનાબેન શીવલાલ પૂજારાના મોટા જમાઇ. તે રાજેશ-કૌશલ્યા, સ્વ. નિતા, અને ગં. સ્વ. તારાબેન ભવાનજી ઠક્કરના ભાઇ. તે પરાગ, રોશની, પિંકી (પાયલ), પ્રકાશભાઇ, સોનિયા, અમિતભાઇના પિતાશ્રી. તા. ૨૭-૭-૨૪ના શનિવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૭-૨૪ના સોમવારે સાંજે ૫.૩૦થી ૭. ઠે. જલારામ મંદિર, ભટ્ટવાડી, બર્વેનગર, ઘાટકોપર (વે), મુંબઇ-૮૪, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
અ. સૌ. વર્ષાબેન (મુલાબેન) (ઉં. વ. ૭૨) તે વલ્લભદાસ ભગવાનદાસ સોનપાર કચ્છ ગામ જખૌ હાલ ડોમ્બિવલીના ધર્મપત્ની. તે અલ્કેશ, રાજેશ, અ. સૌ. ભક્તિબેન અમિતકુમાર ધરાદેવ, અ. સૌ. અરૂણાબેન આશિશકુમાર રોકડેનાં માતુશ્રી. જાગૃતિબેન, ઉર્વશિબેન, હેતલના સાસુ. તે ભૂમિ, કામ્યા, સમીરા, ઓમ, ક્રિશના દાદી. નિસર્ગ, પાર્થ, વૈભવી, કૃપા, ક્રિષ્ણા, મેઘરાજના નાની. તા. ૨૬-૭-૨૪ના શુક્રવારના હરિઓમ શરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૭-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ૧લે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
કપોળ
અમરેલી વાળા પ્રમોદરાય રાઘવજીભાઈ મહેતા (ઉં. વ.૭૪) તે ઇન્દુબેનના પતિ. હેમાંશુ, બીનાબેન વિનયકુમાર મહેતા તથા પિનલબેન પ્રશાંતકુમાર જનાણીના પિતાશ્રી. તથા સ્નેહાના સસરા. તથા અરવિંદભાઈ, નરેન્દ્રભાઈ તથા રાજેશભાઈ યશવંતીબેન, ગીતાબેન, દક્ષાબેન શોભનાબેનના ભાઈ. તે મોટા ખુટવડાવાળા બાબુલાલ હરજીવનદાસ પારેખના જમાઈ તારીખ ૨૭/૭/૨૪ ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તારીખ ૨૯/૭ /૨૪ ને સોમવારના રોજ જાગનાથ મંદિર યાજ્ઞિક રોડ રાજકોટ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
હાલાઈ લોહાણા
શ્રી જશવંતભાઈ માવાણી તા. ૨૮-૭-૨૦૨૪ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેઓ સ્વ. ગોરધનદાસ જમનાદાસ માવાણી ત્થા મોતીબેન ગોરધનદાસ માવાણીના સુપુત્ર. નિર્મલા જશવંત માવાણીના પતિ. કેતન તથા પંકજ માવાણીના પિતા. કામીની કેતન માવાણીના સસરા, મિતીષાના દાદા. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ઉખરલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રવિણચંદ્ર પ્રાણજીવનાદાસ શાહના ધર્મપત્ની ગં.સ્વ.કાંતાબેન (ઉં.વ. ૮૪) શનિવાર તા. ૨૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મીનાબેન, રાજેશભાઈ, સંગીતાબેન ત્થા નિશાબેનના માતુશ્રી, તે નિમીષાબેન, મુકેશભાઈ, પ્રકાશભાઈ અને નિલેશભાઈના સાસુ, સ્વ. જયાબેન મોહનલાલ શેઠની દિકરી, તે સુરભી જેનીલ શાહમ જીલ કુનાલ શાહના દાદી, ત્થા સ્વ. ભાનુબેન ભુપતરાય પાતાણી, સ્વ. કુંદનબેન સોભાગચંદ દાણી, ગં.સ્વ. હંસા પ્રતાપરાય સરવૈયા, કિશોરભાઈ. રમેશભાઈ ત્થા મહેશભાઈના ભાભી, બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૩૦-૭-૨૦૨૪ને દિવસે પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, સમય ૪.૩૦ થી ૬, રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker