મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
વલોટીના શાંતાબેન સોમાભાઇ પટેલ (ઉં. વ. ૭૫) રવિવાર, તા. ૮-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. તે નરેશ, મનહર, નયનાબેન, સ્વ. નવીનના માતા. વનલતા, ટીના, શશીકાંતના સાસુ. અનિકેત, વિરાજ, ચિરાગ, સાયલી, ભૂમિ, રોશની, ત્રિશા, અંસુ, પ્રિયલના દાદી. ભાવિકા, નિખિલ, કોમલના નાની. બેસણું ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ના ૨થી ૪ અને પુષ્પપાણી ગુરુવાર, તા.૧૯-૧૦-૨૩ના ૩થી ૫. તેમના નિવાસસ્થાને રાખી છે. ઠે. ૨૫બી-વિંગ, પહેલે માળે, ધાકે પાર્ક, નટવર નગર રોડ નં.૧, જોગેશ્ર્વરી (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.

પટેલ
ગામ વલસાડ-કછોલી, હાલ ગ્રાન્ટરોડ નિવાસી સ્વ. સુમનભાઈ વલ્લભભાઈ પટેલના ધર્મપત્ની વિમલાબેન (નિમુબેન) સુમનભાઈ પટેલ સોમવાર, ૨-૧૦-૨૩ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ. ઝીણીબેન બાબુભાઈ કિકાભાઈના સુપુત્રી (ગામ-કોથા) તે સ્વ. મંજુબેન, સુમનબેન અને અરવિંદભાઈના બેન. તે સુનિલ (શૈલેશ), વિશાખા (વિકી)ના માતુશ્રી. તે પૂર્વીના સાસુ. તે સારવીના દાદી. તેમની પુચ્છપાણીની વિધિ શુક્રવાર, ૧૩-૧૦-૨૩ના રોજ ૩ થી ૪ કલાકે નિવાસસ્થાને- શક્તિસદન, સી વિંગ, નવજીવન સોસાયટી સામે, બેન્ક ઓફ ઈન્ડિયાની ઉપર, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૭. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક રિવાજ બંધ છે.

હાલાઇ ભાટીયા
મૂળ ગામ જામખંભાળિયા હાલ બોરીવલી બીનાબેન (ઉં.વ. ૬૨) કમલેશ માનસિંહ કાપડિયાના ધર્મપત્ની. તે આદિત્ય-વિરતીના માતુશ્રી. તે સ્વ. જાદવજી પરસોતમ મર્થકના દીકરી. તે સુજાતાબેન અજયકુમાર આસર તથા રાકેશ અશોકભાઈ ભાટીયાના ભાભી. તે ઉષાબેન જીતેન્દ્ર કુમાર જગડ, વર્ષાબેન પ્રકાશકુમાર બોસમિયા, જાગૃતિ વીરેન્દ્રકુમાર જગડ તથા જયેશ જાદવજી મર્થકના બેન, તા. ૯/૧૦/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૧/૧૦/૨૩ના ૪ થી ૬. વર્ધમાન હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (પશ્ર્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.

વિસા સોરઠીયા વણિક
ધનબાદવાળા સુશીલાબેન મંગળદાસ કોઠારી (ઉં.વ. ૮૫). તે સ્વ. રામચંદ જમનાદાસ શાહના પુત્રી. સ્વ. મોહનલાલ કાલિદાસ કોઠારીના પુત્રવધૂ. સ્વ. શીરીષ રાધા મીના અને અશ્ર્વિનના માતુશ્રી, તા. ૫/૧૦/૨૩ના કોલકાતા મુકામે શ્રીજીચરણ પામ્યા છે.

સંબંધિત લેખો

મોઢ વણિક
અ.સૌ. બીના દીપક મહેતા (ઉં.વ. ૭૧), હાલ સાયન, તે દીપક જયંતીલાલ મહેતાના પત્ની. વિશાલના માતુશ્રી. અ.સૌ. જાનકીના સાસુ. દેવશ્રીના દાદી, શનિવાર, તા. ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૨-૧૦-૨૩ના ૫ થી ૬, એસ.એન.ડી.ટી. કોલેજ, આર.એ. કીડવાઈ રોડ, માટુંગા-પૂર્વ, ગં.સ્વ. શારદાબેન મહેતા, સ્વ. ઈન્દુબેન પરીખ, ગં.સ્વ. નીલાબેન શેઠ, ગં.સ્વ. સરયુબેન મહેતા, ગં.સ્વ. મીનાક્ષીબેન શાહ, અ.સૌ. મંજુબેન મહેતાના ભાભી તથા અ.સૌ. નયના અતુલ દેસાઈના બેન.

હાલાઈ લોહાણા
મુંબઈ નિવાસી સ્વ. હરીશભાઈ ગોવિંદજી કારીયાના ધર્મપત્ની સ્વ. લીલાવતીબેન કારીયા (ઉં.વ. ૮૮) તા. ૮-૧૦-૨૩ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે યોગેશભાઈ, રીટાબેન તથા માધવીબેનના માતુશ્રી. આરતીબેન, ડૉ. નવીનભાઈ ચંદારાણા તથા જયેશભાઈ નાકાઈના સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.

વીસા મેવાડા વણિક
સ્વ. નયનભાઇ અંબાલાલ શાહનાં ધર્મપત્ની નિર્મળાબેન શાહ (ઉં. વ.૮૫) તે દમયંતી વૃજદાસ કાપડિયાનાં દીકરી. તા. ૧૦-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ધવલ, ઉર્વિના મમ્મી. સુજલ, હેમંતનાં સાસુ. મિલિંદ, દીપક, પ્રતિમા, ક્ષમાનાં ભાભી. જસવંતી, લીલા, જીતુભાઇ, વિક્રમભાઇના બેન. બેસણું: ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ સમય ૩થી ૪-૩૦. ઠે.ગુરુનાનક હોલ, સીટીલાઇટ સિનેમાની પાછળ, લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી બ્રહ્મક્ષત્રિય
પ્રેમકાંતા રસ્પુત્રા હાલે ઘાટકોપર (ઉં.વ. ૮૮) મંગળવાર, તા. ૧૦-૧૦-૨૩ના રામશરણ પામ્યા છે. તે સ્વ. કાંતિલાલ ભીમજી રસ્પુત્રાના પત્ની. ગં. સ્વ. ભારતીબેન ઉત્તમ ખત્રી, પ્રેમીલાબેન રમેશ ભેડા, સ્વ. ચંદ્રકાંત, કિરણ, દીપક કકૈય, ભાનુ, પ્રીતિ, કલ્પેશના માતાશ્રી. ગં. સ્વ. હર્ષા, રેખાના સાસુ. સ્વ. ચતુરાબેન, સ્વ. ખીમજીભાઈ ધડાના પુત્રી. સ્વ. લક્ષ્મીદાસ ધડાના બેન. સરનામું: બી-૬૦૩, ઓર્બિટ ટાવર, પુષ્પા વિહાર હોટેલ પાસે, ગરોડિયા નગર, ઘાટકોપર પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
અમરેલીવાળા પારેખ રમણીકભાઈ રામજીભાઈ (ઉં.વ. ૭૯) તે પદ્માબેનના પતિ. મયુર, તેજસ, કેતનના પિતા. અમી, જિજ્ઞા, કૃપાના સસરા. સ્વ. ચંદુભાઈ, મોહનભાઈ, રસિકભાઈના નાના ભાઈ. સ્વ. મંજુલાબેન, સ્વ. મંજુલાબેન (મધુબેન), અ. સૌ. રેણુકાબેનના દિયર. અમૃતલાલ (વિનુભાઈ) મોહનલાલ કાણકીયાના જમાઈ તા. ૭-૧૦-૨૩ના શનિવારે અમરેલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૨૩, ગુરુવારના ૪ થી ૬ પાવનધામ, બીસીસીઆઈ ગ્રાઉન્ડની સામે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

ઘોઘારી લોહાણા
સાવરકુંડલાવાળા હાલ મુલુંડ સ્વ. રજનીકાંત નાગ્રેચા તે સ્વ. ભાગીરથીબેન વૃજલાલ નાગ્રેચાના જયેષ્ઠ પુત્ર. સ્વ. શાંતાબેન પ્રેમજીભાઈ આયાના જમાઈ. સ્વ. ગીતાબેનના પતિ. સ્વ. રસીકભાઈ તથા સ્વ. અરવિંદભાઈના આયાના બનેવી. સ્વ. દેવીબેન, ગં. સ્વ. રમાબેન, સ્વ. જયોત્સનાબેન, સ્વ. હંસાબેન, ઈશ્ર્વરભાઈ, વિનોદભાઈના ભાઈ. અ. સૌ. વર્ષાબેન, ભાવેશ, સુનીલના પિતાશ્રી તા. ૯-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી રાજગોર
કચ્છ ગામ ગુંદિયાલી, હાલે કાંદિવલી (વે.) દયારામ જોષી (ઉં.વ. ૭૮) તા. ૭-૧૦-૨૩, શનિવારના મુંબઈ મધ્યે રામશરણ પામેલ છે. તે રામબાઈ તુલસીદાસ જોષીના પુત્ર. પ્રવિણાબેનના પતિ. કવિતા રાજેશ, સ્વ. નેહા પૂર્વેશ જોષી તથા પારુલબેન કેતન ગોરના પિતાશ્રી. સ્વ. ચંદ્રકાંત, સ્વ. જીતેન્દ્ર, હરિશ, નરેશ, નિર્મળા, મંજુલા, સાવિત્રી, દમયંતીબેનના ભાઈ. સ્વ. કલ્યાણજી પ્રાણજીવન શિણાઈ (ભુજ)ના જમાઈ. પ્રીત, ઓમ, મનનના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: વ્રજમોહન બિલ્ડીંગ, ૩જે માળે, રૂમ નં. ૨૫, ઈરાની વાડી, રોડ નં. ૪, કાંદિવલી (વે.)

ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
રાણપુર, હાલ વિલેપાર્લે (વે.) ખુશાલદાસ હરજીવનદાસ ગલીયા (ઉં.વ. ૮૫) તા. ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. સ્વ. ભુદરશી અમરશી કાપડીયાના જમાઈ. છાયા, પ્રજ્ઞા, સ્મિતા, જાગૃતિ, મયુરના પિતાશ્રી. જીતેન્દ્રકુમાર, સ્વ. પ્રવિણકુમાર, અજયકુમાર, નિલેશકુમાર, સેજલના સસરા. જૈની, વ્યોમના દાદા. સ્વ. ડાહ્યાલાલ, સ્વ. દલસુખભાઈ, સ્વ. સરજુબેન, સ્વ. રંભાબેન પ્રવિણભાઈ, કોકીલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૨૩, ગુરુવારે ૪ થી ૬ અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વે.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
મૂળ ગામ મિઠોઈ, થાણા હાલ કાંદિવલી ગં. સ્વ. મિનાક્ષીબેન (મંછાબેન) (ઉં.વ. ૮૮) તે સ્વ. ગોપાલદાસ કરસનદાસ મામતુરા (લાલ)ના ધર્મપત્ની. તે સ્વ. અમૃતબેન કાનજી કરસનદાસ મામતુરા, સ્વ. ચંપાબેન કાંતીભાઈ મામતુરા તથા ગં. સ્વ. લીલાવંતીબેન મોહનલાલ પોપટના ભાભી. સ્વ. અશોક, અ. સૌ. અલ્પાબેન વિજયભાઈ ગઢીયાના માતુશ્રી. વિજયભાઈ તુલસીદાસના સાસુ. સ્વ. વિજયાબેન હરજીવનદાસ જોબનપુત્રાના પુત્રી. દિવ્યા, નિયતી, હર્ષના નાની સોમવાર, તા. ૯-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button