મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
મહુવાવાળા હાલ મુંબઈ સ્વ. ત્રિવેણીબેન ગિરધરલાલ લવજી મહેતાના પુત્ર સ્વ. વિનોદરાય (ઉં.વ. ૮૬) તા. ૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેનના પતિ. જતીનના પિતાશ્રી. અ. સૌ. અલકાના સસરા. સાવરકુંડલાવાળા સ્વ. કંચનબેન તુલસીદાસ ત્રિભોવનદાસ મેહતાના જમાઈ. સ્વ. ચંદ્રભાગાબેન, સ્વ. પ્રભુદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. જયંતીલાલ, સ્વ. ચીમનલાલ, સ્વ. વસંતબેન, સ્વ. રમાબેન, સ્વ. રસિકલાલ, સ્વ. શરદચંદ્ર, ગં. સ્વ. યશોમતીબેનના ભાઈ. સર્વે લૌકિ પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ભગવતીબેન લક્ષ્મીદાસ સોનાઘેલા, કચ્છ ગામ વીંઘાબેર, હાલે મુલુંડ (ઉં.વ. ૮૦) સોમવાર, તા. ૯-૧૦-૨૩ના રામશરણ પામ્યા છે. તે સ્વ. ગં. સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીદાસ સોનાઘેલાના મોટા પુત્રી. મુકેશભાઈ, મીનાબેન, અનિતાબેનના મોટા બેન. જીગર, અર્ચના, અર્પણા નરેશભાઈ મંગેના મોટા ફુઈ. દેવમણીબેન મુકેશભાઈના મોટા નણંદ. સ્વ. પાર્વતીબેન મેઘજીભાઈ મુલજીના નણંદ. બરખાના ફોઈ સાસુ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૦-૧૦-૨૩ના ૫ થી ૭ સારસ્વતવાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ પશ્ર્ચિમ. બહેનોએ એ દિવસે જ આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
વાંકાનેર હાલ ઘાટકોપર પ્રભુસ જમનાદાસ દોશી (ઉં.વ. ૯૪) તે સ્વ. પદમાબેનના પતિ. અમિત, આશિષ, જસ્મીના, તૃપ્તિના પિતાશ્રી. કિરણ, અમી, બીપીનભાઈ ગાંધી, સ્વ. નીતિન ગાંધીના સસરા. સ્વ. રમણિકભાઈ, કિશોરભાઈ, સરોજબેનના ભાઈ. દિતી, શ્રેય, જીમિત, નિયતિના દાદા. સ્વ. વેણીલાલ ભક્તિદાસ પરીખના જમાઈ તા. ૫-૧૦-૧૨ના શ્રીજીચરણ પામેલ છે. સાદડીની પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
જયંતીલાલ આઇયા (ઉં.વ. ૭૫) ગામ તેરા હાલ મુલુંડ તે સ્વ. કલાવતીબેન ખીમજી ધારશી આઇયાના જયેષ્ઠ પુત્ર. તે ગં. સ્વ. સરસ્વતી રતનશી પોપટ ગામ નલીયાવાળાના જમાઇ. તે ગં. સ્વ. ગીતા (ચંદા) બેનના પતિ. તે સ્વ. દિપાબેન, આનંદ તથા સતિષના પિતાશ્રી. તે સ્વ. કિશોર, અશોક તથા સ્વ. દિલિપના ભાઇ. તે કુંવરજી પન્યા કતીરાનાં દોહિત્ર. રવિવાર તા. ૮-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌ. વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ગુંદાલા હાલ મુલુંડના જયાબેન પ્રતાપ ઠક્કર (ઉં. વ.૮૮) તા. ૮-૧૦-૨૩ના રામશરણ પામ્યા છે. તે ડોકટર અજય, સંજય તથા રૂપાના માતુશ્રી. તે કીર્તિ, ભાવના અને પ્રશાંત ગણાત્રાના સાસુ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૩ મંગળવારના કાલિદાસ મેરેજ હોલ પી. કે. રોડ, મુલુંડ વેસ્ટ, સાંજે ૫થી ૭. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ નલીયા હાલ માટુંગાના સ્વ. મોંઘીબેન મથુરાદાસ અનમના પૌત્ર. નર્મદાબેન જેઠાલાલ અનમનાં પુત્ર. ક્ધહૈયા અનમ (ઉં. વ. ૫૨) તા. ૮-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. મયુરીના પતિ. રિયા, જતિનનાં પિતા. હર્ષા, રામ, પ્રકાશ, ઘનશ્યામના ભાઇ. ગં. સ્વ. મંજુલા ગીરધરલાલ મંડળવિજાનાના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૦-૧૦-૨૩ના રામબાગ, માટુંગા (સે.રે.) લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
હાલાઈ લોહાણા
વેરાવળ સ્વ. પરષોતમદાસ હરિદાસ કાનાબારના નાનાભાઈ કરસનદાસ કાનાબાર હાલ કુર્લા. (ઉં. વ. ૮૫) તા. ૮/૧૦/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હિરેનભાઈ, હિતેનભાઈના પિતાશ્રી. તે અમીતાબેન, સીમાબેનના સસરા. તે નિધિ, વિરલ, દેવ અને ખુશીના દાદા. તે સ્વ. પ્રધાન દેવરાજ સચદેવના જમાઈ. તે ભગવાનદાસ, સ્મિતા, જ્યોતિબેન, નીતાબેનના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦/૧૦/૨૩ ના મંગળવારના ૪.૩૦ થી ૬.૦૦. એડ્રેસ- ઝૂલેલાલ હોલ, ન્યૂ મિલ રોડ, કુર્લા વેસ્ટ.
નડિયાદ દશા ખડાયતા વણિક
સુમનબેન જમસુભાઈ પરીખ (ઉં. વ. ૮૯) હાલ મુંબઈ, તે સ્વ. જમસુભાઈના પત્ની. સંદીપ – દર્શનાના માતુશ્રી. શિવાની – ચેતનના સાસુ. કુનાલી – પરાગી – આદિત્ય – વરૂણ – ચૈતાલીના દાદી તા. ૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
તળાજા, હાલ કાંદિવલી સ્વ. નવીનચંદ્ર ગંગાદાસ જાંગલાના ધર્મપત્ની ગં. સ્વ. મીનાક્ષીબેન (ઉં. વ. ૭૫) તે ૭/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રાહુલના માતુશ્રી. ડિમ્પલના સાસુ. હેતના દાદી. સ્વ. દિનેશભાઇ, સ્વ. ભરતભાઈ, સ્વ. નવનીતભાઈ, નરેન્દ્રભાઈ, ગં. સ્વ બીનાબેન, ગં. સ્વ વર્ષાબેન, ગં. સ્વ રંજનબેન, અંજનાબેનના ભાભી. પિયરપક્ષે શિહોરવાળા સ્વ. મનસુખલાલ ગીરધરલાલ હકાણીના દીકરી, સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
રાજકોટ, હાલ મુંબઈ સ્વ લલીતાબેન તથા સ્વ. જયંતીલાલ અભેરાજ મેરના પુત્ર, મહેશભાઈ (ઉં. વ. ૭૦) તે સ્વ. વીણાબેનના પતિ. અમર, નયનના પિતા. સ્વ. હર્ષદરાય, જોશનાબેન, સ્વ. રમાબેન, મધુબેન, નલિનીબેન, જીતુભાઇ, રીટાબેનના ભાઈ. સ્વ. નેમચંદભાઈ નરશીદાસના જમાઈ. દુર્લભજી જીવાભાઈ જોગીના ભાણેજ. ૭/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
જામ સલાયા હાલ દહીંસર રસીલાબેન (ઉં. વ. ૭૯) તે સ્વ. ચંદુલાલ સુંદરજી મજીઠીઆના ધર્મપત્ની તે સ્વ. કૌશિક, સંદીપ, હીરેનના માતુશ્રી, તે વર્ષા, બીના, તૃપ્તિના સાસુ, તે પૂજા, ગૌરવ, સ્વેતા, બીજલ, માનવના દાદી, તે જામ સલાયાવાળા સ્વ. મોંઘીબેન અને સ્વ. દ્વારકાદાસ મોરઝરીયાના દિકરી તા: ૯/૧૦/૨૦૨૩ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા:૧૦/૧૦/૨૦૨૩ મંગળવારે ૫ થી ૭ સ્થળ: હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલા માળે, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો